Book Title: Granth Ane Granthkar Pustak 09
Author(s): Dhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________
ગ્રંથકાર-ચરિતાવલિ-વિદેહ ગ્રંથકારે પ્રિયતમ કવિ હતા. એમના જીવન ઉપર વિલિયમ સ્ટેડ અને ઉમર ખામની છાપ ખૂબ હતી. ઉમર ખય્યામની રુબાઈઓની, વિશિષ્ટ શિલીમાં ચિત્રો તથા સુશોભને સાથેની વિવિધ ઢબની રૂપસુંદર આવૃત્તિઓ અનેક અંગ્રેજ પ્રકાશકેએ બહાર પાડી છે તે બધી જ વણીવીણીને ભેગી કરવાને એમનો નાદ હતો અને પિતાના સંગ્રહમાંની એવી ૧૨૭ આવૃત્તિઓ ઉપરાંત ૧૨૮મી ગુજરાતી આવૃત્તિ સુંદર રૂપમાં પ્રકટ કરવાની એમની તમન્ના હતી. એ બાઈને એમણે જાતે ગુજરાતી અનુવાદ કરે, અને મબલખ ખર્ચ એનાં ચિત્રો તથા શોભને તૈયાર કરાવેલાં, પરંતુ એમના અવસાને એ બધું છિન્નભિન્ન કરી નાંખ્યું.
એમનું પહેલું લગ્ન ઈ. સ. ૧૮૯૬માં શ્રીમતી લાબાઈ સાથે મુંબઈમાં થએલું. સાહિત્યરસિક પિતાના પુત્રને એ પત્ની પણ સાહિત્યરસિક મળી હતી. તે ઉર્દૂ કાનાં રસિયાં હતાં અને તેના અનુવાદો પણ કરી શકતાં. એમના અવસાન બાદ એમનું બીજું લગ્ન ઈ. સ. ૧૯૧૦ માં શ્રીમતી ખેરુન્નિસાબાઈ સાથે મુંબઈમાં થએલું.
પિતાએ વારસામાં આપેલો વેપાર અબ્દુલ્લા અલારખિયાની કંપનીના નામથી જાપાન સાથે ચાલતો હતો. પણ સાહિત્ય અને કલા તરફનું એમનું વલણ એટલું જેશલું હતું કે ધીરેધીરે વેપાર એમણે ભાગીદાર ઉપર છોડ્યો અને પોતે સાહિત્યસંપર્કમાં જ રત રહેવા માંડયું.
૧૮૯૮માં એમણે એક મિત્રના નાના ભાઈને અકાળ અવસાન પર “સ્નેહી વિરહ પંચદશી' નામે પુસ્તક હિંદીમાં પ્રકટ કર્યું. ત્યારબાદ એમના પ્રિય અંગ્રેજ લેખક એડવિન આર્નોલ્ડની કૃતિને અનુવાદ “ઈમાનનાં મેતી’ નામથી ૧૯૦૧માં પ્રકટ કર્યો. ચિત્રમય સાહિત્ય પ્રકટ કરવાની એમની ભાવિ કારકીર્દિના અંકુર આ જ કાળથી પ્રકટ થવા માંડ્યા હતા. જે પ્રકાશન તે કરતા તે શ્રેષ્ઠ ઢબનું અને ઊંચી કલાવૃત્તિથી કરતા. ૧૯૧૦માં તેમણે “ગુલશન” નામનું સચિત્ર માસિક શરુ કર્યું, પણ તે એક વર્ષ પછી બંધ કરવું પડયું. ૧૯૦૩ માં લેર્ડ કર્ઝનના દરબાર વખતે કર્ઝન સંબંધે
એક જેટલા સચિત્ર લેખ છપાવેલા. ૧૯૦૪માં “મહેરુન્નિસા' નાટક એમણે લખેલું. સચિત્ર પત્ર કાઢવાને વિચાર આ બધે વખત મનમાં પિષણ પામ્યા જ કરતો હતો અને તે ઉદ્દેશથી અનેકવિધ સામગ્રી તેઓ એકઠી કર્યે જતા હતા.
અંતે ઈ. સ. ૧૯૧૪માં સર ફાઝલભાઈનો ટેકે મળ્યો અને “વીસમી સદી” નામથી એક ઉત્તમ પંક્તિનું સચિત્ર માસિક, પશ્ચિમનાં છાપાંઓની