Book Title: Jivannu Jawahir
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 38
________________ લાગી ચૂક્યો હતો. દુનિયાના મહાન લોકોનાં ભાષણોનું એક સંકલન ડગ્લાસને મળ્યું. એ એને માત્ર વાંચી ગયા નહીં, બલ્ક પચાવી ગયા. કેટલાંય ભાષણ એ કડકડાટ બોલી જવા લાગ્યા. આ મહાન પુરુષોનાં ભાષણો વાંચતાં એમને એ પણ સમજાયું કે પોતાના વિચારો કઈ રીતે સંગૃહીત કરવા જોઈએ, એની કેવી પ્રસ્તુતિ હોવી જોઈએ. મહત્ત્વના મુદ્દા કે દલીલની કઈ રીતે રજૂઆત પામવી જોઈએ અને શ્રોતાઓ ઉપર પ્રભાવક અસર થાય એ માટે શું કરવું જોઈએ? ફ્રેડરિક ડગ્લાસ માલિકની ગુલામીમાંથી મુક્ત થયા ત્યાં સુધી આ બધી બાબતો પર ઊંડું ચિંતન કરતા રહ્યા. જેવી એમને મુક્તિ મળી કે તરત જ એમણે પોતે વેઠેલી યાતનાઓ અને ગુલામીની પ્રથા સામે પોતાનો અવાજ બુલંદ કર્યો. ઓગણીસમી સદીમાં ફ્રેડરિક ડગ્લાસ અમેરિકાના અશ્વતોની વેદના અને યાતના તથા મુક્તિની ઝંખના પ્રગટ કરતા એક પ્રભાવક નેતા બની રહ્યા. એમનાં ભાષણોએ અમેરિકાની રંગભેદ સામેની જેહાદમાં નવું બળ પૂર્યું. મહાન વૈજ્ઞાનિક લૂઈ પાશ્ચર પ્રસિદ્ધ ૨સાયણવિદ અને સૂક્ષ્મ પ્રસ્તાવનો જીવાણુશાસ્ત્રી તરીકે વિશ્વભરમાં પ્રસિદ્ધિ પામ્યા. વિજ્ઞાનના ક્ષેત્રે આંતરસૂઝ અને અસ્વીકાર પ્રાયોગિક નિપુણતાને કારણે એમણે માનવજાતને ઉપયોગી એવાં ઘણાં સંશોધનો કર્યા. ખાદ્ય સામગ્રીને કઈ રીતે જંતુમુક્ત બનાવી શકાય તેની પદ્ધતિ શોધી, તો એની સાથોસાથ માનવીને અતિ ઉપકારક એવી રોગપ્રતિકારક રસીની પણ શોધ કરી. જર્મનીના શહેનશાહે વૈજ્ઞાનિક લૂઈ પાશ્ચરની ખ્યાતિ સાંભળી અને એમણે કરેલી શોધોથી એ પ્રભાવિત થયા. એમણે વિચાર્યું કે આવો મહાન વૈજ્ઞાનિક મારા જર્મનીમાં હોય તો કેવું ધન્યભાગ્ય ! આથી જર્મનીના શહેનશાહે લૂઈ પાશ્ચરને સંદેશો મોકલ્યો કે તમે જર્મની આવો. અમને તમારા કામની ખૂબ ખૂબ કદર છે. તમારાં જ્ઞાન અને સંશોધન માટે અતિ આદર છે. અહીં અમે તમને સઘળી સુવિધા આપીશું. આર્થિક ચિંતાથી તમે સંપૂર્ણ મુક્ત રહેશો. જીવનનું જવાહિર જન્મ : ફેબ્રુઆરી ૧૮૧૮, ટાલબૂટ કાઉન્ટી, મેરીલૅન્ડ, અમેરિકા અવસાન : ૨૦ ફેબ્રુઆરી, ૧૮૯૫, વૉશિંગ્ટન ડી.સી. અમેરિકા ૭૨ જીવનનું જવાહિર - ૭૩

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82