Book Title: Dharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Author(s): Sanyamkirtivijay
Publisher: Samyaggyan Pracharak Samiti
View full book text
________________
૩૨૬
(૬)
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા
મુંબઈ લાલબાગ ભા.વ. ૧૪
પ.પૂ. પાદ આચાર્યદેવ શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મ. તરફથી શાંતાક્રુઝ મધ્યે દેવગુરુ ભક્તિકારક સુશ્રાવક જમનાદાસભાઈ યોગ્ય ધર્મલાભ. તમારો પત્ર મળ્યો, વાંચી હકીકત જાણી.
સુરત, ભરૂચ, અમદાવાદ, મહેસાણા અને પાટણમાં મારી જાણ મુજબ કોઈ અપવાદ સિવાય સુપનની આવક દેવદ્રવ્યમાં જાય છે.
વડોદરામાં પહેલાં હંસવિજયજી લાયબ્રેરીમાં લઈ જવાનો ઠરાવ કર્યો હતો, પણ પાછળથી ફેરવીને દેવદ્રવ્યમાં લઈ જવાની શરૂઆત થઈ હતી.
ખંભાતમાં અમરચંદ શાળામાં દેવદ્રવ્યમાં જ જાય છે. ચાણસ્મામાં દેવદ્રવ્યમાં જાય છે, ભાવનગરની ચોક્કસ માહિતી નથી.
અમદાવાદમાં સાધારણ ખાતા માટે ઘર દીઠ દર સાલ અમુક રકમ લેવાનો રીવાજ છે, જેથી કેશર, સુખડ, ધોતીયા વગેરેનો ખર્ચ થઈ શકે છે. એવી યોજના અથવા દરસાલ ટીપની યોજના કાયમ ચાલે તેવી રીતે શક્તિ પ્રમાણે થઈ જાય તો સાધારણમાં વાંધો આવે નહિં.
પણ સુપનની ઉપજ લઈ જવી એ તો કોઈ રીતે ઉચિત લાગતું નથી. તીર્થંકર દેવને ઉદ્દેશીને જ સ્વપ્નાં છે અને તેથી તે નિમિત્તનું દેવદ્રવ્યમાં જવું જોઈએ.
“ગપ્પ દીપિકા સમીર” નામની ચોપડીમાં પ્રશ્નોત્તરમાં પૂજ્ય સ્વ. આચાર્યદેવ વિજયાનંદસૂરિજીનો પણ એવો જ અભિપ્રાય છપાયેલો છે. સર્વેને ધર્મલાભ જણાવશો.
એ જ દઃ હેમંતવિજયના ધર્મલાભ.