Book Title: Granth Ane Granthkar Pustak 09
Author(s): Dhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________
પાંચ વર્ષનું સાહિત્ય - નવલકથા
૫૧
‘દંભી દુનિયા’ (તારાચંદ્ર અડાલજા) : શહેરી જીવનનાં દાંભિક પાસાંની રજૂઆત કરનારી આ નવલકથા છે. સાધુ, સમાજસેવક, ભક્ત, મિત્ર, પડેાશી, કે સહચરીના એઠા નીચે વિકાર પાષવાને ખેલાતી ગૂઢ બાજીનું દર્શન કરાવીને આ કથા એવા નેિ સ્ફુરાવે છે કે આવા ગુપ્ત અનાચાર કરતાં ઉધાડે છે।ગે ચાલતા જાતીય દુર્ગુણ વધારે ઠીક છે એ સંદેશા કથાનાયક દ્વારા લેખકે સુણાવ્યા છે, તથા સમાજના નવસર્જનને પ્રશ્ન છણી બતાવ્યા છે. પાત્રાલેખન, સંવાદા અને વાતાવરણ રસનાં પોષક અને છે.
‘પ્રેમપાત્ર’(રમાકાંત ગૌતમ) નું હાર્દ એ છે કે સંયેાગવશાત્ પાપમાં પડનાર વ્યક્તિએ પ્રત્યે સમાજે ઉદાર થવાની જરૂર છે. લખાવટ સામાન્ય પ્રકારની છે.
‘જન્મારા’ (મેાહનલાલ નથવાણી): એક પરાષકારી અને બીજો વિલાસી એ બેઉમાંના કાના જન્મારા સાર્થક છે એ પ્રશ્નની આસપાસ આ કથા ગૂંથવામાં આવી છે. અકસ્માતેાની પરંપરા રસને બદલે કુતૂહલ જન્માવે છે. એ જ લેખકની બીજી નવલકથા ‘આખર' પતનની અને દુઃપરિસ્થિતિની કરુણારસિક કથા છે. જીવનનું સમતાલ દર્શન તેમાં નથી, એક જ દિશાને લક્ષ્ય કરીને ઘટનાપ્રવાહ ચાલ્યા કરે છે અને લેખકની સહાનુભૂતિ પ્રકટ કરે છે.
‘અજાણ્યે પંથે' (કુંદનલાલ શાહ)ના મેઉ ભાગા એ વિચાર રજૂ કરે છે કે નવીન સંસ્કૃતિમાં લગ્નજીવનને નિર્મૂળ કરવા મથતા વાયરા જનતાને સ્વતંત્રતાને બદલે પશુતા તરફ ખેંચી જાય છે. સંવાદો અને વસ્તુવિધાન પ્રયાગદશામાં હોવા છતાં આશાસ્પદ લાગે છે.
‘રંભા’ (જેઠાલાલ ત્રિવેદી) : હિંસા-અહિંસાવાદ, જીવનકલહ અને બલિદાનના રોમાંચક પ્રસંગેાને વણી લેતી આ નવલકથા રસચમત્કૃતિ કે જીવનદર્શનનું ઊંડાણ દાખવી શકતી નથી.
‘પ્રભાના ભાઈ’ (અમૃતલાલ એ. જોષી) : કુટુંબ જીવનની કટુતાને અંતે ભગિનીપ્રેમા મીઠા સંચાર વર્ણવતી આ એક સીધી–સાદી કથા છે. તેમાં નવલકથાના કલાતત્ત્વની ખામી છે, પરન્તુ વાસ્તવિક જીવનને તે સારી રીતે સ્પર્શતી વહે છે.
‘પૃથ્વીચંદ્ર અને ગુણસાગર' (મણિલ્લાલ ન્યાલચંદ શાહ): શંખ રાજા અને કલાવતી રાણીની એક જૈન કથાને સીધા-સાદા ગદ્ય દ્વારા આ પુસ્તકમાં આલેખી છે. મુખ્ય કથાની આસપાસ પરસ્પરાવલંબી અનેક નાની વાર્તા જૈન ધર્મની ભાવના પાષાય એવી રીતે આપી છે. આખી કથા ઉપદેશપ્રધાન છે અને પુરાતન કાળના સંસારનું ચિત્ર મધ્યે કાળના વાતાવરણમાં ઉતાર્યું હોય એવું લાગે છે.