Book Title: Dharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Author(s): Sanyamkirtivijay
Publisher: Samyaggyan Pracharak Samiti
View full book text
________________
૩૬૮
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા શક્તિ સંપને સ્વદ્રવ્યથી પૂજા કરવી જોઈએ પણ શક્તિ સંપન છતાં પણ હોય અથવા ભાવના સંપન ન હોય તો તે પરદ્રવ્યથી કે દેવદ્રવ્યથી કરે તોય ચાલે. કલ્પિત દ્રવ્યમાંથી શ્રાવકોને પૂજાની છૂટ આપી અને સ્વપ્નાદિ બોલીનું દ્રવ્ય કલ્પિતમાં લઈ જવાનો માર્ગ બતાવ્યો. આવો એક પણ શાસ્ત્ર પાઠ ક્યાંય મળતો નથી. આ તો પં. શ્રી ચંદ્રશેખર વિજયજીના ભેજાની નીપજ છે. કલ્પિત દ્રવ્યની વ્યાખ્યા પહેલી આવૃત્તિમાં જુદી અને બીજી આવૃત્તિમાં જુદી. બીજી આવૃત્તિમાં પણ એક જગ્યાએ સાચી તો બીજી જગ્યાએ ખોટી. એ ખોટી વ્યાખ્યાના આધારે માર્ગદર્શન આપ્યું, એ સાચું હોય કે ખોટું? મન ફાવે તેમ પુસ્તક લખી નાખ્યું છે. પરસ્પર વિરોધી વાતો પણ તેમાં ઘણી જોવા મળે છે. એક જગ્યાએ લખે છે કે, “નૂતન જિનાલય નિર્માણ દેવદ્રવ્યમાંથી થઈ શકે એવું જણાવતો એક પણ શાસ્ત્રપાઠ જોવા મળ્યો નથી. તેમ છતાં અનેક સ્થળોએ દેવદ્રવ્યમાંથી એ થાય છે અને બધા પૂજનીય આચાર્ય ભગવંતો એને માન્ય રાખે છે.” એમની આ વાતના વિરોધમાં એમની જ વાતને ખોટી ઠરાવતો દેવદ્રવ્યમાંથી જિનમંદિર થાય એવો પાઠ પેજ નં. ૧૬૯ અને ૧૯૫ ઉપર તેઓએ જ તેમની બીજી આવૃત્તિમાં નોંધ્યો છે. આવા તો કેટલાય વિરોધાભાસી લખાણો એમના આ પુસ્તકમાં છે. હકીકતમાં જીર્ણોદ્ધાર-નૂતન જિનમંદિર આદિમાં દેવદ્રવ્યનો ઉપયોગ થઈ શકે તેવા અનેક શાસ્ત્રપાઠો છે જ.
સભા આવા બધા વિરોધાભાસોનો પરિમાર્જકોને ખ્યાલ નહિ આવ્યો હોય?
– નહિ આવ્યો હોય ત્યારે જ આમ બન્યું હોય ને? ગીતાર્થ મૂર્ધન્યને મારો પ્રશ્ન છે કે- તમે પરિમાર્જન શું કર્યું? આ પુસ્તકમાં એક કુતર્ક એવો કર્યો છે કે - જો પૂજા સ્વદ્રવ્યથી જ કરવાની છે, તો દેવદ્રવ્યના મંદિરમાં બેસી કેમ શકાય? મંદિર પણ સ્વદ્રવ્યથી જ બાંધેલું હોવું જોઈએ ને? આ કોઈ તર્ક છે? પૂજા સ્વદ્રવ્યથી જ કરવાનું શાસ્ત્ર કહ્યું, પણ મંદિર સ્વદ્રવ્યનું ન હોય તો તેમાં ન જવું એવો નિષેધ શાસ્ત્રમાં કોઈ જગ્યાએ કર્યો નથી. ઉલટું પર્વ દિવસોમાં ગામના બધા મંદિરે દર્શન કરવા જવું, શક્તિ મુજબ વારંવાર તીર્થયાત્રાએ જવું વગેરે વિધિ શ્રાવકો માટે શાસે દર્શાવી છે. બધા મંદિરો કે તીર્થો દરેક શ્રાવકના સ્વદ્રવ્યના હોતા નથી, એવું શાસ્ત્રકારો જાણતા ન હતા? છતાં પંન્યાસજીએ