Page #1
--------------------------------------------------------------------------
________________
| શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમ : પ્રાતઃસ્મરણીય પ્રભુશ્રી રાજેન્દ્રસૂરીશ્વર
સદ્દગુરૂચી નમ : પૂ. મુનિશ્રી રાજવહલભજી વિરચિત શિયલમાહાસ્ય દર્શાવનાર
શ્રી ચિત્રસેન પદ્માવતી ચરિત્ર
ઉપદેશદાતા પૂ. ગુરૂણીજી શ્રી પુન્યથીજી મહારાજના શિષ્યા સાધ્વીજીશ્રી લલિતશ્રીજી મ. તથા સાધ્વીજીશ્રી હીરાશ્રીજી મ. સા.
અમદાવાદ
– પ્રકાશક := શ્રી રાજેન્દ્રસૂરિ સાહિત્ય પ્રકાશન મંદિર
વ્યવસ્થાપક:-શ્રી કાંતિલાલ પોપટલાલ સંઘવી
ઠે. રતનપોળ, હાથીખાના અમદાવાદ-૧
મૂ૯ય:- રૂા. ૧-૫૦ *
Page #2
--------------------------------------------------------------------------
________________
શ્રી શંખેશ્વર પાર્શ્વનાશાય નમ : પ્રાતઃસ્મરણીય પ્રભુશ્રી રાજેન્દ્રસૂરીશ્વર
સદ્દગુરૂસ્થા નમ :
પૂ. મુનિશ્રી રાજવલ્લભજી વિરચિત શિયલમાહાસ્ય દર્શાવવા
શ્રી ચિત્રસેન પદ્માવતી ચરિત્ર
*
* *
-: પ્રકાશક :શ્રી રાજેન્દ્રસૂરિ સાહિત્ય પ્રકાશન મંદિર
વ્યવસ્થાપક:-શ્રી કાન્તિલાલ પોપટલાલ સંઘવી
ઠે. રતનપોળ, હાથીખાના અમદાવાદ-૧
મૂલ્ય:- રૂા. ૧-૫૦
Page #3
--------------------------------------------------------------------------
________________
પ્રાપ્તિસ્થાન : શ્રી રાજેન્દ્રસરિ સાહિત્ય પ્રકાશન મંદિર, રતનપોળ, હાથીખાના, અમદાવાદન
વીસંવત ઃ ૨૫૦૦ રાજેન્દ્ર સંવત ઃ ૬૮
વ્રત :— ૧૩૦૦
વિક્રમ સવંત : ૨૦૩૦ સને. ૧૯૭૪
મુદ્રકઃ કાન્તિલાલ ડાહ્યાભાઇ પટેલ.
મંગલ મુદ્રણાલય રતનપેાળ અમદાવાદ–૧
Page #4
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના.
उपकारपरा धन्या, धन्या दानपरा नराः। परोपकारकरा धन्या, धन्याः शीलधरास्तथा ॥
“ઉપકાર પરાયણ પુરૂષોને, દાનમાં સર્વદા તત્પર રહેનારને, પારકાનાં કાર્યો કરી આપનારને, તેમજ ઉત્તમ શિયળ ધારણ કરનારાઓને હંમેશા ધન્ય છે–તેમનું જીવન જ સફળ છે.” - ધર્મશાસ્ત્રોનાં સિદ્ધાંતો બાળજીને હૃદયમાં ઉતારવા માટે પૂર્વ પુરૂષોએ ચારે અનુગમાં કથાનુગને પ્રથમ સ્થાન આપેલ છે. બીજા ત્રણે વેગ (૧) દ્રવ્યાનગ, (૨) ચરણકરણનુયોગ તથા (૩) ગણિતાનુયોગ કરતાં (૪) કથાનુગ સામાન્ય બુદ્ધિવાળાને પણ તરતજ અસર કરનાર નીવડે છે. નિતિનાં જે કંઈ નિયમે વાંચકનાં હૃદયમાં ઠસાવવા હોય તે ફક્ત ઉપદેશ આપવા કરતાં તે તે નિયમો આચરવાથી અને તેની આચરણ વખતે કસોટીમાંથી પસાર થનારાઓ આ ભવ અને પરભવમાં કેવી રીતે સુખસમૃદ્ધિ અને શાશ્વત સુખ પામે છે તે દષ્ટાંત દ્વારા બતાવવાથી તરત જ વાંચકના મન ઉપર અસર કરે છે, તદનુસાર વર્તવા તેની ઈચ્છા થાય છે, અને તે ઉત્તમ ગુણેને આચરીને ઉત્તમ સુખ અને મનની અપૂર્વ શાંતિ તે મેળવી શકે છે. આવા ઉચ્ચ ઈરાદાથી અનેક આચાર્યોએ અમુક ઉદ્દેશ ધ્યાનમાં રાખીને કથાઓ લખી છે, અને વાંચનારને સારી રીતે અસર કરનાર અને તે ગુણેનું આચરણ કરાવનાર તે
Page #5
--------------------------------------------------------------------------
________________
કથાઓ નીવડી છે. દરેક કથામાં દાન, શીલ, તપ અને ભાવ તેમાંથી કેઈ કઈ ગુણનું લક્ષય રાખેલ હોય છે, અને પ્રાંતે કર્તા તે ગુણની મહત્વતા સાબીત કરી દેખાડે છે.
સંસારમાંથી તારનાર આ ચારે ગુણે દાન, શીલ, તપ અને ભાવ દરેક મનુષ્ય સમજવા લાયક અને આચારમાં ઉતારવાલાયક છે. આ કથા ખાસ કરીને શિયળ ગુણને અનુલક્ષીને લખવામાં આવી છે, અને કર્તાએ તે વિષય ઉપર બહુ લંબાણથી વિવેચન નહિ કરતાં વાંચનારના લક્ષ્યમાં શિયળ માહા" તરત જ સમજમા આવી જાય તેવી રીતે તે ગુણનું વર્ણન, તે ગુણની પરીક્ષા અને તે ગુણથી થતી ફળ પ્રાપ્તિ
આ પુસ્તકમાં વર્ણવેલ છે. ગ્રંથકર્તાએ આખા ગ્રંથમાં ચિત્રસેન, પદ્માવતી અને રત્નસાર મંત્રીપુત્રની કથા વર્ણન વવા પ્રયત્ન કર્યો છે. મુખ્ય ઉદેશ, શિયળ માહાતમ્ય વર્ણન વવાને રાખેલ છે, પણ સાથે મિત્રનેહ, ધર્મ પ્રીતિ, શૌર્ય, ધીરજ, આપત્તિમાં કટી, પત્ની પ્રેમ, મિત્રપ્રેમ, પૂર્વભવનાં સંસ્કાર વિગેરે ગુણે બહુ સુંદર રીતે ચર્ચેલા છે, અને પ્રાંતે ધર્મ કરનાર, સંસાર ઉપર વૈરાગ્ય લાવનાર, સંસાર અસાર છે તે સત્ય રીતે સમજનારજ સુખી થાય છે, આત્મહિત સાધી શકે છે, અને સર્વ સ્થળે સુખ પ્રાપ્તિ કરે છે તે સચોટ રીતે આ નાના ગ્રંથમાં દેખાડેલ છે. ચિત્રસેન રાજકુમાર અને રત્નસાર મંત્રીપુત્ર છે, તે બંનેની મિત્રતા, મિત્રતાના પ્રસંગમાં અરસપરસનાં કાર્યો કરવાની તત્પરતા, અને ખાસ કરીને આપત્તિના પ્રસંગમાં બંનેએ ખાડેલી કાર્યદક્ષતા ખાસ અનુકરણ કરવા લાયક છે. રત્ન
Page #6
--------------------------------------------------------------------------
________________
સાર રાજહઠના પરિણામથી જ્યારે પાષણ તુલ્ય થઈ જાય છે તે વખતે પદ્માવતીના શિયળની કટી દેખાડી તે ગુણના પ્રતાપથી પથ્થર પણ ચેતનવંત થઈ જાય છે તે દેખાડવા ખાસ પ્રયત્ન કર્યો છે. આખી વાર્તા અને સાથે વર્ણવી દેખાડેલ ઉપદેશ વિગેરે ખાસ આકર્ષણ કરે તેવા અને વાંચવા લાયક છે.
આ કથાની સાથે પ્રસંગોપાત્ત પાંચ સુંદર દષ્ટાંતા પણ કર્તાએ દાખલ કરેલા છે (૧) જિનેશ્વર ભક્તિ તથા મહાભાગ્યનું ફળ દેખાડનાર મંગળકળશની કથા બહુ સુંદર રીતે કર્તાએ લખી છે. (૨) કષાયના કટુક વિપાક ઉપર મિત્રાનંદ-અમરદત્તની વિસ્તૃત કથા ખાસ વાંચવા લાયક છે. તેમાં પરસ્પર મિત્રો માટે સહન કરાતાં દુ:ખનું વર્ણન અસરકારક રીતે લખાયેલ છે, ભાવી કદિ ટળતું નથી તે વિચાર દર્શાવનાર મિત્રાનંદના મૃત્યુની હકીક્ત પણ ધ્યાન ખેંચે તેવી છે. (૩) બુદ્ધિના વૈભવ ઉપર જ્ઞાનગર્ભ મંત્રીની કથા ખાસ વિચારવા લાયક છે. ભાવી આપત્તિના જ્ઞાનથી બુદ્ધિને ઉપયોગ કરી આ મંત્રી આપત્તિ ટાળી શકે છે તે કથાને ભાગ વાંચતાં હૃદયમાં બુદ્ધિવાદ માટે આકર્ષણ થાય છે. (૪) ચેડાં પણ મર્મ કટાક્ષથી બેલાયેલ વાક્ય પછીના ભાવમાં પણ કેવી હેરાનગતિ કરે છે તે ઉપર અશકશ્રીનું દષ્ટાંત વચનગુપ્તિ સાચવવા પ્રેરણ કરે છે. (૫) દેવીનાં મોહનાં વાક્યોથી ભાવાથી જિનરક્ષિતનું મૃત્યુ અને તેવા મેહ ઉત્પન્ન કરાવે તેવાં શબ્દોને છોડીને ચાલ્યા જનાર જિનપાલિતે પ્રાપ્ત કરેલી
Page #7
--------------------------------------------------------------------------
________________
ત્રદ્ધિ-સિદ્ધિનું ઉપનય ઉતારવા દષ્ટાંત વાંચનારને વૈરાગ્ય અને વિશેષ ધર્મપરાયણતા તરફ દોરનાર છે.
આ પ્રમાણે નાના–મેટા પાંચ દષ્ટાંતે, તથા હંસહંસીના ભવનું ચિત્રસેન પદ્માવતીનું વર્ણન–વિગેરે બાબતોથી શણગારાયેલ આ પુસ્તક વાંચનારાઓને ખાસ નીતિ તથા ધર્મનાં સૂત્રોને ઉત્તમ પાઠ શિખવનાર છે. આ ગ્રંથ ઉપયોગી અને ખાસ મનનપૂર્વક વાંચવા લાયક, અનેક બાબતોને સૂચવનાર અને આદર્શજીવન ગાળવામાં સહાય આપનાર છે.
પ્રશસ્તિમાં લખ્યું છે તે પ્રમાણે આ ગ્રંથ વિ. સં. ૧૫૨૪ માં ગ્રંથકર્તાએ લખેલ છે. શીલતરંગિણ નામના શિયલવતના માહાભ્યને દર્શાવનાર ખાસ ઉત્તમ ગ્રંથ ઉપરથી ઉદ્ધરીને આ ગ્રંથ તેમણે લખેલ છે તેમ કર્તા જણાવે છે. આ ગ્રંથકર્તાનાં બીજા કોઈ ગ્રંથે પ્રસિદ્ધિમાં આવેલ નથી. અંદરની લખેલી કથાઓ બીજા પણ ગ્રંથમાં પ્રસિદ્ધ થયેલ છે, તેથી તે કથાઓ મૂળ ગ્રંથ ઉપરથી સહજ ફેરફાર સાથે જુદા જુદા કર્તાઓએ લીધી હોય તેમ જણાય છે.
પ્રાતે આ ભાષાંતરમાં તેમજ પંડિત એચ. બી. શાહે કરેલા પ્રફ સંશોધનમાં થયેલ ખલનાઓ માટે ક્ષમા યાચી શિયળ ગુણ આચરવા વાંચક બંધુ તથા બહેને વિજ્ઞપ્તિ કરી આ પુસ્તકની આ ટુંકી પ્રસ્તાવના સમાપ્ત કરવામાં આવે છે. સં. ૨૦૩૦ ] અક્ષય તૃતીયા ! કાન્તિલાલ પિપટલાલ સંઘવી
Page #8
--------------------------------------------------------------------------
________________
અનુક્રમણિકા.
વિષય.
પૃષ્ઠ, પ્રકરણ ૧ રાજા વીરસેન અને રાજપુત્ર ચિત્રસેન.
, ૨ અટવીમાં મંદિર અને તે તરફ પ્રયાણ. » ૩ મંદિરમાંની પુતળી ઉપર ચિત્રસેનને રાગ.
૪ ચિત્રસેનને પૂર્વભવ. ... , ૫ પદ્માવતી સાથે લગ્ન. ....... , ૬ યક્ષે વર્ણવેલ ભાવિ આપત્તિઓ. , ૭ ચિત્રસેન ઉપર આપત્તિ. , ૮ રાજા વીરસેનને વૈરાગ્ય.
••••••• , ૯ મંગળકળશની કથા. .......... , ૧૦ વીરસેન તથા વિમળારાણીએ લીધેલ દીક્ષા. ૬૧ [, ૧૧ સપને ઉપદ્રવ અને રત્નસારનું પત્થર
થઈ જવું. . •••••••••••• ૬૩ ,, ૧૨ રાજાને વિલાપ અને રત્નસારને
પાષાણમય મટાડવા કરેલા પ્રયત્ન. .... ૬૮ , ૧૩ પદ્માવતીનાં શિયળગુણની કસોટી અને
રત્નસારના વિદનેને નાશ. .... ૭૩ ,, ૧૪ ચિત્રસેનનું શૌર્ય, ઉદારતા તથા પરાક્ર. ૭૬ , ૧૫ પર્યક ઉપર તીર્થ પર્યટન.
૮૫
••••••••
૩૭
Page #9
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૬ કેવળી ભગવંતનું આગમન અને ઉપદેશ. ૮૭ , ૧૭ કષાયના કટુક વિપાક ઉપર
મિત્રાનંદ તથા અમરદત્તની કથા. .... - ૧૮ (મિત્રાનંદ-અમરદત્ત કથાંતર્ગત.)
જ્ઞાનગર્ભમંત્રીની કથા. ........ ... ૯૭ , ૧૯ મિત્રાનંદ-અમરદત્તની કથા. (ચાલુ) ૧૦૨ , ૨૦ અમરદત્ત-મિત્રાનંદ કથાંતર્ગત.
અશકશ્રીનું ચરિત્ર. ....... .... ૧૨૪ ૨૧ મિત્રાનંદના મૃત્યુની હકીક્ત. ..... ૧૨૬ , ૨૨ મિત્રાનંદ, અમાસ્ટર તથા રત્નમંજરીને
પૂર્વભવ. ... ... ...... ૧૩૦ છે ૨૩ અમરદત્ત-રત્નમંજરીનું દીક્ષા ગ્રહણ
અને ઉપદેશાત્મક કથા કથન. •. ૧૩૪ ૨૪ કથા ઉપસંહાર અને અમરદત્તનું
મેલગમન. • • ૧૪૪ ક ૨૫ ચિત્રસેન, પદ્માવતી અને રત્નસારે
કરેલ સંસારત્યાગ અને આત્મસાધના. ૧૪૬ - ૨૬ ઉપસંહાર તથા લેવા યોગ્ય ઉપદેશ. ૧૪૯
Page #10
--------------------------------------------------------------------------
Page #11
--------------------------------------------------------------------------
________________
પૂ. ગુરૂણીજી મહારાજશ્રી ભાવશ્રીજીના શિષ્યા પૂજય સાધ્વીજી શ્રી પુન્યશ્રીજી મસા.
જન્મ :– સં. ૧૯૫૭ ભેંસવાડા
દીક્ષા :- . ૧૯૭૭ ભેંસવાડા
સ્વર્ગવાસ :- ૨૦૦૬ ભાદરવા સુદ ૮ ભીનમાલ
Page #12
--------------------------------------------------------------------------
________________
॥ શ્રી નિનાય નમઃ || શિયલમાહાત્મય દર્શાવનાર
ચિત્રસેન
પદ્માવતીનું ચરિત્ર.
પ્રકરણ ૧ .
રાજા વીરસેન અને રાજપુત્ર ચિત્રસેન.
મગળાચરણ,
नत्वा जिनपतिमाद्य, पुंडरीकं गणाधिपं । शीलाल कार संयुक्तां, सार्या हि कथां ब्रुवे ॥
પ્રથમ તીર્થંકર શ્રી આદીશ્વર ભગવાન અને શ્રી શત્રુ ંજય મહાતીનું માહાત્મય દર્શાવનાર તેમના પ્રથમ ગણધર શ્રી પુડરીક સ્વામીને નમસ્કાર કરીને શિયલના આભૂષણુથી યુક્ત અને અત્યંત આશ્ચય ઉપજાવે તેવી એક મનેહર વાર્તા હું કહું છું.
આ જ ભરતક્ષેત્રમાં આવેલ કલિંગ નામના દેશમાં ધન ચિ. ૫. ૧
Page #13
--------------------------------------------------------------------------
________________
અને ધાન્યથી સંપૂર્ણ રીતે ભરેલ વસંતપુર નામનું એક સુંદર નગર હતું. આ નગરમાં ઘણા ઉંચા મહેલ અને ધનાઢય લેકેનાં આવાસે બંધાવેલા હતા અને કેને ક્રીડા માટે તે નગરમાં કુવા અને તળાવે તથા બગીચાઓ સારી સંખ્યામાં રચાવવામાં આવ્યા હતા. આખું નગર સુંદર અને આકર્ષક હતું, અને કુબેરની ઉપમાને ગ્ય ઘણું શ્રેષ્ઠીઓ તે નગરમાં વસતા હતા અને વ્યાપાર કરતા હતા. તે નગરમાં પ્રજાને પાળવામાં ચતુર, હમેશા પ્રજાનું જ સુખ જોનાર, પ્રજાના કલ્યાણમાં જ સર્વદા તત્પર, દાનેશ્વરી, શત્રુને દમ વામાં શુરવીર, દયાળુ અને આખા ભારત વર્ષમાં જેની કીર્તિ પ્રસરેલી હતી તે વીરસેન નામને રાજા રાજ્ય કરતા હતે. તે રાજા હમેશાં ધર્મકાર્યમાં પરાયણ રહેતે, ન્યાય આપવામાં તત્પર હતું અને લેકેના સુખની વૃદ્ધિ કેમ થાય તેને માટે આતુર હતું. તેને રૂ૫ તથા યૌવનથી શોભતી, શીલાલંકારથી વિભૂષિત, સતીઓમાં શિરામણું અને સૌભાગ્યાદિક ગુણેથી આનંદ પમાડતી રત્નમાળા નામની પત્ની હતી. તે રાજાને બહુ બુદ્ધિશાળી, વિનયમાં તત્પર, ન્યાય કાર્યમાં કુશળ, સુંદર આકૃતિવાળે, ચતુર, રાજના શ્રેયમાં અને રાજકાર્યમાં સર્વદા એક ચિત્તવાળે બુદ્ધિસાગર નામને એક મંત્રી હતું. તે રાજભક્તિમાં સદા પરાયણ હતે. રાજા વીરસેનને સદાચારમાં તત્પર, દાનેશ્વરી, અને શુરવીર ચિત્રસેન નામે એક પુત્ર હતું, અને મંત્રી બુદ્ધિસારને રત્નની જેવી કાંતિવાળે સર્વ શાસ્ત્રો તથા સર્વ વિદ્યામાં
Page #14
--------------------------------------------------------------------------
________________
નિપુણ, સુશીલ અને સત્ય પ્રતિજ્ઞાવાળ રત્નસાર નામે એક પુત્ર હતું. રાજપુત્ર ચિત્રસેન અને મંત્રીપુત્ર રત્નસારને અરસપરસ અત્યંત સ્નેહ બંધાયેલ હતા; બંને પરમ મિત્ર થઈ ગયા હતા, અને બપોરની છાયાની જેમ બને ગુણવાન હોવાથી–ગુણનું આકર્ષણ થવાથી આ બંનેની પ્રીતિ હમેશાં વધતી જતી હતી.
બંને મિત્રો રાજપુત્ર અને મંત્રીપુત્ર આનંદથી સાથે ક્રીડા કરતા હતા અને શાસ્ત્રાધ્યયન તથા શાસ્ત્રોકીમાં સમય પસાર કરતા હતા, તેવામાં એક વખતે સભામાં બેઠેલ વીરસેન રાજા પાસે આખી નગરીના લોકે–પ્રજાજને આવ્યા અને નમસ્કાર કરી તેની સમક્ષ ઉભા રહ્યા. મહાજન સમસ્તને કુશળ સમાચાર પૂછીને સન્માનપૂર્વક આવવાનું કારણ રાજાએ પૂછ્યું. તેમાંથી એક અગ્રેસરે રાજાને ફરીવાર નમસ્કાર કરીને કહ્યું કે–“મહારાજ ! તમે આજ સુધી પ્રજાને પુત્રની જેમ પાળી છે, અને અમે આનંદથી અમારે વ્યાપાર કરવામાં જ તત્પર રહીને અમારો સમય આનંદથી પસાર કરીએ છીએ, પણ હાલમાં તમારી પ્રજાને શેડો સંતાપ ઉત્પન્ન થયેલ છે. રાજકુમાર ચિત્રસેન ખરેખર બુદ્ધિશાળી અને કામદેવની જેવા રૂપવાનું છે, તેઓ ઈચ્છાનુસાર આખા નગરમાં દિવસ અને રાત્રીના સમયે ફરે છે. તેમના મને હર અને આકર્ષક રૂપથી ખેંચાઈને આખા નગરની સ્ત્રીઓ તેઓનું ગૃહકાર્ય છોડી દઈને અને કાર્યની ઉપેક્ષા કરીને તેમની પછવાડે. તેમનું રૂપ જેવા ગાંડાની જેમ દોડાદોડ કરે છેતેથી અમારૂં ગૃહકાર્ય
Page #15
--------------------------------------------------------------------------
________________
બગડે છે. બાળક રૂદન કર્યાં કરે છે અને અમારે હેરાનગતિ ભાગવવી પડે છે, તેથી આપને નમ્રતા પૂર્વક વિન ંતિ કરવાની કે આપે ચિત્રસેન રાજકુમારને સાવધાનતા પૂર્વક રાજમહેલમાં જ રાખવા અને રક્ષણ કરવું. રત્નને સાચવી રાખવામાં અવશ્ય પ્રયત્ન કરવા પડે છે. કહ્યુ` છે કે:यस्मिन् कुले यः पुरुषः प्रधानः, स एव यत्नात् परिरक्षणीयः । तस्मिन् विनष्टे हि कुलं विनष्ट, न नाभिभंगे ारका वहति ॥
“ જેના કુળમાં જે પુરૂષ મુખ્ય હાય-અગ્રેસર હાય તેનું સારી રીતે રક્ષણ કરવું, કારણ કે તેના નાશ થવાથી આખા કુળના નાશ થાય છે, ગાડાનાં પૈડાના આરા તેને વચલે ભાગ ભાંગી જવા પછી ગાડીને વહન કરી શકતા નથી.’ આ પ્રમાણે પ્રજા જનની વિનંતિ સાંભળીને રાજાએ મનમાં વિચાર કર્યાં કૈ:- ધન અને યૌવનના મઢ તજી સ્વકાર્ય માં રક્ત રહે તેજ ખરેખરા ધન્ય કૃતકાય છે. જે પુત્ર પ્રજાને ઉદ્વેગ કરનારા થાય તે પુત્રનુ' શુ' પ્રત્યેાજન ? તેવા પુત્ર ન હેાય તે પણ શું અયુક્ત ગણાય ? જે સુવણ થી કાન ત્રુટી જાય તે સુવણું શા કામનું...” આ પ્રમાણે વિચાર કરીને રાજાએ કુમારને કોપપૂર્વક નગર છેાડી જવાના હુકમ કર્યાં. અચાનક કોઇ પણ કારણની ખખર પડયા વગર આવા દેશવટો મળવાથી કુમારને મહુ ખેદ થયા. ‘રાજા પણ વિધિની જેમ મનુષ્યાનું શુભ કે અશુભ હુકમથી કરી શકે છે.’
