Book Title: Chitta Sthairyani Kedio
Author(s): Amarendravijay
Publisher: Prerna Prakashan

View full book text
Previous | Next

Page 21
________________ જેટલા સમય સુધી ઘૂંટી શકાય તેટલા સમય સુધી ઘૂંટવો અને પછી હૃદયચક્રમાં તેનો લય કરવો. ફરી પૂર્વવત્ ધીરે ધીરે ઊંડો શ્વાસ લેવો અને શ્વાસ બહાર કાઢતાં ૐકારના પ્લત ઉચ્ચાર સાથે મેરુદંડના માર્ગે થઈ, ભૂમધ્યે આવતાં બને તેટલો દીર્ધ ગુંજારવ કરી, અંતે હૃદયચક્રમાં તેને સમાપ્ત કરવો. વીસ મિનિટ કે અર્ધા કલાકથી શરૂઆત કરી, કલાક-દોઢ કલાક સુધી પહોંચવું. પછી રોજ એટલો સમય, નિયમિત, આ અભ્યાસ થતો રહે તો ટૂંક સમયમાં એનું પરિણામ અનુભવવામાં આવે છે. નાદાનુસંધાન : એકાગ્રતાના અભ્યાસ અર્થે, બાહ્ય ધ્વનિની જેમ, આંતર ધ્વનિનું આલંબન પણ લેવાય છે. એનો વિધિ એ છે કે નીરવ સ્થાને ધ્યાનના આસનમાં સ્થિર બેસી, આંખ બંધ રાખવી, કાનનાં છિદ્રો પણ બંને હાથની એકેક આંગળી વડે બંધ કરી દઈ, કાનમાં થતા ધ્વનિને સાંભળવા તત્પર રહેવું. મુખથી કંઈ પણ ઉચ્ચાર કર્યા વિના, અંદરથી જ કંઈ ધ્વનિ સંભળાય તેની આતુરતાથી રાહ જોવી. રોજ અર્ધા કલાકથી એક કલાક આ અભ્યાસ થતાં, થોડા દિવસમાં, કાનમાં કંઈક અવાજ સંભળાશે. પ્રારંભમાં એ અવાજ પ્રાય: તમરાંના અવાજ જેવો હશે. એ પછી નૂપુરના ઝંકાર જેવો અવાજ સંભળાશે. અભ્યાસમાં પ્રગતિ થતાં અવાજ બદલાતો રહેશે. ક્રમશઃ ઘંટ, શંખ, વાંસળી, ઝાંઝ, તબલા, નગારા અને છેવટે મેઘગર્જના જેવો પ્રચંડ અવાજ પણ સંભળાય. બહારના કોઈ આઘાત વિના આ અવાજ સંભળાતો હોવાથી ૨૩

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29