________________
મિત્રોએ પ્રોત્સાહિત કરતાં વાર્તાસંગ્રહ પ્રગટ કર્યો.
ગોર્કીની કલમને એ સમયના વિદ્વાનોની પ્રશંસા મળી. ઉત્કૃષ્ટ નવલિકાલેખક તરીકે ગૉર્ટીને નામના મળી અને એણે અત્યંત પ્રશિષ્ટ ગણાતી ‘ધ મધર' નામની કૃતિ લખી. આ ઉત્કૃષ્ટ નવલકથાએ એને વિશ્વવ્યાપી ખ્યાતિ અપાવી. પસ્તીની દુકાનનો નોકર ચિરંજીવ નવલકથાઓનો અને ઉત્કૃષ્ટ નવલિકાઓનો સર્જક બની ગયો.
આફ્રિકાનાં ગાઢ જંગલોમાં પ્રોફેસર
| મૌલિનોવસ્કી પ્રવાસ કરી રહ્યા હતા. યુદ્ધખોર તો એ સમયે ‘અંધારિયા ખંડ' તરીકે
ઓળખાતા આફ્રિકા ખંડના ખૂણેખૂણામાં સાવ બદતર
પહોંચવાનો એમનો ઇરાદો હતો. ગાઢ જંગલોમાં હિંસક પ્રાણીઓનો ભય હતો. જીવલેણ રોગ થાય એવા મચ્છરોનો ડર હતો. એક એક પગલું સાહસભર્યું હતું. કોઈ પણ ક્ષણે જીવન પર ભય હતો. આ જંગલમાં માનવભક્ષી લોકો રહેતા હતા અને એમાંનો એક માનવભક્ષી પ્રોફેસર મૌલિનોવસ્કીને મળ્યો.
આ માનવભક્ષીએ ઘણી વાતો આસપાસના સમાજમાંથી સાંભળી હતી. એણે પ્રોફેસર મૌલિનોવસ્કીને એમના દુભાષિયાની સહાયથી પૂછયું, “થોડા સમય પૂર્વે વિશ્વયુદ્ધ થયું. આ યુદ્ધ માં ઘણા માણસોને મારી નાખવામાં આવ્યા છે તેમ મેં સાંભળ્યું
જન્મ : ૨૮ માર્ચ, ૧૮૩૮, નિઝની નોકગોરોડ ગામ, રશિયા; અવસાન : ૧૮ જૂન, ૧૯૩૬, મોસ્કો, રશિયા
મૌલિનોવસ્કીએ કહ્યું, “તારી વાત સાચી છે. આ વિશ્વયુદ્ધમાં ઘણો મોટો માનવસંહાર થયો છે.”
પેલા માનવભક્ષીએ વળતો પ્રશ્ન કર્યો, “આટલા બધાને મારી નાખ્યા, તો પછી એ બધાને કઈ રીતે ખાઈ ગયા હશો ?”
જીવનનું જવાહિર
૮૪
જીવનનું જવાહિર
–
૮૫