Page #16
--------------------------------------------------------------------------
________________
પિતાની આજ્ઞા માથે ચઢાવીને તરતજ ચિત્રસેન કુમાર હાથમાં ખડૂગને ધારણ કરીને માતાને નમસ્કાર કરી તેની દેશાટનમાં જવાની રજા લઈને મિત્ર રત્નસારને મળવા અને તેની રજા લેવા મંત્રીના ઘર તરફ ચાલ્યેા. છેટેથી જ ઉદ્વિગ્ન મનવાળા રાજપુત્રને આવતા દેખીને મંત્રીપુત્રને આશ્ચય લાગ્યું અને વિસ્મય ચિત્તપૂર્વક આ પ્રમાણે ઉદ્વેગ થવાનુ કારણ તેણે મિત્રને પૂછ્યું. શા માટે તારે દેશાટન જવુ પડે છે વિગેરે આગ્રહપૂર્વક તેણે પૂછ્યું, અને મનમાં જે કાંઈ શલ્ય હાય તે કાઢી નાંખવા સૂચવ્યું. મિત્ર લક્ષણ વર્ણવતા એક પડિતે કહ્યું છે કે:—
ददाति प्रतिगृह्णाति, गुह्यमाख्याति पृच्छति । भुक्त भोजयते नित्यं षड्विधं प्रीतिलक्षणं ॥
“ દેવું અને લેવું, છાની-ગુપ્ત હકીકત કહેવી અને પૂછવી, હંમેશાં ખાવુ. અને ખવરાવવું. આ છ મિત્રતાનાં-પ્રીતિનાં લક્ષણ્ણા છે. મિત્રના ખરા હિતકર્તા અને હિત સમજનાર હાય તેણે પેાતાના મિત્રને ખાનગીમાં પણ વૃત્તાંત જાણી તેના ઉપાય કરવા જોઈએ. વળી ખરી મિત્ર તા પ્રત્યક્ષ કાર્યમાં શુરૂની જેમ સલાહ અને શિક્ષણ આપે છે, ખાનગી કાર્ય માં અધુની જેમ એક ચિત્તથી વર્તે છે, કાં આવે ત્યારે નાકરની જેમ ખરા દિલથી કાય કરવા મ`ડી જાય છે, અને મિત્રને પત્નીના વિરહ થાય ત્યારે પુત્રની જેમ તેની પ્રતિપાલના કરે છે. આ સાચા મિત્રનાં લક્ષણ છે.
Page #17
--------------------------------------------------------------------------
________________
૬
મ’ત્રીપુત્ર રત્નસારે ચિત્રસેનને આગ્રહપૂર્વક ઉદ્વેગનુ કારણ પૂછવાથી તેણે પિતા પાસે રાજદરબારમાં બનેલી હકીકત કહી સંભળાવી અને દેશાટનમાં જવાને પિતાના હુકમ અને પેાતાના નિણૅય જણાવ્યેા. આ બધી હકીકત સાંભળીને રત્નસારે કહ્યું કેઃ–“ મિત્ર! તારા વિના હું એક ક્ષણ પણ જીવી શકું તેમ નથી. આપણાં દેહ જુદાં જુદાં છે, પણ જીવ ખનેના એકજ છે, તેથી મારા તે નિશ્ ય છે કે સુખ કે દુઃખ જે કાંઈ આવી પડે તે જીવિત પર્યંત મારે તારી સાથે જ સહન કરવાનુ છે. તેથી ‘ જ્યાં તું ત્યાંજ હું’ તેમ નિશ્ચયપૂર્વક સમજજે. દેશાટનમાં જ્યાં તારે જવાની ઈચ્છા હાય ત્યાં હું અવશ્ય તારી સાથેજ આવીશ.” આ પ્રમાણે અતિશય આગ્રહ કરીને મ`ત્રીપુત્ર પણ તેની સાથે ચાલવા તૈયાર થઈ ગયે, અને અન્ને મિત્રો તે નગર છેડીને ચાલી નીકળ્યા.
પ્રકરણ ૨ જી
×
અટવીમાં મદિર અને તે તરફ પ્રયાણુ
અવિલંબ પ્રયાણ વડે ચાલતાં તે `ને મિત્રો રાજકુમાર અને મ`ત્રીપુત્ર સંધ્યા સમયે એક ગાઢ અને ભયંકર અટવીને વિષે આવી પહાંચતાં એક વ્હાટા વૃક્ષ નીચે આરામ લેવા માટે અને રાત્રી પસાર કરવા તેએ અને બેઠા, માન
Page #18
--------------------------------------------------------------------------
________________
પ્રવાસથી તથા શ્રમ લાગવાથી રાજપુત્રને તરત જ નિદ્રા આવી ગઈ. અને રત્નસાર તેની રક્ષા કરવા તેની પાસે હાથમાં ખગ ધારણ કરીને જાગતા બેઠા. તે વખતે દૂરથી તેણે કિન્નરની સ્ત્રીઓના ગાયનના અવાજ સાંભન્યા. એટલે તરત તેણે ચિત્રસેનને જગાડયા. ચિત્રસેન ખાળપણથીજ બહુ કૌતુકપ્રિય હતા, આશ્ચય કારક ઘટનાએ જોવામાં તેને બહુ પ્રેમ હતા, તેથી જે દિશાએથી સ‘ગીતના અવાજ આવતા હતા તે દિશા તરફ જવા તેણે મિત્રને આગ્રહ કર્યાં. તેણે મિત્રને કહ્યું કે:- હું આ કૌતુક જોવા જાઉ છુ. અને તું અત્રે શાંતિથી એસજે. ’ મિત્રે તેને એકલા જવા દેવાની ના પાડી પણ વળી ‘ક્ષત્રિયને ભય શે?” તેમ કહી તેણે તે દિશા તરફ જવાના આગ્રહ ચાલુ રાખ્યો, તેથી છેવટે અને મિત્રો તે દિશા તરફ ચાલ્યા. અનુક્રમે ચાલતાં તેઓએ તે વનના મધ્યભાગમાં એક સુંદર શ્રી યુગાદિદેવનું મંદિર જોયું, અને તે મંદિરના ગર્ભગૃહમાં અનેક દેવ-દેવીઓ તથા કિન્નરાના વંદને `પૂર્ણાંક પ્રભુની ભક્તિ કરતાં તેઓએ જોયાં. તે સ્થળે તેએ અષ્ટાનિકા મહેાત્સવ કરતા હતા, અને દેવીએ નૃત્ય કરતી હતી અને મધુર સ્વરવડે જિનેશ્વર ભગવાનના ગુણગાન કરતી હતી. જિનેશ્વર ભગવાનને નમસ્કાર કરીને અનં વિધિપૂર્વક તેમની સ્તવના કરીને અને મિત્રો આનંદ પૂર્વક દેવાંગનાઓના નાચ જોતાં અને ગાયના સાંભળતાં મંદિરના મ`ડપમાં બેઠાં, અનુક્રમે દેવ-દેવીએ પ્રભુની ભક્તિ કરીને વિસર્જન થઈ.
Page #19
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૩ જું
મંદિરમાંની પુતળી ઉપર ચિત્રસેનનો રાગ.
મંડપમાં બેઠેલા તે મિત્રોએ આસપાસ જોતાં અને ઉપરનાં ભાગમાં નજર કરતાં દેવાંગના જેવી અતિમનેહર, સુંદર આકારને ધારણ કરવાવાળી એક આકર્ષક પુતળી તેઓએ જોઈ તે કાષ્ટની પુતળીને જોતાંજ રાજકુમાર ચિત્રસેન તે પુતળીનાં રૂપ ઉપર મેહ પામે અને તેને મૂછ આવી ગઈ શિપચાર કરીને રત્નસારે તેની મૂછ દૂર કરી અને સાવધાન કર્યો. પછી આવી રીતે અચાનક મૂછ આવવાનું કારણ તેણે તેને પૂછયું. તે સાંભળીને ચિત્રસેને કહ્યું કે “મને મૂછ આવવાનું કારણ આ પુતળી છે. આ પુતળીનું રૂપ જોતાં મને તેના ઉપર અત્યંત મેહ થયે છે, તેથી આ પુતળી કઈ સ્ત્રીના રૂપ અનુસાર બનાવેલી છે તેની તાકીદે તપાસ કરે, અને જે સ્ત્રીના રૂપ અનુસાર આ પુતળી બનાવી હોય તે સ્ત્રીને મારે અવશ્ય પરણવું છે, તેની સાથેજ મારે લગ્ન કરવા છે. તે સ્ત્રી સાથે મારાં લગ્ન નહિ થાય તે હું કાષ્ટભક્ષણ કરીશ.” રત્નસાર આ હકીકત સાંભળીને મિત્રનાં દુખથી બહુ દુઃખી થયે. અને તેણે કહ્યું કે:-“બંધુ! આ તારું કાર્ય અને તારા વિચારની સફળતા આકાશના પુષ્પની જેમ સુદુષ્કર છે. કારણ કે આ પુતળી કેની બનાવેલી છે અને
Page #20
--------------------------------------------------------------------------
________________
કેણે બનાવી છે તે આ અટવીમાં કશું કહેવા સમર્થ છે? માટે આ આગ્રહ છોડી દે અને દેશાટન કરવા માટે આપણે ધારેલ ઈછા પાર પાડવા આગળ વધવું જોઈએ.” ૨સારને અતિશય આગ્રહ છતાં રાજહઠ હેવાથી રાજપુત્ર કઈ રીતે સમજે જ નહિ, અને તે પુતળીને અનુસાર રૂપવાળી સ્ત્રીને પરણવાને આગ્રહ ચાલુ રાખ્યું. સૂર્યોદય થયે ત્યારે પણ રાજપુત્રે પિતાને આગ્રહ ચાલુ રાખે, અને તે સ્થળ છોડીને ચાલવાની સ્પષ્ટ ના પાડી. તે વખતે રાજપુત્રના પુન્યાગથી એક ચાર જ્ઞાન ધારણ કરવાવાળા મુનિમહારાજ મંદિરમાં દર્શનાર્થે પધાર્યા. આદીશ્વર ભગવાનની મૂતિને નમસ્કાર કરીને તેઓ બહારના મંડપમાં બીરાજ્યા, એટલે અને મિત્રોએ તે મુનિ મહારાજને વંદના કરી, અને વિનયપૂર્વક અંજળી જેડીને તેઓ તેમની સન્મુખ બેઠા. મુનિ મહારાજે પણ અવસરચિત તેમને દેશના આપી, દેશના પૂર્ણ થયા પછી રત્નસાર મંત્રીપુત્રે મુનિમહારાજને ફરીવાર પ્રણામ કરીને પૂછ્યું કે “મહારાજ! આ મંડપમાં રહેલ આ પુતળી સૂત્રધારે મન કલ્પિત ઘડેલી છે, કે કઈ સુંદરીના રૂપને અનુસરીને ઘડેલી છે ? અને કઈ સ્ત્રીને રૂપને અનુસરીને ઘડેલી છે? તે કૃપા કરી જણાવે.” મુનિમહારાજે આ પ્રશ્ન સાંભળીને કહ્યું કે –“વત્સ ! કર્ણને સુખ આપનાર આ પુતળીનું અદ્ભુત વૃત્તાંત તમે સાંભળે.”
ધન ધાન્યથી ભરપુર, કંચનપુર નામનું એક સુંદર નગર છે, તે સ્થળમાં ચાર વર્ણના લકે સુખેથી રહેતા હતા,
Page #21
--------------------------------------------------------------------------
________________
અને કંચન-મણિ તથા ધાન્યધનાદિથી ભરપુર હતા. તે નગરમાં વિશ્વકમાંના અવતાર જે ગુણ નામને એક સુતાર રહેતું હતું, અને ગુણશ્રી નામે તેને પત્ની હતી. તેને ધનદેવ, ધનસાર, ગુણદેવ, ગુણાકર અને સાગર નામના કળાના સમુદ્ર જેવા અને ઉત્તમ ગુણોથી અંકિત થયેલા પાંચ પુત્રો હતા. આ સર્વે પુત્રોને તે દેશની ને કાળની રીતિ અનુસાર તેણે અભ્યાસ કરાવ્યું હતું, અને બધાને પરણાવીને યોગ્ય ઉંમરે બધાને જુદા કર્યા હતા.
આ પાંચે બંધુઓમાં નાનભાઈ સાગર હતું તે મહા વિચક્ષણ અને બુદ્ધિશાળી હતા, અનેક જાતની કળાએ કેળવી શકે તે હેતે, સત્ય અને પ્રમાણિકપણાથી શેલતે અનેક ગુણેથી ભરપુર હતું અને હમેશાં જૈન ધર્મમાં રક્ત હતા. તેને મધુર બેલનારી, પતિના ચિત્તને જ અનુસરનારી સત્યવતી નામની પત્ની હતી. તે સમયે પદ્મ પુર નગરમાં પદારથ નામે રાજા હતું, તેને પદ્મશ્રી નામે પત્ની-રાણી હતી, અને તેમને પદ્માવતી નામે એક પુત્રી હતી. તે પુત્રી અનેક ગુણેથી શોભતી હતી. વિદ્યાવડે સાક્ષાત્ સરસ્વતી જેવી દેખાતી હતી, અને અનેક કળાઓમાં કુશળ હતી, અને યૌવનવય પ્રાપ્ત થતાં અતિ મનોહર આકર્ષક રૂપવાળી તે જણાતી હતી. એક વખતે રાજસભામાં આવેલી તે રૂપવંતી પુત્રીને યૌવનવય પ્રાપ્ત થયેલી દેખીને રાજાને તેને માટે યેગ્યવર પ્રાપ્ત કરવાની ચિંતા થઈ કુલ, શીલ, વય અને દેહથી
૧. નવી નવી વસ્તુઓ અને યંત્રો બનાવવામાં કુશળ
Page #22
--------------------------------------------------------------------------
________________
આ કન્યા જે લાયક હોય તેવા કેઈ ઉત્તમ પુરૂષને આ પિતાની સુતા આપવાને તે વિચાર કરવા લાગ્યા.
પુત્રીના અનેક ગુણે અને વિદ્યા તથા કળા વિગેરેથી રંજિત થયેલા પઘરથ રાજા જુદા જુદા સ્થળના યેગ્ય ઉંમ૨ના રાજપુત્રોના ચિત્રો આલેખાવીને રાજપુત્રીને દેખાડવા લાગ્યું. આ પ્રમાણે ઘણા રાજકુમારોનાં રૂપે પદ્માવતીને દેખાડયા, સેંકડે રાજપુત્રોનાં ગુણે તેની પાસે વર્ણવ્યાં, પરંતુ કેઈનાં રૂપ કે ગુણ રાજપુત્રીને પસંદ આવ્યા નહિ-કેઈન રૂપ કે ગુણેથી રાજપુત્રીનું મન આકર્ષાયું નહિ. આ પ્રમાણે થવાથી પુત્રીની આવી પ્રકૃતિથી રાજા ઘણે દુઃખી થયા, અને આખી રાજસભા અને આખે પરિવાર પણ ચિંતા યુક્ત થઈ ગયે.
આ અવસરે શાંતિનાથ ભગવાનની યાત્રા કરવા માટે કંચનપુરમાં રહેનાર તે સાગર નામને સુતારપુત્ર પિતાની પત્ની અને મિત્રાદિના પરિવાર સહિત પદ્મપુર નગરમાં આવ્યો. શાંતિનાથ ભગવાનની વિધિપૂર્વક પૂજા કરીને તે ભાવપૂજામાં અનેક જાતના તેત્રોવડે ભગવાનની સ્તવના કરતું હતું. તે વખતે સખીઓના પરિવારથી પરવારેલ રાજપુત્રી પદ્માવતી પણ તે મંદિરમાં આવી. પુરૂષ ઉપર રાજપુત્રીને દ્વેષ થયા હતે, તેથી તે જિનમંદિરમાંથી સર્વે પુરૂષને તેની સખીએએ દૂર કર્યા, અને ત્યાર પછી રાજપુત્રીએ મંદિરમાં પ્રવેશ કર્યો. બધા પુરૂષે રાજભયથી દૂર ચાલ્યા ગયા, પણ તે સાગર કુતૂહલવડે તે રાજપુત્રીને જેવા જિનમંદિરમાં એક સ્થળે
Page #23
--------------------------------------------------------------------------
________________ સંતાઈ ગયે, અને તેણે રાજપુત્રીને બરાબર નિહાળી તેના અદ્ભૂત મનહર રૂપથી તે તેના ઉપર મેહિત થયે, તેનું ચિત્ત તેના તરફ આકર્ષાયું અને તેણે વિચાર્યું કે “આ તે શું કિન્નરી હશે ? કે નાગકન્યા હશે ? કે વિદ્યાધરી હશે ? આવું સુંદર રૂપ મનુષ્ય સ્ત્રીમાં હોય તે ખરેખર આશ્ચર્ય છે. આવા ઉત્તમ રૂપ અને ગુણવાળી છતાં આ કન્યા કેવી રીતે આવા દોથી દૂષિત થઈ પુરૂષ પ્રેષિણી તે કેમ થઈ હશે ? તેના બધા ગુણે નિરર્થક થઈ ગયા છે. કહ્યું પણ છે કે - यथा दिनं विना सूर्य, विना दीपेन मंदिरं / यथा कुलं विना पुत्रं, तथा नाथं विना स्त्रियः // “જેવી રીતે સૂર્ય વિના દિવસ, દીપક વિના ઘર અને . પુત્ર વિના કુળ શેભતું નથી, તેવી રીતે નાથ-પતિ વગર સ્ત્રી શેભતી નથી.” આ પ્રમાણે ખાનગીમાં છુપાઈ રહેલ સાગર વિચાર કરતે હત, તે વખતે શ્રી શાંતિનાથને નમસ્કાર કરીને રાજપુત્રી પિતાના સખીવૃંદની સાથે ગૃહ તરફ ગઈ. પછી શાંતિનાથની ભક્તિ કરીને, અને યથાશક્તિ સંઘની પૂજા કરીને સાગર કૃતકૃત્ય થઈને યાત્રા પૂર્ણ કરી પિતાને ગામ પાછો આવ્યે. આ સાગર બહુ કુશળ સૂત્રધાર હતું. તેણે સ્વદેશમાં
Page #24
--------------------------------------------------------------------------
________________
૧૩
આવીને કૌતુકથી પદ્માવતીના રૂપના અનુસારજ એક સુંદર કાષ્ટની પુતળી બનાવી, અને આ સ્થળે તેણે તેને સ્થાપન કરી.”
આ પ્રમાણે તે પુતળીના વૃત્તાંત સાંભળીને રાજપુત્રને તે રાજપુત્રી તરફ ક્રીથી પણ બહુ મેહુ થયા, અને મૂર્છા આવવાથી તે ફરીથી ભૂમિ ઉપર પડી ગયા. શિતે પચારથી તે સચેતન થયે, ત્યારે તેના દુઃખથી રત્નસાર પણ બહુજ દુ:ખી થયા, અને તેણે મુનિમહારાજને ફરીથી પૂછ્યુ કેઃ— મહાત્મન્ ! આ મારા મિત્રને આ પુતળી દેખવાથી મૂર્છા આવી ગઈ, અને તે ભૂમિ ઉપર પડી ગયા તેનું શું કારણ ? તે આપ કૃપા કરીને જણાવે. મને આ બનાવથી બહુ આશ્ચર્ય લાગ્યું છે. એક કાષ્ટની પુતળી દેખીને મૂર્છા આવી જાય તે મહા ચમત્કારી હકીકત છે, તેા તેનું કારણુ જણાવી મારા મનમાં રહેલ સદેહ દૂર કરવા કૃપા કરો.” આ પ્રમાણેની વિનતિ સાંભળીને મુનિમહારાજ અમૃત જેવી મીઠી વાણીવડે મેલ્યા કે:-વત્સ ! તારી ઈચ્છા છે તા સાંભળ-પૂર્વભવમાં જે બનાવ તારા મિત્રના સંબંધમાં અન્ય છે તે ખરાખર હું તને કહી સ ંભળાવું છુ.”
Page #25
--------------------------------------------------------------------------
________________
૧૪
પ્રકરણ ૪ થું.
ચિત્રસેનને પૂર્વભવ.
