Book Title: Granth Ane Granthkar Pustak 09
Author(s): Dhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________
ગ્રંથકાર-ચરિશ્તાવલિ વિદેહ ગ્રંથકારા
સૂર્યરામ સામેશ્વર દેવાશ્રયી
સ્વ. સૂર્યરામ દેવાશ્રયી લુણાવાડાના વીસનગરા નાગર ગૃહસ્થ હતા. તેમના પિતાનું નામ સામેશ્વર કીરપાશંકર દેવાશ્રયી અને માતાનું નામ કાશીબા. તેમણે પ્રાથમિક અને માધ્યમિક કેળવણી ધારણ પાંચમા સુધી લુણાવાડામાં લીધી હતી; ત્યારપછી અમદાવાદની આર. સી. હાઈસ્કૂલમાં અભ્યાસ કરી મેટ્રિક, સ્કૂલ ફાઈનલ અને ફર્સ્ટ ગ્રેડ પબ્લીક સર્વિસની પરીક્ષા પસાર કરી હતી.
પ્રારંભથી તેમણે શિક્ષણુના જ વ્યવસાય કર્યાં હતા. વાડાસીનાર, લુણાવાડા તથા દેવગઢ બારીયાની અંગ્રેજી મિડલ સ્કૂલમાં શિક્ષક તથા હેડ માસ્તર તરીકે રહીને પછી તે ખેડાના તથા અમઠ્ઠાવાદના આસી. . એજ્યુ. ઈન્સ્પેક્ટર ૧૯૧૬ થી ૧૯૨૨ સુધી હતા. ગ્રંથલેખન એ તેમના ગૌણ વ્યવસાય હતેા. ઐતિહાસિક તથા ધાર્મિક અંગ્રેજી મરાઠી ગ્રંથાના અનુવાદ તે કરતા. અધ્યાત્મજ્ઞાન અને તત્ત્વજ્ઞાનના તેમના અભ્યાસ સારા હતા. તે ધર્માનુરાગી, વૈરાગ્ય વૃત્તિવાન અને સર્વાત્મભાવયુક્ત જીવન ગાળતા. આદ્ય શંકરાચાર્યના જીવન તથા શ્રીમન્નસિંહાચાર્યના ગ્રંથા ઉપર તેમના ખૂબ પ્રેમ હતો. જસ્ટીસ મહાદેવ ગાવિંદ રાનડે, સર ભાલચંદ્ર અને સ્વ. નર્મદાશંકર દેવશંકર મહેતાની તેમના જીવન પર વિશિષ્ટ અસર હતી. તા. ૬-૪-૧૯૨૨માં લુણાવાડા ખાતે તેમનું અવસાન થયું હતું.
તેમનાં પ્રથમ પત્નીનું નામ દુર્ગા હતું. તે મૃત્યુ પામતાં તેમણે ખીજું લગ્ન કપડવંજમાં શિવગંગા વેરે કર્યું હતું. તેમના મેાટા પુત્ર રવિશંકર મૃત્યુ પામ્યા છે. બીજા ત્રણ પુત્રા શિવશંકર, ઇંદુશંકર અને કનુભાઇ વિદ્યમાન છે. તેમનાં પુસ્તાની નામાવલિઃ (૧) ના. જસ્ટીસ મહાદેવ ગાવિંદ રાનડેનું જીવનચરિત્ર, (ર) સરદેસાઇકૃત હિંદુસ્તાનના ઇતિહાસ–મુસલમાની રિયાસત, (૩) મિરાતે સિકંદરીના ગુજરાતી અનુવાદ, (૪) Divine Revealionary Proclamation.
સારામજી શાપુરજી બંગાલી
સારાબજી શાપુરજી બંગાલીના જન્મ ઈ. સ. ૧૮૩૧ના ફેબ્રુઆરી માસમાં મુંબઈમાં થયા હતા. તેમના જન્મ પછી બીજે વરસે તેમના પિતાનું અવસાન થયું હતું. ૧૮૪૬માં એસ્પ્રીસ્ટન ઈન્સ્ટીટયૂટમાં શિક્ષણ મેળવી પંદર વર્ષની વયે ડૅનર નામની યુરેયિન પેઢીમાં અને પછી ગ્રેહામ ગ્રુપનીના દલાલના એસીસ્ટંટ તરીકે તે રાકાયા હતા. ૧૮૬૩માં વધુ વ્યાપારી