Book Title: Granth Ane Granthkar Pustak 09
Author(s): Dhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________
૮૫
પાંચ વર્ષનું સાહિત્ય-જીવનચરિત્ર કવિઓનાં જીવન સંબંધી મળી શકે તેટલી માહિતી આ બેઉ ભાગોમાં આપી છે. એ કાળની કવિતા, સાહિત્ય, વિચારસરણી તથા જીવનકળાને ઇતિહાસ માટેનું સુંદર પ્રાથમિક કાર્ય આ ગ્રંથો દ્વારા ઉપલબ્ધ થયું છે. પ્રથમ ગ્રંથમાં ૪૦ કવિઓનો અને બીજા ગ્રંથમાં ૬૨ કવિઓનો પરિચય આપ્યો છે. વિક્રમની અઢારમી સદીના પ્રારંભિક કાળના કવિઓ સુધી આ ચરિતો પહેચ્યાં છે.
સાહિત્યને ઓવારેથી' (શંકરલાલ ગંગાશંકર શાસ્ત્રી)માં વર્તમાન યુગના ચીદ સાહિત્યરસિકોનાં રેખાચિત્રો છે. તેમાં સહાનુભૂતિભર્યું ગુણદર્શન છે, પરંતુ નરી પ્રશસ્તિ નથી એટલી તેની વિશેષતા છે. સાહિત્યકાર, સમ્રહસ્થ, અભ્યાસી અને સંસ્કારપ્રેમી તરીકે એ ચરિત્રનાયકે કેવા દેખાય છે તે લેખકે સંમભાવપૂર્વક દર્શાવ્યું છે.
“ગુરુને કાજે' (ઉમાશંકર ઠાકર): ગુને માટે અને ગુરુની આજ્ઞાથી પુરાણ—ઇતિહાસમાં શિષ્યએ કરેલાં સાહસોની અને તેમના ગુરુ પ્રેમની આ કથાઓ છે. ચારિત્ર્યગઠનમાં પ્રેરક બને તેવી રીતે તે લખાઈ છે. શ્રીકૃષ્ણ, ઉપમન્યુ, કર્ણ, એકલવ્ય, કુમારપાળ, કબીર, શિવાજી વગેરેના શિષ્યત્વના પાસાને બધી કથાઓ સ્પર્શે છે.
“પ્રતાપી પૂર્વજો (ડુંગરશી ધરમશી સંપટ) : વર્તમાન યુગના પ્રતાપી જૈન પુષોનાં જીવનકથાનકનો આ સંગ્રહ છે. વિશેષતા એ છે કે એક જેનર લેખકે શ્રમ અને સંશોધનપૂર્વક તે નિરૂપેલાં છે
મહાન મુસાફરો' (મૂળશંકર ભટ્ટ)માં દક્ષિણા પથમાં વસાહત કરનાર આર્ય ઋષિ અગત્યથી માંડીને એવરેસ્ટનાં હિમશિખર પર ચડાઈ માંડનાર સાહસવીરોની પ્રોત્સાહક જીવનથાઓ આપવામાં આવી છે.
ભારતના વૈજ્ઞાનિકો' (રેવાશંકર સોમપુરા)માં ચરક, સુશ્રુત, પતંજલિ, અગત્ય, વરાહમિહિર, નાગાર્જુન અને ભાસ્કરાચાર્ય એ ભારતના પ્રાચીન વિજ્ઞાનિક તથા અર્વાચીન વૈજ્ઞાનિકો જેવા કે ઝંડુ ભટ્ટ, ગજજર, જયકૃષ્ણ ઇંદ્રજી, જગદીશ બોઝ, પ્રફુલ્લચંદ્ર રોય, રામન વગેરેનાં સંક્ષિપ્ત જીવનચરિત્રો અને તેમનાં મહત્વનાં સંશોધનો સરસ શૈલીમાં આપ્યાં છે.
મહાસભાના પ્રમુખ (માભાઈ પટેલ): ઈ. સ. ૧૮૮૫ થી ૧૯૭૭ સુધીની રાષ્ટ્રીય મહાસભાઓના પ્રમુખોની સામાન્ય જીવનરેખાઓ અને તેમનાં ચિત્રો એમાં સંગ્રહેલાં છે.
ગ્રંથ અને ગ્રંથકાર : ગ્રંથ ૮મો' (ગુજરાત વર્નાક્યુલર સોસાયટી)માં વિદેહ અને વિદ્યમાન ૨૭ ગ્રંથકાસનાં સંક્ષિપ્ત ચરિત્ર આપેલાં છે. આઠે