Book Title: Jawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
વિદ ૨]
રાજકેટ–ચાતુર્માસ
[ ૫૯
જોઈએ. જે પ્રમાણે પનિહારી ચિત્તને બીજી જગ્યાએ જવા ન દેતાં ઘડાની રક્ષામાં જ પરિવે છે, તે જ પ્રમાણે ચિત્તને બીજી જગ્યાએ જવા ન દેતાં વીતરાગમાં જ પરેવવું જોઈએ.
બીજું ભાવ્ય તત્વ છે. તે બે પ્રકારનાં છે. એક તે “જડને ભેદ જાણ અને બીજે “ચૈતન્યને ભેદ” જાણવો. આ પ્રમાણે જ્યારે જીવ કે અજીવ વિષે તત્ત્વભેદ કરે ત્યારે બીજી જગ્યાએથી ચિત્તને દૂર કરી ચિત્તને તત્વવિચારણામાં એવું એકાગ્ર કરો કે ચિત્ત બીજે જાય જ નહિ. આ પ્રમાણે ઈશ્વર કે તને ભાવ્ય બનાવી ચિત્તને તેમાં પરોવવું એનું નામ જ ભાવના છે.
આ વાતને બરાબર સમજી તમે એમ વિચારે કે, ભગવાન ધર્મનાથનું ધ્યાન કેવી રીતે કરવું? એને માટે એમ વિચારે કે જે પ્રમાણે રૂપિયાનું ધ્યાન કરવામાં આવે છે તે જ પ્રમાણે ભગવાન ધર્મનાથનું ધ્યાન કરવું. તમે વ્યાપાર કરી રહ્યા છે ત્યારે બીજે કઈ બીજી જ વાત કહેવા માંડે ત્યારે તમે તેને શું કહેશો ? એમ જ કહેશો કે, એ વાત હમણું રહેવા ઘો પછી એ વાત કરજે. તે પૂછે કે એમ કેમ ! તે તમે એને જવાબ એમ આપશો કે, અત્યારે વ્યાપારમાં મન એંટેલું છે. આ જ પ્રમાણે વ્યાપારની માફક ભગવાન ધર્મનાથનું ધ્યાન કરવું અર્થાત જે પ્રમાણે લોભીનું મન ધનમાં ચુંટેલું હોય છે, જુગારીનું મન જુગારમાં ચૂંટેલું હોય છે અને કામીજનોનું મન સ્ત્રીઓમાં ચોંટેલું હોય છે તે જ પ્રમાણે ભગવાન ધર્મનાથના ધ્યાનમાં મન ચટાડવું જોઈએ. જે પ્રમાણે લેબી, જુગારી કે કામીજનનું મન પિતાપિતાના પ્રિય વિષયમાં ચોંટેલું હોય છે તે જ પ્રમાણે ભકતોએ ભગવાન ધર્મનાથના ધ્યાનમાં મનને એકાગ્ર કરવું જોઈએ. જે પ્રમાણે પનિહારી ઘડાની રક્ષા કરી શકે અને સાથે સાથે વાત પણ કરી શકે એવી ખાત્રી થતી નથી ત્યાં સુધી વાત કરતી નથી તે જ પ્રમાણે તમારી સાધના પણ હજી કાચી–અપૂર્ણ હોવાથી “હું આ કરી નાંખું–તે કરી નાખુંએવી ધમાલમાં પડે નહિ પણ મનને સ્થિર કરી ભગવાન ધર્મનાથના ધ્યાનમાં એકાગ્ર કરે. બીજી ધમાલમાં પડી જવાથી અનાથતા કેવી રીતે આવે છે ! એ જ વાત અનાથી મુનિ પણ કહી રહ્યા છે. અનાથી મુનિને અધિકાર–૫૦ -
અનાથી મુનિ કહે છે કે, મુનિના બે માગે છે. એક સુમતિને માર્ગ અને બીજે ગુણિને માર્ગ. જો કે મુનિનું લક્ષ્ય તે ગુપ્તિ જ છે પણ સુમતિ એ લક્ષ્ય સુધી પહોંચવાનું એક સાધન છે. જે આ સાધનને છોડી દે છે તે આત્માને સાધુતાથી દૂર રાખે છે. સાચી વાત તે એ છે કે, સાધુને પોતાના લક્ષ્ય સુધી પહોંચાડનાર એ પાંચ “સુમતિઓ જ છે. '
સાધુએ સાધુતાનું પાલન કેવી રીતે કરવું જોઈએ એને માટે અનાથી મુનિ કહે છે કે, જે આત્માને મહાવ્રતથી દૂર રાખે છે, અને જે રસલુપતા રાખે છે તે અનાથ છે. આ વ્યક્તિ ભિક્ષુ હોવા છતાં જન્મ-મરણથી મુક્ત થઈ શક્તો નથી.
પાંચ સુમતિ અને ત્રણ ગુણિમાં સાધુતાની સમસ્ત ક્રિયાઓને સમાવેશ થઈ જાય છે; એટલા માટે જે કઈ સાધુ ઈસમિતિ, ભાષાસમિતિ, એષણસમિતિ, આદાનભાંડપાત્રનિક્ષેપણસમિતિ અને ઉચ્ચારપસવણસમિતિ-આ પાંચ સમિતિઓનું પાલન કરતું નથી તે વીરના માર્ગે જ નથી પરંતુ અનાથતાના માર્ગે જાય છે