________________
સંઘધમ
, કેટલાક લકે કહે છે કે, “જે કામ સાધુ કરે તે ધર્મ અને જે સાધુ ન કરે તે પાપ'. આ પ્રમાણે સમજી લેવાથી શ્રાવક-સમાજમાં ગેરસમજ ઊભી થવા પામે છે. તેઓએ પિતાની બુદ્ધિથી બધા શાસ્ત્રનો સાર આમાં જ ભરી દીધે લાગે છે. પણ પ્રત્યેકની પિોતપોતાની જવાબદારી સમજાવ્યા વિના સંઘધર્મને કેટલી બધી હાનિ થાય છે તે વિષે તેઓ વિચાર સરખે પણ કરતા નથી, કે જે કામ કેવળ સાધુઓ માટે જ નિશ્ચિત કરવામાં આવ્યાં છે, તે કામ કરવાથી શ્રાવક પિતાને શ્રાવકધર્મ કેવી રીતે પાળી શકે? - જ્યારે એક સાધારણુ ઘરમાં પણ પ્રત્યેક મનુષ્યને જુદે જુદે કાર્યક્રમ રહે છે. તે પછી આટલા મોટા સંઘનું કામ કાર્યપ્રણાલિને વિભાજિત કર્યા વિના કેવી રીતે ચાલી શકે? - માને કે એક શાદૂકારને ત્યાં ચાર પુત્રવધૂઓ છે, તેમાં એક પુત્રવતી છે, બીજી ગર્ભવતી છે, ત્રીજી વાંઝણું છે અને ચોથી નવેઢા છે.
હવે, જે સાસુ આ ચારેય પુત્રવધૂઓની ખાનપાન, ઉઠવુંબેસવું, કામકાજ કરવું વગેરેની જુદી જુદી વ્યવસ્થા ન કરતાં ચારેય પુત્રવધૂઓને એક જ પ્રકારે રાખે તો શું થાય ? નુકસાન થઈ જાય.
સાધુઓમાં પણ કેટલાક જનકલ્પી છે, કેઈ સ્થવિરકપી છે, કઈ રિગી છે, તે કઈ તપસ્વી છે. જે આ બધાને વિચાર સૂમદષ્ટિથી કરવામાં ન આવે તે તેમને બધાને બરાબર નિર્વાહ કોઈ દિવસ થઈ શકે નહિ.
જ્યારે સાધુઓમાં પણ અંદરના ભેદે જુદે જુદે ધર્મ બાંધ્યા વિના નિર્વાહ થઈ શકતો નથી; તે પછી સાધુ અને શ્રાવકને નિર્વાહ એક ધર્મના પાલનથી કેવી રીતે થઈ શકે ? - સાધુઓની જરૂરીયાતો ઘણું ઓછી હેય છે. જ્યારે શ્રાવકેની જરૂરીયાતો ઘણી વધારે હોય છે.