________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૩ર
જાણનારો જણાય છે
૬૩૭ અમારે “જાણનાર જણાય છે” તેના ઉપર જ ઘણી ચર્ચા ચાલે છે. તેમાંથી નવું નવું નીકળતું જ આવે છે.
૬૩૮ “જ્ઞાયકપણે જણાયો” એટલે અનુભવમાં આવ્યો, તે જ હવે અનુભવાય છે. તે તો તે જ છે; બીજો કોઈ નથી.
જ્ઞાયકપણે જણાયો”, એટલે પર્યાયના કર્તાપણે ન જણાયો કેમકે અકર્તા છે. અમારું નિશ્ચયણેય ફરતું નથી. જે જ્ઞાનમાં શેય ફરે તે અમારું જ્ઞાન નથી, ને શેય પણ નથી.
(૧) “ જાણનાર જણાય છે”, (૨) “જાણનાર જણાય છે” ... (૩) “જાણનાર જણાય છે” ...(૪) “ જાણનાર જણાય છે” તેમાં હવે ભેદ કરીશ મા.
૬૩૯ જાણનારો જણાય છે” તે જણાય ગયા પછી ભલે ક્રોધને જાણો તો એકતાબુદ્ધિ થતી નથી. કેમકે તે જ્ઞય બની જાય છે.
૬૪૦ જાણનાર જણાય છે તેમાં ઈન્દ્રિયજ્ઞાન શિથિલ થઈ જાય છે, પર જણાય છે તેમાં ઇન્દ્રિયજ્ઞાન બળવાન થઈ જાય છે.
૬૪૧ ચેતના લક્ષણથી પણ પર્યાયને જાણે છે તેમ ન લીધું, પરંતુ જીવને જાણે છે. ભલે ભેદ પડે છે, પણ જાણે છે અભેદને, ભેદ ભેદને જોતો નથી અભેદને જુએ છે. “મન વડે કળી લે છે.” સવિકલ્પ સ્વસંવેદનથી જાણે છે, અને પ્રેકિટસ વધી જાય તો ઊંઘમાં પણ આ જ આવે. “જાણનાર જણાય છે.”
૬૪૨
જાણનારો તે અપરિણામી, જણાયો તે પરિણામી. પરિણામી અપરિણામી થઈને અપરિણામીને જાણે છે.
૬૪૩ માનસિક જ્ઞાનમાં, અનુમાન જ્ઞાનમાં પણ લેવું પડશે કે મને “ જાણનાર જણાય છે.”
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com