Book Title: Gyandhara 01
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
સ્ટેજ પર બેઠેલા દેખાય - ત્યારે સહુ પોતાના ધર્મની મહત્તા વર્ણવે પણ અન્યધર્મના સારાં તત્ત્વોની કે પોતાની નબળાઇની વાત ન કરે. આમાં પ્રત્યક્ષ કોઇ ધર્મનું ખંડન ન થાય પરંતુ આમાં આડકતરી રીતે અન્યધર્મને ઊતારી પાડવામાં આવે એ ખામી રહે છે.
સર્વધર્મ સમભાવ- આમાં સમભાવનો એ અર્થ નથી કે વિવેકહીન થઇગોળ અને ખોળને સરખા ગણવા. સમભાવનો ખરો અર્થ એ છે કે પોતાનાજ ધર્મપ્રતિ મોહ, અંધશ્રદ્ધા કે પૂર્વાગ્રહ ન કેળવવા પણ બીજા ધર્મો પ્રતિ પણ સમદષ્ટિથી વિચારણા કરવી જોઇએ. સમભાવથી બીજા ધર્મો પ્રત્યે પોતાપણાનો ભાવ નીકળતો નથી.
સર્વધર્મસમાદર - તેમાં અન્ય ધર્મ પ્રતિ આદર વ્યક્ત થાય છે પણ તેથી અન્ય ધર્મ પ્રત્યેનો અલગતાવાદ હઠતો દેખાતો નથી.
સર્વધર્મમમભાવ - એમાં બધાં ધર્મો પ્રત્યે આત્મીયતાનો ભાવ પ્રગટ થાય છે જે વ્યવહારુ નથી બનતો. તેમાં અન્યધર્મમતની વિવેક વિનાની સ્વીકૃતિ હોય છે.
મુનિશ્રી સંતબાલજીસર્વધર્મ ઉપાસનાની આવશ્યકતા પર ભાર મૂકે છે. તેઓ કહે છે કે સર્વધર્મ ઉપાસનામાં ઉપર મુજબની દરેક પ્રકારની પ્રક્રિયાનો સમાવેશ થઇ જાય છે. વિશ્વ વાત્સલ્ય સાધવા માટે સહુની સાથે હાર્દિક નિકટતા વધારવી પડે છે. તેનાં અન્વયે બધા ધર્મો, ધર્મપુરષો અને ધાર્મિક અનુયાયીઓનો પણ સમાવેશ થાય છે. સર્વધર્મ ઉપાસનામાં સર્વધર્મ સહિષ્ણુતા, સર્વધર્મ સંગમ, સર્વધર્મ સમાદર, સર્વધર્મ સમભાવ, સર્વધર્મમમભાવ અને સર્વધર્મસમન્વય આવી જાય છે. એ બધાં વિના સર્વધર્મ ઉપાસના અધૂરી ગણાય.
જ્ઞાનધારા-૧
૧૨૫
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧=