Book Title: Jawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
૧૨]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[અષાડ
પ્રયત્ન કર્યો છે. સાધારણ રીતે પ્રત્યેક વસ્તુને નામથી જ જાણી શકાય છે. પણ કેવલ નામને જ જાણવા કરતાં તેના સ્વરૂપને પણ જાણવું જોઈએ.
બીજે સ્થાપનાથી મહાન છે. કોઈ વસ્તુમાં મહાનતાનું આરોપણ કરી લેવું એ સ્થાપનાથી મહાન છે.
ત્રીજે દ્રવ્યથી મહાન છે. જ્યારે કેવલજ્ઞાની અન્ત સમયે કેવલિ-સમુદ્દઘાત કરે છે ત્યારે તેમના કર્મપ્રદેશ ચૌદ રાજુલોકમાં ફેલાઈ જાય છે અને તેમના શરીરમાંથી નીકળેલો મહાસ્કન્ધ ચૌદ રાજુલકમાં સમાઈ જાય છે તે દ્રવ્યથી મહાન છે.
ચેથ ક્ષેત્રથી મહાન છે. સમસ્ત ક્ષેત્રમાં આકાશ જ મહાન છે કારણ કે આકાશ સમસ્ત લેકમાં વ્યાપ્ત છે..
પાંચમો કાળથી મહાન છે. કાળમાં ભવિષ્યકાળ મહાન છે. જેમનું ભવિષ્ય સુધર્યું છે તેમનું બધું સુધર્યું છે. ભૂતકાળ ગમે તેવો ઉજજવળ રહ્યા હોય પણ તે વ્યતીત થઈ ગયા છે. એટલા માટે ભવિષ્ય કાળ જ મહાન છે.
છદ્ધો પ્રધાન મહાન છે. અર્થાત જે પ્રધાન માનવામાં આવે છે તે મહાનના સચિત્ત અચિત્ત અને મિશ્ર એમ ત્રણ પ્રકારના ભેદ પાડવામાં આવ્યાં છે. સચિત્તમાં દ્વિપદ, ચતુષ્પદ અને અપદ એ ત્રણ પ્રકાર છે. દિપદોમાં તીર્થકર મહાન છે. ચતુષ્પદોમાં સરલ અર્થાત અષ્ટાપદને મહાન ગણવામાં આવે છે અને વૃક્ષાદિ અપદમાં પુંડરિક અર્થાત કમલને મહાન કહેવામાં આવે છે. અચિત્તમાં ચિન્તામણિ રત્ન મહાન છે. મિત્રમાં તીર્થકરનું રાજ્યસંપદાયુક્ત શરીર મહાન છે. તીર્થંકરનું શરીર દિવ્ય તે હેાય જ છે. પણ રાજ્યાભિષેકના સમયે તેઓ જે વસ્ત્રાભૂષણો પહેરી બેસે છે તે પણ મહાન હોય છે,
સ્થાનને લીધે વસ્તુનું પણ મહત્ત્વ વધી જાય છે. આ કારણે મિશ્રમાં તીર્થકરનું વસ્ત્રાભૂષણ યુક્ત શરીર મહાન છે.
સાતમે, અપેક્ષાથી મહાન છે. જેમકે સરસવ કે રાઈથી ચણાને દાણ મહાન છે અને ચણાના દાણાથી બેર મહાન છે.
આઠમ, ભાવથી મહાન છે. ટીકાકાર કહે છે કે, પ્રધાનતાની અપેક્ષાએ ક્ષાયકભાવ મહાન છે. અને આશ્રયની અપેક્ષાએ પારિણામિક ભાવ મહાન છે. કારણકે પારિણામિક ભાવના આશ્રિત જીવ અને અજીવ બન્નેય હોય છે. કોઈ કઈ આચાર્યનો એવો પણ ભત છે કે, આશ્રયની દષ્ટિએ ઉદયભાવ મહાન છે; કારણ કે અનંત સંસારી જીવો ઉદય ભાવને જ આશ્રિત છે. આ પ્રમાણે ભિન્ન ભિન્ન મત છે; પણ વિચાર કરવાથી આશ્રયની અપેક્ષાએ પારિણમિક ભાવ જ મહાન છે. કારણ કે, પરિણામિક ભાવમાં સિદ્ધ અને સંસારી એ બનેય પ્રકારના છે આવી જાય છે. આ પ્રમાણે પ્રધાનતાની અપેક્ષાએ લાયકભાવ મહાન છે.
અને મહાન નિર્ચન્થને અધિકાર છે. નિગ્રંથને દ્રવ્ય, ક્ષેત્ર આદિની દૃષ્ટિએ મહાન કહ્યા નથી પણ જે મહાપુરુષ પરિણામિક ભાવથી ક્ષાયિક ભાવમાં પ્રવર્તે છે તેમને મહાન કહેલ છે.
નિર્ચન્ય કોને કહેવાય અને નિગ્રંથને શો અર્થ છે તે વિષે વિચાર કરીએ. જે દવ્ય અને ભાવથી, બન્ધનકર્તા પદાર્થોમાંથી નિવૃત્ત થાય છે; અર્થાત જે દ્રવ્ય અને ભાવ