Book Title: Jawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
વ્યાખ્યાન: સંવત ૧૯૯૨ શ્રાવણ વદી ૮ રવિવાર
પ્રાર્થના “સમુદ્રવિજય” સુત શ્રી નેમીશ્વર, જાદવ કુલકે ટકે, રતનકુખ ધારણું “સિતાદે', તેહને નદન ની.
શ્રી જિન મેહનગારે છે, જીવન પ્રાણ હમારે છે. ૧ શ્રી અરિષ્ટનેમિ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે.
પરમાત્માને મોહનગારા કહેવાની કોને સત્તા છે, ભગવાનને મેહનગારા કોણ બનાવી શકે છે અને કોણે પરમાત્માને મોહનગારે બનાવ્યો છે એ બધી વાતને ઊંડો વિચાર કરવામાં આવે તે પરમાત્માની પ્રાર્થનાનું રહસ્ય પણ સમજમાં આવી શકે !
આપણે તે પરમાત્માને મેહનગારા બનાવનારનું થોડું ઘણું અનુકરણ જ કરીએ છીએ અથવા જીભથી સામાન્ય તેમની પ્રશંસા જ કરીએ છીએ પણ વાસ્તવમાં પરમાત્માને આપણે મેહનગારા બનાવી શક્યા નથી !
ભગવતી રાજમતિએ જ ભગવાનને મેહનગારા બનાવ્યા હતા અને ભગવાનને પિતાના હદયમાં સ્થાન આપી પિતાનું અને જગતનું કલ્યાણ કર્યું હતું. ભગવાન અરિષ્ટનેમિ અને ભગવતી રાજમતિની કથા સંસારને કલ્યાણકારી છે, એટલા જ માટે સંસારના લેકે, એ બન્નેને શ્રદ્ધાંજલિ સમર્પણ કરી, કહે છે કે “હે પ્રભો ! એ દિવસ ક્યારે આવશે
જ્યારે અમે પણ ભગવાન અરિષ્ટનેમિને ભગવતી રાજમતિની માફક અમારા મેહનગારા બનાવી શકીશું !
જો કે, કવિઓ અને ગ્રન્થકારાએ આ બન્ને મહાત્માઓનું ઘણું ચરિત્રવર્ણન કરેલ છે પણ એ બન્નેના ચરિત્રને સંપૂર્ણ રીતે વર્ણન કરવા માટે બૃહસ્પતિ પણ સમર્થ નથી, તે પછી બીજા એમનું ચરિત્ર વર્ણન બરાબર કેમ કરી શકે ! મન, બુદ્ધિ અને વાણી તેમનું ચરિત્ર વર્ણન કરતાં થાકી જઈને જોતિ નતિ કહેવા લાગે છે. આ પ્રમાણે તેમના ચરિત્રના મહત્વને અંત નથી એટલા માટે હું તે તેમનું વર્ણન કરી જ કેમ શકું? તેમ છતાં જેમ આકાશ અનંત છે અને પક્ષીઓ તેમાં ઉડે જ છે ! પૃથ્વી ઉપર થોડે ઘણે કોઈ પ્રકારનો ભય પેદા થયો કે પક્ષીઓ આકાશનું શરણ લઈ નિર્ભય બને છે અર્થાત અનન્ત હોવા છતાં આકાશને પક્ષીઓ પોતાને આધાર માને છે. પૃથ્વી ઉપર તે ચાર ચરવા આવે છે બાકી પ્રધાનઃ આકાશને જ પિતાને આધાર સમજે છે.
આ જ પ્રમાણે જ્ઞાનીઓ પણ કર્મપ્રકૃતિને કારણે આ સંસારમાં રહે છે, પણ પિતાને આધાર તો ભગવાન અરિષ્ટનેમિ અને ભગવતી રાજમતિને જ માને છે. તેઓ પ્રત્યેક સમય ભગવાનના ચરિત્રનેજ આશ્રય લે છે. જે પ્રમાણે પક્ષીઓ આકાશમાં ઉડે છે તેમ છતાં તેઓ તો એમજ કહે છે કે અમે તે આકાશને આધાર લઈએ છીએ. અમે આકાશને 'પાર પામી શકતા નથી; આજ પ્રમાણે જ્ઞાનીઓ પણ કહે છે કે, અમે ભગવાનના