ક, કલહથી કીડા કરતા તે
આ ભરતક્ષેત્રના દ્રવિડ દેશમાં ચંપાનગરીની નજીકમાં એક બહુ સુંદર ચંપકવન હતું. તે વનમાં ચપ, અશેક, પુન્નાગ, લવંગ, અગર, ચંદન, સહકાર વિગેરે અનેક પ્રકા૨નાં વૃક્ષો ઉગેલાં હતાં, તે વનની અંદર સુંદર મીઠા પાણીથી ભરેલ, આસપાસ પગથીઆથી શેભતું એક સુંદર સરોવર હતું. તે સરોવર કમળનાં પુષ્પ સમૂહથી અલંકૃત હતું. વળી તે સરોવરમાં હંસ, કલહંસ, ચક્રવાક, બગલા, સારસ વિગેરે અનેક જાતનાં પક્ષીઓ આનંદથી ક્રીડા કરતા હતા. એક વખતે કેઈ એક મોટો સાર્થવાહ ફરતે ફરતે તે સરોવરની નજીક આવ્યો, અને પિતાના સાર્થની સાથે ત્યાં તેણે પડાવ નાંખે. તે સુંદર સરોવરમાં સ્નાન કરીને સાથે રહેલ જિનેશ્વરનાં બિંબની યથાવિધિ પૂજા કરીને જોજનને સમય થતાં “જે કઈ અતિથિ મળી જાય તે તેને જમાડીને જમું” તેવી ઈચ્છાથી દિશાનું અવલોકન કરવા લાગ્યા. સરે. વરના તટ ઉપર ઉભા રહીને તે શુભભાવથી આસપાસ જેવા લાગે, તે સમયે તેના મહાપુન્યથી આકર્ષાઈને એક માસક્ષમણ કરનાર મહામુનિરાજ પારણા નિમિત્તે તે સ્થળે
Page #26
--------------------------------------------------------------------------
________________
આવ્યા. તેમને દેખીને હર્ષથી ઉભરાઈ જતા હૃદયવડે તે સાર્થવાહે તેમને ભિક્ષા માટે આમંત્રણ કર્યું અને તે ઉત્તમ મુનિમહારાજને પ્રાસુક અન તેણે ભક્તિપૂર્વક વહેરાવ્યું. તે વખતે એક હંસ-હંસલીનું જોડલું પાસેના વૃક્ષ ઉપર બેઠેલા હતું, તેણે તે સાર્થેશથી અપાતા દાનની મનમાં બહુ અનુમેદના કરી, અને તેવા શુભ ભાવવડે તે બંનેએ મોટું પુન્ય ઉપાર્જન કર્યું. તેજ વનમાં એક મોટું વડનું ઝાડ હતું, તે વૃક્ષ ઉપર તે હંસ–હંસીએ હંસીને પ્રસૂતિ સમય નજીક હોવાથી એક માળે બાંધે, અનુક્રમે તે હંસીએ બે બાળકોને જન્મ આપે. પરમ સનેહથી યુક્ત તે બંને હંસ હંસી તેમને અહર્નિશ પિષતા હતા. એક વખતે તે વનમાં અંદર અંદર વૃક્ષે ઘસાવાથી સર્વને બાળી નાંખે તે, મહા ભયંકર દાવાનળ ઉત્પન્ન થયે. તે દાવાનળના તાપથી આકુળ વ્યાકુળ થઈ જઈને હંસે હંસીને કહ્યું કે –“હું બંને બાળકેની રક્ષા કરૂં છું. તું તાકીદે જઈને પાણી લઈ આવ.” તે સાંભળી હંસીએ કહ્યું કે “હું બાળકેની રક્ષા કરીશ, તમે જઈને જલદી પાણી લઈ આવે. બાળકના પાલનમાં જેવી માતા સમર્થ હોય છે તેના પિતા હોતા નથી.” આ પ્રમાણે હંસીનાં વચને સાંભળીને સનેહથી આદ્ર થયેલ ચિત્તવાળે હંસ તુરત જ સર્વને માટે પાણી લેવા ગયે, અને એક સરોવરમાંથી ચાંચમાં પાણી ભરીને આવતું હતુંપરંતુ દાવાનળથી તેને આવતાં કાંઈક ઢીલ થઈ ત્યારે હંસી અત્યંત તાપથી તુષિત થયેલ હોવાથી વિચારવા લાગી કે –“અહો
Page #27
--------------------------------------------------------------------------
________________
હંસ તદ્દન સનેહ વગરને અને બીકણ છે. તે મને તથા બાળકને મૂકીને કયાં ચાલ્યા ગયે? ખરેખર પુરૂષે બધા નિર્દય અને ક્રૂર હૃદયવાળા હોય છે. તેઓ પિતાને જીવ બચાવવા સ્નેહ કે નેહીની પણ દરકાર કરતા નથી. તેઓ બહુ સ્વાથી હૃદયવાળા હોય છે. હંસ અમને છોડીને ચાલ્યો ગયે તે સામું જોવા પણ આવતું નથી.” આવા અશુભ અધ્યવસાય તેને વર્તતા હતા, અને પુરૂષ જાતિ ઉપર તેને દ્વેષ થયું હતું, તે સમયે દાવાનળને અગ્નિ તે વટવૃક્ષની નજીક આવી ગયે, અને અપત્ય નેહથી ખેંચાયેલ તે હંસી તથા તેનાં બાળકે અગ્નિમાં બળી ગયા. મુનિ મહારાજને આપેલ દાનની અનમેદનાથી તે હંસીએ મનુષ્યભવ પ્રાપ્ત કર્યો અને ત્યાંથી મરીને રત્નપુર નગરમાં પધરથ રાજાની પદ્મશ્રીની કુક્ષિમાં તે પુત્રીપણે ઉત્પન્ન થઈ.
હંસ સરોવરમાંથી જળને ગ્રહણ કરીને તે વૃક્ષની પાસે આવ્યું, ત્યારે તેણે બાળક સહિત હંસીને મૃત્યુ પામેલી દેખી. પત્નીનું મૃત્યુ તેને દુસહ લાગ્યું, બાળકના નેહથી તેને અત્યંત ખેદ થયે, અને તે જ ક્ષણે સ્નેહથી ખેંચાઈને હદયમાં આઘાત થવાથી તે મૃત્યુ પામ્યા, અને તેજ સ્થળે દાવાનળની અગ્નિમાં પડીને બળી ગયે. તે પણ મુનિ મહારાજને અપાયેલ દાનની અનુમોદનાથી મનુષ્ય થયે, અને શુભ પુન્યયોગે તે ચિત્રસેન રાજપુત્ર થયે.
ગતભવમાં સંબંધમાં આવેલ જીવને દેખીને મેહ
Page #28
--------------------------------------------------------------------------
________________
નીય કર્મના પરિણામે પૂર્વનાં અભ્યાસથી મન તેના તરફ ખેંચાય છે. આ પ્રમાણે હોવાથી ચિત્રસેનનું મન તેની પૂર્વ ભવની પત્ની તરફ આકર્ષાયું છે. આ પ્રમાણે પૂર્વભવને વૃત્તાંત સાંભળીને ચિત્રસેનને તરતજ જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. પિતાને પૂર્વભવ તેણે દીઠે, મુનિએ કહ્યું તદનુસાર સર્વ અનુભવ્યું અને હાથમાં રહેલ આમળાની જેમ સર્વ વૃત્તાંત તેને દષ્ટિગોચર થા. મુનિમહારાજને તેણે પુનઃ પુનઃ પ્રણામ કર્યા અને કહ્યું કે –“હે ઉપકારી મુનિરાજ ! આપે કહેલ બધી હકીક્ત બરોબર સત્ય છે. મારા પૂર્વભવમાં તેજ પ્રમાણે બનેલ છે, આપે આટલી કૃપા કરી તે વિશેષ કૃપા કરીને આપ જણાવે તે મારી પ્રિયા મને મળશે કે નહિ? અને મળશે તે કેવી રીતે મળશે?” મુનિ મહારાજે કહ્યું કે-“હાલ તો તે તેના પિતાને ઘેર રહે છે, પણ તે પુરૂષષિણી થઈ ગઈ છે. કઈ પણ પુરૂષનું નામ સુદ્ધાં તેને રુચતું નથી.” પુરૂષષિણી થવાનું ચિત્રસેને કારણ પૂછ્યું, તેના ઉત્તરમાં મુનિએ કહ્યું કે-પૂર્વભવને વૃત્તાંતજ આ બાબતમાં કારણભૂત છે. જ્યારે હંસીના ભવમાં તે દાવાનળથી બળી મરી ત્યારે તેણે વિચાર્યું હતું કે અહે! હંસ કે રવાથી મારા અને બાળક ઉપરના સ્નેહને છેડી દઈને પોતાને જીવ બચાવવા હંસ સ્વાથી થઈને ચાલ્યા ગયે. અહે! પુરૂષપણને ધિક્કાર છે !” આ પ્રમાણે પુરૂષ તરફ ગતભવમાં થયેલ શ્રેષને પરિણામે તે આ ભવમાં પુરૂષÀષિણી થઈ છે. તેના આવા વર્તનથી તેના માતાપિતાને અત્યંત સંતાપ થાય છે, પણ ચિ. ૫. ૨
Page #29
--------------------------------------------------------------------------
________________
તેઓને તેમાં કાંઈ ઉપાય ચાલતું નથી. તમારે મેં કહેલ પૂર્વભવને આ વૃત્તાંત એક ૫ટ ઉપર આળેખીને તેને દેખાડશે, એટલે તેને પુરૂષ ઉપરનો છેષ નાશ પામી જશે અને તે તમને અવશ્ય પરણશે.” આ પ્રમાણે કર્ણને મધુર લાગે તેવી અમૃત જેવી મુનિમહારાજની વાણી સાંભળી તેમને વારંવાર પ્રણામ કરી તે બન્ને મિત્રો ત્યાંથી આગળ ચાલ્યા.
પ્રકરણ ૫ મું.
પદ્માવતી સાથે લગ્ન.
આગળ ચાલતાં રાજપુત્રે મંત્રીપુત્રને કહ્યું કે-“મિત્ર વર્ય ! તે સ્ત્રી પ્રાપ્ત કરવાને ઉપાય હવે તું તાકીદ કર. જેમ બને તેમ તાકિદે તે રાજપુત્રી મને મળે તે ઉદ્યમ હવે તારે કરવો પડશે. રત્નસારે તે સાંભળીને કહ્યું કે “પહેલા આપણે રત્નપુર નગરીએ જઈએ, તે સ્થળે બધું સારૂં થઈ રહેશે, ઈસિત વસ્તુનો સંગ બની જશે.” આ પ્રમાણે નિર્ણય કરીને અનેક સ્થળનાં જુદાં જુદાં કૌતુકે જોતાં તેઓ તે નગરી તરફ ચાલ્યા. અનુક્રમે પ્રયાણ કરતાં તેઓ રત્નપુરની નજીક આવી પહોંચ્યાં, અને નગરની બહાર રહેલ વાવ, કુવા, સરોવર, ઉપવન તથા
Page #30
--------------------------------------------------------------------------
________________
૧૯ આરામગૃહે જોતાં જોતાં તેઓ આગળ વધ્યા. છેવટે તેઓ તે નગરના દરવાજા નજીક આવી પહોંચ્યા. તે વખતે સંધ્યાસમય થતાં ધનંજય પક્ષના મંદિર પાસે તેઓ આવ્યા. અને એક ખુણામાં વિસામે લેવા અને રાત્રી પસાર કરવા તેઓ બેઠા. જે દિવસે તેઓ તે મંદિરમાં રહ્યા તે કાળીચૌદશની રાત્રી હતી, તેથી રાત્રે તે મંદિરમાં ભૂત, વેતાલ, રાક્ષસ, કિન્નરો વિગેરે ઘણું એકઠા થયા. આ પ્રમાણે પ્રત્યેક માસની અંધારી ચતુર્દશીએ તેઓ એકઠા થતા હતા, અને ગીત તથા વાઘ સહિત નૃત્ય કરીને તેઓ આનંદ મેળવતા હતા. જ્યારે મૃદંગનો અવાજ થયા ત્યારે કુમાર ચિત્રસેન નિદ્રામાંથી જાગી ગયું અને પોતાના હૃદયમાં અતિશય નિમય પામતે તે કુતૂહલ તથા નૃત્યાદિ જેવા લાગે. કઈ સુંદર વીણા વગાડતું હતું, અને કેઈ સુંદર નાચ કરતું હતું. આ કૌતુક જેવાથી કુમારનું ચિત્ત બહુ આકર્ષાયું, અને સાહસપૂર્વક હૃદયમાં ધર્મ ધારણ કરીને હાથમાં તરવાર લઈને તે તેઓની સભાની મધ્યમાં ગયો. તેને દેખીને બધા દેવે વિસ્મયપૂર્વક તેના તરફ જેવા લાગ્યા, અને “મનહર આકૃતિવાળે આ કેણ છે?” તેમ પરસ્પર તેઓ પૂછવા લાગ્યા. તે વખતે ધનંજય યક્ષે કહ્યું કે “મંદિરમાં રહેલ આ મારો અતિથિ છે, તેથી તેનું આતિથ્ય કરવું તે આપણું ફરજ છે. આગંતુકનું આતિથ્ય કરવું તે સંપુરૂષની ફરજ છે.” યક્ષનાં આવાં વચન સાંભળીને સમય જાણનાર કુમાર તરત જ અંજળી જેડી સર્વને પ્રણામ કરી સુંદર મિષ્ટ વચનેવડે બોલ્યા કે—
Page #31
--------------------------------------------------------------------------
________________
૨૦
अद्य मे सफल जन्म, अद्य मे सफला किया । अद्य मे सफला वाचा, यज्जात ं तव दर्शनम् ॥
‘આજે તમારા સંતું મને દન થયું તેથી આજે મારા જન્મ સફળ થયા, મારી બધી ક્રિયા સફળ થઈ, અને મારી વાણી પણ આજે સફળ થઈ. આ પ્રમાણેના વિનય પૂર્ણાંક ઉચ્ચારેલાં તેના શબ્દોથી યક્ષ બહુ ખુશી થયા અને તેના તરફ જોઈને તે ખેલ્યું કેઃ મારાં વચનના પ્રભાવથી તું હમેશાં યુદ્ધમાં વિજય પામીશ, કાઈ સ્થળે તારા પરાભવ - થશે નહિ. આ પ્રમાણે ઉત્તમ વર યક્ષ પાસેથી મેળવીને કુમાર જે સ્થળે તેના મિત્ર સુતા હતા ત્યાં પાછા આન્યા, અને મિત્રને જગાડીને બધી હકીકત કહી સભળાવી, સન્મિ ત્રથી કાંઈપણ ગુપ્ત રાખવાનુ` હતુ` જ નથી. પ્રાતઃકાળ થતાં અને મિત્રો . સરાવરને કિનારે પ્રાત:કાર્યાં કરીને નગરમાં દાખલ થયા અને બજારમાં આવ્યા.
""
આ સમયે ગામમાં રાજાના પટઠુ વાગતા હતા. પટહ-દ્વારા રાજા ઉદ્ઘાષણા કરાવતા હતા કે –“ મારી પુરૂષદ્વેષણી પુત્રીને જે કોઈ સાજી કરશે-તેના પુરૂષદ્વેષ જે કોઈ મટાડશે તેને મારૂં અર્ધું રાજ્ય અને મારી પુત્રી વિવાહમાં આપીશ. ” આ પ્રમાણેની પહેાહ્યેષણા સાંભળીને જ્ઞાની મુનિમહારાજનાં વચના સંભારીને કુમાર એક ઉત્તમ ચિત્રકારની પાસે ગયા અને જેવુ* ચરિત્ર તેણે મુનિમહારાજ પાસેથી સાંભળ્યું હતું તે જ ચરિત્ર ખતાવનારૂ એક સુંદર
Page #32
--------------------------------------------------------------------------
________________
ચિત્ર તેણે તૈયાર કરાવ્યું. “જ્યારે પુન્યને ઉદય થાય છે ત્યારે માણસને અવશ્ય ઈચ્છિતની પ્રાપ્તિ થાય છે.”
રત્નસાર તે ચિત્રપટ્ટને હાથમાં લઈને ભમવા લાગ્યા અને ગીતનાદપૂર્વક તે લોકોને રંજન કરવા લાગ્યો. આ ચિત્ર અતિ મનોહર હતું, તેની વાત તથા તે સાથે ગવાતા ગાયનની હકીકત આખા નગરમાં ફેલાઈ ગઈ. અનુક્રમે તે ગાયનની હકીકત પદ્માવતીના કર્ણદ્વાર સુધી પહોંચી અને તે ચિત્રપટ્ટ જેવાની તેને અત્યંત ઉત્કંઠા થઈ. તેણે તે ચિત્રપટ્ટને પિતાના આવાસમાં મંગાવ્યું અને તેને જોતાં જ તે કુમાર ઉપર એકદમ અનુરાગવાળી થઈ ગઈ. તેણે તે ચિત્રપટ્ટમાં ઉત્તમ વન, અનેક કમળાથી શોભતું મને હર સરોવર, તેની નજીક રહેલ વટવૃક્ષ, હંસ-હંસીનું યુગલ, હંસીને થયેલ અપત્ય પ્રાપ્તિ, વનમાં લાગેલ દાવાનળ, હંસી તથા તેના બાળકને લાગેલ તૃષા, તેમને છેડીને હંસનું પાણી માટે ગમન, પાંખમાં પાણું લઈને આવતે હંસ, વિગેરે બધી હકીકત તેણે લયપૂર્વક તે ચિત્રપટ્ટમાં જોઈ. વળી બાળક સહિત દાવાનળમાં હંસીનું થયેલ મૃત્ય તથા હંસનું ત્યાં પુનરાગમન થતાં પત્ની તથા બાળકોને મૃત્યુ પામેલ જોઈને હંસને થયેલ અત્યંત સંતાપ પણ તેણે જોયે. વળી વિગ દુઃખથી દુઃખિત થયેલ હંસને દાવાનળમાં ઝંપાપાત કરતે જોઈને તેને અત્યંત આશ્ચર્ય અને ખેદ થયે. આ પ્રમાણેનું સુંદર ચિત્રપટ્ટ લક્ષ્ય પૂર્વક જોતાં અને તેને ઉહાપોહ કરતાં તે રાજપુત્રીને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું, અને તરત જ તે પૃથ્વીતળ ઉપર પડી ગઈ,
Page #33
--------------------------------------------------------------------------
________________
તેને મૂછી આવી ગઈ. શીતપચારથી સખીઓએ તેને સચેતન કરી ત્યારે તે વિચારવા લાગી કે –“અહો ! હંસનું મારા કારણે જ મૃત્યુ થયું. મારે વિયેગ ન સહન થવાથી તેણે દાવાનળમાં ઝંપાપાત કરી મૃત્યુનું શરણ સ્વીકાર્યું. અહે! મેં વિચાર્યા વગર જ તે સમયે પુરૂષ જાતિ ઉપર દ્વેષ કર્યો, અને તેને પરિણામે આ ભવમાં હું પુરૂષષિર્ણ થઈ. આ ચિત્ર ખરેખર તે હંસના જીવેજ મને જાગ્રત કરવા બનાવેલ જણાય છે. આ પ્રમાણે તે સખીઓ સાથે વાતચિત કરતી હતી તે વખતે મિત્રને સાથે લઈને ચિત્રસેન કેઈ સ્થળે ચાલ્યો ગયો. ગવાક્ષમાંથી નીચે જતાં જ્યારે તેણે ચિત્રવાહક તથા તેની સાથે રહેલ કુમારને દેખે નહિ, ત્યારે તે એકદમ બેલી ઉઠી કે –“અહે! આ નીચે ઉભા રહેલ મારું મન ચેરી જનાર અને મારા ચિત્તને આકર્ષનાર તે મારા પ્રિયતમ કયાં ચાલ્યા ગયા ? અરે સખીઓ ! તેને તાકીદે અહીં લાવે, તેની તપાસ કરે અને જે સ્થળેથી તે મળે ત્યાંથી તેને જલદી અહીં મારી સમક્ષ લાવે.” આ પ્રમાણે તે વિલાપ કરવા લાગી, અને પ્રિયતમના ચાલ્યા જવાથી અત્યંત દુઃખિત થઈને તે શેક કરતી હતી, તે વખતે સખીઓએ મધુર વાવડે તેને આશ્વાસન આપ્યું અને શત કરી.
ત્યાર પછી પુત્રીને યોગ્ય વરની પ્રાપ્તિ થાય તે માટે પવરથ રાજાએ સ્વયંવર મંડપ રચા અને અનેક સ્થળનાં રાજાઓ અને કુમારને સ્વયંવરમાં નોતર્યા. અનેક રાજાએ અને કુમારે ઉત્તમ અલંકાર અને વસ્ત્રાદિ ધારણ કરીને પદ્માવ
Page #34
--------------------------------------------------------------------------
________________
તીના સ્વયંવરમાં તેને પરણવાની હાંશથી ઉતાવળા ઉતાવળા પદ્મપુર નગરમાં આવ્યા, તેઓ દરેકને ઉઘાનાક્રિકમાં જુદે જુદે સ્થળે ઉતારા આપ્યા, તેમનું યથાચિત આતિથ્ય કરવાનો અંદેઅસ્ત કર્યાં, અને અનેક પ્રકારનાં આશ્ચય તથા કુતુહળાદિ જોતા તેઓ સ્વસન્ય સહિત આનદથી નગરમાં ભ્રમણ કરવા લાગ્યા. સ્વયંવરને માટે એક સુંદર મંડપ તૈયાર કરાવવામાં આવ્યે. અનેક પ્રકારની પુતળીએ તથા ધ્વજા-પતાકાદિથી તે મડપને શેલાવવામાં આવ્યેા અને જુદી જુદી જાતનાં ચિત્રામણે કરાવી તે મ`ડપને શેાભાવવામાં આવ્યેા. આવેલ રાજાએ અને રાજકુમારા મંડપની મનેાહર શૈાલા જોઈને બહુ રાજી થયા—માનદ્મ પામ્યા. પદ્મરથ રાજાએ સ્વય વરમ ડપની અંદર સુંદર સિ ́હાસનની હાર ગાઢવી અને કપૂર, અગર, કસ્તુરી વિગેરેના વાસથી સુગ'ષિત થયેલ તે મંડપને જુદી જુદી જાતના પુષ્પ, હાર તથા તેારણેાથી અલ'કૃત કર્યાં. સ્વયંવર માટે આવેલ બધા કુમારા નિયત કરેલ સમયે તે મ`ડપમાં આવ્યા. તેઓના અલકારી અને વસ્ત્ર તથા તેમણે ધારણ કરેલ શ વિગેરેથી તે અદ્દભૂત શાભા ધારણ કરતા હતા. જ્યારે તે કુમારે યથાચિત આસન ઉપર ગેાઠવાઇ ગયા ત્યારે તે મંડપમાં જુદા જુદા અનેક પ્રકારના નૃત્ય થવા લાગ્યા. ગાયનો ગવાવા લાગ્યા અને મ`ડપમાં આવનારાઓનું મન આકર્ષાય તેવા વાજિત્રો વાગવા લાગ્યા. બધા કુમારી ચૈાગ્ય આસને ગેઠવા ગયા એટલે પદ્મરથ રાજા ઉભા થયા, અને સને ઉદ્દેશીને તેણે કહ્યું કે-“આ મારા હાથમાં રહેલ કુળક્રમથી આવેલ અમારૂ
Page #35
--------------------------------------------------------------------------
________________
૨૪:
વજ્રસાર ધનુષ્ય છે. તે ધનુષ્યને ઉપાડીને તેની મધ્યમાં જે કોઈ કુમાર ખાણને આરેાપશે તેને મારી પુત્રી સ્વયંવરમાં આપવામાં આવશે—મારી પુત્રી સાથે તેનો વિવાહ કરવામાં આવશે.” આ પ્રમાણેનાં રાજાનાં વચનો સાંભળીને તે કુમારા ગવ સહિત અંદર અંદર ખેલવા લાગ્યા કે−અહે। ! આમાં તે શું મેઢુ પરાક્રમ કરવાનું છે ? ધનુવિદ્યા તા આપણી કુળ ક્રમાગત વિદ્યા છે. આ કાય કરવું તે આપણે માટે જરા પણ દુષ્કર નથી.”
