Book Title: Chitta Sthairyani Kedio Author(s): Amarendravijay Publisher: Prerna Prakashan View full book textPage 7
________________ બહિરંગ સાધન વડે ચિત્તની નિર્મળતા સધાતાં, મુમુક્ષુએ અંતઃસ્થ પરમાત્મા સાથેની અભેદાનુભૂતિ સુધી પહોંચવા અંતરંગ સાધનાને આદર કરવો ઘટે. ચિત્તને બાહ્ય વિષયોમાંથી ખેંચી લઈને આત્મામાં સમાધિસ્થ કરવાનો અભ્યાસ એમાં સમાવિષ્ટ છે. એ અતિ કઠિન કાર્ય પાર પાડવા માટે વિવિધ પ્રક્રિયાઓ અને પદ્ધતિઓનો પ્રયોગ પ્રાચીન કાળથી થતો આવ્યો છે. તેમાંની કેટલીક સરળ પ્રક્રિયાઓ અહીં આપણે જોઈશું. સાધક, પોતાની પ્રકૃતિ, પૂર્વસંસ્કાર અને વર્તમાન સંયોગો અનુસાર, જે કોઈ પ્રક્રિયા પ્રત્યે વધુ આકર્ષાય તેનું અવલંબન લઈ, પ્રગતિ સાધી શકે છે. પૂર્વ તૈયારી : પ્રક્રિયાઓની ચર્ચા કરીએ તે પહેલાં આપણે ધા૨ણાના અભ્યાસ પૂર્વેની તૈયારી અંગે થોડી વાત કરી લઈએ. ધ્યાનાભ્યાસ ક૨વા ઈચ્છતા સાધકે પહેલાં તો શરીરને તદ્ન શિથિલ (relaxed) કરીને કોઈ એક આસનમાં આરામપૂર્વક લાંબો સમય નિશ્ચલ બેસી રહેવાની ટેવ પાડવી જોઈએ. પદ્માસન કે સુખાસન એ માટે અનુકૂળ આસન છે. મેરુદંડ સીધો રાખવો. શરીર અશકત હોય તો મેરુદંડ સીધો રહે એ રીતે ચત્તા સૂઈને શવાસનનો અભ્યાસ કરી શકાય. પ્રારંભ પાંચ કે દશ મિનિટથી કરવો. જેટલો સમય કંઈ પણ હલનચલન કર્યા વિના-એક આંગળી સુદ્ધાં હલાવવાની ઈચ્છા પણ ન જાગે એ રીતે- રહી શકાય તેટલો જ સમય આમાં ગણનામાં લઈ શકાય. આ અભ્યાસ દરમ્યાન આંખો મીંચેલી રાખી, ચિત્તવૃત્તિ નાસિકાગ્રે ૧૦Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29