Book Title: Gyandhara 01
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
જૈનધર્મ અને એક્યુપ્રેશર
ડૉ. દેવેન્દ્ર વોરા
(મુંબઈના જૈનધર્મના વિદ્વાન ડૉ. દેવેન્દ્ર વોરા એક્યુપ્રેશરના નિષ્ણાંત છે. જૈનધર્મના તથ્યોને વૈજ્ઞાનિક રીતે રજૂ કરવામાં ઉત્તમ પુરુષાર્થ કરે છે, દેશવિદેશમાં જૈનધર્મ ઉપર પ્રવચનો આપે છે.)
જૈનધર્મ એ માત્ર આત્મા માટેજ આચરવાનો ધર્મ નથી. તેમાં સમગ્ર જીવનને આવરી લેવાયું છે. માનવી જ સમજીને ધર્મનું આચરણ કરી શકે તે માટે જૈન ધર્મમાં માનવજીવનના દરેક પાસા માટે વૈજ્ઞાનિક દષ્ટિથી વિચાર કરવામાં આવ્યો છે.
જૈનધર્મમાં વર્ણવેલી બધી વાતો માત્ર આત્મલક્ષી નથી.પણ જે દેહમાં આત્મા રહે છે તે દેહ કેમ તંદુરસ્ત રહે તેનું વિજ્ઞાન સમજાવ્યું છે.
જ્ઞાનધારા-૧
G ૨૭૭
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧=