Book Title: Gyandhara 01
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
વર્ણન છે તેને વાણી વ્યક્ત કરી શકે નહિ અને એથી એનું વર્ણન પર્યાપ્ત બની શકે નહિકારણકે આ જ્ઞાન માત્ર અનુભવને આધારે જ પ્રપ્ત થઈ શકે એવી વાત નીચેની પંક્તિમાં તેમણે કરી છે.
‘જે પદ શ્રી સર્વ દીઠું જ્ઞાનમાં, કહી શક્યા નહીં પણ તે શ્રી ભગવાન છે; તેહવરૂપને અન્ય વાણી તે શું કહે ? અનુભવગોચર માત્ર રહ્યું તે જ્ઞાન છે.
શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - વિશિષ્ટ કાવ્યગુણોથી ઓપતું આ માત્ર કાવ્ય જ નથી પણ ફક્ત ૧૪૨ ગાથામાં આત્મસ્વરૂપને સમજાવતું એક ગહન વિષયને નિરૂપતું પધાત્મક શાસ્ત્ર છે. કાવ્યની વિશિષ્ટ પ્રકારની યોજના છે. એમાં મતાર્થી અને આત્માર્થીનાં લક્ષણો કહ્યાં છે. અને આ બન્નેનાં વર્ણનમાં શ્રીમદેખૂબીપૂર્વક ઉપર્યુક્ત શબ્દોને સહારે આ રહસ્યને સમજાવ્યું છે. વચ્ચે વચ્ચે કરુણાસભર ઉપાલંભની વાણી પણ કેવી આદ્રતાથી ઉપસે છે તે નીચેની પંક્તિઓમાં અનુભવાય છે?
કોઈ કિયાજડથઈ રહેલા, શુદ્ધજ્ઞાનમાં કોઈ; માને મારગ મોક્ષનો, કરુણા ઉપજે જોઈ.
આ કાવ્યમાં એક બીજું રસપ્રદ આયોજન શ્રીમદ્ કર્યું છે, તે છે સટ્ટર અને શિષ્ય વચ્ચેનો સંવાદ. આ સંવાદમાં શિષ્યની શંકાના ગર ઉત્તરો આપે છે. અને એમાં ષદર્શનની વાત પણ મુમુક્ષુને - હૃદયંગમ થાય તે રીતે તેમણે મૂકી છેઃ
“આત્મા છે' , ‘તે નિત્ય છે', “છે કર્તા નિજકર્મ”, “છે ભોક્તા', વળી “મોક્ષ છે”, “મોક્ષ ઉપાય સુધર્મ', કાવ્યના અંતભાગમાં એમણે આત્મસિદ્ધિશાસ્ત્રનો સાર છેલ્લી બે પંક્તિઓમાં અત્યંત લાધવથી વ્યક્ત કર્યો છેઃ
દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત તે જ્ઞાનીના ચરણમાં, હો વંદન અગણિત'.
જ્ઞાનધારા-૧
જેનાસાહિત્ય જ્ઞાનસત્ર-૧e