Book Title: Jivannu Jawahir
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 62
________________ વાર ભજવાયું અને તે લગાતાર ત્રીસ વર્ષ સુધી ચાલ્યું. ૬૦ ઉપરાંત ડિટેક્ટિવ નવલકથાઓ અને ૧૯ ટૂંકી વાર્તાના સંગ્રહો આપનાર આ જીવંત દંતકથા સમી લેખિકાની કૃતિઓના જેટલા અનુવાદ થયા છે, તેટલા શેક્સપિયરને બાદ કરતાં બીજા કોઈ અંગ્રેજી સાહિત્યકારના થયા નથી. અગાથા ક્રિસ્ટી પછી રહસ્યકથાના લેખકોમાં આર્થર કેનન ડૉયલ અને અર્લ સ્ટેન્લી ગાર્ડન જાણીતા બન્યા. ત્યારબાદ જેમ્સ હેડલી ચેઇઝ અને ઇયાન ફ્લેમિંગ પણ મશહૂર થયા. અગાથા ક્રિસ્ટીની રહસ્યકથાનું આગવાપણું જળવાઈ રહ્યું, પરંતુ એ કથાલેખકોમાં અગ્રેસર ન રહ્યાં. તેઓ કહેતાં કે વ્યક્તિને માટે હંમેશાં શ્રેષ્ઠ કે અગ્રેસર રહેવું શક્ય નથી. પ્રત્યેક વ્યક્તિ કંઈ એન્જિન ડ્રાઇવર બની શકે નહીં, પરંતુ તે એનાં પૈડાંમાં તેલ જરૂર સીંચી શકે. જન્મ - ૧૫ સપ્ટેમ્બર, ૧૮૯૦, ટોરક્યુ, ઇંગ્લૅન્ડ અવસાન : ૧૨ જાન્યુઆરી, ૧૯૭૬, વિન્ટરણૂક, લૅન્ડ ૧૨૦ જીવનનું જવાહિર પુરુષાર્થી ઉદ્યોગપતિ અને દાનવીર ઍન્ડ્રુ કાર્નેગીમાં નાની વયથી જ અન્ય લોકોની ભાવનાને અને એમની જરૂરિયાતોને સમજવાની અસાધારણ સૂઝ હતી. સ્કૉટલૅન્ડમાં જન્મેલા બાળક ઍન્ડ્રુ કાર્નેગીએ એક સસલી પાળી હતી. એ સસલીને ઘણાં બચ્ચાં થયાં. એ બધાંને જાળવવાં કઈ રીતે ? મનના પારખુ ઍન્ડ્રુ કાર્નેગીએ પડોશમાં વસતાં બાળકોની પાસે સસલીનાં બચ્ચાંને ખવડાવવા માટે દાણા મંગાવ્યા અને એના બદલામાં એણે એ દરેક બાળકના નામ પરથી સસલીનાં બચ્ચાંનું નામ રાખી દીધું. એ પછી એ બાળકો પોતાનાં નામવાળાં એ બચ્ચાંને જાળવવા અને ખવડાવવા લાગ્યાં. ઍન્ડ્રુ કાર્નેગી ૧૩ વર્ષની વયે અમેરિકા આવ્યા. અભ્યાસની ઘણી ઓછી તક મળવાને કારણે સામાન્ય કેળવણી લઈ શક્યા અને તાર ઑફિસમાં મામૂલી નોકરી કરતા હતા. સમય જતાં તેઓ પેન્સિલવેનિયા રેલવેમાં પશ્ચિમ વિભાગના વડા બન્યા. એમણે સૌ પ્રથમ સ્લીપર કોચની વ્યવસ્થા કરી અને ઔદ્યોગિકીકરણને કારણે એમને લાગ્યું કે લોખંડ અને પોલાદની માંગ જરૂર વધશે, આથી એમણે આ ઉદ્યોગમાં ઝંપલાવ્યું. જીવનનું જવાહિર ૧૨૧

Loading...

Page Navigation
1 ... 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82