________________
સુત્રધમ
જે વિચાર કરે તે મૂઢ દૃષ્ટિ કહેવાય છે. જેનામાં આવી મૂઢ દૃષ્ટિ ન હોય તે અમૂઢદષ્ટિ છે; આ પ્રકારનેા અર્થ પણ સમજવા જોઇએ.
ઉપર કહેવામાં આવેલા ચાર આચાર। ( નિઃશંકા, નિઃકાંક્ષા, નિવિ`ચિકિત્સા અને અમૂઢદૃષ્ટિ ) આન્તરિક આચારા છે, અર્થાત્ આ આચારા હૃદયથી આચરવાના છે. હવે બાકીના ચાર બાહ્યાચાર ( ઉપબૃંહણ, સ્થિરીકરણ, વાત્સલ્ય અને પ્રભાવના )નુ વર્ણન કરવામાં આવે છે.
(૫) ઉપ» હુણવૃત્તિ:-કાઈના ધાર્મિ ક ઉત્સાહની કાઈ રીતે વૃદ્ધિ કરવી તેનુ” નામ ‘ ઉપબૃંહણ ’છે. જેવી રીતે કાઈ દ'નાદિ (સમ્યક્ત્વાદિ) ગુણાથી યુક્ત પુરુષના ગુણા જોઈ ને તેઓને કાઈ રીતે ઉત્સાહિત કરવા, અર્થાત્ ‘ તમારા જન્મ સફળ થયા છે; તમારા જેવા આદ– પુરુષને આવું જ કાર્ય કરવું ઘટે.' આ પ્રકારે તેને ‘ધર્મ ’પ્રતિ વધારે ઉત્સાહિત કરવા તેનું નામ ઉપળ હા–ઉપબૃંહણુ ’ છે.
(૬) સ્થિરીકરણઃ–‘ સ્થિરીકરણ ’ અર્થાત સ્વીકાર કરેલા ધર્મોનું અનુષ્ઠાન કરવામાં જો કાઇ મનુષ્યને વિવાદ શાક થતા હેાય તે તે પુરુષને સ્થિર બનાવવા, અર્થાત્ તેને ધર્મનું અનુષ્ઠાન કરવામાં દૃઢ બનાવવેા, તેનું નામ સ્થિરીકરણ છે. કાઈ મનુષ્યને સ્થિર એ રીતે બનાવી શકાયઃ— એક તે ધર્મથી અસ્થિર બનેલાને ધર્મના ઉપદેશ આપીને સ્થિર અનાવવા અને બીજી રીત અસહાયને સહાય આપીને સ્થિર બનાવવે.
કાઈ એમ કહે કે અસહાયને સહાયતા આપવાથી કાઈ પ્રકારના આરંભ થઈ જવાને સંભવ છે. તે ઠીક છે. પણ સમષ્ટિ આરંભને પણ આરંભ માને છે; તેા પણુ સહાયતાથી જો પુરુષ ધર્મીમાં સ્થિર થાય, તે તે મહાસમિતિના આચાર જ છે. તેમાં પાપ નથી, પણ ધ છે.
કાઈને ધમાં સ્થિર બનાવવા તે સમક્તિને આચારછે અને તે પ્રમાણે કરવાથી ધર્માંની વૃદ્ધિ થાય છે.