Book Title: Dharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Author(s): Sanyamkirtivijay
Publisher: Samyaggyan Pracharak Samiti

View full book text
Previous | Next

Page 485
________________ ૪૩૦ ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા सर्वधनादि-परिग्रहः देवादि-सत्कतया सुविहितैः व्यवहियते संसृष्टत्वात् । – અહીં પરમાર્થ એ છે કે, ધર્મશાસ્ત્ર કે લોક વ્યવહારથી પણ જ્યાં સુધી દેવાદિનું દેવું જે શ્રાવકાદિના પરિવાર ઉપર હોય છે, ત્યાં સુધી તે શ્રાવકોદિનું બધું જ ધન-પરિગ્રહ-સંપત્તિ દેવદ્રવ્યાદિથી મિશ્રિત જ કહેવાય છે. તેથી તેના ઘરમાં ભોજન કરવાથી ઉપર જણાવેલા દોષ લાગે છે. मूलं विना जिणाणं उवगरणं, चमर छत्तं कलशाइ। जो वापरेड् मूढो, निअकज्जे, सो हवइ दुहिओ ॥ - જે જિનેશ્વર ભગવાનના ઉપકરણ, ચામર, છત્ર, કળશ વગેરેને ભાડું (નકરો) આપ્યા વિના પોતાના કામમાં લે છે, તે મૂઢ જીવ દુઃખી થાય છે. देवद्रव्येण यत्सौख्यं, परदारतः यत्सौख्यम् । अनन्तानन्तदुःखाय, तत् सुखं जायते ध्रुवम् ॥ - દેવદ્રવ્યના ભક્ષણથી જે સુખ અને પરસ્ત્રીના ભોગથી જે સુખ પ્રાપ્ત થાય છે, તે સુખ અનંતાનંત દુઃખ આપનારું થાય છે.

Loading...

Page Navigation
1 ... 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506