Book Title: Chitta Sthairyani Kedio
Author(s): Amarendravijay
Publisher: Prerna Prakashan

View full book text
Previous | Next

Page 10
________________ 3 કૉલેજના ફિઝિકસ થિયેટરમાં માત્ર દાકતરો અને વૈજ્ઞાનિકો માટે જ એક સમારંભનું આયોજન કરેલું, જેમાં નરસિંહસ્વામી નામના એક હઠયોગીને પોતાની શકિતઓનું જાહેર નિદર્શન (demonstration) આપવા નિમંત્રેલા. અનેક કડક ચકાસણીઓ હેઠળ, સલ્ફ્યુરિક એસિડ અને કાર્બોલિક એસિડ જેવા જલદ તેજાબ અને પોટાશિયમ સાયનાઈડ જેવા તાલપુટ વિષને પણ પચાવી જઈને, એ યોગીએ હાજર રહેલા વૈજ્ઞાનિકોને અને દાકતરોને પોતાની અજબ સિદ્ધિઓની ખાતરી કરાવી હતી. પ્રક્ષકોમાં સર સી. વી. રામન જેવા નોબેલ પારિતોષિક વિજેતા વૈજ્ઞાનિક પણ હાજર હતા; અને એ ડેમોન્સ્ટ્રેશનથી પ્રભાવિત થઈ એમણે કહેલું કે આ સિદ્ધિ ભૌતિક વિજ્ઞાનને એક પડકારરૂપ છે. પરંતુ આવાં પરિણામ લાવી શકનાર પ્રાણાયામની એ અટપટી પદ્ધતિઓ જોખમી પણ એટલી જ હોય છે. સમર્થ ગુરુની દેખભાળ હેઠળ અને કડક નિયમોના પાલનપૂર્વક એનો અભ્યાસ કરવાનો હોય છે. તેમાં જરા સરખી ગફલત થતાં સાધક કોઈ અસાધ્ય રોગ, ગાંડપણ કે ઓચિંતા મૃત્યુના મુખમાં હડસેલાઈ જાય છે. પ્રાણાયામની એવી જોખમી અને જિટલ પ્રક્રિયાઓ સાથે અહીં આપણને નિસ્બત નથી. મુમુક્ષુની જિજ્ઞાસા તો એ જ હોય કે ચિત્તને શાંત-સ્વસ્થ-સ્થિર કરવાની ક્ષમતા પ્રાણાયામમાં છે ખરી ? શ્વાસ અને મનનો સંબંધ : ચિત્તમાં ઊઠતા વિચારપ્રવાહ અને આપણા શ્વાસોચ્છ્વાસને કંઈક સંબંધ છે એની પ્રતીતિ આજે તો વિજ્ઞાને વિકસાવેલાં કેટલાંક સાધનો પણ આપે છે. ડૉ. એલેક્ઝાન્ડર કેનને શોધેલા ‘કેનન સાઈકોગ્રાફ’ ૧૩

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29