________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
જાણનારો જણાય છે
૯૨
છું ઈ શલ્ય છે એટલે...!
માટે વ્યવહારનો નિષેધ નિશ્ચયની પ્રાપ્તિ માટેનો ઉપાય છે લે! કેમ કે એને શલ્ય છે કે “હું ૫૨ને જાણું છું.” અરે ! કેવું એને શલ્ય ગરી ગયું છે કે તે નીકળવું પણ મુશ્કેલ છે.
૪૫૧
એક વખત જીતુભાઈ આવ્યા, બે દિવસ રોકાયા, આ મંત્ર આપ્યો પછી ગયા બેંગ્લોર. ઘણા દિવસ પછી સમાચાર આવ્યા કે આ મંત્ર તો બહુ સારો. મને તો શાંતિ દેખાય છે. શાંતિ અનુભવાય છે. આકુળતા ઘટી જાય છે. પ્રતિકૂળ સંયોગોમાં આકુળતા ઘટે એવો આ મંત્ર છે. હું શું કરું? હું તો જાણનાર છું ને ! હું કાંઈ કરનાર નથી. આહાહા! થવાનું હોય તે થયા કરે. “હું તો જાણનાર છું, જાણનારો જણાય છે.” ૫૨ જણાતું નથી. સાવ સાદું. સંસ્કૃત નહીં, માગધી નહીં, કાંઈ ઈ... યાદ ન કરવું. ગમે ત્યારે, ગમે ત્યાં હાલતાં-ચાલતાં, ઊઠતા-બેઠતા, લેટ્રીનમાં પણ બોલી શકાય. એમાં સ્નાન કરવાની જરૂરત નથી. એવો આ ભેદજ્ઞાનનો મંત્ર છે. આ ભેદજ્ઞાન છે. “ જાણનાર છું કરનાર નથી.” ભેદજ્ઞાન છે કે કર્તા નથી અકર્તા છું.
૪૫૨
99
જાણનાર છું અને “ જાણનારો જ જણાય છે અને દેવ, ગુરુ, શાસ્ત્ર જણાતાં જ નથી, આ વિવેક છે.
66
૪૫૩
ઉપયોગમાં ઉપયોગ છે બસ, ઉપયોગમાં રાગાદિ નથી. રાગ હોય તો જણાયને ઉપયોગમાં ? ઉપયોગમાં તો આત્મા છે, તો રાગ નહીં જણાય. એક વાર રાગને જાણવાનું બંધ કરીને આત્માને જાણવો. પછી રાગ જણાય ત્યારે રાગ નહીં જણાય જ્ઞાન જણાશે.
પહેલાં રાગ જણાય છે અને રાગનું જાણવાનું બંધ કરી જ્ઞાનને જાણો પછી રાગ નહીં જણાય. પણ જ્ઞાન જ જણાયા કરશે. પહેલાં રાગ જણાતો હતો; પછી અનુભવથી જ્ઞાન જણાયા કરશે. બધા જ્ઞાનીઓ એમ કહે છે “હું તો જ્ઞાતા છું, કર્તા નથી.” મફતનો તું હું કર્તા છું એમ માની બેઠો છો અને દુ:ખી થઈ રહ્યો છો. દુ:ખી જ થાય ને ? કર્તાબુદ્ધિમાં દુઃખી થાય છે. કર્તબુદ્ધિમાં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com