આ સમયે સર્વ અવયવા ઉપર ઉત્તમ અલકારા તથા વસ્ત્રાદિ ધારણ કરીને સખીઓના સમુદાય સાથે રાજપુત્રી પદ્માવતી સ્વયં વરમંડપમાં આવી. સેાનાની લાકડી હાથમાં રાખીને પ્રતિહારી તેની આગળ ચાલતી હતી અને તાજા વિકસેલા પુષ્પાની સુંદર વરમાળા તેણે હાથમાં ધારણ કરી હતી. સવ દાસીનો પરિવાર તેની સાથે જુદી જુદી ક્રિયા કરતા હતા. કોઈ તેને મનોહર તાંબુળ ઓપતી હતી, તે કોઈ સુગંધી ૫ ખાવડે તેને પવન ઢાળતી હતી. કેઈ તેના ઉપર છત્ર ધારણ કરતી હતી, તે કોઇ ચામર વીંઝતી હતી. સખીઓના પરિવાથી પરવરેલી પદ્માવતી જ્યારે મ`ડપમાં આવી ત્યારે જેવી રીતે ચંદ્રમા આખા પૃથ્વી મ’ડળ ઉપર કાંતિ ફેલાવે છે, તેવી રીતે તેની કાંતિવડે આખા મ`ડપ શેાભાયમાન થઇ ગયા. મંડપમાં રહેલ ધનુષ્યને દેખીને રાજકન્યા વિચારવા લાગી કે—“અરે ! મારા મન માન્યા પ્રિયપતિ આ ધનુષ્ય ઉપર ખાણુ કેવી રીતે ચઢાવશે ?” આ પ્રમાણે ચિંતાથી આકુળવ્યાકુળ થયેલી તે મંડપના મધ્ય ભાગમાં આવી,
Page #36
--------------------------------------------------------------------------
________________
થઇ ગઠાબાર છે, માટે આવા હાથી
૨૫. ત્યારે તેની સખીએ સુવર્ણની લાકડીના અવાજથી સર્વને બોલતા બંધ કર્યા. સર્વે કુમારે પોતાના આસનમાં સાવધાન થઈને બેઠા, તેમને ઉદ્દેશીને વેત્રિણીએ કહ્યું કે –“તમે બધા શ્રા અને ગંભીર છે, અને કન્યાને વરવાની ઈચ્છાથી અત્રે આવેલ છે, તે રાજાજ્ઞા પ્રમાણે તમે ધનુષ્ય ઉપર બાણ ચઢાવો અને ધનુષ્યને ઉંચું કરો.” તેનાં આવાં વચનો સાંભળીને તરતજ લાટ દેશને રાજા રાજપુત્રીને વરવાની ઈચ્છાથી આસન ઉપરથી ઉભે થયે; અને પિતાનું ઉત્તરીય વસ્ત્ર સરખું કરીને તે ધનુષ્ય પાસે આવ્યું. આનંદથી આકુળ વ્યાકુળ થતે તે ધનુષ્યને ઉંચું કરવાની ઈચ્છાથી જ્યારે તે ધનુષ્ય પાસે આવ્યા, ત્યારે જાણે કે તે જન્માંધ હોય તેમ તેણે તે ધનુષ્ય દેખ્યુંજ નહિ. તેના હસ્તમાં તે ધનુષ આવ્યુંજ નહિ. અને ફેકટ તે આમ તેમ ફફાં મારવા લાગ્યા. તે દેખીને આખી સભા હાસ્ય કરવા લાગી અને અન્ય કુમારે પરસ્પર તાળીઓ દેવા લાગ્યા. લજજાથી નીચું મુખ કરી પોતાના આસન પાસે પાછો આવી તે શરમાતે શરમાતો નીચે બેસી ગયે.
ત્યાર પછી બાહુના બળથી ગર્વને ધારણ કરતે કર્યું. ટકને રાજા કન્યાને વરવાની ઈચ્છાથી હાથમાં ધનુષ્ય ઉપાડવા તૈયાર થયે અને ધનુષ્યની નજીક ગયો. તે વખતે તે ધનુષ્યની આસપાસ વિકરાળ સપને દેખીને ભયથી આકુળવ્યાકુળ થઈ જઈને તે પિતાની બેઠક તરફ પાછો દોડી ગયો અને આ મંડપ તેને દેખીને હસવા લાગ્યે. ત્યાર પછી પરાક્રમી
Page #37
--------------------------------------------------------------------------
________________
કાશમીરને રાજા મનમાં અહંકાર રાખતો અને મૂછ ઉપર હાથ ફેરવતે તે ધનુષ્ય પાસે ગયે, ત્યારે તેણે દેવાધિષ્ઠિત તે ધનુષ્યને ચેતરફ અગ્નિથી વીંટાયેલ દેખ્યું, જેથી ધનુષ્યને સ્પર્શ પણ કર્યા વગર તે પિતાના આસન તરફ પાછા વળી ગયે.
આ પ્રમાણે ઘણા રાજાઓ અને કુમારે તે ધનુષ્યની નજીક ગયા, પણ જુદા જુદા કારણેથી તે દેવાધિષ્ઠિત ધનુષ્યને કઈ પણ ઉપાડી શકયું નહિ–તેને કેઈ સ્પર્શ પણ કરી શકયા નહિ. આ પ્રમાણે થવાથી પદ્મરથ રાજા વિચારમાં પડી ગયા કેમારી પ્રતિજ્ઞા કેણ પુરી કરશે ? આ મંડપમાંથી કઈ પુરી કરી શકશે કે નહિ?” કુમારીને વિચાર થવા લાગે કે – “અહો ! આ કુમારેમાંથી કઈ પિતાશ્રીની પ્રતિજ્ઞા પૂર્ણ કરતું નથી. વળી આ મંડપમાં મારા ધારેલ પ્રિયતમ કોઈ સ્થળે દેખાતું નથી, તેથી આ મંડપને આડંબર બધે નકામે જશે તેમ લાગે છે.” આ પ્રમાણે તે વિચારતી હતી. તે સમયે ગુપ્ત વેશમાં તેણે પોતાના પ્રિયતમને મિત્રની સાથે દેખે, તરતજ તેના મરાય વિકસ્વર થયા અને મનમાં તેને અતિશય હર્ષ થયે. આ બધું કુતૂહલ જેતે ચિત્રસેન મનમાં આનંદ પામતે મિત્રને કહેવા લાવ્યું કે“મિત્રવર્ય! તારી સહાયથી હું બાણનું ધનુષ્ય ઉપર અવશ્ય આરોપણ કરીશ અને ઈચ્છિત કાર્યની સિદ્ધિ થશે.” આ પ્રમાણે કહીને ચિત્રસેન ધનુષ્યની નજીક ગયે અને જિને. શ્વર ભગવાનને નમસ્કાર કરી તથા પંચપરમેષ્ઠીને સંભારીને ધનંજય યક્ષનું તેણે સ્મરણ કર્યું. પછી તરત જ તે ધનુષ્ય
Page #38
--------------------------------------------------------------------------
________________
તેણે ઉપાડયું, દૈવાએ તે ચૈાગ્ય પતિ હાવાથી ધનુષ્ય ઉપાડવા દીધું, તેણે શરસંધાન યુ, અને આખી સભા જાણે કે ચિત્રમાં ચિતરેલ હાય તેમ શરસધાન કરતાં તેને જોઈ રહી. પેાતાને મનેારથ પૂર્ણ થવાથી શજપુત્રી બહુ હુતિ થઈ. અને કામખાણુથી પીડાયેલી તે તરતજ ઉતાવળે પગલે કુમા રની નજીક ગઇ અને તેના કંઠમાં વરમાળા આરોપી.
આ અજ્ઞાત પુરૂષના કંઠમાં વરમાળા આરેાપવાથી બધા રાજકુમારી કોપાયમાન થઈ ગયા અને શસ્ત્રો ગ્રહણુ. કરીને તે કુમારને મારવા દોડયા. તે ખેલવા લાગ્યા કે“ અરે અધમ ! નીચઅજ્ઞાત કુળવાળા ! દુરાત્મન ! તુ આ કન્યા કેવી રીતે લઈ જઈશ? અમે ઉત્તમ કુળવાળા અત્રે હાજર છતાં તારાથી આ રાજન્યા કેવી રીતે લઈ જવાશે ? આ પ્રમાણે ખેલતાં તેએ તેની સાથે લડવા તૈયાર થઈ ગયા. વિનયગુણુથી પ્રાપ્ત થયેલ યક્ષના વરથી કુમાર પણ શીઘ્ર તેની સામે લડવા તૈયાર થયો. તેઓની વચ્ચે દારૂણ યુદ્ધ થયું, તે યુદ્ધમાં એકાકી ચિત્રસેને ઘણા મૃગલાઓને જેમ એકજ સિંહુ હઠાવી દે તેમ સર્વે ને હઠાવી દઇ તે સર્વને તેણે જીતી લીધા. પદ્મરથ રાજા પણ તે સને નિવારવા લાગ્યા, તેવે સમયે એક ભાટ કુમારની બિરૂદાવની મેલ્યો કે—‹ અહા ! વસંતપુરના રાજા વીરસેનના પુત્ર કળા તથા વિદ્યાને પાર પામેલ આ ચિત્રસેન કુમાર ઘણુ' જીવો.” આ પ્રમાણેની ખિરૂદાવળી સાંભળીને પદ્મરથ રાજાએ સને કહ્યું કે-“અરે! જરા સબુર કરા, સબુર કરા,
Page #39
--------------------------------------------------------------------------
________________
૧૮
66
આ ભાટની વાણી સાંભળેા.” રાજપુત્રની કુલેાત્પત્તિ વિગેરે સાંભળીને બધા રાજાએ તરતજ શાંત થઈ ગયા અને સવે ખેલ્યા કે− અહા ! આવું શૌર્ય અને આવી ગભીરતા ક્ષત્રિય કુળ વગર અન્ય કોઈ સ્થળે દેખાય જ નહિ.” પછી બધા રાજકુમારા તેના તરફ્ પ્રીતિયુક્ત મનવાળા થયા અને મસ્તક નમાવીને સર્વેએ તેની ક્ષમા માગી. પછી આનદથી ભરપૂર મનવાળા પદ્મથ રાજાએ બહુ ઉલ્લાસથી ચિત્રસેન અને પદ્માવતીના પાણિગ્રહણ મહાત્સવ કર્યાં. કરમાચનમાં ઉત્તમ હાથી, ઘેાડા, રથ, વસ્ત્ર, અલંકાર તથા ઘણાં ગામે તેણે કુમારને દીધાં.
પૂર્વભવના અભ્યાસથી તથા જાતિસ્મરણ જ્ઞાનથી •જણાયેલ પૂના સંબંધથી પતિ-પત્ની બહુ હર્ષિત થયાં અને આન'થી દિવસેા પસાર કરવા લાગ્યા. પદ્મરથ રાજાએ આવેલ રાજાએ તથા રાજપુત્રોના ચેાગ્ય રીતે સત્કાર કરી તેમને વિસર્જન કર્યાં, અને યાચકને ઇચ્છિત દાન આપ્યાં.
Page #40
--------------------------------------------------------------------------
________________
૨૯
પ્રકરણ ૬
ચહ્ને વર્ણવેલ ભાવિ આપત્તિ
છે.”
પદ્માવતી સાથે આનંદથી સુખભાગ ભોગવતાં કેટલાક કાળ વ્યતીત થયેા, ત્યારપછી એક વખત રાત્રે સુતાં સુતાં ચિત્રસેનને વિચાર થયેા કે- શ્વસુરગૃહમાં સજ્જનાએ ઘણા વખત સુધી રહેવુ' વ્યાજબી નથી. વધારે વખત રહેવાથી શરમનું કારણ મને છે અને લેાકેામાં હાંસીપાત્ર થવાય છે,. ઉત્તમ મનુષ્યે સ્વગુણથી, મધ્યમ મનુષ્યા માપના ગુણાથી, અને અધમ પુરૂષ માતુલ પક્ષના ગુણેાથી વખણાય છે, પણુ અધમાધમ પુરૂષાજ શ્વસુરના ગુણાથી વિખ્યાત થાય પ્રાતઃકાળ થતાં મિત્ર રત્નસારને તેણે આ હકીકત કહી અને શ્વસુરગૃહ છેાડવાની ઈચ્છા પ્રદર્શિત કરી. રત્નસાર તરતજ રાજા પાસે ગયા અને સ્વનગર તરફ જવાની ઇચ્છા દર્શાવી ત્યાંથી ચાલવાની રજા માગી. તેણે કહ્યું કે- માખાપ પાસેથી નીકળ્યાને અમને બહુ વખત થયા છે, હવે અમારી તેની ઈચ્છા તેમને અને સ્વજનને મળવાની થઈ છે, તેા કૃપા કરીને આપ રજા આપેા. આ પ્રમાણેના રત્નસારનાં વચન સાંભળીને પદ્મરથ રાજાએ તેમના પ્રયાણુની સ સામગ્રી તૈયાર કરાવી. પદ્માવતીને સુખાસનમાં બેસાડી
""
Page #41
--------------------------------------------------------------------------
________________
નેહપરાયણ માતા તેને વારંવાર નિહાળવા લાગી અને તેણે શિખામણ આપી કે–
અશ્વશુર જુણા, શરીયા નિરંતરમાં भर्ती देव इवाराध्यः, स्त्रीणां भर्ती हि देवता॥
સાસુ સસરાની નિરંતર સેવા કરજે, ભરતારને દેવની જેમ આરાધજે, ભરતાર તે સ્ત્રીનો ખરે દેવતાજ છે.”
માતાની આપેલ આ શિખામણ હૃદયમાં ધારણ કરીને પદ્માવતીએ વારંવાર સર્વને પ્રમાણ ક્યાં અને રજા લીધી. સિન્ય સહિત તેઓએ પ્રયાણ કર્યું. અને અનેક વન, નગર, ગામ તથા અરણ્યાદિક ઉલ્લંઘન કરતાં તેઓ અનુક્રમે
એક ગહન વનમાં આવી પહોંચ્યા. તે વનમાં એક બહુ મોટું ડિક્ષ તેઓએ જોયું. તેની શાખા, પ્રશાખા અને પાંદડાનો વિસ્તાર બહુ વધી ગયા હતા અને છત્રીનો આકાર તેણે ધારણ કર્યો હતે. તે વૃક્ષની નીચે સૈન્ય પડાવ નાખે, અને તેની શીતળ છાયામાં સર્વે વિશ્રામ લેતા બેઠા. અનુક્રમે રાત્રી પડી અને સર્વે સૈનિકે સુખપૂર્વક નિદ્રા લેવા લાગ્યા. રાજકુમાર પણ માર્ગના શ્રમથી ભ્રમિત થયેલ પત્ની સહિત નિદ્રાધિન થયે. હસ્તમાં પગ રાખીને મંત્રીપુત્ર રાજપુત્રની રક્ષા કરવા માટે સાવધાન થઈને બેઠે, અને આસપાસ નિરીક્ષણ કરવા લાગ્યા. તે વૃક્ષનો અધિષ્ઠાતા ગોમુખ યક્ષ હતું, તેને તે વૃક્ષ ઉપર વાસ હતા, અને દેવી ચકેશ્વરી તેની સાથે રહેતા હતા. તે યક્ષ અને યક્ષિણીએ કુમારને દીઠે, તે વખતે
Page #42
--------------------------------------------------------------------------
________________
ચક્ષિણીએ પિતાના પતિને પૂછ્યું કે “આ રાજપુત્રને તેને બાપ રાજ્ય આપશે કે નહિ ?” ત્યારે જ્ઞાનનો ઉપગ મૂકી ભાવી હકીકત જાણું યક્ષે કહ્યું કે-“ અહો ! આ કુમાર તે આપણે સ્વયમી બંધુ છે, તેથી તેના ઉપર ઉપકાર થાય તેવાં મારાં વચન સાંભળ. આ રાજપુત્ર દેશાંતર ગયા પછી ત્યાં તેની માતા મૃત્યુ પામી છે, અને રાજા બીજી રાણી પરણ્યા છે, અને તેને તદ્દન વશ બની ગયેલ છે. આ બીજી રાણીનું ‘વિમળા” એવું નામ છે, તેને એક ગુણવાન ગુણસેન નામે પુત્ર થયેલ છે. હૃદયમાં મલીન ભાવ ધારણ કરતી તે રાએ પોતાના પુત્રને રાજ્ય અપાવવા ઘણા ઉપાયે જી રાખ્યા છે, અને રાજાને પણ ઠપે છે. પિતૃસ્નેહથી ખેંચાયેલ આ કુમાર જ્યારે તે નગરે પહોંચશે, ત્યારે તુરંગમ (ઘડા)ને ઉપાયથી રાજા તેને મારશે. કેઈ મહા પુન્યના વેગથી તે આ ઉપાયથી બચી જશે અને ગામમાં પેસશે, પણ ત્યાં યંત્રના પ્રગવડે ગામમાં પેસતાંજ ગામનો દસ્વાજે તરતજ આ રાજપુત્રની ઉપર પડશે. કદાચ દૈવયોગથી આ સંકટમાંથી પણ તે બચી જાય, તો વિમળા રાણી જરૂર આને ભેજનમાં વિશ્વ આપશે. હે વહાલી પ્રિયા ! આ નરરત્નને મારવા માટે આ ત્રણ ઉપાયે તે દુષ્ટ રાણીએ વિચારી રાખ્યા છે. વળી આ કુમાર ઉપર એક થી કુદરતી આપત્તિ આવવાની છે. તે અમુક વખત પસાર થયા પછી તેના નગરમાં જ્યારે પલંગ ઉપર પત્ની સહિત શયન કરશે ત્યારે મહા ભયંકર સર્પ તેને દંશ દેશે. આ ચારે ભયમાંથી જે તે બચી જાય છે તે ખરેખર મેટો સાર્વભૌમ નૃપતિ થશે. આ વૃતાં જે કોઈ સાંભળતું
Page #43
--------------------------------------------------------------------------
________________
કર
'હશે તે તે તેનુ' રક્ષણ કરી શકશે, પણ જો તે હકીકત અન્યને કહેશે તે તે તરતજ પથ્થર થઈ ભૂમિ ઉપર પડશે.” આ પ્રમાણેની યક્ષની મહા આશ્ચય તથા વિસ્મય ઉત્પન્ન કરે તેવી વાર્તા સાંભળીને મિત્રવત્સલ રત્નસાર મૌન રહ્યો, કાંઈ પણ તે આલ્યા નહિ, પ્રાતઃકાળ થતાં સવ સૈન્ય અને રાજપુત્ર પ્રાત કૃત્ય કરી ત્યાંથી આગળ ચાલ્યા. અવિરત અહર્નિશ પ્રયાણ કરતાં તે થાડા વખતમાં પેાતાના નગરની પાસે આવી પહેાંચ્યા.
X
પ્રકરણ ૭ મું.
ચિત્રસેન ઉપર આપત્તિ.
વસંતપુર નગરમાં તેમના આગમનની ખબર પડતાંજ વીરસેન રાજા તેમને મળવા તેમની સામે આવ્યા. પિતાને સામા આવેલ દેખીને ચિત્રસેન તરતજ અબ્ધ ઉપરથી ઉતરી ગયા, અને પિતાને પાયવંદન કર્યાં. પિતાના લાંબે સમયે મેળાપ થવાથી સ્નેહવત્સલ કુમારના નયનામાંથી હર્ષોંનાં અશ્રુ ઝરવા લાગ્યા. પિતાએ તે કુત્રિમ સ્નેહથી કુશળ સમાચાર પૂછ્યા, અને એક દુષ્ટ અશ્વ તેને બેસવા માટે આપ્યા. મ`ત્રીપુત્ર તે અધી હકીકત જાણતા હતા. તેણે ગુપ્ત રીતે નગરમાંથી પ્રથમથી સમાચાર મેળવી રાખ્યા હતા, તેથી કાઈ ન જાણે તેમ તેણે રાજા આપવાના હતા તેવા જ ખીજો અશ્વ મંગાવી રાખ્યા હતા,
Page #44
--------------------------------------------------------------------------
________________
૩૩
તેથી તે અશ્વ તેણે બદલી નાંખીને કુમારને બેસવા આપે. ધામધૂમથી કુમારનું સામિયુ કર્યું, અને ભાટ-ચારણે બિરૂદાવળી બોલવા લાગ્યા, જુદી જુદી જાતનાં વાજીંત્રો વગડાવવામાં આવ્યા અને “જય જય” શબ્દથી લેકે કુમારને વધાવવા લાગ્યા. આખા પરિવારને સાથે લઈને આગળ ચાલતાં તેઓ નગર પ્રવેશના દરવાજા પાસે આવ્યા. દરવાજા નજીક કુમારને અશ્વ ગયે, કે તરત જ મંત્રીપુત્રે કુમાર જે અશ્વ ઉપર બેઠેલ હતો તે અશ્વના મોઢા ઉપર એક જોરથી ચાબુક મારી, એટલે અશ્વ એકદમ પાછા હઠ, અને તે ક્ષણે જ દરવાજે તૂટી પડયે. કેટલાક નગરના લેકે તેની નીચે દબાઈ ગયા. લોકોમાં હાહારવ થઈ ગયે, અનેક જાતની કુશંકાએ લોકો કરવા લાગ્યા, રાજ વિલખ થઈ ગયે, અને મૃત્યુના ભયમાંથી કુમારનું મિત્રે રક્ષણ કર્યું. રાજાના હૃદયમાં બહુ આશ્ચર્ય થયું. ખેદ પણ થયે, છતાં તે બધું મનમાં સમાવી દઇને કુમારને તે રાજમહેલમાં લઈ ગયા. કુમારે તે ક્ષણે થયેલ ક્રોધ છેડી દીધે, અને વિનયપૂર્વક રાજાની સાથે મહેલમાં આવ્યું. અપરમાતા વિમળાદેવીને મળવા તરતજ કુમાર અંતઃપુરમાં ગયા અને વિનયથી તેને પ્રણામ કર્યા. તેના તથા પુત્રાદિક સર્વના કુશળ સમાચાર પૂછી વિનયથી ફરીવાર નમસ્કાર કરી કુમાર પિતાના મંદિરે આવ્યું.
દુષ્ટ ચિત્તવાળી હદયમાં ઈષ્ય ધારણ કરતી અપરમાતા તે કુમારનો બચાવ થવાથી અને સલામત મહેલમાં આવવાથી દુધ્ધન કે વા લાગી, અને વિષમય માદક ખવરાવીને હવે ચિ. ૫. ૩
Page #45
--------------------------------------------------------------------------
________________
૩૪
હું તેને મારી નાંખ્યું તેમ વિચારવા લાગી. આ પ્રમાણે વિચાર કરીને વિષમિશ્રિત દકે તેણે તૈયાર કરાવ્યા, અને મિત્ર સહિત કુમારને જમવા માટે નેતર્યો. રત્નસાર તે જે બનવાનું હતું તે જાણતાજ હતો, તેણે તેવાજ રૂપરંગવાળા નવા મેદકે તૈિયાર કરાવ્યા, અને પોતાના ઉત્તરીય વસ્ત્રમાં પવીને સાથે લઈ ગયે. બધી જાતની સામગ્રી તૈયાર કરાવી, વિવિધ પ્રકા રની રસવતી બનાવીને તે દુષ્ટ આશયવાળી સ્ત્રીએ રત્નસાર અને ચિત્રસેનને જમવા બેસાડયા. ભેજનને સમય થતાં રાજા વિરસેન પણ પરિવાર સહિત ત્યાં જમવા આવ્યું, અને સાથે જમવા બેઠો. રાણીએ મનમાં જે દુષ્ટ આશય ધારી રાખ્યું હતું, તેની રાજાને મુદ્દલ ખબર નહોતી. તે તે સ્નેહભાવથી પુત્રની સાથે જમવા બેઠો. વિશાળ થાળ અને કળામાં સ્વાદિષ્ટ અને મને હર વિવિધ રસવતી પીરસવામાં આવી. વીરસેન રાજાની પાસે જુદા જુદા સુગંધી દ્રવ્યોથી મિશ્રિત મોદકનો થાળ મૂકવામાં આવ્યું, અને ચિત્રસેન તથા રત્નસારની પાસે વિષમિશ્રિત મેદોને થાળ મૂકવામાં આ. ચતુર રત્નસારે હસ્તની લાઘવ વિદ્યાવડે તે લાડુઓને સ્થાને પિતે સાથે લાવેલ માદક પીરસી દીધા, અને વિષમિશ્રિત મેદકે ગોપવી દીધા.કુમારને કઈ પણ બનાવની ખબર નહોતી. વિમાતા, પિતા, અન્ય પરિવાર તથા મિત્ર સાથે આનંદથી વાતચિત કરતા તે તે જમવા લાગ્યા. ભેજન પછી સુંદર સુગંધી તાંબુળ ખાઈને આનંદથી તેઓ બેઠા, અને વિમાતાએ કૃત્રિમ સનેહપૂર્વક વસ્ત્ર તથા આભૂષણ વિગેરેથી કુમારને બહુ સત્કાર કર્યો. પછી મિત્ર સહિત કુમાર પિતાના મહેલમાં પાછા
Page #46
--------------------------------------------------------------------------
________________
૩૫
આવ્યેા. વિમળારાણીએ પુત્રવધૂનો પણ ભેજનાદિથી સારી રીતે સત્કાર કર્યાં, અને તેને આ માકલી. કહ્યુ` છે કેઃ
પમાડી તેને મહેલ
देवानुकूल्यतः पुंसां, तथा पुण्यानुभावतः । भवेद्विप हि पीयूष, भवेन्माल्यं भुजंगमः ॥
“પ્રાણીઓને દૈવની અનુકૂળતાથી તથા પુન્યના ઉદયથી ઝેર હેાય તે અમૃત થઇ જાય છે, અને સપ હાથ તે ફુલની માળા થઈ જાય છે. ”
'
પ્રકરણ ૮ સુ.
