________________
૭૮
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જાણનારો જણાય છે એટલી જ વાર છે કેઃ “જાણનાર જણાય છે.” એની “હા” પાડ. બાકી બધું થઈ રહેશે. તારે “હા” પાડવાનું કામ છે.
૪૦૨ યોના સર્ભાવમાં કે.. યાકારનાં સદ્ભાવમાં... “જાણનાર જણાય છે.”
૪૦૩ “જાણનાર જણાય છે” તેને મુખ્ય રાખીને શાસ્ત્ર વાંચવું.
૪૦૪ “જાણનાર જણાય છે” તેમ કહો કે “ઉપયોગમાં ઉપયોગ છે” તેમ કહો.
૪૦૫ લક્ષણ તો લક્ષથી અભેદ છે એ કદી જુદું પડતું નથી. આત્મા પણ પોતાનાં સ્થાનથી છૂટીને તેને જાણવા જતો નથી. પાંચ ઇન્દ્રિયના વિષયને જાણવા જતો નથી. પોતાને જ જાણ્યા કરે છે. નિરંતર આત્મા પોતાને જ જાણ્યા કરે છે ચોવીસ કલાક, અત્યારે ! પણ એને શ્રદ્ધામાં નથી આવતું કે: “ જાણનારો જણાય છે.”
ઉપયોગ પ્રગટ થાય છે સમયે સમયે તે આત્માને જાણે છે. અને જો આત્માને પ્રસિદ્ધ ન કરે તો લક્ષણ અને લક્ષ બન્નેનો નાશ થાય, માટે આવું ફંકશન ચાલુ જ છે. જાણે અને જણાય. નિરંતર આબાળ-ગોપાળ સૌને, નાનાંમોટાં બધાં ને, એકેન્દ્રિયથી માંડીને સંજ્ઞી પંચેન્દ્રિય સુધી બધાંને, સદા કાળમાં, તો વર્તમાનમાં રાત્રિ પણ આવી જાય કે નહીં? અનુભૂતિ સ્વરૂપ લખ્યું છે. ઇન્દ્રિયજ્ઞાનસ્વરૂપ કે રાગસ્વરૂપ તેવું નથી લખ્યું.
જ્ઞાનસ્વરૂપ આત્મા સદાકાળ અનુભવમાં આવે છે. “ જાણે ને જણાય”, “જાણે ને જણાય” જ્ઞાન જાણે નહીં અને આત્મા જણાય નહીં તેવું કોઈ કાળે બનતું નથી, બનવાનું નથી, માને ન માને તે તેની સ્વતંત્રતા છે.
૪૦૬ ઇન્દ્રિયજ્ઞાન પરને જાણે છે, હવે તેમ પણ ન લેવું. મને તો સમયે સમયે “ જાણનારો જણાય છે” તેમ લેવું.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com