Book Title: Gyandhara 01
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
ભરી પડી છે. આ અશુચિભાવનાના ચિંતનથી પવિત્ર શુદ્ધ ચૈતન્ય આત્મા પ્રતિ લગાવ વધશે.
જ્ઞાનીઓને આ સંસાર ભવ વન સમાન લાગે છે. આ ભવ વનમાં આશ્રવોની વાદળોમાંથી સતત વર્ષા થતી દેખાય છે. એટલે આ જીવતા સંસાર પરિભ્રમણમાં આત્માને સતત કર્મો ચોંટતા રહે છે. ચિત્તવૃત્તિના સંયોગનું પરિણામ આશ્રવ છે. જ્ઞાનીઓની સૂમદષ્ટિ જીવાત્માને તળાવરૂપે અને ઝરણાંઓને આશ્રવરૂપે નિહાળે છે.
મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ આસ્ત્રવનું કારણ છે. આશ્રવ ભાવનાના ચિંતનમાં વિચારવાનું કે, મારા પુરુષાર્થ અને સદ્ગુરુની કૃપાથી મિથ્યાત્વના વાદળો દૂર થઇ સમ્યકદર્શનનો સૂર્ય મારા આત્મપ્રદેશને પ્રકાશિત કરે.વિરતિની છત્રી જ આશ્રવના વરસાદથી જીવનું રક્ષણ કરી શકે છે.
આવતા કમને અટકાવવા તેનું નામ સંવર છે. પૂ. ઉમાસ્વાતિ મહારાજે તત્ત્વાર્થ સૂત્રના નવમા અધ્યાયમાં આશ્રવ નિરોધને જ સંવર કહેલ છે. જે નિમિત્તથી કર્મબંધન થાય છે તે આશ્રવ છે. તેનો પ્રતિબંધ કરવો એટલે સંવર.
આત્મા અને કર્મોનો અનાદિકાળથી સંબંધ છે. આ સંબંધનો ઉચ્છેદ કરવા આત્માથી છૂટા પાડવા માટે નિર્જરા ભાવના ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે. તપશ્ચર્યા એક નિર્જરાનો પ્રકાર છે. બાર પ્રકારના તપને કારણે નિર્જરા પણ બાર પ્રકારની છે. છ આત્યંતર અને છ બાહ્યતાનું અનુસંધાનયુક્ત તપ નિર્જરામાં સહાયક બને છે.
કર્મરૂપી વ્યાધિનું ઔષધ તપ છે. વ્યાધિ દૂર કરવા માટે જેમ ઔષધિ લેવામાં આવે છે તેમ કર્મરૂપી વ્યાધિનો ઉપાય તપ છે. આયુર્વેદમાં ઔષધ
જ્ઞાનધારા-૧
૨૬૦.
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