Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
દ્રવ્યાનુયોગપરામર્શ-કર્ણિકા-સુવાસકારની હૃદયોર્તિ
95
પ્રકાશ પાથરી વિસ્તારરુચિવાળા સહુ આત્માર્થી જીવો બાહ્ય-અત્યંતર મોક્ષમાર્ગે ઝડપભેર આગેકૂચ કરી પરમપદમાં વહેલી તકે સદા વિશ્રાન્ત થાઓ એ જ અરિહંતને અંતરથી અભ્યર્થના.
અનેક વિદ્વાન સંયમીઓ પાસે સમગ્ર ગ્રંથરાજનું સંશોધન કરાવ્યા બાદ તેમજ ચારથી પાંચ વાર પ્રુફરીડિંગ થયા બાદ પણ પ્રસ્તુત પ્રકાશનમાં જાણે-અજાણે છદ્મસ્થતાવશ કોઈ ત્રુટિ રહી ગઈ હોય તેવી સંભાવના નકારી શકાય તેમ નથી. તેથી ગુણાનુરાગી વિજ્ઞ વાચકવર્ગ તે ત્રુટિઓ મને જણાવવાનો ઉપકાર કરે તેવી નમ્રાતિનમ્ર વિનંતિ કરું છું. જેથી પુનઃપ્રકાશનમાં તે ક્ષતિઓનું પરિમાર્જન કરવા અવશ્ય પ્રયત્ન કરી શકાય.
પ્રસ્તુત નિરુપમ ગ્રંથરાજના સાન્નિધ્યમાં, પ્રસ્તુત શ્રુતતીર્થની યાત્રામાં ભીંજાતા હ્રદયથી જે આંતરિક આનંદ અનુભવાયો છે, તે અવર્ણનીય છે. (૧) વ્યક્તિત્વને ઓગાળવામાં, (૨) નિજ અસ્તિત્વની અનુભૂતિ કરવામાં તથા (૩) સંભેદ પ્રણિધાન અને અભેદ પ્રણિધાન દ્વારા આત્મપ્રદેશોમાં અરિહંતસંનિધિને માણવામાં દિવ્ય-ભવ્ય સહાય કરનારા આ અજોડ ગ્રંથરાજને અંતરથી અનંતશઃ વંદન-વંદન-વંદન..... “કોઈ પલળતા ભીતરે તો કોઈ પલળતા બહાર,
પણ સાચું પલળવું તો એ છે કે પલળવું આરપાર.”
ચાલો, આપણે સહુ આ ગહન જ્ઞાનસાગરમાં/ક્ષીરસમુદ્રમાં સાકર બની આરપાર ભીંજાઈએ -પલળીએ-ઓગળીએ.
પ્રાન્ત, તરણ-તારણહાર શ્રીજિનાજ્ઞાવિરુદ્ધ કાંઈ લખાયું હોય, છપાયું હોય તો ત્રિવિધ-ત્રિવિધ મિચ્છા મિ દુક્કડમ્.
માગસર વદ - ૧૦, વિ.સં.૨૦૬૯, ૪ આચાર્યદેવ શ્રીભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પંન્યાસપ્રવર શ્રીવિશ્વકલ્યાણવિજયજી મહારાજનો શિષ્યાણુ પંન્યાસ યશોવિજય.
શ્રી પાર્શ્વનાથ જન્મકલ્યાણક દિન.
શ્રી પાર્શ્વ વલ્લભ ઈન્દ્રધામ તીર્થ, કચ્છ.
|| સ્વામેવમર્દનું ! શરણં પ્રપદ્યે || || શ્રીગુરુતત્ત્વ શરણં મમ ||
|| નિનશાસન ! શરણં મમ || || પરમગુરુ શરણં મમ ||
।। નિનશા શરણં મમ ||