Book Title: Gyandhara 01
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
એમ જાણી રાગદ્વેષનો ત્યાગ કરશું તો એકાંત શાશ્વત અને અવિનાશી મોક્ષના સુખોને સદેવ ભોગવી શકશું.
આચાર એટલે આચરવા યોગ્ય, આચરવા યોગ્ય ક્રિયા એ જ હોય કે જેનાથી સુખની પ્રાપ્તિ થઇ શકે. સુખપ્રાપ્તિના કારણભૂત પાંચપદાર્થ છે. ૧) જ્ઞાન - ૨) દર્શન ૩) ચારિત્ર
૪) તપ ૫) વીર્ય આ પાંચ જૈનાચારનું સમ્યક પ્રકારે આચરણ કરવું જોઇએ. ૧) જ્ઞાનાચાર - જ્ઞ એટલે જાખુ એ ધાતુ પરથી જ્ઞાન શબ્દ બન્યો છે. જ્ઞાન વિના અર્થની સિદ્ધિ ન હોય તેથી જ્ઞાનાચાર આચરણીય છે. ૨) દર્શનાચાર - પદાર્થનો ભાવ હૃદયમાં દેખવો તેને દર્શન કહે છે. દર્શનથી સત્ય અને અસત્ય પદાર્થનું સ્વરૂપ ઓળખાય છે. જે પદાર્થનું જેવું સ્વરૂપ હોય તેવો જ ભાવ હૃદયમાં દર્શાયતે સમ્યગ દર્શન. જેમ કમળાના રોગવાળો શ્વેત પદાર્થને પણ પીળો દેખે તેમ અસત્યને સત્ય અને સત્યને અસત્ય જે દર્શાવે તે મિથ્યા દર્શન. હવે આપણને હંમેશાં થાય કે શા માટે જ્ઞાનાચાર પહેલા આવે છે ને દર્શનાચાર પછી ? ૩) ચરિત્રાચાર - ક્રોધાદિ ચારે કષાયોથી અથવા નરકાદિ ચાર ગતિથી છોડાવી આત્માને મોક્ષગતિ પ્રાપ્ત કરાવેતે ચારિત્રાચાર, શુધ્ધ આત્મસ્વરૂપની પ્રાપ્તિમાં ગમન કરાવે તે ચારિત્રાચાર. ૪) તપાસાર - જેવી રીતે માટી મિશ્રિત સુવર્ણાદિધાતુને અગ્નિમાં તપાવવાથી તેધાતુમાટીથી છૂટી પડી પોતાનું અસલીરૂપ ધારણ કરી શકે છે તેમ કર્મરૂપી મેલથી ખરડાયેલો જીવ તપશ્ચર્યારૂપ અગ્નિના પ્રયોગથી શુદ્ધથઇ નિજરૂપને પ્રાપ્ત કરે છે. તપનાં બે પ્રકાર છે. બાહ્ય તપ(પ્રત્યક્ષ તપ) - અનશન, ઉણોદરી, વૃત્તિસંક્ષેપ, રસપરિત્યાગ, કાયક્લેશ, પ્રતિ સંલીનતા
જ્ઞાનધારા-૧
જ્ઞાનધારા-૧
- ૨૫૪
૨૫૪ ,
–નિસાહિત્ય જ્ઞાનસત્ર-15
હિત્ય જ્ઞાનસત્ર-૧