રાજા વીરસેનને વૈરાગ્ય
વીરસેન રાજાને રાત્રે સુતાં સુતાં વિચાર થયે કે-“અહે ! આવા ભાગ્યશાળી કુમારનું મેં મરણુ ઇચ્છયું ! તેનું મરણુ થાય તેવા મેં પ્રયત્ન કર્યાં ! અહા ! મારા આ પુરૂષાને ધિક્કાર છે! મારી આવી દુષ્ટ બુદ્ધિને ધિક્કાર છે ! મારા દુષ્ટ મનોરથને ધિક્કાર છે ! આવા સુપુત્રનું મરણ ચિ ંતવનાર મને અનેકશઃ ધિક્કાર છે! આ પ્રમાણે પશ્ચાત્તાપથી સંતપ્ત થયેલા તે રાજા સોંસાર ઉપર ઉદ્વિગ્ન ચિત્તવાળા થયા, અને અનિત્યભાવના ભાવતા વૈરાગ્યના પ્રરિણામવાળા તે રાજા એ
,,
Page #47
--------------------------------------------------------------------------
________________
૩૬
સધ્યાનમાં આખી રાત્રી પસાર કરી. તેના ભાગ્યદયથી બીજે દિવસે સવારે ચરમ તીર્થંકર પૃથ્વીતળને વિદ્વારથી પાવન કરતાં તેજ સ્થળે સમવસર્યાં. સુવર્ણ, રૂપુ' અને માણિકયના કાંગરાઓથી વિરાજિત ત્રણ ગઢવાળું ઉત્તમ સમવસરણ દેવતા એએ તરતજ તૈયાર કર્યું; અને અશેક વૃક્ષની નીચે પૂ ક્રિશા સન્મુખ પ્રભુ વિરાજમાન થતાં બાકીની ત્રણે દિશાએ પ્રભુનાં ત્રણ રૂપ વિષુવી દેવાએ સ્થાપના કર્યાં. `િસક પ્રાણીએ સ્વકીય વૈર ભૂલી જઈને હુષથી તે સમવસરણમાં એકઠા થયા, અને પ્રભુની દેશના સાંભળવા લાગ્યા. કહ્યું છે કે મૃગ અને સિંહ, મળદ અને વાઘ, માર અને સર્પ, માર અને મુષક વગેરે જન્મના વૈરી પણ શ્રી જિનેશ્વરને અને જિનેશ્વરના સમવસરણને દેખીને જન્મ વૅર ભૂલી જઇ શાંત ચિત્તથી પ્રભુની દેશના સાથે બેસીને સાંભળે છે.” ચરમ તીથ કરનું આગમન સાંભળીને પરિવાર સહિત રાજા વીરસેન તરતજ તેમને વંદન કરવા ઉદ્યાનમાં આવ્યે અને ભૂમિ તળ સુધી મસ્તક નમાવી જગપૂજ્યને નમસ્કાર કરી ચાગ્ય સ્થળે દેશના સાંભળવા બેઠા. ભવસંસારથી તારનારી, કરૂણાના રસને ઝરતી, અમૃતમય દેશના ભવ્ય થવાના ઉપકાર માટે જિને’દ્ર ભગવાને દેવા માંડી. તેમણે સ'સારનુ' અનિત્ય પણું દર્શાવતાં કહ્યુ` કે:
अनित्यानि शरीराणि, विभवा नैव शाश्वतः । नित्यं सन्निहित मृत्युः कर्तव्यो धर्मसंग्रहः ॥
ર
શરીર તયા અવયવ સવે અનિત્ય છે, સ'સારનાં
Page #48
--------------------------------------------------------------------------
________________
૩૭
વૈભવ એકે શાશ્વતા નથી, હંમેશા મૃત્યુ નજીક ઉભેલ જ છે, તેથી ધર્મને સંગ્રહ કર તેજ મનુષ્યભવ પામ્યાને સાર છે.”
જૈનધર્મને આરાધીને અનેક મનુષ્ય આ ભવમાં અને પરભવમાં સુખનાં ભાજન થયા છે, અને અંતે “મંગળ કળશ” શ્રેષ્ઠીપુત્રની જેમ સિદ્ધિ સુખને પામ્યા છે. શ્રોતાવર્ગો “મંગળ કળશ કેણુ થયે અને જૈન ધર્મ તેણે કેવી રીતે આરાધ્યું?” તેમ પૂછવાથી તીર્થકર ભગવંતે તેની કથા નીચે પ્રમાણે વિસ્તારથી કહી બતાવીઃ
પ્રકરણ ૯મું.
મંગળ કળશની કથા
ઉજ્જયિની નામની મોટી નગરીમાં રિસિંહ નામે રાજા રાજ્ય કરતે હતો. તેને પ્રાણથી પણ વધારે વહાલી સેમચંદ્રા નામે રાણી હતી. તેજ નગરીમાં ધનદ નામને એક મોટો ઝી રહેતું હતું તે અતિ વિનયવાળે, સત્યશીલ, દયાપરાયણ, દેવ-ગુરૂની પૂજા કરવામાં તત્પર તથા પરોપકાર રસિક હતું, તેને સત્યભામા નામે સ્ત્રી હતી. તે ઉત્તમ શિયાળવાળી અને તેના પતિ ઉપર અત્યંત પ્રેમ રાખનારી હતી, તેને કાંઈ પણ સંતતિ ન હોવાથી તે હંમેશાં ચિંતાપરાયણ રહેતી હતી. તેને પતિ પણ તે શેકથી મુંઝાયેલ
Page #49
--------------------------------------------------------------------------
________________
૩૮
રહ્યા કરતે. એક વખતે પુત્રની ચિંતાથી પતિને ઉદાસ દેખીને તેણુએ પૂછયું-“કાંત ! આમ દુઃખી કેમ દેખાઓ છે?” શ્રેષ્ટિએ સત્ય હકીકત કહી, તે સાંભળી તેણે ફરીથી કહ્યું કે“પ્રાણનાથ ! આવી ચિંતાથી શું ફાયદો? આવી ચિંતાથી સર્યું! આ લોકમાં ને પરલેકમાં મનુષ્યને વાંછિત ફળ આપનાર ધર્મજ છે. તેથી તે ધર્મ વિશેષ કરીને સેવવે. કે જેથી ઈચ્છિત પદાર્થ સ્વયં આવી મળે.” તે સાંભળી શ્રેષ્ટિએ કહ્યું કે-“આપણે ધમરાધન કેવી રીતે કરવું કે જેથી ઈચ્છિત ફળની પ્રાપ્તિ થાય ત્યારે પત્નીએ કહ્યું કે “સ્વામિન! દેવાધિદેવ શ્રી જિનેશ્વરની ભાવથી પૂજા કરે, સદ્દગુરૂની ભકિત કરે, સુપાત્રને ચોગ્ય દાન આપે અને સિદ્ધાંતનાં પુસ્તકે લખાવો. આ પ્રમાણે ધર્મ, ધ્યાન કરતાં પુત્ર થશે તે સારું છે અને હે નાથ ! કદાચ પુત્ર નહિ થાય, તેપણ તે કરણીથી પરલોકમાં નિર્મળ અખંડિત સુખ અવશ્ય મળશે. “આ પ્રમાણે સાંભળીને હર્ષ પામતાં શ્રેષ્ઠિએ કહ્યું કે “પ્રિયે ! તે બહુ સારું કહ્યું. સારી રીતે આરાધેલો ધર્મ, ચિંતામણિરત્ન અને કલ્પવૃક્ષની તુલ્યતાને પામે છે.” આ પ્રમાણે મનમાં નિશ્ચય કરી દેવપૂજા માટે પુષ્પ લાવવા શ્રેષ્ઠિએ માળીને બેલા અને તેને ઘણું દ્રવ્ય આપી પુષ્પ મંગાવ્યાં. ત્યાર પછી દરરોજ પ્રાતઃકાળે ઊઠીને શેઠ પેતે વાડીમાં જઈ તાજાં પુપે લાવી પોતાનાં ઘરમાં રહેલી જિનપ્રતિમાનું પૂજન કરી નગરના મધ્યમાં રહેલ જિનચૈત્યમાં જતા હતા. ત્યાં કારમાં પેસતા નધિકી કહેવા વિગેરે દશ ત્રિકને એગ્ય રીતે બરાબર જાળવી પ્રાંતે ઉત્કૃષ્ટ ભક્તિથી
Page #50
--------------------------------------------------------------------------
________________
૩૯
ચત્યવંદન કરતા હતા. પછી સાધુઓને વાંઢીને વિધિપૂર્વક પ્રત્યાખ્યાન કરી ઉત્તમ મુનિએને તથા અન્ય પાત્રાને દાન આપતા હતા. આ પ્રમાણે દિવસે અને રાત્રીએ શુભ ભાવથી સર્વ સુખદાયી ધમ કૃત્ય આચરવાથી તે શ્રેષ્ઠિ ઉપર શાસનની અધિષ્ઠાતા દેવી સતુષ્ટ થઈ અને પ્રત્યક્ષ થઈને તેણે તેને પુત્રપ્રાપ્તિનું વરદાન આપ્યું. તે વરદાનથી શ્રષ્ટિ મહુ હુ પામ્યા. પછી પુન્યના પ્રભાવથી અને દેવીના વરદાનથી તેજ રાત્રિએ શેઠાણીએ પુત્રના ગભ ધારણ કર્યાં, અને સ્વપ્નમાં મગળ સહિત સુવર્ણ ના પૂર્ણ કળશ જોયા. તેને દેખીને તે જાગી અને પુત્રપ્રાપ્તિનું તે સુચિન્હ જાણી હર્ષ પામી. અનુક્રમે સમય પૂર્ણ થયે શુભ સમયે તેણીએ પુત્ર પ્રસન્થેા. તે વખતે શ્રેષ્ઠિએ મહાત્સવ કર્યાં અને દીનહીન જનાને સુવર્ણ, રત્ન વિગેરેનું દાન દઇ સમગ્ર સ્વજનને એકઠા કરી તેમની સમક્ષ સ્વપ્નને અનુસરે પુત્રનું મંગળકળશ નામ પાડયુ, તે અનુક્રમે વૃદ્ધિ પામતા અને વિદ્યાભ્યાસ કરતા આઠ વર્ષના થયા.
""
એક દિવસે મંગળકળશે તેના પિતાને પૂછ્યું કે“પિતાજી ! તમે હમેશાં સવારે ઉઠીને કઈ દિશાએ જાએ છે ? ” તેના પિતાએ કહ્યું કે-“હું પ્રાત:કાળે હુ'મેશાં દેવપૂજા માટે પુષ્પા વિષ્ણુવા ઉદ્યાનમાં જાઉં છું.” તે સાંભળી પુત્રે કહ્યું-‘હું હંમેશાં હવે તમારી સાથે પુષ્પા લેવા આવીશ.” પિતાએ પ્રથમ ના પાડી, પશુ આગ્રહથી તે હમેશાં સાથે જવા લાગ્યા, માળીએ શ્રેષ્ઠિપુત્ર જાણી સારાં કળા આપીને તેને રાજી કર્યાં. આ પ્રમાણે પુષ્પ લેવા તે હમેશાં જતા
Page #51
--------------------------------------------------------------------------
________________
૪૦
હતે. થોડા દિવસ પછી એક દિવસ તે એકલેજ વાડીએ પુષ્પો લેવા ગયે, અને માળી પાસેથી સુંદર પુષ્પો લઈ ઘેર આવ્યા પછી તેણે પિતાને કહ્યું કે-“હવેથી હુંજ દરરોજ પુપે લેવા જઈશ, આપ ધર્મધ્યાનમાં નિરંતર તત્પર રહેશે.” શેઠે તેનું વચન કબુલ રાખ્યું. ત્યાર પછી તેજ હંમેશાં પુપે લાવવા લાગ્યો, અને શ્રેષ્ઠિ સુખેથી દેવપૂજા કરવા લાગ્યા. તે વખતે એક અદ્ભૂત વિચિત્ર બનાવ બન્યું કે જેનાથી મંગળકળશના જીવનમાં વિચિત્ર ફેરફાર થયો.
આ જ ભરતક્ષેત્રમાં ચંપા નામની એક મોટી નગરી હતી, તેમાં સુરસુંદર નામનો રાજા રાજ્ય કરતો હતો અને ગુણુવી નામે તેને રાણી હતી. અનુક્રમે તે બન્નેના સંગથી શુભ સ્વપ્નસૂચિત એક પુત્રી તેમને થઈ અને
ક્યસુંદરી એવું તેનું નામ પાડયું. અનુક્રમે વૃદ્ધિ પામતી તે યુવાવસ્થાને પામી, ત્યારે તે બહુ લાવણ્યવાળી અને મનેહર રૂપવાળી થઈ એક વખત તેને જોઈને રાજા હદયમાં તેને માટે વરની ચિંતા કરવા લાગ્યા. ત્યારે રાણીએ તેમને કહ્યું કે –“હે સ્વામિન્ ! આ બાળિકા અમારા જીવિતવ્યનો આધાર છે. તેના વગર અમારાથી છવાય તેમ નથી. માટે આનો વિવાહ આજ નગરમાં કરે છે, બીજે સ્થળે કરે નથી. આપણી નગરીમાં આપણું મંત્રી સુબુદ્ધિના પુત્રને આપણી પુત્રી પરણાવવી ગ્ય છે.” આ પ્રમાણે રાણીનાં વચન સાંભળીને રાજાએ મનમાં વિચાર્યું કે –“અહો! વિવાહાદિકમાં સ્ત્રીઓની ઈચ્છા જ મુખ્ય છે.” રાજાએ ત્યારપછી
Page #52
--------------------------------------------------------------------------
________________
સુબુદ્ધિ મંત્રીને બોલાવીને કહ્યું કે –“હે મંત્રીશ્વર! મેં મારી પુત્રી તમારા લાયક પુત્રને આપી છે, હવે તેનો વિવાહ મહોત્સવ કરો એગ્ય છે.” તે સાંભળી મંત્રીએ કહ્યું કે-“હે સ્વામિન્ ! આવું અગ્ય કેમ બોલે છે ? આપની પુત્રી કે રાજપુત્રને આપવી ગ્ય છે, મારા પુત્રને આપવી એગ્ય નથી. જેનાં કુળ, શીલ વિગેરે સરખાં હોય તેનોજ પરસ્પર વિવાહ ચગ્ય છે, એક પુષ્ટ અને બીજે અપુષ્ટ હોય તેનો સંબંધ ચોગ્ય નથી.” આવાં મંત્રીનાં વચન સાંભળી રાજાએ કહ્યું કે-“હે મંત્રી ! આ બાબતમાં તારે ફરીથી બેલવા જેવું નથી. મેં રાણી સાથે વિચાર કરી તે પ્રમાણે કરવાનો નિર્ણય કર્યો છે, તેથી તે કાર્ય તેજ પ્રમાણે થશે.” આવાં રાજાનાં વચન સાંભળી અન્ય અધિ. કારીઓએ કહ્યું કે-“હે મંત્રી ! આપણે રાજાનું વચન માન્ય કરવું જ જોઈએ.” આવું સાંભળી ઈચ્છા નહિ છતાં પણ મંત્રીએ રાજાનાં વચને પ્રમાણુ કર્યા.
આ બનાવ બન્યા પછી મંત્રી ઘેર ગયે અને ચિંતામગ્ન થઈ લમણે હાથ દઈ બેઠે, અને ચિત્તમાં વિચારવા લાગ્યું કે અરે એક તરફ વાઘ અને એક તરફ નદી એ દુસ્તર ન્યાય મારે માટે થયે છે, કારણકે રાજપુત્રી રૂપમાં દેવાંગના તુલ્ય છે, અને મારા પુત્ર કેહના રોગથી પરાભવ પામેલે છે. બાળપણથી જ તે કુષ્ટી છે, પણ મેં તે વાત ગુપ્ત રાખેલ છે, તે બન્નેનો સંબંધ મારા પુત્રની આવી સ્થિતિ જાણવા છતાં હું કેવી રીતે કરૂં?” આ
Page #53
--------------------------------------------------------------------------
________________
૪૨
પ્રમાણે ચિંતા કરતાં તેને વિચાર થયે કે-“મારી કુળદેવી બહુ પ્રભાવવાળી છે. તેની હું આરાધના કરું, તેની કૃપાથી સર્વ વાંછિતની સિદ્ધિ થશે.” આ પ્રમાણે વિચાર કરીને મંત્રીએ વિધિપૂર્વક કુળદેવીની આરાધના કરી. તે પ્રત્યક્ષ થઈને બોલી કે-“હે મંત્રી ! તેં મારું ધ્યાન શા માટે કર્યું છે?” મંત્રીએ કહ્યું કે–“હે માતા ! તમે જ્ઞાનથી બધું જાણે છે, છતાં વૃત્તાંત કહું છું તે સાંભળે. મારે. પુત્ર દુષ્ટ કુષ્ટના વ્યાધિથી પરાભવ પામેલે છે, તેથી તમે એ ઉપાય દેખાડે કે જેથી તે વ્યાધિ રહિત થાય.” દેવીએ કહ્યું કે- “પૂર્વે કરેલા કર્મના ભેગથી જે વ્યાધિ. તેને થયે છે તે દૂર કરવા હું સમર્થ નથી, માટે તારી આ પ્રાર્થના વ્યર્થ છે. તે સાંભળી મંત્રીએ ફરીથી કહ્યું કે
જે તે પ્રમાણે ન બની શકે તે તેના જેવી આકૃતિવાળા અને વ્યાધિ રહિત બીજા કેઈ પુરૂષને કોઈ પણ ઠેકાણેથી મને લાવી આપો, કે જેથી રાજપુત્રી સાથે તેને ભાડે પરણાવી પછી મારા પુત્રને તે કન્યા સોપું અને તે ભાડુતી પુરૂષનું જેમ ઠીક પડશે તેમ કરીશ.” દેવીએ કહ્યું કે –“મંત્રી ! એવી કોઈ સુંદર આકૃતિવાળા બાળકને લાવીને આ નગરીના દરવાજામાં ઘેડાઓનું રક્ષણ કરનારા રાજપુરૂષ પાસે હું મૂકીશ, તેને તારે ગ્રહણ કરવું. પછી તેને માટે જેમ યોગ્ય લાગે તેમ કરજે.” આ પ્રમાણે કહી દેવી અદશ્ય થઈ ગઈ. મંત્રી પણ હર્ષ પામી ભેજનાદિ કાર્યથી પરવારી વિવાહની તૈયારીઓ કરવા લાગે.વળી મંત્રીએ અશ્વપાળ પુરૂષને બેલાવીને
Page #54
--------------------------------------------------------------------------
________________
૪૩
કહ્યુ કે “ કાઈ ખળક કોઈ સ્થળેથી આવીને તમારી પાસે એસે તેને તમારે તરત મારી પાસે લઈ આવવા અને મને સોંપી જવા.” અશ્વપાળકે તેની તે આજ્ઞા માન્ય કરી.
66
ત્યારપછી કુળદેવીએ જ્ઞાનથી જાણ્યુ કે તે રાજપુત્રીનો ભાવી વર મગળકળશ થવાનો છે, તેથી તે ઉજયની ગઈ, અને મૉંગળકળશ પુષ્પા લઈને આવતા હતા, તે વખતે તે સાંભળે તેમ આકાશમાં રહીને તે ખેલી કે—જે ખાળક પુષ્પા લઇને જાય છે, તે ભાડાએ કરીને રાજકન્યાને પરણશે.” તે સાંભળી મંગળકળશે વિસ્મય પામી આ શું?’એમ વિચારતાં મનમાં નિશ્ચય કર્યો કે− અહેા જે વાણી મે કાલે સાંભળી હતી, તેજ વાણી આકાશમાં આજે પણ સંભળાય છે. કાલે તેા હું પિતાને કહેવુ' ભૂલી ગયા, પરંતુ આજે તે। આ હકીકત અવશ્ય કહીશ.” એમ વિચારતા તે મા'માં ચાલ્યે જતા હતા, તેવામાં મેટા વાયુના ઝપાટામાં તે ઉડયે.. અને ચપાનગરીની પાસેના વનમાં તે નીચે ઉતરી શકયા ત્યારેજ પવન શાંત થયા. એકાએક ત્યાં આવવાથી તે ભયભીત થયા. પછી તૃષાતુર થવાથી અને થાક લાગવાથી એક નિળ સરાવર દેખીને તે ત્યાં ગયા, અને જળપાન કરી સ્વસ્થ થયેા. પછી તે નગરની દિશા તરફ ચાલ્યા, અને ટાઢ લાગવાથી ગામની ભાગાળે અશ્વપાળે અગ્નિ પ્રગટ કરી હતી ત્યાં ટાઢ ઉડાડવા તે બેઠા. તે તાપતો હતો, ત્યારે તેને જોઇને આ રક ખાળક કાણુ છે ? કયાંથી આવ્યે છે ? આ પ્રમાણે અશ્વપાળા પરસ્પર વાતો કરવા લાગ્યા. અશ્વપાળના ઉપરીએ
.
