Book Title: Jawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ અષાડ
આ પ્રમાણે સિદ્ધ ભગવાન ભાવમંગલ છે. તમે લોકે દ્રવ્ય મંગલ જુઓ છો. જેઓમાં ભાવમંગલ છે તેઓ દ્રવ્ય મંગલના ચમત્કાર પણ બતાવી શકે છે પણ તે મહાત્માએ એવું કરવા ચાહતા નથી. તેઓ તો આત્માની શાન્તિ જ રાખવા ચાહે છે. જે તેઓ કોઈ પ્રકારને દ્રવ્ય ચમત્કાર બતાવવા ચાહતા હોય તે ચક્રવર્તીનું રાજ્ય અને સેળ સોળ હજાર દેવેની સેવાને શા માટે છેડી દે અને સંયમને ધારણ કરે ! જ્યારે દેવે જ સેવક થઈને રહેતા હોય ત્યારે દ્રવ્ય ચમત્કારમાં શું ખામી રહી શકે ? પણ તે મહાભાઓ એ પ્રકારના ચમત્કારને ચાહતા જ નથી. જે પ્રમાણે કઈ સૂર્યની પૂજા કરે છે તો કોઈ તેને ગાળો ભાંડે છે પણ તે સૂર્ય ગાળો ભાંડનાર ઉપર નારાજ થઈને તેને ઓછો પ્રકાશ આપતું નથી તેમ પૂજા કરનાર ઉપર ખુશ થઈને તેને વધારે પ્રકાશ આપતિ નથી. તે તો બધાને સમાન જ પ્રકાશ આપે છે. આ જ પ્રમાણે સિદ્ધ ભગવાન છે.
સિદ્ધને પાંચમો અર્થ એ પણ છે કે, જે સિદ્ધ થવાથી તેની આદિ તે છે, પણ જેમને અંત નથી તે પણ સિદ્ધ છે.
ગુરુ મહારાજ શિષ્યને કહે છે કે, સિદ્ધ ભગવાનને નમસ્કાર કરી, ધર્મરૂપી અર્થનો સાચો માર્ગ કર્યો છે તે હું બતાવું છું. સિદ્ધને નમસ્કાર કરી હું ભાવથી સંયતિને પણ નમસ્કાર કરું છું.
અહીં એક વિચારણીય વાત છે કે, સંયતિ, યતિને નમસ્કાર કરે છે કે અસંયતિને ! આ પ્રકારના બીજા પણ પ્રશ્નો ઉદ્દભવી શકે છે ! સૂત્રના રચનાર ગણધરે ચાર જ્ઞાનના સ્વામી હતા. તેમ છતાં તેઓ કહે છે કે, જે ભાવથી સંયતિ છે તેમને હું નમસ્કાર કરું છું. આ ઉપરથી સાધુઓએ સમજવું જોઈએ કે, “જે અમારામાં ભાવથી સાધુતાને ગુણ હશે તે અમને ગણધર પણ નમસ્કાર કરે છે પણ જે અમારામાં સાધુતાને ગુણ નહિ હોય તે પછી અમારામાં કાંઈ નથી.'
આ વીસમા અધ્યયનમાં જે કાંઈ કહેવામાં આવ્યું છે તે આ પહેલી ગાથામાં સંક્ષેપમાં કહી દીધું છે. આ પહેલી ગાથામાં આખા અધ્યયનને સાર કેવી રીતે સમાવવામાં આવ્યો છે એ વાતને વિશેષજ્ઞ જ સમજી શકે છે. આ વાત કેવળ જૈનશાસ્ત્રના વિષયને જ લાગુ પડતી નથી પણ બીજા ગ્રન્થમાં પણ આખા ગ્રન્થને સાર આદિ સૂત્રમાં કહી દેવામાં આવ્યું હોય એવું જોવામાં આવે છે. મેં કુરાનને અનુવાદ જોયો હતો. તેમાં કહ્યું છે કે, ૧૨૪ ઇલાહી પુસ્તકોને સાર તીરેત, અંજિલ, જબબ અને કુરાન એ ચાર પુસ્તકોમાં સમાવવામાં આવ્યો છે અને પછી એ ચારેય પુસ્તકોને સાર કુરાનમાં લાવવામાં આવ્યો છે અને કુરાનને સાર તેની આ પહેલી આયાતમાં સમાવવામાં આવ્યો છે કે –
બિસમિલ્લાહ રહિમાને રહીમ.” આ એક આયાતમાં જ કુરાનનો સાર કેવી રીતે સમાવવામાં આવ્યો છે એ એક વિચારવા જેવી વાત છે. જ્યારે આ આયાતમાં રહિમાન અને રહીમ' એ બને આવી ગયાં તે પછી કુરાનમાં બાકી શું રહ્યું ? આપણામાં પણ કહ્યું છે કે, “દયા ધર્મનું મૂળ છે ” દયા શબ્દ તે બે જ અક્ષરને છે તે પછી શું એમાં બધા ધર્મોને સાર ન આવી ગયે? દયા એ બધા ધર્મોને સાર છે; એ વાત કુરાન, પુરાણુ કે વેદશાસ્ત્રથી જ નહિ પણ પિતાના આત્માથી પણ જાણી શકાય છે. માની લો કે, તમે જંગલમાં છે અને કોઈ માણસ