________________
૩૪
હું તેને મારી નાંખ્યું તેમ વિચારવા લાગી. આ પ્રમાણે વિચાર કરીને વિષમિશ્રિત દકે તેણે તૈયાર કરાવ્યા, અને મિત્ર સહિત કુમારને જમવા માટે નેતર્યો. રત્નસાર તે જે બનવાનું હતું તે જાણતાજ હતો, તેણે તેવાજ રૂપરંગવાળા નવા મેદકે તૈિયાર કરાવ્યા, અને પોતાના ઉત્તરીય વસ્ત્રમાં પવીને સાથે લઈ ગયે. બધી જાતની સામગ્રી તૈયાર કરાવી, વિવિધ પ્રકા રની રસવતી બનાવીને તે દુષ્ટ આશયવાળી સ્ત્રીએ રત્નસાર અને ચિત્રસેનને જમવા બેસાડયા. ભેજનને સમય થતાં રાજા વિરસેન પણ પરિવાર સહિત ત્યાં જમવા આવ્યું, અને સાથે જમવા બેઠો. રાણીએ મનમાં જે દુષ્ટ આશય ધારી રાખ્યું હતું, તેની રાજાને મુદ્દલ ખબર નહોતી. તે તે સ્નેહભાવથી પુત્રની સાથે જમવા બેઠો. વિશાળ થાળ અને કળામાં સ્વાદિષ્ટ અને મને હર વિવિધ રસવતી પીરસવામાં આવી. વીરસેન રાજાની પાસે જુદા જુદા સુગંધી દ્રવ્યોથી મિશ્રિત મોદકનો થાળ મૂકવામાં આવ્યું, અને ચિત્રસેન તથા રત્નસારની પાસે વિષમિશ્રિત મેદોને થાળ મૂકવામાં આ. ચતુર રત્નસારે હસ્તની લાઘવ વિદ્યાવડે તે લાડુઓને સ્થાને પિતે સાથે લાવેલ માદક પીરસી દીધા, અને વિષમિશ્રિત મેદકે ગોપવી દીધા.કુમારને કઈ પણ બનાવની ખબર નહોતી. વિમાતા, પિતા, અન્ય પરિવાર તથા મિત્ર સાથે આનંદથી વાતચિત કરતા તે તે જમવા લાગ્યા. ભેજન પછી સુંદર સુગંધી તાંબુળ ખાઈને આનંદથી તેઓ બેઠા, અને વિમાતાએ કૃત્રિમ સનેહપૂર્વક વસ્ત્ર તથા આભૂષણ વિગેરેથી કુમારને બહુ સત્કાર કર્યો. પછી મિત્ર સહિત કુમાર પિતાના મહેલમાં પાછા