________________
૨૨૪
ધર્મ અને ધર્મનાયક શ્રાવક તથા શ્રાવિકા બનેને સંધમાં સમાન અધિકાર છે. બન્નેના પરસ્પરના સહકાર વિના સંધનું કાઈપણ કામ વ્યવસ્થિત ચાલી ન શકે. લૌકિક સંધના આ બે મહત્ત્વના અંગે માંનું કેઈ એક અંગ પાંગળુ બને અથવા બનાવવામાં આવે તે લૌકિક સંધ આગળ ચાલી ન શકે.
જ્ઞાન, દર્શન, ચારિત્રને જીવનમાં ઉતારવા માટે જે શ્રાવકશ્રાવિકા બને સક્રિય પ્રયત્ન કરે તે લૌકિકસંઘની ઉન્નતિ થયા વિના ન રહે. લૌકિક સંઘને મુખ્ય આદર્શ લૌકિક જીવનને વ્યવસ્થિત
અને આદર્શ બનાવવાનું છે, પણ જીવનને આદર્શ સંઘસ્થવિર વિના કેણ સમજાવે ?
જે સંઘસ્થવર સંધના નિયમે પનિયમ અનુસાર સંધની વ્યવસ્થા કરે તે સંધની ઉન્નતિ અવશ્ય થાય. પણ સંઘની બરાબર વ્યવસ્થા કરવા માટે સંધસ્થવિરે જ્ઞાન, દર્શન અને ચારિત્રને જીવનમાં સ્થાન આપી વ્યક્તિત્વ કેળવવું પડે છે. જ્યારે સંઘસ્થવિર પ્રભાવશાલી અને દૂરદષ્ટ બને છે ત્યારે સંધ પ્રગતિના પંથે અવશ્ય જાય છે. અત્યારે સાચા સંધસ્થવિરના અભાવે સંધનું જોઈએ તેવું બંધારણ જેવામાં આવતું નથી અને તેથી સંઘજીવન પણ વ્યવસ્થિત ચાલતું નથી. અત્યારે સંધસ્થવિરના અભાવે શ્રાવક અને શ્રાવિકાનું જીવન ક્ષીણ બની ગયું છે. બન્નેને જોઈએ તેવો વિકાસ થત નથી, એટલા માટે શ્રાવક અને શ્રાવિકાનું જીવન વિકસિત થાય એ માટે સંધનું બંધારણ બરાબર ઘડી વિકાસનાં ક્ષેત્રે ખેલવાની સંધસ્થવિરે વ્યવસ્થા કરવાની જરૂર છે. સંધનું શેમાં કલ્યાણ રહેલું છે એ એક માત્ર દષ્ટિબિન્દુ સંધસ્થવિરની સમક્ષ લેવું જોઈએ. સંધસ્થવિરે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ પ્રમાણે સંધના બંધારણમાં પરિવર્તન કરી સંઘના નિયમોને વ્યવહારમાં લાવવા જોઈએ અને સોન્નતિ માટે સક્રિય પ્રયત્ન કરવાં જોઈએ.
સોન્નતિ માટે સંઘસ્થવિરે સર્વપ્રથમ સંધમાં સુંદર સંગઠન કરવું જોઈએ. જે સંધમાં સુંદર સંગઠન હશે તે સંધનું સંચાલન