Book Title: Jivannu Jawahir
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 51
________________ ટૅક્સીચાલકે કહ્યું, ‘સાહેબ, ક્ષમા કરજો. હું અહીં થોભી શકું તેમ નથી. મારે ઘેર જવું છે અને રેડિયો પર પ્રસારિત થનારું વડાપ્રધાન ચર્ચિલનું ભાષણ સાંભળવું છે.” આ સાંભળી વિન્સ્ટન ચર્ચિલના મનમાં ગર્વ થયો. એમને થયું કે એક સામાન્ય ટેક્સીચાલક પણ કેટલી બધી આતુરતાથી એમના ભાષણની રાહ જુએ છે. આથી એમણે પ્રસન્ન થઈને ટૅક્સીચાલકને સારી એવી ‘ટીપ’ આપી. આટલી બધી મોટી રકમની ‘ટીપ' મળતાં ટૅક્સીચાલકે કહ્યું, સાહેબ, ફરી વિચાર કરતાં મને એમ લાગે છે કે મારે આપની રાહ જોવી જોઈએ. ચર્ચિલના ભાષણની ઐસી તૈસી.” ટૅક્સીચાલકનો ઉત્તર સાંભળતા જ ચર્ચિલનો અહંકાર ઓગળી ગયો. મહાન વિજ્ઞાની લૂઈ પાશ્ચર (ઈ. સ. ૧૮૨૨થી ૧૮૯૫) પાસે વિજ્ઞાનની પેટન્ટની પ્રાયોગિક નિપુણતા અને વિરલ આંતરસૂઝ હોવાથી એમણે અનેક ઉતાવળ. મહત્ત્વપૂર્ણ સંશોધનો કર્યા. એમનાં સંશોધનો ઉદ્યોગક્ષેત્રે તો લાભદાયી બન્યાં, પણ એથીય વિશેષ એમણે કરેલા સંશોધનોથી મનુષ્યજાતિનું ઘણું કલ્યાણ થયું. એમણે રોગપ્રતિકારક રસી (વંક્સિન) શોધી અને સાથોસાથ ખાદ્યપદાર્થોને જંતુમુક્ત બનાવવાનું સંશોધન કર્યું. એમનાં સંશોધનોને કારણે માનવમૃત્યુદર ઓછો થયો અને પ્રાણીઓને થતા રોગોનો પ્રતિકાર શક્ય બન્યો. મરવાનાં બચ્ચાંને થતા ચિકન કૉલેરા અને ઢોરને થતા એન્ટેક્સ રોગના નિવારણ માટે લૂઈ પાશ્ચરે રસી તૈયાર કરી. માનવી અને પ્રાણીને થતા હડકવા પર સંશોધન કર્યું અને હડકવા સામેની રસીની શોધે એમને વિશ્વવિખ્યાત બનાવ્યા. લૂઈ પાશ્ચરની ખાદ્ય પદાર્થોને જંતુનાશક કરવાની રીત પાશ્ચરીકરણ' તરીકે જાણીતી થઈ. જેવું આ સંશોધન થયું કે તરત જ આ માનવતાવાદી વિજ્ઞાની એની ‘પેટન્ટ” કરાવવા માટે દોડી ગયા. એમના નામે આ શોધની ‘પેટન્ટ’ થઈ કે તરત જ જીવનનું જવાહિર જન્મ : ૩૦ નવેમ્બર, ૧૮૩૪, બ્લેનહેઇમ પેલેસ, ઇંગ્લૅન્ડ અવસાન : ૨૪ જાન્યુઆરી, ૧૯૬પ, લંડન, ઇંગ્લૅન્ડ, ૯૮ જીવનનું જવાહિર ૯૯

Loading...

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82