Book Title: Jawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
વદ )) ] રાજકેટ-ચાતુર્માસ
[૩૫૩ અનાથી મુનિ કહે છે કે, “હે રાજન ! સંસારનાં બધાં પદાર્થો આ પ્રમાણે અનાથ બનાવે છે, સનાથ બનાવતા નથી. હે ! રાજન ! તું કહે છે કે મારી આજ્ઞા આખા રાજયમાં વર્તે છે તે પછી હું અનાથ શાને ? પણ હું પૂછું છું કે, તારી આજ્ઞા તારા શરીર ઉપર પણ ચાલે છે કે નહિ તે જે. જે તારી આજ્ઞા તારા શરીર ઉપર ચાલતી નથી અને તારી આજ્ઞાનું પાલન કર્યા વિના જ તારા કાળા વાળ સફેદ થઈ જાય છે, દાંત પડી જાય છે, આંખનું તેજ ઓછું થઈ જાય છે અને શરીરની શક્તિ ઓછી થઈ જાય છે તે પછી તારી આજ્ઞા બીજે બધે ઠેકાણે વર્તે છે એમ કેમ કહી શકાય અને “મારી આજ્ઞા બધા માને છે એટલે હું સનાથ છું' એમ પણ કેમ કહી શકાય?” '
મુનિના આ કથન ઉપર તમે પણ વિચાર કરે કે, આ શરીર તથા સંસારના પદાર્થો જુદાં છે અને આ આત્મા પણ જુદો છે. જે આ પ્રમાણે તમે શરીર અને આત્માને ભિન્ન માનીને કાર્ય કરશો તે, સંસારનો વ્યવહાર તમે છોડી નહિ શકે તે પણ, તમને બહુ આનંદ મળશે.
અનાથી મુનિએ જ્યારે સંપૂર્ણ હિંસાનો ત્યાગ કર્યો હતો ત્યારે જ તેઓ પ્રાણીમાત્રના નાથ બની શક્યા હતા. આ ઉપરથી એવો પ્રશ્ન થાય છે કે, અનાથી મુનિની માફક જે સંપૂર્ણ હિંસાને ત્યાગ કરે તેને તે સનાથ કહી શકાય, પણ જેઓ હિંસાને સર્વથા ત્યાગ કરી શક્યા નથી એવા સમદષ્ટિ કે શ્રાવકોને કેવા કહેવા ? આ પ્રશ્નનો ઉત્તર એ છે કે, શ્રાવક કે સમદષ્ટિ, આત્મા અને શરીરને ભિન્ન માની આત્મભાવમાં મગ્ન રહે છે અને પિતાને સંસારના પદાર્થોને કારણે સનાથ માનતા નથી એટલા માટે તેઓ અનાથતાથી મુક્ત જ છે. રાજા શ્રેણિક પણ સાધુ થયા ન હતા પણ સમદષ્ટિ જ રહ્યા હતા છતાં તે અનાથ રહ્યા ન હતા; કારણ કે તેમણે અનાથી મુનિને ઉપદેશ સાંભળી સાંસારિક પદાર્થોને કારણે હું સનાથ છું એવું માનવું છોડી દીધું હતું. આ પ્રમાણે સમદષ્ટિ સાંસારિક પદાર્થોને અનાથતાના કારણભૂત માને છે, એ કારણે તેઓ અનાથતાથી મુક્ત થઈ જાય છે. સમદષ્ટિનું લક્ષણ બતાવતાં કહ્યું છે કે – “ભેદ વિજ્ઞાન જ જિન કે ઘટશીતલ ચિત્ત ભયો જિમ ચંદન, કેલિ કરે શિવ મારગમેં જગમાંહિ જિનેશ્વર કે લઘુનન્દન. સત્ય સ્વરૂપ સદા જિનકે પ્રકટ અવદાત મિથ્યાત્વ નિકન્દન, શાન્ત દશા જિનકી પહિચાની કરે, કર જેરી બનારસી વંદન.” “સ્વાર્થ કે સાચે પરમારથ કે સાચે ચિત્ત,
- સાચે સાચે બેન કહે સાચે જૈનમતી હે. કાહુ કે વિરુદ્ધ નાહિં પરજાય બુદ્ધિ નાહિં,
આતમ-વેષી ન ગૃહસ્થ હૈ ન જતી હૈ. સિદ્ધિરિદ્ધિ વૃદ્ધિ દીસે ઘટમેં પ્રકટ રૂપ,
અન્તરકી લ૭િ સોં અજાચિ લખપતિ , દાસ ભગવન્તકે ઉદાસ રહે જગતસે,
સુખિયા સદૈવ એસે જીવ સમકિતી હૈ.” :