________________
૩૬
સધ્યાનમાં આખી રાત્રી પસાર કરી. તેના ભાગ્યદયથી બીજે દિવસે સવારે ચરમ તીર્થંકર પૃથ્વીતળને વિદ્વારથી પાવન કરતાં તેજ સ્થળે સમવસર્યાં. સુવર્ણ, રૂપુ' અને માણિકયના કાંગરાઓથી વિરાજિત ત્રણ ગઢવાળું ઉત્તમ સમવસરણ દેવતા એએ તરતજ તૈયાર કર્યું; અને અશેક વૃક્ષની નીચે પૂ ક્રિશા સન્મુખ પ્રભુ વિરાજમાન થતાં બાકીની ત્રણે દિશાએ પ્રભુનાં ત્રણ રૂપ વિષુવી દેવાએ સ્થાપના કર્યાં. `િસક પ્રાણીએ સ્વકીય વૈર ભૂલી જઈને હુષથી તે સમવસરણમાં એકઠા થયા, અને પ્રભુની દેશના સાંભળવા લાગ્યા. કહ્યું છે કે મૃગ અને સિંહ, મળદ અને વાઘ, માર અને સર્પ, માર અને મુષક વગેરે જન્મના વૈરી પણ શ્રી જિનેશ્વરને અને જિનેશ્વરના સમવસરણને દેખીને જન્મ વૅર ભૂલી જઇ શાંત ચિત્તથી પ્રભુની દેશના સાથે બેસીને સાંભળે છે.” ચરમ તીથ કરનું આગમન સાંભળીને પરિવાર સહિત રાજા વીરસેન તરતજ તેમને વંદન કરવા ઉદ્યાનમાં આવ્યે અને ભૂમિ તળ સુધી મસ્તક નમાવી જગપૂજ્યને નમસ્કાર કરી ચાગ્ય સ્થળે દેશના સાંભળવા બેઠા. ભવસંસારથી તારનારી, કરૂણાના રસને ઝરતી, અમૃતમય દેશના ભવ્ય થવાના ઉપકાર માટે જિને’દ્ર ભગવાને દેવા માંડી. તેમણે સ'સારનુ' અનિત્ય પણું દર્શાવતાં કહ્યુ` કે:
अनित्यानि शरीराणि, विभवा नैव शाश्वतः । नित्यं सन्निहित मृत्युः कर्तव्यो धर्मसंग्रहः ॥
ર
શરીર તયા અવયવ સવે અનિત્ય છે, સ'સારનાં