Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
० कर्मबन्धाऽनेकान्तद्योतनम् । बन्धोऽभ्युपगम्येत एवञ्चाहाराभावेनापि क्वचित्सुतरामनर्थोदयः स्यात् । तथाहि - क्षुत्पीडितो न सम्यगीर्यापथं शोधयेत् । ततश्च व्रजन् प्राण्युपमर्दमपि कुर्यात् । मूर्छादिसद्भावतया च देहपाते सत्यवश्यम्भावी त्रसादिव्याघातः । अकालमरणे चाविरतिरङ्गीकृता भवति।
आर्तध्यानापत्तौ च तिर्यग्गतिरिति । आगमश्च 1“सव्वत्थ संजमं, संजमाओ अप्पाणमेव रक्खेज्जा" (ओघनियुक्ति-४६) इत्यादिनाऽपि तदुपभोगे कर्मबन्धाभाव इति । तथाहि - आधाकर्मण्यपि निष्पाद्यमाने षड्जीवनिकायवधस्तद्वधे च प्रतीतः कर्मबन्ध इत्यतोऽनयोः स्थानयोरेकान्तेनाश्रयमाणयोर्व्यवहरणं = व्यवहारो शं न युज्यते। तथाऽऽभ्यामेव स्थानाभ्यां समाश्रिताभ्यां सर्वमनाचारं विजानीयादिति स्थितम्” (सू.कृ.२/५/९ .. વૃત્તિ) | પીડા અસહ્ય બને. ભૂખથી અત્યંત પીડાયેલો સાધુ સારી રીતે વૈયાવચ્ચ, સ્વાધ્યાય, ઇર્યાસમિતિનું પાલન વગેરે ન કરી શકે. તેથી લથડીયા ખાતા-ખાતા ચાલવાથી ભૂખ્યો સાધુ પગ નીચે કીડી-મંકોડા-નિગોદ વગેરે જીવોની હિંસા પણ કરી બેસે. તથા મૂછ વગેરે આવવાથી શરીર પડી જાય તો ચોક્કસ ત્રસ વગેરે જીવોને પીડા થાય. તેમજ પડવાથી માથું ફૂટી જાય, બ્રેઇન-હેમરેજ થઈ જાય, સાધુ સ્વયં મરણને શરણ થાય. એવું બને તો અકાલમરણથી સર્વવિરતિધર્મથી શ્રુત થઈ સાધુએ અન્ય ગતિમાં તરત અવિરતિ સ્વીકારવી પડે. કદાચ પડવાથી મૃત્યુ ન આવે તો પણ હાડકા ભાંગી જાય, પાત્રા-દાંડો તૂટી જાય, કાદવ વગેરેથી કપડા ખરડાઈ જાય... ઇત્યાદિ કારણસર સાધુને આર્તધ્યાન થાય.
(કર્ણ) તથા આવા આર્તધ્યાનમાં જ કદાચ મરણ થાય તો સાધુની ભવાંતરમાં તિર્યંચ ગતિ થાય. આવા નુકસાનો પારાવાર છે. માટે તો ઓઘનિર્યુક્તિમાં પણ જણાવેલ છે કે “સર્વત્ર સંયમને સાચવવું. તથા કયારેક સંયમરક્ષા કે આત્મરક્ષા-આ બેમાંથી એક જ સચવાય તેમ હોય તો મુખ્યતયા આત્મરક્ષા , જ કરવી. સંયમરક્ષા ગૌણ કરવી'. આનાથી પણ સૂચિત થાય છે કે આધાકર્મી ભોજન-પાણી વગેરેના ઉપયોગ વિના જીવન જોખમમાં મૂકાતું હોય, પ્રાણ સંકટમાં આવી પડે તેમ હોય તો આધાકર્મી અન્ન, જલ વગેરેનો ઉપયોગ કરવામાં કર્મબંધ થતો નથી. માટે “સર્વથા = સર્વસંયોગમાં = સકારણ કે નિષ્કારણ આધાકર્મી વાપરનારા સાધુ અવશ્ય કર્મબંધથી લેપાય જ’ – આવું બોલી ન શકાય. તેમજ “આધાકર્મી અન્ન-પાણી વગેરે એકબીજાને વપરાવનારા અને સ્વયં વાપરનારા સાધુ કર્મબંધથી ન જ લેપાય - આવો વ્યવહાર પણ સર્વજ્ઞને સંમત નથી. કારણ કે આધાકર્મી ભોજનાદિ તૈયાર થાય તેમાં ષજીવનિકાયનો વધ = હિંસા થાય છે. તથા જીવહિંસાથી કર્મબંધ થાય - આ વાત તો પ્રસિદ્ધ જ છે. આમ “આધાકર્મીના ઉપયોગથી એકાન્ત કર્મબંધ થાય જ અથવા ન જ થાય' - આ પ્રમાણે “જકારપૂર્વક ઉપરોક્ત બન્નેય જવાબનો આશ્રય કરીને થતો વ્યવહાર યોગ્ય નથી. માટે દ્રવ્ય-ક્ષેત્ર-કાલાદિથી નિરપેક્ષપણે ઉપરોક્ત બન્નેય જવાબ આચાર નથી પરંતુ અનાચાર છે - એમ જાણવું. આવું સિદ્ધ થાય છે.”
( નિશ્વય-વ્યવહારહિંસા વિચાર સ્પષ્ટતા :- અહીં હાર્દ એ છે કે નિશ્ચયનયથી રાગ-દ્વેષની આત્મામાં ઉત્પત્તિ થવી એ જ હિંસા છે. રાગ-દ્વેષ આદિ પ્રમાદથી પ્રેરાઈને બીજાના પ્રાણનો વિયોગ કરવો તે શુદ્ધ (= નિશ્ચયનયથી અનુગૃહીત 1, સર્વત્ર સંયમ, સંયમ માત્માનમેવ રક્ષેતો