Page #55
--------------------------------------------------------------------------
________________
૪૪
66
તે વાતો સાંમળી, એટલે મત્રીએ કહેલ ગુપ્ત સ`કેત સભારી તેણે તે બાળકને પેાતાની પાસે ખેલાવી તેને શીતના ઉપદ્રવથી રહિત કર્યાં, અને પ્રાતઃકાળે તેને તે મંત્રી પાસે લઈ ગયા. તેને જોઈ મંત્રી ખડું હુ પામ્યા. તેને ગુપ્ત સ્થાનમાં રાખ્યા, અને સ્નાન, ભેાજનાદિથી તેને સત્કારીને સંતોષ પમાડચો, આવુ' આતિથ્ય જોઇને મગળકળશે વિચાર્યું કે-‘આ આટલે બધા મારા સત્કાર કેમ કરવા હેશે ? વળી મને આ લેક આ પ્રમાણે ગુપ્ત કેમ રાખતા હશે ?” આવે વિચાર કરીને તેણે મંત્રીને પૂછ્યું કે- મારા પરદેશીનો આટલા બધા સત્કાર કેમ કરેા છે ? આ નગરી કઈ છે? આ દેશ કયા છે ? મારૂ શુ કામ છે? આ બધી સત્ય હકીકત મને કહેા, મને તમારા વનથી બહુ આશ્ચય થાય છે. ” તે સાંભળી અમાત્યે કહ્યુ` કે—“ આ ચંપા નામની નગરી છે, અનંગ નામનો દેશ છે. અહી' સુરસુ'દર નામના રાજા છે. તેના હું સુબુદ્ધિ નામનો મુખ્ય પ્રધાન છું. મારાં એક મેાટા કાર્ય માટે તને અહીં લાવવામાં આવ્યે છે. ” ત્યારે તેણે પૂછ્યું કે:-“ એવુ તમારૂ માટું શુ' કાય છે ક્રૂ' મ’ત્રી એલ્યેા કેઃ-સાંભળ, રાજાએ તેની ત્રૈલેાકયસુંદરી નામની કન્યા મારા પુત્રને આગ્રહથી આપી છે, પરંતુ મારા પુત્ર કે।ઢના વ્યાધિથી પરાભવ પામેલે છે, તે કારણથી હું ભદ્ર ! તારે મારા પુત્રને બદલે તે કન્યા સાથે પાણિ ગ્રહણ કરીને તે કન્યા મારા પુત્રને સોંપવારૂપ કાર્ય કરવાનું છે,
આ મહાન્ કાર્ય માટે મેં તને અહીં મગાવ્યા છે.” આવાં મત્રીનાં વચન સાંભળીને મગળકળશ આલ્યે કે- અરે
66
Page #56
--------------------------------------------------------------------------
________________
૪૫
મંત્રીશ્વર! તમે આટલું મેટું અકૃત્ય શા માટે કરે છે? તે. અત્યંત રૂપવાળી રાજપુત્રી કયાં અને તમારે કુષ્ટી પુત્ર કયાં? હું તે આવું કઠેર કાર્ય કદાપિ નહિ કરું. ભેળા માણસને. કુવામાં ઉતારી દેરડું કેણુ કાપે?” આ સાંભળી મંત્રી બે કે-“રે દુષ્ટ ! જે આ કાર્ય તું નહિ કરે, તે હું તને મારા હાથથીજ મારી નાંખીશ.” આ પ્રમાણે કહી તે સુબુદ્ધિ મંત્રીએ હાથમાં ખડ્રગ લઈ મારી નાખવાને તેને ભય બતાવે તે પણું તે મહાકુલિન હોવાથી મંત્રીનું ધારેલ અકૃત્ય કાર્ય કરવાનું તેણે સ્વીકાર્યું નહિ. પછી અન્ય માણસને સમજાવવાથી તથા મંત્રીએ પણ મીઠા શબ્દોથી સમજણ પાડવાથી તેણે છેવટે વિચાર કર્યો કે –“ખરેખર આમજ થવાનું હશે, નહિ. તે પવનમાં ઉડીને ઉજજયિનીથી હું અહીં કેમ આવું? વળી આકાશવાણમાં પણ તેવા શબ્દો સંભળાયા હતા, તેથી મારે આ વાત સ્વીકારવી તેજ એગ્ય છે, કારણકે જે થવાનું હોય. છે તે થાયજ છે.” આ વિચાર કરી તેણે છેવટે મંત્રીને કહ્યું કે–“જે આ નિંદ્ય કાર્યો મારે પરાણે પણ કરવું પડે. તેમજ હોય તો છેવટ મારે એક માગણી કરવાની છે તે તમારે અવશ્ય સ્વીકારવી પડશે.”
તે સાંભળી મંત્રીએ કહ્યું કે-“તારે જે કાંઈ કહેવાનું હોય તે ખુશીથી કહે.” તેણે કહ્યું કે–“રાજા કન્યાદાનાદિકમાં જે કાંઈ વસ્તુ મને આપે તે સર્વની માલિકી મારી જ સમજવી અને તે બધી ઉજજયિનીના માર્ગ પર પ્રાતઃકાળમાં તૈયાર રાખવી.” તેનું આ વચન મંત્રીએ સ્વીકાર્યું. પછી લw સમય આવતાં વસ્ત્ર,
Page #57
--------------------------------------------------------------------------
________________
તથા અલંકાર વિગેરેથી તેને શણગારી હસ્તી ઉપર બેસાડી રાજાએ તૈયાર કરાવેલ લગ્નમંડપમાં લઈ ગયા.રાજા તેનું રૂપ જોઈ બહુ આનંદ પામેલેક્સસુંદરી પણ કામદેવ જેવા સુરૂપવાળા - પતિને દેખી આનંદ પામી, અને શુભ મુહૂતે તેમના લગ્ન થયાં, ચાર મંગળ વરતાણું. તેમાં પહેલે મંગળે રાજાએ વરને ઘણાં સુંદર વસ્ત્રો આપ્યાં, બીજે મંગળે આભૂષણે આપ્યાં, ત્રીજે મંગળે મણિ અને સુવર્ણ વિગેરે આપ્યું. અને એથે મંગળે રથ વિગેરે વાહને આપ્યાં. આ રીતે તે દંપતીને વિવાહઉત્સવ
આનંદપૂર્વક પૂર્ણ થયે. વિવાહની ક્રિયા પૂર્ણ થયા છતાં જ્યારે -જમાઈએ વધુને હાથ ન મૂક્યું, ત્યારે રાજાએ પૂછ્યું કે-“હે વત્સ ! હજુ વધારે તમારે શું જોઈએ છીએ?” તે સાંભળી જમાઈએ પાંચ જાતિવંત અશ્વોની માગણી કરી, તેથી રાજાએ તરતજ હર્ષ પૂર્વક તેવા પાંચ ઉત્તમ અશ્વો આપ્યા. ત્યારપછી વાજિંત્રેના નાદ, સુંદરીઓનાં ધવળગીત અને ભાટ ચારણેના જયજય શબ્દપૂર્વક વધૂસહિત મંગળકળશ મંત્રીને ઘેર ગયે. રાત્રીને સમય થતાં મંત્રીના માણસો છાનું છાનું બલવા લાગ્યા કે-“હવે કઈ પણ ઉપાયથી આને અહીંથી શીઘ કાઢી મૂક જોઈએ.” તે સાંભળીને તેમજ આકાર અને ચેષ્ટા વિગેરેથી ભરતારનું ચલચિત્ત દેખીને લેયસુંદરી તેની પાસે જ રહી, તેની પાસેથી જરા પણ દૂર ખસી નહિ. ત્યાર પછી ડીવારે મંગળકળશ દેહચિંતા માટે ઊભે થયે; ત્યારે રાજપુત્રી જળનું પાત્ર લઈ તેની સાથેજ ગઈ. પછી મંગળકળશ ઘરમાં પાછો આવે, પણ તેને ચિંતા થવા હ્માગી.
Page #58
--------------------------------------------------------------------------
________________
૪૭
,,
r
તે વખતે એકાંતમાં ગેલેાકયસુંદરી વિહ્વળ ચિત્ત દેખીને પતિને પૂછવા લાગી કે—“વ્હાલા પ્રાણનાથ ! આપને શુ ક્ષુધા ખાધા કરે છે ?’” તેણે હા કહી, તેથી તેણીએ દાસી પાસે ઉત્તમ માઇક મંગાવ્યા. તે મેદકા ખાઈ પાણી પીતાં તે મેલ્યા કે- અહા ! આવા સિહુ કેશરીઆ મેદિક ખાધા પછી તેની ઉપર જો ઉજયની નગરીનું જળ હાય તા મહુ તૃપ્તિ થાય, અન્યથા ન થાય. આવાં પતિનાં વચન સાંભળી વ્યાકુળ થઈ તે વિચારવા લાગી કે← અહા ! આ આવુ' અઘટિત કેમ ખેલતા હશે ? ઉજ્જયિનીના જળની મીઠાશ તેઓ કેવી રીતે જાણતા હશે! અથવા તે। એમનુ મેાસાળ ત્યાં હશે, તે ખાલ્યાવસ્થામાં જોયેલ હાવાથી તેનુ સ્વરૂપ જાણતા હશે.” આવા વિચાર કર્યાં પછી અનેક સુગધી વસ્તુએ મિશ્રિત એક તાંબુળ પેાતાના હસ્તવડે બનાવી તેણે •ભરતારને મુખવાસ માટે આપ્યુ. ઘેાડીવારે મ`ત્રીએ મગળકળશ પાસે માણુસ મોકલી સમય જણાવ્યે; ત્યારે મંગળકળશે શૈલેાકયસુંદરીને કહ્યું કે હે પ્રિયા ! ફરીથી પણ મારે દેચિંતા માટે જવાની ઈચ્છા છે, ઉદરમાં ઘણી ખાધા થાય છે, પણ તારે પાણીનું પાત્ર લઇને જલદી આવવાની જરૂર નથી, ઘેાડીવાર રહીને આવજે, ” એમ કહી તે મત્રીના ઘરમાંથી બહાર નીકળી ગયા. તેણે મત્રીને પૂછ્યું' કે—‘રાજાએ આપેલ અશ્વ વિગેરે વસ્તુએ કયાં છે ?” મત્રીએ કહ્યું” કે “ તે સવ ઉજ્જયિનીના માગ માંજ છે. ” તે સાંભળી તે તે માગ તરફ ચાલ્યા અને તે વસ્તુઓમાંથી ઉત્તમ વસ્તુએ રથમાં
cr
,,
Page #59
--------------------------------------------------------------------------
________________
૪૮
નાખી ખાકીની ત્યાં છેડી દઇ રથને અશ્વો જોડી તે ઉજ્જયિની તરફ ચાલ્યા. રસ્તામાં આવતા મા ના ગામાના નામેા પૂછતા અને અખંડ પ્રયાણ કરતા મંગળકળશ અનુક્રમે તેની નગરીએ સુખપૂર્વક પહોંચી ગયા.
મગળકળશ પવનના ઝપાટાથી ગુમ થઈ ગયા પછી ઉજ્જયિનીમાં તેના માતા પિતાએ તેની ઘણી શોધ કરી હતી; પર'તુ કાઈ સ્થળે તેની શુદ્ધિ ન મળવાથી અત્યંત વિલાપ કરી કેટલેક દિવસે તેએ શેાકરહિત થયાં હતાં. આ સમયે એક દિવસે મ’ગળકળશની માતાએ મંગળકળશને પેાતાના ઘર તરફ રથમાં બેસીને આવતો દેખ્યું, પણ તેને ન ઓળખવઃથી તે એકદમ ખેલી ઊઠી કે;-“અરે રાજપુત્ર ! તું અમારા ઘરમાં થ કેમ લાવે છે ? ચાલુ માગ પડતો મૂકીને શું તારે આ નવા માગ કરવા છે ? ” આ પ્રમાણે નિષેધ કરતાં પણ તે અટકયા નહિ, ત્યારે તેણે ગભરાઇને મેટે સ્વરે શ્રેષ્ઠીને ઘરમાંથી ખેાલાવ્યા. શ્રેષ્ઠી ઘર બહાર આવ્યા, તેવામાં તો મગળકળશ રથમાંથી નીચે ઉતરી પિતાના પગમાં પડી. તે વખતે તેને એળખીને હષ સહિત પિતાએ પુત્રને ગાઢ આલિંગન કર્યુ. પછી હર્ષોંનાં અશ્રુ પાડતાં માતા-પિતાએ પ્રથમ તેના કુશળ સમાચાર પૂછી પછી ખીજી સર્વ હકીકત પૂછી, અને આવી અપૂર્વ સ ́પત્તિ કેવી રીતે પ્રાપ્ત થઈ તે પણ પૂછ્યું'. પછી તેણે માતા પિતા પાસે બનેલ સ વૃત્તાંત કહી બતાયૈ. તે સાંભળી તેમણે મનમાં વિચાર્યું કેઃ-‘અહા ! આ પુત્રનું ભાગ્ય અને સૌભાગ્ય ઘણું માટુ' છે. ” ત્યારપછી
Page #60
--------------------------------------------------------------------------
________________
૪૦
ઘરની આસપાસ ગઢ બંધાવી શ્રેષ્ઠીએ અશ્વોને ગૃહમાં ગુપ્ત રીતે રાખ્યા, અને પુત્ર આવ્યાને વધામણ ઉત્સવ કર્યો.
એકદા મંગળકળશે પિતાને કહ્યું કે –“પિતાજી ! હજુ મારે કળાઓને અભ્યાસ બાકી છે, તે પૂર્ણ કરે છે. એટલે શ્રેષ્ઠીએ પોતાના ઘરની પાસે રહેતા એક કળાચાર્યની પાસે તેને કળાભ્યાસ આગળ શરૂ કરાવ્યે. ચંપાનગરીમાં મંગળકળશના ગયા પછી મંત્રીએ પોતાના પુત્રને રાત્રીને સમયે મંગળકળશને વેશ પહેરાવી વાસગૃહમાં રાજપુત્રી પાસે મેક
ત્યા. તે આવીને શગ્યા ઉપર બેઠો. તેને દેખીને ટૌલયસુંદરી મનમાં વિચાર કરવા લાગી કે “આ દુષ્ટ કેણ મારી પાસે આવ્યું ?” પછી તે મંત્રીપુત્ર તેને સ્પર્શ કરવા તેની નજીક ગયે, એટલે ઐકયસુંદરી શય્યામાંથી ઉતરીને જલદી બહારના ભાગમાં જ્યાં પોતાની દાસી એ સુતી હતી ત્યાં આવી. તેને ત્યાં આવેલી જોઈ દાસીઓએ પૂછયું કે“ અરે સ્વામિનિ ! તમે આકુળવ્યાકુળ કેમ દેખાઓ છે?” તે સાંભળી તે બેલી કે:-“દેવતુલ્ય રૂપવાળે મારે પતિ કોઈ ઠેકાણે જતો રહ્યો જણાય છે.” તેઓ બેલી કે-“હમ.
જ તમારા પતિ શયનગૃડમાં આવ્યાને? તેણીએ કહ્યું કે - “તે મારા પરણેલ પતિ નથી, તે તે કેઈ કેઢીએ આવ્યું છે.” આમ કહીને તે સુંદરી દાસીઓની સાથે સુઈ રહીને રાત્રી ત્યાં નિર્ગમન કરી. પ્રાત:કાળે શૈલેયસુંદરી પિતાને ઘેર ગઈ.
પ્રભાત સમયે કુબુદ્ધિથી પ્રેરાયેલ સુબુદ્ધિમંત્રી રાજા ચિ. ૫. ૪
Page #61
--------------------------------------------------------------------------
________________
૫૦
પાસે ગયે. તે વખતે તેનું મુખ ચિંતાથી શ્યામ દેખાતું હતું, તે જોઈ રાજાએ તેને પૂછયું કે:-“અરે મંત્રી ! આજે હર્ષને સ્થાને તમારા મુખ ઉપર વિષાદ કેમ દેખાય છે ?” મંત્રી બે -“હે રાજન ! મારા અશુભ કર્મને લીધે હર્ષને સ્થાને મને શક પ્રાપ્ત થયો છે.” રાજાએ પૂછયું -“શું થયું છે તે જલદી કહો.” તે બે -“હે સ્વામિન્ ! મનમાં હર્ષથી પૂર્ણ થયેલ પ્રાણી જે કાર્યનું ચિંતવન કરે છે તે કાર્યને મહા શત્રુરૂપ થયેલ વિધાતા અન્યથા પ્રકારે જ કરે છે.” આ ઉત્તર મળવાથી રાજાએ ફરીથી દુ:ખનું કારણ પૂછયું. ત્યારે તે મંત્રી દીર્ઘ નિ:શ્વાસ નાંખીને બે કે –હે સ્વામિન્ ! દૈવવડે ઠગા છું, મારે પુત્ર જે હતું તે ગઈ રાત્રેજ આપે નજરે જોયે છે. તેના ઉપર કોઈનો બેટી નજર ન પડે તેથી આજ સુધી તેને બહાર કાઢજ નહતો. ગઈ કાલે જ બહાર કાઢો ત્યારે તે રાત્રીના પ્રસંગે આપની પુત્રીના સ્પર્શથી કેઢીઓ થઈ ગયેલ છે. શું કહેવું અને કેની પાસે પિકાર કરે ?” આ હકીક્ત સાંભળી રાજા પણ દ:ખી થયો. તે મનમાં વિચાર કરવા લાગ્યો કે –“અરે ! ખરેખર મારી પુત્રી શુભ લક્ષણ રહિત હેવી જોઈએ કે જેના શરીરના સ્પર્શમાત્રથી મંત્રીનો આ સુરૂપવાન પુત્ર કુષ્ટી થઈ ગયો. જે કે જગતમાં સર્વે પ્રાણુઓ પોતપોતાનાં કર્મનાં ફળ નેજ ભગવે છે, પરંતુ બીજે પ્રાણ તેનું નિમિત્ત માત્ર પણ થાય છે. કેઈ પણ પુરૂષના સુખદુઃખને ઉત્પન્ન કરવા કે તેને દૂર કરવા કેઈ પણ પ્રાણુ શક્તિમાન નથી, પરંતુ પૂર્વે
Page #62
--------------------------------------------------------------------------
________________
કરેલું કમજ ભગવાય છે, એટલે કે તેને સુખ દુઃખ આપનાર થાય છે. આ પ્રમાણે વિચાર કરી રાજાએ મંત્રીને કહ્યું કે –“હે મંત્રી ! મેં જ તમારા પુત્રને કષ્ટમાં નાખે છે. જે મેં તમારા પુત્ર સાથે મારી પુત્રીને આગ્રહથી વિવાહ કર્યો ન હોત તે તે કુષ્ઠ રોગથી પરાભવ ન પામત.” તે સાંભળી મંત્રી બોલ્યા કે –“તમે તે હિતકારક કાર્ય કર્યું, તેમાં આપને શું દેષ? ખરે મારા કર્મને જ દોષ છે.” આમ કહીને મંત્રી પોતાને ઘેર ગયે. આ પ્રમાણે આળ આવવાથી ત્રિલેક્સસુંદરી રાજા અને સર્વ પરિવારને પરમ પ્રિય હતી તે અપ્રિય થઈ પડી. તેની સાથે કઈ વાત કરતું નહિ, તેને સ્પર્શ કરવા કેઈ ઈચછતું નહિ, અને તેને દષ્ટિથી જોવા પણ કોઈને મન થતું નહિ. તેને રાજાએ તેને ગુપ્તગૃહમાં રાખી. ત્યાં રહીને તેણે વિચાર કર્યો કે –“મેં પૂર્વે એવું શું દુષ્કર્મ કર્યું હશે કે જેને લીધે મારે પરણનાર પતિ નાસીને અન્ય સ્થળે જતો રહ્યો ? અને ઉલટું લેકમાં આવું અગ્ય કલંક પ્રાપ્ત થયું ? હવે હું શું કરું? ક્યાં જાઉં? કેની સાથે વાત કરૂં? હું અત્યારે મહા કષ્ટમાં પડી છું!!” આ પ્રમાણે ચિંતવન કરતાં તેને એકદા વિચાર આવ્યું કે-“ખરેખર મને પરણનાર પતિ ઉજ્જયિની જ ગયા હશે, કેમકે મોદક ખાધા પછી તેણે કહ્યું હતું કે –“જે આ મોદક ઉપર ઉજજ યિનીનું પાણી હોય તે આ મોદક ઘણું સારાં લાગે.” આ નિશાનીથી મારા ચરણનાર પતિ ત્યાં ગયા હોય તે સંભવ રહે છે, માટે જે કંઈ પણ ઉપાયથી હું ત્યાં જાઉં, તે તેને
Page #63
--------------------------------------------------------------------------
________________
પર
ધી કાઢીને સુખી થાઉં.” આ પ્રમાણે વિચાર કરી તેણે તેની માતાને કહ્યું કે –“માતાજી! તમે હવે એવું કાંઈક કરે કે જેથી મારા પિતા મારું વચન એક વખત સાંભળે.” આ પ્રમાણે વારંવાર કહ્યા છતાં તેની માતાએ તે સ્વીકાર્યું નહિ, તેથી એકદા તે સુંદરીએ સિંહ નામના સામંતને બેલાવી પિતાને અભિપ્રાય જણાવ્યું. તે વખતે સિંહ સામંતે તેને આદિથી અંત સુધી સર્વ વૃત્તાંત સાંભળીને હૃદયમાં વિચાર કરી તેણુને કહ્યું કે –“બહેન ! તું ઉતાવળી થઈશ નહિ, વખત આવશે ત્યારે હું રાજાને સર્વ હકીકત સમજાવી તારી ઈચ્છા પૂર્ણ થાય તેમ કરીશ.” આવું વચન સાંભળી તે રાજપુત્રી સંતોષ પામી.
એકદા સમય જોઈ સિંહસામંતે યુક્તિપૂર્વક રાજાને જણાવ્યું કે-“હે રાજન ! આપની પુત્રી બિચારી મેટા કષ્ટમાં પડી છે, તેણીનું સન્માન કરવું તે દૂર રહ્યું, પરંતુ તેનાં વચન સાંભળવા જેટલે તે તેના ઉપર પ્રસાદ કરે જોઈએ.” તે સાંભળી રાજાનાં નેત્રો અશ્રુથી ભરાઈ ગયાં, અને તેણે સિંહ સામતને કહ્યું કે-“હે સામંત ! આ મારી પુત્રીએ પૂર્વભવમાં કઈને હું આળ આપવાનું દુષ્કર્મ કર્યું હશે, તેના પ્રભાવથી આ ભાવમાં તે કલંકવાળી થઈ છે અને આપણને પણ ઈષ્ટ છતાં અનિષ્ટ થઈ છે; પરંતુ તે જે કાંઈ કહેવા ઈચ્છતી હોય તે સુખેથી મારી પાસે આવીને કહે,” આ પ્રમાણે રાજાની આજ્ઞા મળવાથી તે સામંતે લેયસુંદરીને કહ્યું કે-“હે પુત્રી! પિતાજી પાસે
Page #64
--------------------------------------------------------------------------
________________
આવીને તારે જે કહેવું હોય તે સુખેથી કહે.” આ પ્રમાણે આજ્ઞા મળવાથી રાજપુત્રી તેના પિતા પાસે આવી અને બેલી કે-“હે પિતાજી! મને કુમારને ગ્ય વેશ આપે.” તે સાંભળી રાજાએ સિંહસામંતને કહ્યું કે:-“અરે સામંત ! આ પુત્રી આવું સંબંધ વગરનું શું બેલે છે?” સામંતે કહ્યું કે –“મહારાજ ! તેણે યોગ્ય કહ્યું છે. પહેલા પણ એ ક્રમ હતું કે રાજપુત્રી મેટા કારણને લીધે પુત્રને વેશ ધારણ કરતી હતી. આમાં કાંઈ પણ અયુક્ત નથી. તેમાં તમે સંશય ન કરે, તેને ખુશીથી પુરૂષ વેશ આપ.” આ પ્રમાણે સાંભળી સિંહસામંતનું વચન યુક્તિયુક્ત માનીને રાજાએ પુત્રીને પુરૂષશ આપે, અને દેશાટન માટે જવાની મંજુરી આપી. તેની સાથે ચેડા સૈન્ય સહિત જવાને સિંહસામંતને હુકમ કર્યો. પછી કયસુંદરીએ કહ્યું કે –“જો આપની આજ્ઞા હોય તે અમુક કારણવશાત્ મારે હાલ ઉજજયિની તરફ જવાની ઈચ્છા છે.” રાજાએ મંજુરી આપી અને કહ્યું કે “મારા વંશને દૂષણ ન લાગે તેવી રીતે સર્વત્ર વર્તાજે.” એમ કહીને તેને ઈચ્છાનુસાર જવાની આજ્ઞા આપી.
