Book Title: Jawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
વદી ૨].
રાજકેટ-ચાતુર્માસ
[૨૦૭
સાહિત્ય તમારો વ્યવહાર સુધારે અને તમને વ્યાવહારિક શક્તિ પણ આપે પણ તે આધ્યાત્મિક શાન્તિ આપી ન શકે તે તે શાન્તિ શા કામની? વાસ્તવમાં જ્યાં આત્માને શાંતિ મળે છે ત્યાં જ શાન્તિ અને સુધારે છે. પણ જ્યારે વ્યવહાર સુધરે છે ત્યારે જ આપ્યાત્મિક સુધાર થઈ શકે છે. એટલા માટે પહેલાં વ્યવહાર સુધારવાની જરૂર છે. પણું વ્યવહાર સુધારવાની સાથે સાથે આધ્યાત્મિક શક્તિ મળે એવો પ્રયત્ન પણ કર જોઈએ. આધ્યાત્મિક શક્તિ મળે બધાં કામે શાંતિપૂર્વક પાર પડે છે અને એ અવસ્થામાં ગમે તેવી સ્થિતિ દુઃખદાયક નીવડતી નથી. સુભગના પેટમાં ખીલે ખૂચી ગયો હતો છતાં પણ તેણે ધૈર્ય અને નવકારમગ્નનું ધ્યાન છેડયું નહિ ! એ આધ્યાત્મિક સુધારનું જે પરિણામ હતું અને એ જ કારણે તેને સુદર્શનના ભવમાં બહુ સંપત્તિ પ્રાપ્ત થઈ
આજે ઘણા લોકોને આત્મા ઉપર વિશ્વાસ હોતો નથી, જો કે તેઓ હમેશાં આધ્યાત્મિક શક્તિને પરિચય મેળવે છે, છતાં ભૂલી જાય છે. આ વિષે મેં શાંકર ભાષ્યમાં જે કાંઈ જોયું-જાણ્યું છે તે બહુ વિસ્તારપૂર્વક કહેવાને માટે વધારે સમય જોઈએ. એટલા માટે હું તમારી સમજમાં આવી જાય એ રીતે સરલ કરીને થોડું ઘણું કહ્યા કરું છું.
તમે લોકો સ્વપ્નો તે ઘણીવાર જોતાં હશે! જેવાં પિતાનાં પરિણામ હોય છે પ્રાયઃ તેવાં જ સ્વપ્નો જોવામાં આવે છે ! જાગૃતાવસ્થામાં જેવાં સારાં-નરસાં પરિણામે હોય છે, સ્વાવસ્થામાં તેવાં જ સારાં-નરસાં સ્વપ્ન આવે છે, એ વાત અનુભવથી જાણી શકાય છે. આ જ પ્રમાણે પુનર્જન્મના વિષે પણ સમજી લે. આ જન્મમાં જે ભાને લઈ મરે છે, પુનર્જન્મમાં તે જ ભાવેને પ્રાપ્ત થાય છે. કહ્યું છે કે –
यं यं वापि स्मरन्भावं त्यजत्यन्ते कलेवरम् ।
તે તથતિ જોય! ગરા તમામયિતઃ || -શ્રી ગીતા અર્થાત-જે ભાવોને લઈ મરે છે તે ફરી તે જ ભાવને લઈ જન્મે છે.
કહેવાને ભાવાર્થ એ છે કે, પૂર્વજન્મમાં જે કાંઈ થાય છે તેને ઘણોખરે પરિચય અહીં જ સ્વમમાં મળી જાય છે છતાં પણ કેટલાક લોકો આત્મા ઉપર વિશ્વાસ કરતા નથી એ તેમની ભૂલ છે.
કિયા સેને કાલ કુંવરને, જબ પાયા અધિકાર;
પર ઉપકારી પ૨દુઃખહારી, નિરાધાર આધાર ધન ૧૯ જિનદાસ શેઠે વિચાર્યું કે, સુદર્શન હવે દરેક રીતે યોગ્ય થઈ ગયું છે, વ્યાવહારિક કામોમાં પણ દક્ષ થઈ ગયો છે. છતાં હવે મારે સંસારમાં ફસાઈ રહેવું ઠીક નથી. આ પ્રમાણે વિચાર કરી તેણે ઘર અને સંસારને કાર્યભાર સુદર્શનને સોંપી દીધું અને પોતે ધર્મકાર્યમાં દિવસે ગાળવા લાગ્યા.
આજે ઘણા લેકે અંત સમય સુધી સંસારને ભાર પિતાની ઉપર જ લાદી રાખે છે અને છોકરાઓ શું જાણે? તેમને ઘરને કાર્યભાર સોંપવામાં આવે તે આમ કરી નાંખશે! આ પ્રમાણે ખોટી ચિંતા પિતાના ઉપર રાખે છે. પણ મરી ગયા બાદ શું થશે ! તેને કશે વિચાર કરતા નથી. આ પ્રમાણે અંત સમય સુધી સંસારવ્યવહારને ભાર પિતાની ઉપર રાખી તે લોક પિતાની હાનિ તો કરે જ છે, પણ સાથે પિતાના