Book Title: Dharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Author(s): Sanyamkirtivijay
Publisher: Samyaggyan Pracharak Samiti
View full book text
________________
પ્રકરણ - ૪ શ્રાવકે પ્રભુપૂજા કયા દ્રવ્યથી કરવી જોઈએ?
૯૯ જિનપૂજા કરે, તે શ્રાવકનું તત્ત્વદર્શીપણું છે.” આ વાતને જ પૂર્વોક્ત વિધાનમાં જણાવીને સાચો માર્ગ બતાવ્યો છે. પરંતુ પોતાના “ધાર્મિક વહીવટ વિચાર” પુસ્તકમાં એનાથી સાવ ઉલ્યું જ લખ્યું છે. સ્વદ્રવ્યથી જિનપૂજા કરવાના શાસ્ત્રમાર્ગને ગૌણ બનાવી દેવદ્રવ્યથી જિનપૂજા કરવાનો માર્ગ ખુલ્લો કરવાની ધૂનમાં તેઓ પોતાના જ વિધાનોથી વિપરીત ધા.વ.વિ.માં લખી રહ્યા છે.” | (iv) દેવદ્રવ્યથી જિનપૂજાનું સ્વકર્તવ્ય પતાવવું, એ દેવદ્રવ્યનો દુરુપયોગ છે. એમાં દેવદ્રવ્યભક્ષણ-હાનિનો દોષ અવશ્ય લાગે જ છે અને આવી જગ્યાએ ગીતાર્થો દેવદ્રવ્યભક્ષણનું જ પ્રાયશ્ચિત્ત આપતા હોય છે. અહીં ઉલ્લેખનીય છે કે, પ્રાયશ્ચિત્ત કેટલું આપવું તે ગીતાર્થ આલોચનાચાર્ય ભગવંતનો વિષય છે. “અમુક વિષયનું પ્રાયશ્ચિત્ત શું આપવું એ વિષય ગીતાર્થોનો છે. તેમને આ વિષયનું કેટલું પ્રાયશ્ચિત્ત આવે ? અને આ વિષયમાં કેટલું પ્રાયશ્ચિત્ત આપ્યું ?” - આવો પ્રશ્ન કરવો પણ અનૌચિત્ય છે. કદાચ કોઈ અવિવેકી માણસ ગીતાર્થને પૂછી લે, તો પણ ગીતાર્થો એને કોઈ જવાબ ન આપે. ગીતાર્થો માત્ર દોષનું શુદ્ધિકરણ કરવા ઉપસ્થિત થયેલા ભવ્યાત્માને દ્રવ્ય-ક્ષેત્ર-કાલાદિને આશ્રયીને પ્રાયશ્ચિત્ત આપતા હોય છે.
= આ વસ્તુસ્થિતિ હોવાથી મુનિ અભયશેખર વિ.ગણિ. (હાલ આચાર્ય)ની પુસ્તિકા “દેવદ્રવ્ય અને જિનપૂજા”માં પૃ.-૩ ઉપર જણાવેલ
“વળી, એટલે જ સ્વ. પૂ.આ.શ્રી રામચન્દ્રસૂરિ મહારાજને પણ છેલ્લા વર્ષોમાં કેટલીય વાર “દેવદ્રવ્યથી પૂજા કરનારને દેવદ્રવ્યભક્ષણનો દોષ લાગે ? એનો અને એવું કરનારને શું પ્રાયશ્ચિત્ત આપવું? કયા શાસ્ત્રપાઠના આધારે?” આ પૂછાયું હોવા છતાં તેઓ કયારેય આનો જવાબ આપી શક્યા નહોતા.”
– આ વિધાનો સાવ ખોટા છે. પૂજ્યપાદ આ.ભ.શ્રી.વિ. રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના પૂર્વે જણાવેલ પ્રવચનાંશો જોવાથી દેવદ્રવ્યથી પૂજા