Book Title: Granth Ane Granthkar Pustak 09
Author(s): Dhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________
ગુજરાતી શબ્દની વ્યવહારુ જોડણી છે. એ તથા ઓ ના સાંકડા તથા પહોળા ઉચ્ચારની ભિન્નતા દર્શાવવા ચિહને
વાપરવાં નહિ. પરંતુ અંગ્રેજી શબ્દના એઓના ઉચ્ચારમાં ભ્રાંતિ ન થાય માટે, તે દર્શાવવા ઊંધી માત્રાને ઉપયોગ કરો. ઉદા. કૅફી, ઓગસ્ટ, કૅલમ.
અરબી, ફારસી અને અંગ્રેજી ભાષાના શબ્દોની ગુજરાતીમાં પ્રમાણ માં ઠીકઠીક આયાત થઈ છે. મૂળ શબ્દોમાં વિકાર થયે આવેલાં શબ્દસ્વરૂપોની જોડણીનો પ્રશ્ન વિકટ નથી; કેમકે આપણે ત્યાં જે રીતે ઉચ્ચારણ થતું હોય તે રીતે તદ્દભવ શબ્દોના નિયમને અનુસરી તેની જોડણી સંસ્કૃત તદ્દભવની જેમ કરવાની હોય છે. પણ મુશ્કેલી શુદ્ધ શબ્દો પૂરતી છે. સંસ્કૃત ભાષાનાં બધાં જ ઉચ્ચારણો ગુજરાતીને જાણીતાં અને વારસામાં મળેલાં હેઈ મુશ્કેલી નથી; જ્યારે આ ભાષાઓનાં કેટલાંક ઉચ્ચારણે ગુજરાતીને તદ્દન અપરિચિત, તો કેટલાંક પ્રાંતીય ઉચ્ચારણને મળતાં છે, તે શિષ્ટ જોડણીમાં સ્થાન પામી શક્યાં નથી; અને સ્વલ્પ અપવાદે પામી શકવાની સ્થિતિમાં નથી. આવાં ઉચ્ચારણાને ખ્યાલમાં રાખી ગુજરાતીમાં નજીકનું નજીક ઉચ્ચારણ હોય તે સ્વીકારવામાં આવે છે. અરબી, ફારસીનાં અ ક ખ ગ જ વગેરેને માટે આપણે ત્યાં સાદા અ ક ખ ગ ઝ થી ચલાવી લઈયે છિયે; તે જ રીતે અંગ્રેજી ૬ ૧ જ વગેરેને માટે સાદા ફ વ ઝ થી ચલાવી લઈયે છિયે. માત્ર વિવૃત એ-એ સિાચવતા શબ્દો આપણે ગુજરાતીમાં લઈએ ત્યારે તે બતાવવાની જરૂર
સ્વીકારાઈ છે અને તે ઊંધી માત્રાથી. આ ઉચ્ચારણ તળપદા ગુજરાતી શબ્દોમાં પણ જાણીતું છે, પણ તે સમગ્ર ગુજરાતમાં સર્વત્ર વ્યાપક નહિ હોવાથી ગુજરાતી જોડણીમાં સ્વીકારાયું નથી; પણ પરિચિત હોવાને કારણે અંગ્રેજી શબ્દો પૂરતું સ્વીકારવામાં આવે છે તે ખાસ અયુકત નથી. (જે કે મને પાકે ભય છે કે આમજનતા એને સમઝવામાં મુશ્કેલી અનુભવશે જ.)
અરબી, ફારસી, અંગ્રેજી ઉપરાંત-ઉર્દૂ, પિચુગીઝ, ફ્રેંચ વગેરે શબ્દોની જોડણીમાં સ્વરના વિષયમાં તે મુશ્કેલી નથી. જે પ્રમાણે સ્વરનાં તે તે ભાષામાં ઉચ્ચારણે થાય છે તે પ્રમાણે આપણે અપનાવી લઈ જોડણી કરી શકિયે ળેિ, પણ મુશ્કેલી શબ્દોના મધ્યમાં આવતા જોડાક્ષરો અને અંત્ય વ્યંજનના વિષયમાં ઊભી થાય છે. સંસ્કૃત તત્સમ શબ્દના વિષયમાં ૩ જો નિયમ આપી વ્યંજનાત શબ્દોમાં આ ઉમેરી તેવા સં. વ્યંજનાં શબ્દોની જોડણી સ્વીકારી લેવામાં આવી છે તે જ પ્રમાણે આ વિદેશી