ત્યારપછી પુરૂષના વેશને ધારણ કરનારી સુંદરી સૌન્ય સહિત સિંહસામંતની સાથે અખંડ પ્રયાણ કરતી ઉજજયિની નગરીએ પહોંચી. તે વખતે તે નગરીના રાજાએ “આ ચંપાપુરીને રાજપુત્ર આવે છે. તેમ સાંભળીને બનેને પરસ્પર પ્રીતિ હોવાથી તેને એગ્ય સત્કાર કર્યો, અને આગતાસ્વાગતા પૂર્વક તેને નગરીમાં પ્રવેશ કરાવી તેને પોતાના મહેલમાં લઈ
Page #65
--------------------------------------------------------------------------
________________
૫૪
ગો, પછી રાજાએ તેને આગમનનું કારણ પૂછ્યું, ત્યારે તેણીએ કહ્યું કે –“પૃથ્વીમાં પ્રસિદ્ધ અને અનેક આશ્ચર્યોથી ભરેલી આ આપની નગરીને કૌતુથી જોવા માટે હું અહીં આવેલ છું.” રાજાએ કહ્યું કે-“હે રાજપુત્ર! તમારે અહીં મારે ઘેરજ રહેવું. મારામાં અને તમારા પિતામાં જરા પણ અંતર જાણ નહિ” તે સાંભળી રાજપુત્રી સિંહ સામંત તથા સૈન્ય સહિત રાજાએ આપેલ રાજમહેલમાં રહેવા લાગી. પછી તેણીએ પતાના સેવકને તે નગરીમાં સુંદર સ્વાદિષ્ટ જળાશય કયા ક્યા છે તેની શોધ કરવા હુકમ કર્યો, ત્યારે તેઓએ તપાસ કરીને કહ્યું કે “આ ગામમાં સ્વાદિષ્ટ જળાશય પૂર્વ દિશામાં છે.” તે સાંભળી તે સુંદરીએ રાજાની આજ્ઞા લઈને તે દિશામાં એક મહેલ ભાડે લઈને તે સ્થળે વાસ કર્યો.
એક દિવસ તે પિતાના મકાનની બારીમાં બેઠી હતી, તેવામાં તે સ્થળેથી પાણું પીવાને જતા તેના પિતાએ કન્યાદાનમાં આપેલા અને જેઈને તેણીએ મનમાં વિચાર્યું કે“અહો ! આ અવો તે મારા પિતાનાજ છે.” આ વિચાર કરી તેણીએ તે અવની પાછળ પિતાના સેવક મોકલ્યા અને તેઓને કહ્યું કે-“આ અ પાછા ફરતાં
જ્યાં જઈને ઉભા રહે, ત્યાં તમારે જવું અને જે સ્થળે તેમને રાખવામાં આવે છે તે સ્થળનું નામ, ઠામ વિગેરે સર્વ ચેકસ રીતે જાણીને પાછા આવવું.” સેવકેએ તે પ્રમાણે કર્યું, અને તે સ્થાન તથા નામ વિગેરે જાણીને રાજપુત્રીને બધી હકીકત નિવેદન કરી. પછી તપાસ કરતાં મંગળકળશને
Page #66
--------------------------------------------------------------------------
________________
૫૫ અભ્યાસ કરતે જાણીને શૈલેયસુંદરીએ સિંહસામંતને કહ્યું કે-“કઈ પણ ઉપાયવડે આપણું અને પાછા ગ્રહણ કરીએ તે ઠીક.” સિંહ બોલ્યો કે –“તેના માલિકની અધ્યાપનશાળા અહીં પાસે જ છે. તેના વિદ્યાર્થીઓને ભેજન માટે નિમંત્રણ કરીએ. પછી શું કરવું તે સહજ સમજાશે.” સુંદરીએ તેમ કરવાની હા કહી, એટલે ભેજનને લગતી સર્વ સામગ્રી તૈયાર કરી તેણે ઉપાધ્યાયને આમં. ત્રણ આપ્યું. સમય થયો ત્યારે અધ્યાપક સર્વ વિદ્યાથીઓ સહિત જમવા આવ્યું. તેમના મધ્યમાં પિતાના પતિને જોઈને ઐક્યસુંદરીએ તરતજ તેને ઓળખ્યો અને અત્યંત હર્ષ પામી. પછી હર્ષને લીધે તેણીએ પોતાનું આસન અને થાળ વિગેરે મંગળકળશ માટે મોકલી તેની વિશેષ ભક્તિ કરી. સર્વને ભજન કરાવી વસ્ત્રો આપ્યાં, અને મંગળકળશને તેણે પિતાનાંજ શરીરનાં બે સુંદર વચ્ચે આપ્યાં. પછી તેણીએ કળાચાર્યને કહ્યું કે:-“આ સર્વ વિદ્યાર્થીઓ માંથી જેને સુંદર કથા કહેતાં આવડતી હોય તે મારી પાસે એક કથા કહે.” આ સાંભળી સર્વ છાત્રોએ મંગળકળશની વિશેષ ભક્તિ થતી જોઈને ઈર્ષ્યાથી કહ્યું કે –“આ સર્વમાં મંગળકળશ વધારે પ્રવીણ છે, તે એક કથા કહેશે.” આ પ્રમાણે સર્વ છાત્રોના કહેવાથી પંડિતે મંગળકળશને જ કથા કહેવાની આજ્ઞા આપી, એટલે અધ્યાપકની આજ્ઞાથી તે છે કે –“કલ્પિત કથાનક કહું કે અનુભવેલું કહું.?” તે સાંભળી રાજપુત્રીએ કહ્યું કે “કલ્પિત કથાથી સર્યું,
Page #67
--------------------------------------------------------------------------
________________
અનુભવેલુંજ કહે.” તેના શબ્દો સાંભળી મંગળકળશને વિચાર થયે કે –“ચંપાપુરીમાં હું જે રાજપુત્રીને ભાડે પર હતું, તેજ આ ત્રલેકયસુંદરી જણાય છે.” તે કઈ પણ કારણથી પુરૂષવેશે અહીં આવેલ જણાય છે.” આ પ્રમાણે વિચાર કરીને તે સ્વાનુભવ પ્રમાણેનું વૃત્તાંત કહેવા લાગ્યું. શરૂઆતનું, મધ્યનું અને છેવટનું પિતાનું ચરિત્ર તેણે સુબુદ્ધિમંત્રીએ પિતાના ઘરમાંથી તેને કાઢી મૂક્યું ત્યાં સુધીનું કહી સંભળાવ્યું.
તે સાંભળી રાજકુમારીએ કૃત્રિમ કેપ કરીને કહ્યું કે“અરે ! આવું જૂઠું બોલનારને પકડી લે.” તેના સેવકે તેને પકડવા લાગ્યા, એટલે તેણે તેને અટકાવી તેને ગૃહના અંદરના ભાગમાં લઈ ગઈ. ત્યાં તેને આસન પર બેસાડી તેણીએ સિંહસામંતને કહ્યું કે “હું જેની સાથે પરણું છું તેજ આ મારા સ્વામી છે, માટે હવે શું કરવું એગ્ય છે?” ત્યારે તે બોલ્યો કે-“જે આ જ તમારો ભરતાર હોય તે તમારે તેને અંગીકાર કરે.” રાજપુત્રી ફરીથી બોલી કે-“હે સામંત ! જે તમારા મનમાં હજુ પણ સંશય હોય તે આને ઘેર જઈ મારા પિતાએ આપેલ વસ્તુઓ વિગેરે જેઈને વિશેષ ખાત્રી કરે.” આ પ્રમાણે તેણએ સિંહસામંતને કહ્યું, ત્યારે તે તેને ઘેર ગયે અને ખાત્રી કરી. પછી મંગળકળશના પિતાને બોલાવી તેને સર્વ હકીકત કહી પાછે રાજપુત્રી પાસે આવ્યું. સિંહસામંતની સલાહથી તેણુ સ્ત્રીવેશ ધારણ કરી મંગળકળશને ઘેર ગઈ અને તેની સ્ત્રી થઈને રહી. ઉજજયિ
Page #68
--------------------------------------------------------------------------
________________
પ૭
નીના રાજાએ તે વાત જાણું, એટલે શ્રેષ્ઠીને બેલાવી તેણે સર્વ વૃત્તાંત સાંભળ્યું અને મનમાં અત્યંત આશ્ચર્ય પામ્યો. પછી રાજાની આજ્ઞાથી તેજ મકાનમાં મંગળકળશ રાજપુત્રી સાથે આનંદથી વિલાસ કરવા લાગ્યો ક્યસુંદરીએ સિંહસામંતને સિન્ય સહિત ચંપાપુરી પાછો મેકલ્ય, અને તેની સાથે રાજાએ તેને આપેલ પુરૂષવેશ પણ પાછો મેક. સિંહસામતે ચંપાપુરીમાં આવી સર્વ વૃત્તાંત રાજાને જણાવ્યું, તે સાંભળી રાજા હર્ષ પામીને બે કે-“અહે ! મારી પુત્રીની કળાકુશળતા તે જુઓ ! અને આ મંત્રીની પાપબુદ્ધિ પણ જુઓ ! આવી મારી નિર્દોષ પુત્રીને તેણે સદેષ તથા કલંકિત કરી.” પછી રાજાએ સિંહ સામંતને ફરીથી ઉજજયિની મોકલ્યો, અને જમાઈ સહિત પિતાની પુત્રીને તેડાવી તેમને સારી રીતે સત્કાર કર્યો. ત્યારપછી પેલા દુષ્ટ મંત્રીને વિડંબના પમાડીને તેનું સર્વસ્વ લુંટી લીધું, અને તેને મારી નાંખવાને હુકમ કર્યો. તે વખતે મંગળકળશે રાજાને અત્યંત પ્રાર્થના કરીને તેને મુકાવ્યું. તેને છોડી દેતાં રાજાએ કહ્યું કે- “હે પાપીઝ! તને હું મારા જમાઈના આગ્રહથી મૂકી દઉં છું, પરંતુ તું હવે મારા આ રાજ્યમાંથી ચાલ્યો જા.” મંત્રી પણ રાજાના હુકમથી તે દેશ છોડી ચાલ્યા ગયે. રાજાને કાંઈ પુત્ર ન હોવાથી મંગળકળશને પુત્રને સ્થાને રાજાએ સ્થાપન કર્યો અને તેને માતાપિતાને ત્યાંજ તેડાવી લીધા. પછી સર્વની સંમતિથી રાજાએ મંગળકળશને રાજ્યાભિષેક કર્યો, અને તેણે યશોભદ્રસૂરિની પાસે ચારિત્ર અગીકાર કર્યું.
Page #69
--------------------------------------------------------------------------
________________
૫.
સુરસુંદર રાજાએ દીક્ષા લીધી તેમ જાણીને તથા તેના રાજ્ય ઉપર કોઈ વણિક આવેલ છે તેમ સાંભળી ઈર્ષ્યાને લીધે સીમાડાના રાજાએ તેનુ રાજ્ય લઇ લેવાની બુદ્ધિથી સૈન્ય સહિત ત્યાં આવ્યા, તે વખતે મગળકળશે પેાતાના પુન્યના પ્રભાવથી રણુસ’ગ્રામમાં તે સને લીલામાત્રમાં જીતી લીધા, એટલે તે સર્વ શત્રુઓ મિત્રરૂપે થઈ ગયા. પછી તે સુખેથી રાજ્ય પાળવા લાગ્યા. અનુક્રમે ત્રલેાકયસુંદરીને પુત્ર પ્રાપ્તિ થતાં તેનું યશ શેખર નામ પાડયું. પુત્રના જન્મની વધામણીમાં મંગળકળશે સ` જિનચૈત્યેામાં પૂજા, અમારી ઉદ્ઘોષણા અને રથયાત્રા વિગેરે ઘણાં શુભ કાર્યો કર્યાં અને ઉચિતદાન દીધાં.
એકદા તે નગરીના ઉદ્યાનમાં શ્રી જયસિ’હરિ પધાર્યાં. તે સાંભળીને મંગળકુંભ રાજા રાણીસહિત ગુરૂને ઉદ્યાનમાં વાંઢવા આવ્યા. ગુરૂને ત્રણ પ્રદક્ષિણા દઈ ભક્તિપૂર્વક વંદન કરીને તેણે પૂછ્યું કે:-“ હે ભગવન્! મને વિવાહના સમયમાં વિડંબના પ્રાપ્ત થઈ અને મારી રાણીને માથે કલંક આવ્યુ તે કયા કથી ? ” સૂરિ મેલ્યા કે-“ આ જ ભરતક્ષેત્રમાં ક્ષિતિપ્રતિષ્ઠ નામે નગર છે. તેમાં એક સેામચદ્ર નામે કુળપુત્ર હતા. તેને શ્રીદેવી નામે ભાર્યાં હતી. તે બ ંને અરસપરસ પ્રીતિવાળા હતા. સેામચંદ્ર પ્રકૃતિથીજ સદ્ગુણી, સરલ હૃદયવાળે અને સલાકમાં માન્ય હતા. તેની સ્ત્રી પણ તેવાજ ગુણવાળી હતી. તેજ નગરમાં જિનદેવ નામના એક શ્રાવક રહેતા હતા, તેને સેામચંદ્રની સાથે ગાઢ મૈત્રી હતી. એકદા જિનદેવે તેની પાસે પુષ્કળ ધન હતું છતાં પણ અષિક દ્રવ્ય
Page #70
--------------------------------------------------------------------------
________________
૫૯
મેળવવાની ઈચ્છાથી પરદેશ જવાને વિચાર કરી સેમચંદ્રને કહ્યું કે –“હે મિત્ર! હું ધન ઉપાર્જન કરવા માટે દેશતરમાં જાઉં છું, પરંતુ હું તને આપી જાઉં તેટલું મારું ધન વિધિ પ્રમાણે સાત ક્ષેત્રમાં વાપરવું. તેને પણ તે પુન્યને છઠ્ઠો ભાગ મળશે.” આ પ્રમાણે કહી દશહજાર સેનામહોરે તેને આપીને તે પરદેશ ગયો. તેના ગયા પછી સેમચંદ્ર શુદ્ધ ચિત્તવડે તેનું ધન વિધિ પ્રમાણે ચગ્ય સ્થાને વાપર્યું, તે ઉપરાંત તેણે તેની સાથે પિતાનું પણ કેટલુંક ધન વાપર્યું, તેથી તેણે ઘણું પુન્ય ઉપાર્જન કર્યું. તેની ભાર્યા પણ તે. ધનવ્યયના અનુદનથી ઘણા પુન્યવાળી થઈ.
હવે તેજ નગરીમાં શ્રીદેવીને ભદ્રા નામની એક સખી હતી. તે નંદશ્રેષ્ઠીની પુત્રી અને દેવદત્તની ભાયી હતી. કેટલેક કાળે કર્મના દષથી તે દેવદત્ત શ્રેષ્ઠી કુષ્ઠી થયો, તેથી તેની ભાય ભદ્રા અત્યંત ખેદ પામી. એકદા તેણીએ પોતાની સખી. શ્રીદેવીને કહ્યું કે –“હે સખી! મારો પતિ કેઈ દુષ્ટ કર્મના યોગે કુછી થયેલ છે.” તે સાંભળી તેણીએ હાસ્યથી કહ્યું કે–“હે સખી ! ખરેખર તારા અંગના સંગથીજ તારે પતિ કુષ્ટી થયે જણાય છે, તું જ મહા પાપિણી જણાય છે, તેથી મારી દષ્ટિથી દૂર જા, તારૂં મુખ મને દેખાડીશ નહિ.” આ પ્રમાણેનાં સખીનાં વચન સાંભળી ભદ્રા મનમાં અત્યંત ખેદ પામી અને ક્ષણવારમાં તેનું મુખ શ્યામ થઈ ગયું. થોડીવારે શ્રીદેવીએ તેને કહ્યું કે –“હે સખી! તું ખેદ કરીશ નહિ. મેં તે ફક્ત તારી મશ્કરી કરી હતી. તે સાંભળી ભદ્રાના
Page #71
--------------------------------------------------------------------------
________________
-મનને ખેદ દૂર થયે. સેમચંદ્ર પિતાની ભાય સહિત મુનિના સંગથી જૈનધર્મ અંગીકાર કરી શુદ્ધ રીતે પાળી પ્રાંતે સમાધિ મરણવડે મૃત્યુ પામી સૌધર્મ નામના પેલા દેવલેકમાં પાંચ પલ્યોપમના આયુષ્યવાળે દેવ થયે. હે રાજન્ ! તે સેમચંદ્રને જીવ સૌધર્મ દેવકમાંથી ચ્યવીને તું મંગળકળશ થયો છે અને શ્રીદેવીને જીવ ત્યાંથી એવી ગ્રેજ્યસુંદરી થઈ છે. હે રાજન ! તે સેમચંદ્રના ભાવમાં પારદ્રવ્યથી પુન્ય ઉપાર્જન કર્યું હતું તેના પ્રભાવથી આ જન્મમાં તું ભાડે રાજકન્યાને પર, અને ઐક્યસુંદરીએ શ્રીદેવીને ભવમાં -હાસ્યવડે પણ પિતાની સખીને કલંક આપ્યું હતું, તેના પ્રભાવથી તેણીને આ ભવમાં દૂષણ પ્રાપ્ત થયું.”
આ પ્રમાણે ગુરૂમહારાજના મુખથી રાજા અને રાણીએ પિતાના પૂર્વભવને વૃત્તાંત સાંભળી વૈરાગ્ય પામી પોતાના પુત્રને રાજ્ય સેંપી ગુરૂની સમીપે દીક્ષા ગ્રહણ કરી. ત્યારપછી તે રાજર્ષિ અનુક્રમે સર્વ સિદ્ધાંતના પારગામી થયા. ગુરૂએ તેને આચાર્યપદે સ્થાપન કર્યા અને ત્રિલેક્સસુંદરી સાવીને પ્રવતિનીના પદે સ્થાપન કર્યો. અનુક્રમે તે બંને આયુષ્ય પૂર્ણ કરી શુભ ધ્યાનવડે કાળધર્મ પામીને પાંચમા બ્રહ્મદેવલેકમાં દેવપણે ઉત્પન્ન થયા ત્યાંથી ચ્યવી મનુષ્ય જન્મ પામીને ત્રીજે ભવે તે બંને મોક્ષપદને પામશે.”
ઈતિ મંગળકળશ કથા.
-
*
Page #72
--------------------------------------------------------------------------
________________
“મિનાથ, અને
વીરસેન તથા વિમળા રાણીએ લીધેલ દીક્ષા.
અદ્ભૂત આશ્ચય ઉત્પન્ન કરનાર મંગળકળશનું આ સુંદર કથાનક પૂર્ણ કરીને પ્રભુએ સંસાર ઉપરથી વૈરાગ્ય ઉત્પન્ન કરાવે તેવી અન્ય બેધક વચનાથી ભરેલી દેશના સમાપ્ત. કરી, આ દેશના સાંભળીને ઘણા જીવા વૈરાગ્યરસથી ભીજાયા, અસાર સ'સારને છેાડી દેવા તત્પર થયા અને ક્ષયે પશમ પ્રમાણે ત્યાગભાવ આદર્યું. વીરસેન રાજાને ચિ ંતવેલ પુત્રના મૃત્યુના ઉપાયાથી રાત્રીના સમયેજ વૈરાગ્યરાગ ઉત્પન્ન થયા હતા, તેમાં સાક્ષાત્ તીર્થકર ભગવાન પધારવાથી અને અમૃત જેવી તેમની દેશનાના શ્રવણથી તેને વિશેષ વૈરાગ્ય ઉત્પન્ન થયે, અને પાણીમાં જેમ વસ્ત્ર ઉપરના કાચા ર'ગ ઉડી જાય તેમ તેની સ'સાર ઉપરની વાસના ઉડી ગઇ. અને દીક્ષા લેવા તે તત્પર થઈ ગયા. પ્રભુને થાડા વખત ત્યાં સ્થિરતા કરવા વિન’તિ કરી રાજમ`દિરે આવી મંત્રી વિગેરેને પૂછીને તરતજ તેણે ચિત્રસેનને રાજ્ય આપવાની તૈયારી કરાવી, અને રાજ્યભાર બધા ચિત્રસેન ઉપર નાખ્યા. સવે` મ`ત્રી, અન્ય અધિકારી તથા પ્રજાના આગેવાનને ખેલાવીને તેણે કહ્યું કે: “ હુ મારા પુત્રને મારા બધા ભાર આપું છું. જેવી રીતે તમે સર્વે એ મારી સાથે વન રાખ્યુ છે તેવી જ રીતે તેની સાથે
Page #73
--------------------------------------------------------------------------
________________
-વર્તન રાખજે, અને જેવું મને માન આપતા હતા તેવુંજ માન તેને આપજે, અને મારી જેમજ તેની આજ્ઞાનું પાલન કરજો.” મેહને સંગાથ છોડવા તત્પર થયેલ રાજાએ રાણીને કહ્યું કે-“ઘરનું યોગ્ય રીતે પાલન કરજો, ચિત્રસેનને તમારા પુત્રતુલ્ય ગણજે, અને હું હવે દીક્ષા લેવા જિનેશ્વર પાસે - જાઉં છું.” રાજાનાં આવાં વચને સાંભળીને રાણીએ વિનંતિ કરી કે –“ સ્વામિન ! હું તમારી વગર એક ક્ષણ પણ રહી શકું તેમ નથી, તમારા વગર સૃષ્ટિ મને તે શૂન્યમય જ લાગે છે. કુળવતી સ્ત્રીને માટે કહ્યું છે કે –
तावद् राज्यसुख देव ! , तावत् श्रृंगारभूषणं । स्त्रीणां भोगसुखतावद्-, यावन्नाथो हि सन्निधौ ॥
જ્યાં સુધી પતિ સામિપ્યમાં હોય ત્યાં સુધી જ કુળવતી સ્ત્રીને રાજ્યસુખ, ધનવૈભવસુખ, શૃંગાર-ભૂષણની શિભા અને ભેગસુખ સારાં લાગે છે.”
વીરસેન રાજાએ કહ્યું કે –“તારો પુત્ર હજુ નાનું છે, તેનું પાલનપોષણ કર-તે મેટ થશે ત્યારે તને ઈચ્છિત સુખ આપશે, અને તેનું સુખ જોઈને તું આનંદિત થજે.” તે સાંભળી રાણુએ કહ્યું કે –“અહો! કેના પુત્ર ને કેની સંપદા! કેવું સુખ અને કે આનંદ! કે વૈભવ અને કેવી તૃપ્તિ! સ્ત્રીને ભરતાર વગર આ દુનિયામાં સર્વે વિષ તુલ્ય જ છે.” આ પ્રમાણે રાણુને આગ્રહ થવાથી રાજાએ તેને પોતાની સાથે દીક્ષા લેવાની સંમતિ આપી, અને તેના
Page #74
--------------------------------------------------------------------------
________________
વૈરાગ્ય રંગથી રાજી થયેલા રાજા સર્વ કાર્યથી પરવારી સંસાર ભાર ઓછો કરી તેને સાથે લઈને દીક્ષા લેવા માટે શ્રી વીરભગવાનના સમવસરણમાં પ્રભુ પાસે આવ્યા. ચરમ તીર્થકરને નમસ્કાર કરીને અને જગદ્ગુરૂની શુદ્ધભાવથી સ્તવના કરીને રાજાએ રાણી સહિત વિનયથી મસ્તક નમાવીને ભવસંસારમેચિની દીક્ષા ગ્રહણ કરી. ખગ ધારની ઉપમા જેવા વ્રતને ધારણ કરીને નિરતિચારપણે ચારિત્રને પાળતા ભવ્યજીને - પ્રતિબેધતા અને સ્વકર્મોની નિર્જરા કરતા પૃથ્વીતળને પાવન કરતા ભગવંતની સાથે તેઓ વિહાર કરવા લાગ્યા.
