Book Title: Gyandhara 01
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
મંત્ર-યંત્ર-તંત્ર વિદ્યાનું જ્ઞાન, ગુપ્તજ્ઞાન તરીકે, રહસ્યમય વિધા તરીકે ભારતના સંસ્કૃત સાહિત્યના રોમરોમમાં ફેલાયેલું જોવા મળે છે. જૈનશાસ્ત્રના સાહિત્યમાં તેનો અખૂટ ભંડાર છે. જૈન ધર્મના પાયાનું મૂળભૂત સ્તોત્ર નવકાર મંત્ર એ મહામંત્ર છે, પ્રાણ મંત્ર છે, તેને ચૌદ પૂર્વનો સાર ગણવામાં આવ્યો છે અને તેનો સીધો સંબંધ પંચપરમેષ્ઠિના ગુણોની ઉપાસના સાથે છે. આ નમસ્કાર મહામંત્રના વિસ્તારરૂપે અનેક બીજા મંત્રો રચાયા
મંત્ર એવું વિજ્ઞાન છે જેનાથી શક્તિનો ઉદ્ભવ થાય છે. જેનાથી મનમાં રહેલા અજ્ઞાનરૂપી અંધકારનો નાશ થાય છે મંત્ર એવી મનોભૂમિ તૈયાર કરે છે જેમાં ભગવાનની સત્તા કેન્દભૂત થાય છે અને આ મંત્રશક્તિ દ્વારા ભગવાનનો સાક્ષાત્કાર થાય છે. અર્થાત્ મંત્રમાં એટલી દિવ્યશક્તિ રહેલી છે કે ભક્તને ભગવાન સાથે તાદાત્મયતા સાધવામાં અને તેમાં એકાકાર થવામાં મદદ કરે છે.
મંત્ર હંમેશાં ગુરુ પાસેથી ગ્રહણ કરવામાં આવે છે. મંત્ર ગ્રહણ કરવા માટે સાધકની કેટલી તીવ્ર ઇચ્છાકે ભક્તિ છે તે પરથી મંત્રનું ફળ મળે છે. જે મંત્ર ગ્રહણ કરવામાં સાધકની પ્રબળ ઇરછા અને દઢ ભક્તિ હોય તે મંત્ર સાધકને માટે ઉત્તમ મંત્ર છે.
મંત્રનું દટભક્તિ અને સંપૂર્ણ શ્રદ્ધા સાથે જો મનન ધ્યાન કે જપ કરવામાં આવે તો ચોક્કસ ફળ આપે છે. મંત્રોની આરાધના સંબંધમાં જે વાત ખાસ ધ્યાનમાં રાખવાની જરૂરિયાત એ છે કે મંત્રોની આરાધના બહુ જ શુદ્ધિપૂર્વક કરવી જોઇએ. અક્ષરના ઉચ્ચારણમાં હસ્ય, દીર્ઘ આદિનો સંપૂર્ણ વિચાર કરીને ઉચ્ચાર કરવો જોઇએ, કારણ અશુદ્ધ મંત્રથી કોઇપણ કાર્ય સિદ્ધ થતું નથી.
જ્ઞાનધારા-૧
૮૪
જનસાહિત્ય જ્ઞાનસત્ર-15