________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬૧
પૂ.ભાઈશ્રી લાલચંદભાઈનાં વચનામૃત છે. જે સાધક હોય તે સાધકને જાણે. જે સાધક નથી તે સાધકને જાણતો નથી. જે ધ્યેયને જાણતો નથી તે શયને જાણતો નથી. સાધ્યને પણ જાણતો નથી. સાધકને જાણવા જાય તો સાધક થઈ જાય.
૭૭૦ થવા યોગ્ય થયા કરે છે તો કર્તબુદ્ધિ ગઈ, અને “જાણનારો જણાયા કરે છે.” એટલે પર્યાયને જાણવાનું બંધ કર્યું એટલે જ્ઞાતાબુદ્ધિ ગઈ. દિવ્ય ધ્વનિમાં આજ આવી રહ્યું છે એમ કાન ઉપર સંભળાય છે.
૭૭૧ “જાણનારો જણાય છે” આ ફંકશન અકૃત્રિમ છે. તેને કોઈ બંધ કરી શકતું નથી. અજ્ઞાનમાં એવી તાકાત નથી કે ફંકશનને બગાડી શકે.
૭૭૨ “જીવ વસ્તુ ચેતના લક્ષણથી જીવને જ જાણે છે.” જણાશે એમ નથી લખ્યું. તને જાણનાર જ જાણવામાં આવી રહ્યો છે, તેથી પરની અનુભૂતિ થવી અશક્ય છે, અને જાણનારની અનુભૂતિ છૂટવી અશક્ય છે.
૭૭૩ જાણનારો જણાય જ છે.” એ તો સદા ઉત્પાદમાં જણાય જ છે. એમાં પ્રયત્ન નથી. એક વિશ્વાસ આવવો જોઈએ કે હું જણાય જ રહ્યો છું. પરયને જાણવામાં જે મહેનત પ્રયત્ન કરવો પડે છે તેમાં તો થાક લાગે છે.
૭૭૪ અભેદને અભેદરૂપે અનુભવું છું. “જ્ઞાયક જ છું.” એમાં ધ્યેય શૈય બન્ને આવી ગયા. “ચેતનારો તે જ હું છું” એમાં પણ ધ્યેય જ્ઞય બન્ને આવી ગયા.
જાણનારો જણાય છે” તેમાં હજુ ભેદ છે. “જાણનારો જ હું છું” એમાં અભેદ થઈ ગયો.
૭૭૫ જે પોતાથી ભિન્ન છે તેને જાણે? અને જે પોતે પોતાથી કથંચિત અભિન્ન છે તેને કેમ ન જાણે? એ કેવું આશ્ચર્ય?! શ્રીમદ્જી કહે છે... “ઘટપટ આદિને જાણ તું તેથી તેને માન, જાણનારને માન નહીં. કહીએ કેવું જ્ઞાન.”
આ પર જણાય છે કે: “જાણનારો જણાય છે.” બસ પરથી ઉપયોગ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com