Book Title: Chitta Sthairyani Kedio
Author(s): Amarendravijay
Publisher: Prerna Prakashan

View full book text
Previous | Next

Page 24
________________ એ વિના ત્રાટકનો અભ્યાસ સાધનામાર્ગમાં કોઈ નવાં જ વિઘ્નો ઊભાં કરી દે એ સંભવિત છે. આ ચેતવણીને લક્ષમાં રાખી, અધિકારી સાધકે જ ત્રાટકના અવલંબને ચિત્તથૈર્યના માર્ગે આઘળ વધવું. ત્રાટક માટે કોઈ પણ રૂપ-મૂર્તિ, ચિત્ર, બિંદુ, મંત્રાક્ષરો કે જ્યોત વગેરેનો ઉપયોગ થાય છે. પોતાના ઈષ્ટ (દેવ અથવા ગુરુ)ની મૂર્તિ કે ફોટો એ ત્રાટક માટેનું શ્રેષ્ઠ અવલંબન ગણાય. કારણ કે, જેના ઉપર પોતાને પ્રેમ અને ભકિત છે, ત્યાં ચિત્ત સહેલાઈથી ઠરી શકે છે; અને તે અભ્યાસનો પરિશ્રમ સાધક, કંટાળ્યા વિના, આનંદપૂર્વક કરી શકે છે. જેના ઉપર ત્રાટક કરવું હોય તે વસ્તુ-મૂર્તિ, ચિત્ર વગેરેપોતાથી બેથી ચાર ફૂટના અંતરે, આંખની સમાંતર રેખાથી સહેજ નીચે, એ રીતે મૂકવી કે બારી વગેરેમાંથી આવતો પ્રકાશ પોતાના મુખ ઉપર નહિ પણ તે વસ્તુ ઉપર પડે. પછી ધ્યાન માટેના કોઈ પણ આસનમાં સ્થિર થઈને, ચિત્ર કે મૂર્તિને અનિમેષ દ્દષ્ટિએ-આંખનો પલકારો માર્યા વિના-જ્યાં સુધી આરામપૂર્વક જોઈ શકાય ત્યાં સુધી જોવી; આંો ખેંચવી નહીં કે તે વસ્તુ સંબંધી કોઈ વિચારોમાં ચડી ન જવું. દ્દષ્ટિ સ્થિર રહે-આંખની કીકી પણ ન હાલે-એ લક્ષમાં રાખવું. દ્દષ્ટિ સ્થિર થતાં ચિત્ત પણ કેન્દ્રિત થશે. જેમ ગાડાના બે બળદોમાંથી એક ગળિયો થઈને જમીન પર બેસી જાય છે ત્યારે બીજો બળદ પણ ઊભો રહી જાય છે, તેમ ત્રાટક દ્વારા દેખીતી રીતે માત્ર આંખની પ્રવૃત્તિ અટકે છે, કિંતુ તે સિદ્ધ થતાં અન્ય ઈન્દ્રિયોની પણ વિષયો પ્રતિ દોટ થંભી જાય છે. ત્રાટકના અભ્યાસમાં સાધકે વધુ પડતી ઉતાવળ ન કરતાં ક્રમશ:/ધીરે ધીરે આગળ વધવું હિતાવહ છે. પ્રારંભ બે-ત્રણ મિનિટથી

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29