________________
નગરસ્થવિર
૧૬૭ ઓછો પ્રયત્ન સેવવામાં આવે છે. આ જ કારણને લીધે અત્યારે નગરધર્મને પ્રાય: લેપ થઈ રહ્યો છે.
નગરનાયકેની જવાબદારી ગ્રામનાયકે કરતાં વધારે રહે છે. કારણ કે નગર એ રાષ્ટ્રદેહનું મસ્તિષ્ક છે. જ્યારે ગામ એ તેના હાથ-પગ છે. મસ્તિષ્કની અસર શરીર તેમજ મગજ ઉપર પડયા વિના ન રહે.
કોઈપણ પ્રાચીન ઐતિહાસિક ગ્રન્થમાં “સંથાગાર' જેને આપણે Townhall-ટાઉનહોલ કહીએ છીએ ત્યાં મળતી સંધની સભાઓ, સ્વતંત્રપણે–નિર્ભયપણે અને સંયમ તથા વિવેકભરી રીતે ચાલતી ચર્ચાઓ અને નાગરિકોનો ઉલ્લાસ શાન્તિથી અવેલેકે તો તમને સંપૂર્ણ ખાત્રી થયા વિના નહિ રહે કે જેને જેનયુગ કહેવામાં આવે છે તે વખતે નગરધર્મ તેની છેલ્લી કક્ષાએ પહોચેલો હતો. પ્રાચીન સાહિત્યમાં છૂટાછવાયાં પુષ્કળ ઉલ્લેખો એ સંબધે મળી આવે છે.
ધર્મ કે આત્મહિત અર્થે સર્વસ્વનો ભોગ આપવો એ તે આપણું ઈતિહાસ અને સાહિત્યને પ્રધાન સૂર છે, પણ તે સાથે નાગરિક તરીકેની ફરજ બજાવવા જતાં આપણું પૂર્વજોએ જે બલિદાન ધર્યા છે તે તો કોઈપણ સ્વતન્ને દેશના ગૌરવ સાથે સાભિમાન સ્પર્ધા કરી શકે એવાં છે. આ ગ્રામ-નગર–ધર્મ ક્યારથી શિથિલ થવા લાગે અને આખરે ભુલાત ભુલાતે માત્ર શાસ્ત્ર–સાહિત્યના પાનાને જ શેભાવી રહ્યો તે આપણે નથી જાણતા પણ સાચો નગરધર્મ શું છે અને નગરધર્મની રક્ષા માટે નગરનાયકે કેટલે આત્મભોગ આપવો પડે છે તેને ખુલાસો નીચેને ઐતિહાસિક ઉલ્લેખ સ્પષ્ટ કરશેઃ–
વૈશાલી નગરીમાં મહાનામના નામને એક નગરનાયક હતા. તે રાજા અને પ્રજા બન્નેને પ્રિય હતા. તે રાજા અને પ્રજા બન્ને વચ્ચેને પ્રેમસંબંધ જાળવી રાખવા હમેશાં પ્રયત્ન કર્યા કરતે. મહાનામનના નેતૃત્વ નીચે વૈશાલીનગરીની પ્રજા આનંદપૂર્વક રહેતી