________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૨૦
જાણનારો જણાય છે જણાય ( પ્રતિભાસ) છે ત્યારે જાણનારો જણાય છે. આ (પર) જણાય છે એમ નહીં. આ જણાય છે એમ નહીં. પણ “ જાણનાર જણાય છે.”
જ્યારે પ્રતિમા જણાય છે ત્યારે એનામાં સ્વપ્રકાશકપણું હોવાના કારણે જાણનાર જણાય રહ્યો છે. એકલું પરપ્રકાશક નથી. તો તો પરપ્રકાશક વખતે જાણનાર પોતે જણાય જ નહીં. પણ જ્યારે પરપ્રકાશક છે ત્યારે પણ જાણનાર જણાય છે. એટલે ઓલું પરપ્રકાશક જે જ્ઞાન છે; શેયને જાણનારું જે જ્ઞાન છે; એકલું પરયને જે પ્રસિદ્ધ કરનારું જ્ઞાન છે તે અજ્ઞાન હતું. એટલે જ્ઞયાકાર જ્ઞાનનો આવિર્ભાવ થતો હતો. હવે જ્યારે ગેય જણાય છે ત્યારે જાણનાર પણ જણાય છે. એમ જાણનાર જણાય છે એ તરફ ઉપયોગ જાય છે, ત્યારે તેને વિશેષ જ્ઞયાકાર જ્ઞાનનો તિરોભાવ થઈને સામાન્યનો આવિર્ભાવ થાય છે.
૯૫૨
જાણનાર એમ છે ને? અશુદ્ધતા કેમ નથી ? કારણ કે જ્ઞયાકાર અવસ્થામાં, શેયને જાણવાની અવસ્થામાં જ્ઞાયકપણે જણાયો. જે જ્ઞાયકપણે જે જણાયો તે જ જ્ઞાયકપણે જ્ઞાનમાં જણાયો. જે શ્રદ્ધાનો વિષય છે તે જ્ઞાનનો વિષય થઈ ગયો. એક ગાથામાં બન્ને વાત લીધી. બહુ ગંભીર છે આ વાત, બહુ ગંભીર છે.
ભગવાન તે જ્ઞાયક આત્મા છે. તે જાણનાર છે, દેખનાર છે, જ્ઞાનથી ભરેલો આત્મા છે. જ્યારે પ્રતિમા જણાય છે ત્યારે પ્રતિમાનો જાણનાર છે કે જાણનારનો જાણનાર છે. તે જ્ઞાન પ્રતિમાનું છે કે તે જ્ઞાન આત્માનું છે. રતિભાઈ ! કહે છે કે તે જ્ઞાન આત્માનું નથી.
૯૫૩
આહાહા ! એક વાર ભગવાન તું પ્રતિમાને જાણનારું જ્ઞાન છે; ત્યારે તું વિચાર કર કે મને આ પ્રતિમા જણાય છે? કે “જાણનારો જણાય છે?” જ્ઞાયક જણાય છે. આહા ! કેમકે એ જ્ઞાન પ્રતિમાનું નથી એ જ્ઞાન આત્માનું છે. એટલે એ વખતે “જાણનાર જણાય છે”, એમ નક્કી કરવા જાય તો ઉપયોગ ત્યાંથી ખસીને અંદરમાં વળી જાય છે. ઉપાડ ત્યાંથી થયો; પણ ગયો અંદરમાં. પરને જાણવા રોકાતો તો ત્યાં સુધી આત્મદર્શન નહોતા થતા.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com