________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જાણનારો જણાય છે ૪૩૨
“હું જાણનાર છું અને કરનાર નથી.” “જાણનારો જણાય છે અને ખરેખર પર જણાતું નથી.” આ મંત્રની સાધના મનમાં કરવાની, બોલવાનું નહીં. કોઈની સાથે વાતચીત કરવાની નહીં. કોઈની સાથે વાતચીત કરશો તો એ એમ કહેશે કે આ ગાંડા થઈ ગયા છે. આ જણાતું નથી તમને? મંત્રની સાધના પ્રાઈવેટ હોય. ગુફામાં હોય છે ને? આ અંતર્મુખ થવાની કળા છે.
૪૩૩ ભગવાન મહાવીરે કહ્યું, એમ સીમંધર ભગવાનની વાણીમાં પણ આવ્યું. એના સંતોએ સાંભળ્યું અને તેની પરંપરામાં આવ્યું. ભવિષ્યમાં પણ તે આવવાનું છે. “જાણનાર જણાય છે.” તે સ્થિતિ છે. જેમ પ્રકાશ સૂર્યને પ્રસિદ્ધ કરે છે, કોઈ કાળ એવો નહીં આવે કે પ્રકાશ સૂર્યને પ્રસિદ્ધ નહીં કરે. કારણ કે એ વસ્તુની સ્થિતિ છે.
૪૩૪ જે નિમિત્તનાં સદ્ભાવમાં “જાણનારો જણાય છે” તે જ નિમિત્તના અભાવમાં જણાય છે, બીજો નહીં.
૪૩૫ જાણનારાને જાણું છું તે વિકલ્પ છે. નથી જાણતો જાણનારને તે અનુભવ છે.
૪૩૬ સમ્યક્દર્શન થયા પછી અનંત સમય ન લાગે. વધારેમાં વધારે અસંખ્ય સમયમાં, અને વધારેમાં વધારે પંદર ભવે મુક્તિ પામે. (સમ્યકદર્શન ચાલુ હોય તો...) તેમાં લિમિટ છે. આ બધો જ ચમત્કાર “જાણનાર જણાય છે” તેનો છે.
પ્રભુ મેં જ્ઞાયકરૂપ કેવલ જાનહારા રે.”
૪૩૭
હું નિરંતર “જાણનારને જ જાણું છું” તેમાં કદી ખંડ પડતો નથી.
૪૩૮ જિજ્ઞાસા: અધ્યવસાન-મહાપાપથી બચવાનો ઉપાય શું?
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com