Book Title: Granth Ane Granthkar Pustak 09
Author(s): Dhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________
પાંચ વર્ષનું સાહિત્ય - જીવનચરિત્ર
૮૩
મહાસભાને પ્રસંગે લખાયેલી સુભાષબાબુની સંક્ષિપ્ત જીવનકથા છે અને તેજસ્વી શૈલીથી લખાયેલી છે. ‘સુભાષચંદ્ર’ (સંપાદક કકલભાઇ કાહારી)માં સુભાષબાબુના વિચાર। તેમનાં ભાષા તથા પત્રામાંથી તારવીને તેમના રાષ્ટ્રીય માનસના પરિચય કરાવવામાં આવ્યા છે.
કાફિયાવાડના ઘડવૈયા' (નિરંજન વર્મા અને જયમલ પરમાર)માં વઢવાણુના તેજસ્વી કર્મયાગી યુવાના મેાતીભાઈ દરજી, ચમનલાલ વૈષ્ણવ અને ફૂલચંદ શાહ એ ત્રણનાં જીવનચરિત્ર રસભરી અને પ્રેરણાત્મક શૈલીથી લખવામાં આવ્યાં છે.
‘અમારા ગુરુદેવ’ (સુશીલ) : જાણીતા સ્વ. જૈનાચાર્ય શ્રી વિજયધર્મસૂરિના જીવનનાં આ સંસ્મરણા છે, પરંતુ તેમાંથી એ મહાન ધર્મગુરુની મુખ્ય જીવનરેખાએ, તેમના વિદ્યાપ્રેમ, શિક્ષણ તથા સાહિત્ય પ્રત્યેના તેમના પક્ષપાત, તેમની ચારિત્ર્યવિશુદ્ધિ આદિ અનેક શક્તિઓના પરિચય થાય છે. સાંપ્રદાયિકતાથી દૂર રહીને લેખકે એ પ્રભાવક પુરુષના પરિચય રસરિત શૈલીએ કરાવ્યા છે.
શ્રીમદ્ રાજચંદ્ર જીવનકલા’ (ગાવર્ધનભાઇ પટેલ) : એ શ્રીમદ્ રાજચંદ્રના એ આધ્યાત્મિક જીવનને અનન્ય ભક્તની દૃષ્ટિએ આલેખી બતાવનારું એક વિસ્તૃત જીવનચરિત્ર છે.
‘ચંદ્રગુપ્ત મૌર્ય’ (ગિરિજાશંકર વલ્લભજી આચાર્ય)માં સમ્રાટ્ ચંદ્રગુપ્ત મોર્યના રાજને, તેનાં પરાક્રમેાના અને તાત્કાલીન પ્રજાજીવન તથા સંસ્થાએને પરિચય સંક્ષેપમાં આપેલા છે.
‘સ્મરણયાત્રા’ (કાકા કાલેલકર)માં લેખક પેાતાની બાળવયનાં સંભારણાં આલેખ્યાં છે. એ આત્મકથા નહિ હાવા છતાં લેખકે આત્મપરીક્ષણ કરીને પોતાની બાળવયની વિલક્ષણતા, ત્રુટિ અને વિશિષ્ટતા એવી રીતે આલેખી છે કે સહેજે કિશારે અને કુમારને માટે એક મેધક જીવનકથા અને. તેમાંની હાસ્યગંભીરતા વાચનને રેાચક બનાવે તેવી છે.
‘મારી હકીકત-ભાગ ૨' (કવિ નર્મદ) એ ‘ઉત્તર નર્મદચરિત્ર’ છે. નર્મદના વિસ્તૃત જીવનચરિત્ર માટે વિશિષ્ટ રેખાએ પૂરી પાડે તેવી સંશાધિત માહિતી તેમાં સંગ્રહેલી છે.
‘જીવનસંભારણાં’ (શારદાબહેન મહેતા) : પચાસ વર્ષના જીવનપટ પર પથરાયેલાં આ સંસ્મરણા લેખિકાના વ્યક્તિત્વની આસપાસ પરિક્રમણ કરે છે, છતાં વસ્તુતઃ ગુજરાતની સ્ત્રીજાગૃતિની કથા કહી રહ્યાં હાય છે. કૌટુંબિક જીવનમાં રહીને પણ એક સંસ્કારી નારી નિજ વ્યક્તિત્વને સમષ્ટિને માટે