પ્રકરણ ૧૧ મુ.
સર્પનો ઉપદ્રવ અને રત્નસારનું પથર થઈ જવું.
ચિત્રસેન રાજા પ્રજાનું સારી રીતે રક્ષણ કરવા લાગે, અને રત્નસારને તેણે મંત્રીપદે સ્થાપન કર્યો. તેના સર્વ મંત્રીએમાં તેને મુખ્ય સ્થાન આપ્યું. અને પોતાના ભુજાબળ - તથા શૌર્યથી પૃથ્વી ઉપર વિજય કે વગડાવતો તે સુખેથી રાજ્યની પરિપાલના કરતો હતો, એક વખતે રત્નસાર મંત્રીને વિચાર થયો કે-“પુન્યના વેગથી રાજાના ત્રણે વિડ્યો તો દૂર થયાં, દુનિયામાં પુન્ય અને શુભકૃત્યે જ ખરેખર સારભૂત છે.” આ પ્રમાણે વિચારી રત્નસારે ચિત્રસેનને કહ્યું કે
Page #75
--------------------------------------------------------------------------
________________
૪
“અહા! આ દુનિયામાં પુન્યજ રાજય અને સુખ આપનાર કહેલ છે, સર્વ મનોવાંછિત તેનાથીજ પ્રાપ્ત થાય છે, દુષ્ટ દુશ્મનોનો અને સર્વ પ્રકારનાં અરીબ્દોનો પણ તેનાથીજ નાશ થાય છે, અને ઇચ્છિત કાર્યાની સિદ્ધિ થાય છે; તેથી શ્રી તીર્થંકર ભગવાને કહ્યાં છે તેવાં ઉત્તમ કાર્યો કરીને જેમ અને તેમ વધારે પુન્ય ઉપાર્જવા પ્રયત્ન કરી, કે જેથી તમારાં માં ભાવી વિદ્નોનો નાશ થઈ જાય અને ઈચ્છિત વસ્તુએ શિઘ્ર આવીને મળે. ”
બુદ્ધિશાળી મનુષ્યને જે કાંઈ ઉપદેશ મળે તે તેના હૃદયમાં તરતજ વસે છે, તદનુસાર વવા તરતજ તે ઉઘુક્ત થાય છે. તેથી મિત્રના આવા ઉપદેશ સાંભળીને ચિત્રસેને જિનાલય, જિન ચૈત્યેાના ઉદ્ધાર, દીનાના ઉદ્ધાર, જીવદયા, પશુ-પક્ષી તથા સર્વ જીવાની પ્રતિપાલના, જિનેશ્વર ભગવંતની પૂજા, યથાશક્તિ વ્રત-નિયમાદિ ગ્રહણ, વિગેરે પુન્યનાં કાર્યાં પદ્માવતીની સાથે શરૂ કર્યાં. આ પ્રમાણે પ્રિયા અને ત્રીજા રત્નસારની સાથે શુભ કાર્યાં કરવામાંજ સદા તત્પર તે પુન્ય શાળી રાજા આખા દિવસ પરોપકારમાંજ પરાયણ રહેતા હતા. તે ત્રણે બધા વખત એકજ સ્થળે રહેતા હતા, એક સાથેજ જમતા હતા અને શયન પણ સાથેજ કરતા હતા. રત્નસાર મિત્રના ગુ@ાથી આકર્ષાઈને તેની ભક્તિમાંજ સદા તત્પર રહેતા હતા. આ પ્રમાણે આનંદથી એકઠાં રહેતાં, ધર્માંકાર્યાં આચરતાં, સાંસારિક સુખા ભાગવતાં તથા રાજકાર્યાં સુખેથી કરતાં કેટલેાક કાળ વ્યતીત થઈ ગયા.
F
Page #76
--------------------------------------------------------------------------
________________
cr
એક વખતે રાત્રીના સમયમાં સુખનિદ્રાવડે સર્વે સુતા હતા, અને રત્નસાર જાગ્રત અવસ્થામાં તેમની રક્ષા કરતા હતા, તે વખતે પકની બાજુમાં એક માટા સપ` તેણે દેખ્યા. યક્ષનાં વચનને સંભારતા તે તરતજ બેઠા થયેા, હાથમાં તેણે ખડ્રગ લીધું અને એકજ ઘાથી તેણે તે ભયંકર સના ખે કકડા કરી નાંખ્યા. તેના શરીરમાંથી ઉડેલ વિષમિશ્રિત લેાહીનુ એક ટીપું પદ્માવતીની જ°ધા ઉપર પડયું' અને તેને ઝેર ચઢશે તેવી ભીતિથી વસ્ત્રના છેડાવડે રત્નસારે તે લેહીના ટીપાને લુછી નાખ્યુ. આ સમયે અચાનક દૈવયેાગથી રાજા જાગ્રત થયા, અને આ તું શુ' અકાય કરે છે?” તેમ તેણે મંત્રીને પૂછ્યું. રાજાને જાગ્રત થયેલ દેખીને રત્નસાર કયાયમાન થઈ ગયા, અને તેને વિચાર થયા કે: આ તો એક બાજુ ની અને એક ખાજી વાઘ એવા ન્યાય થયેા છે. હું ખરેખર સંકટમાં આવી પડયા છું. જો હું' સત્ય એલીશ તો હું પત્થર થઈ જઈશ, અને જો ખાટું એલીશ તે રાજાને મારે માટે ખાટા ખ્યાલ આવશે. મારા વિરૂદ્ધના વિચાર તેને થશે. અરે! સત્ય કહ્યું છે કે–રાજા કોઈ વખત કાઈના થતાજ નથી, તે ઉપકારને ગણુતા નથી, કરેલ સેવા કે બતાવેલ શો ને ભૂલી જાય છે, તે ખરેખરા દુજન જેવાજ છે.' આ પ્રમાણે વિચાર કરીને ઉત્તમ મંત્રીએ રાજાને કહ્યું કે—“ સ્વામી પાસે તેને હિતકર હાય તેવુ અને સત્ય વચનજ બુદ્ધિશાળીએ ખેલવુ`. મિત્ર પાસે–સત્ય, સ્ત્રી પાસે પ્રિય લાગે તેવુ', શત્રુ પાસે ખેાટુ' કે મધુર
ચિ. ૫. ૫
Page #77
--------------------------------------------------------------------------
________________
#
લાગે તેવું, અને સ્વામી પાસે અનુકૂળ અને સત્ય વચનજ ખેલવુ.. સ્વામિન્ ! જો બનેલી બધી સત્ય હકીકત આપની પાસે નિવેદન કરીશ, તે। હું તરતજ પાષાણુરૂપ થઈ જઈશ; માટે હવે તે માબતમાં શું કરવુ તે માટે આપને નિશ્ચય જણાવે, તદનુસાર વીશ.” આ સાંભળીને રાજાએ કહ્યું કે“તું જે કાંઈ સત્ય હકીકત હાય તે નિવેદન કર. વચન માત્ર બાલવાથી કોઈ પાષાણમય થઈ જતું નથી. તેવા ઢાંગ કરવાથી કાંઈ ફાયદો નથી.” આવાં રાજાનાં અયુક્ત વચના સાંભળીને મનમાં ખેદ પામતા રત્નસારે સાહસ તથા ધીરજને ધારણ કરીને યક્ષ પાસેથી જે હુકીકત સાંભળી હતી તે કહી બતાવી. તેણે કહ્યું કે-“પદ્માવતી સાથે આપનાં લગ્ન થઈ ગયા પછી પદ્મપુરીથી આ તરફ આવવા આપણે નીકળ્યા ત્યારે જંગલમાં એક મેાટા વડવૃક્ષની નીચે આપણે વિસામે લીધા હતો તે આપને યાદ હશે. તે વખતે રાત્રે જાગતાં યક્ષ પાસેથી આપની ઉપર આવવાના ભાવી ચાર સ'કટાની મેં વાત સાંભળી હતી. પ્રથમ જે અશ્વ આપને નગરમાં પ્રવેશવા આપ્યા હતો તેનાથીજ આપને વિષ્ર હતું, પણ મને તે હકીકતની ખબર પડવાથી તે ઘેાડાને મેં બદલી નાખ્યા,” આટલી હકીકત કહેતાં રત્નસાર જાતુ સુધી પથ્થરમય ખની ગયે, આટલુ' દેખતાં પણ રાજાએ તેનો હઠાગ્રહ છેડયો નહિ, અને આગળ હકીકત કહેવા દુરાગ્રહ કર્યાં. આવેા દુરાગ્રહ થવાથી મ`ત્રીએ દરવાજા પાસે આવેલ કુત્રિમ દરવાજાની સ`ચા સાથેની ગેાઢવણુનો મનાવ વર્ણવી ખતાન્યેા. આ વધુ વતાં તે
Page #78
--------------------------------------------------------------------------
________________
{૭
કટી પર્યંત પાષાણમય બની ગયા, તાપણુ ત્યારપછી શું બન્યું તે કહેવાના આગ્રહ રાજાએ ચાલુજ રાખ્યું, ત્યારે વિમળા રાણીએ આપેલ વિષમય માદકા અને લઘુલાઘવી કળાથી તેમાં તેણે કરેલ ફેરફારના ત્રીજો અનાય તેણે વણુ વી અતાન્યા, અને તે વધુ વતાંજ તે કંઠ સુધી પાષાણમય અની ગયા. તે રાત્રીએ અનેલ પછીનેા મનાવ વર્ણવવા હજી રાજાએ ઠુઠ પકડી રાખી, અને તેણે તે વધુ વતાં કહ્યું કે“ જ્યારે તમે અને રાણી પક્ષ કમાં સુખનિદ્રામાં સુતા હતા, ત્યારે પલંગની ખાજુમાં સાંકળ ઉપરથી એક ભય કર દૃષ્ટિ વિષ સપ` ઉતરતો મે' ન્રીઠો. તેથી મે તે દુષ્ટ સપને મારી નાખ્યું, પણ તેમ કરતાં રાણીના સાથળ ઉપર વિષમિશ્રિત લેાહીનુ એક બિંદુ પડી જવાથી વિષ ચઢવાની ભીતિથી મેં તે ટીપું વસ્ત્રના છેડાવડે લુછી નાખ્યું. સ્વામિન ! આપને ભવિષ્યમાં આવવાની આ ચાર આપત્તિએનું વૃત્તાંત યક્ષ પાસેથી મે' સાંભળ્યુ હતું. તે સવ આપત્તિએ પુન્યના યાગથી વિસરાળ થઇ ગઇ છે, અને હવે આપને ભાવી કોઈ આપત્તિ આવનાર નથી.” આટલુ' ખેલતાં તો રત્નસારનું આખું શરીર પાષાણુમય થઇ ગયુ અને નિશ્ચેષ્ટ થઈને તે ભૂમિ ઉપર પડયો. દેવની વાણી કિંઢ પણ ખાટી થતી નથી.
Page #79
--------------------------------------------------------------------------
________________
પ્રકરણું ૧૨ મું.
New
રાજાને વિલાપ અને રત્નસારને પાષાણમય મટાડવા કરેલા પ્રયત્ના
Bogorepe pesse
''
મિત્ર ઉપર આવેલ આ સ'કટ ઢેખીને રાજા તે એકદમ ગભરાઈ ગયા-મુંઝાઈ ગયા. પેાતાનાં દુરાગ્રહને ખેદ કરવા લાગ્યું, અને મિત્રનાં ગુણા વારવાર સંભારતા મૂર્છા ખાઈને ભૂમિ ઉપર પડી ગયા. શીતે પચારથી જ્યારે તે શુદ્ધિમાં આળ્યે ત્યારે તે અતિશય રૂદન કરવા લાગ્ધા કે;– અરે મિત્ર ! મને અહી' છેડી દઈને તું કયા ચાહ્યા ગયા ? મારી આપત્તિએને દૂર કરનાર, કૃતજ્ઞ પુરૂષામાં શિરામણ એવા હે મિત્ર ! તારા વિના હવે મારાથી જીવી શકાશે નહિ. આવા દુષ્પ્રાપ્ય મિત્રરત્ન હારી જનાર મને ધિક્કાર છે! તેની સત્ય હકીકત લક્ષ્યમાં ન લેનાર મારી જેવા મૂઢને વારવાર ધિક્કાર છે! અહા ! ભવિતવ્યતા પ્રમાણેજ મનુષ્યને બુદ્ધિ થાય છે. અહા ! દુષ્ટ બુદ્ધિવાળા મેં મારા પરોપકારી મિત્રને નકામે સંકટમાં નાખ્યા. અરે ! મિત્ર વગર આ મારૂં રાજ્ય નકામુ છે, મારા દેશ ફાકટને છે, સુખ તથા વભવ અર્થ વગરના છે, તેમજ મારૂ ધન, ધાન્ય અને મારૂ જીવિત પણ નિષ્ફળજ છે. તેના વિયેાગથી હવે હું... કોઈ પણ રીતે પ્રાણ ધારણ કરી શકું તેમ નથી, તેથી હવે હું પણ મારા પ્રાણુને અવશ્ય
Page #80
--------------------------------------------------------------------------
________________
૬૯.
ત્યાગ કરીશ; કારણ કે ઇષ્ટ મધુઓને-ષ્ટિ વસ્તુના વિયાગ થાય ત્યારે પ્રાણત્યાગ કરવા તેજ હિતાવહ છે. તેની વગર જીવી શકાતું જ નથી.” આ પ્રમાણે કલ્પાંત કરતાં ચિત્રસેન રાજાએ પેાતાને પણ પ્રાણત્યાગ કરવાના નિણુય કર્યાં, અને તે માખતની જ્યારે તે તૈયારી કરાવવા લાગ્યા, ત્યારે પદ્માવતીએ તેના આશય સમજી જઈને મનમાં વિચાર કર્યાં કેઃઅરે ! આ તેા માટા અપવાદનુ કાર્ય થશે. રાજા આપઘાત કરે ત્યારે મહા અનથ થઈ જાય, તેથી કાઈ ઉપાયવડે હાલ તા આ કાર્યમાં વિલ અ કરાવવેા તેજ ચેાગ્ય છે. પછી આગળ જેમ ખનવાનુ' હશે તેમ અની રહેશે.” આ પ્રમાણે વિચાર કરીને તેણે રાજાને કહ્યું કે:-સ્વામિન્ ! કાયરપણું છોડા, ધેયનું અવલખન કરેા, હિંમત રાખેા અને આવે સમયે જે કાંઇ યથાચિત કાય હાય તે કરી. આત્મઘાતના વિચાર કરવા તે તે કાયર પુરૂષનુ કામ છે. આપની જેવા પરાક્રમી અને હિમ્મતવાળા નૃપતિ માટે તે તે તદ્ન અયેાગ્ય છે. રત્નસાર મિત્ર કીથી જીવિતત્ર્ય પામે, તેનું પાષાણુપણું ચાલ્યું જાય તે માટે ધીરજ રાખીને ઉદ્યમ કરેા. તે માટે દાનશાળા કરાવા, અને બહારથી આવતા દરેક અતીથિને તેમાં ઉત્તમ વસ્તુઓનુ યથુષ્ટ દાન મળે તેવા પ્રખધ કરી. આ વાત બહાર ફેલાવાથી લાભથી લાભાઈને રક્ત અખર ધારણ કરનારા જટાધારીએ, સન્યાસીએ, યાગીઓ, કાપાલિકા, સ’ત્ર-તંત્ર વિદ્યામાં નિપુણ અને મરણુ તથા જીવનની કળામાં કુશળ અનેક મનુષ્યા તે શાળામાં આવશે. તેમાંથી કઈ
Page #81
--------------------------------------------------------------------------
________________
ખરેખર આ રત્નસારની પાષાણુમયતા દૂર થાય તેવા ઉપાયઃ અતાવશે જેથી આપણા મનાર્થ સિદ્ધિ પામશે, અને મિત્રના વિયેાગ દૂર થશે.” આ તેના ઉપાય સાંભળીને રાજાએ તરત જ દાનશાળા કરાવી, અને તેમાં મેટાં મેટાં દાન આપવા માંડયાં, તેનાથી ખે'ચાઈને ઘણા વિદેશી યાગીએ તથા સાધુ અને ખાવાએ તે નગરીમાં આવ્યા. આ સને રાજા મિત્રના નિરોગી થવાના ઉપાય પૂછતા હતા. તેઓ જે જે વિધિ દેખાડતા હતા, તે પ્રમાણે રાજા બધુ કરતા હતા, પણ મિત્રનું' કષ્ટ ગયું નહિ; ઘણાં ઉપાયે કર્યાં, પશુ રત્નસાર પુન: ચેતના પામ્યા નહિ, તેથી રાજા રાણી બહુ દુ:ખી થયા અને ચિ'તામાં દિવસેા ગાળવા લાગ્યા. મિત્રના શાકથી. આકુળ વ્યાકુળ થયેલ રાજાએ રાજસભામાંથી ગીત, નૃત્ય, વાદન બધુ' અંધ કર્યું, અને રાજ્યની પણ તેણે ચિંતા છેડી દીધી. આ પ્રમાણે કેટલાક કાળ પસાર થઈ ગયા, ત્યારે એક વખત રાજાને વિચાર આવ્યેા કે: “ જે મહાત્મા યક્ષે આ વિશ્નોની હકીકત કહી હતી, તેનેજ આ મિત્રના નિરગી થવાને ઉપાય પૂછીએ, તે જરૂર તે બાબતના પ્રતિકાર બતાવશે.” આ પ્રમાણે રાત્રે સૂતાં સૂતાં રાજાએ ષિચાર કર્યાં. રાત્રી પૂર્ણ થઇ અને સૂર્યદિય થયા કે તરતજ રાત્રીએ આવેલ વિચારને અમલ કરવા રાજા તત્પર થઈ ગયા, અને જુના મંત્રીને રાજ્યના ભાર આપીને તેણે તે વટવૃક્ષ પાસે જવ પ્રિયાની અનુમતિ લઈને સારે દિવસે શુભ મુહૂર્ત હાથમાં ખડ્ગ ધારણ કરીને પ્રયાણ કર્યું..
અવિચ્છિન્ન પ્રયાણથી ચાલતા તે કેટલેક દિવસે ઇચ્છિત
Page #82
--------------------------------------------------------------------------
________________
સ્થળે આવ્યું, અને શાંત થઈ જઈને ચિંતાના ભાવથી વ્યા, થયેલ અને મિત્રના શેથી દુઃખી થયેલ ચિત્રસેન ઝાડની નીચે સૂતે. વિગ તથા શેકથી આ થયેલ તેને નિદ્રા ન આવી અને જળવગર જેમ માછલું તરફડે તેમ તે વૃક્ષની નીચે સૂતે સૂતે તરફડતે હતે. આવી સ્થિતિમાં વૃક્ષ ઉપર રહેલ યક્ષિણીએ તેને ધર્મો અને તેણે હૃદયમાં દયા આવવાથી યક્ષને પૂછયું કે-“સવામિન્ ! આ નીચે કેણુ સુતેલ છે? તે બહુ દુ:ખી દેખાય છે, તે એવું શું મહાન દુઃખ તેને આવી પડયું છે ? કૃપા કરીને આ પુરૂષની હકીકત જણાવે.” યક્ષે કહ્યું કે-“પ્રિયે! ઘણા વખત પહેલાં પિતાની પત્ની, સૈન્ય અને મિત્ર વિગેરેને સાથે લઈને જે અહીં આવ્યા હતે, અને આ વૃક્ષની નીચે પરિવાર સહિત રાત્રી ઉ૯લંઘવા જેણે પડાવ નાખ્યો હતો, તે આ રાજપુત્ર છે. આ રાજપુત્ર ગુણેનું ધામ છે. અનેક ઉત્તમ ગુણેથી વિભૂષિત છે, પણ પ્રિય મિત્રના વિયોગથી તે દુઃખી થયો છે-શોકાતંત થયું છે, અને તે ઈષ્ટ મિત્રનો વિયોગ ટાળવા અહીંતહીં ભ્રમણ કરે છે.” આ સાંભળીને યક્ષિણીએ પૂછ્યું કે“સ્વામિન્ ! તેને મિત્રનો વિયાગ કેવી રીતે થયે?” તે સાંભળીને યક્ષે કહ્યું કે-“પ્રિયે ! તેનું કારણ સાંભળ. તે વખતે મેં તને કહ્યું હતું કે આ રાજકુમાર ઉપર ચાર વિદને આવવાના છે, અને તે વિને કેવી રીતે આવશે તે પણ કહ્યું હતું. તેના મિત્રે આ હકીકત બરાબર સાંભળીને બુદ્ધિને ઉપયોગ ચલાવી તે વિને દૂર કર્યા, અને આ
Page #83
--------------------------------------------------------------------------
________________
શજાને વિખરહિત કર્યો. મેં વળી કહ્યું હતું કે આ હકીકત જે સાંભળનાર કેઈને કહેશે તે તે પથ્થર રૂ૫ થઈ જશે. આ હકીક્ત આ રાજપુત્રના દુરાગ્રહથી તેના મિત્રે તેને વિગતથી કહી સંભળાવી અને તે કહેતાંજ તે પાષાણમય થઈ ગયો. તેના વિયોગ દુઃખથી દુઃખી થયેલા આ રાજાએ તેને માટે ઘણા ઉપાયો કર્યા, પણ હજુ તેને કાંઈ પ્રતીકાર તેને મળ્યો નથી. સનેહ દુઃખરૂપી વૃક્ષનું મૂળ છે, અને
નેહ અનેક પ્રકારનાં અનર્થોના કારણભૂત થાય છે. આ હકીકત સાંભળીને આ દુખી મનુષ્ય ઉપર દયા આવવાથી દયાળુ ચિત્તવાળી યક્ષિણીએ યક્ષને પૂછ્યું કે-“સ્વામિન્ ! આને કાંઈ પ્રતીકાર છે કે નહિ?” તેને આ પ્રશ્ન સાંભળીને યક્ષે કહ્યું કે-“આ જે કુરૂપતા તેના મિત્રને થઈ છે તેને ઉપાય કહું છું તે સાંભળ. જો કેઈ ચારિત્રશાળી શિયલસંપન્ન શુદ્ધ સદાચારવાળી સ્ત્રી તેના પુત્ર સહિત તે પાષાણને સ્પર્શ કરે તે તે તરતજ અસલરૂપ પામી જશે.” આ પ્રમાણેની બધી વાત સાંભળીને અને પ્રતીકાર જાણીને ચિત્રસેનને હૃદયમાં બહુ આનંદ થયો અને સુખનિદ્ધાપૂર્વક રાત્રીએ સૂઈ ગયો.
Page #84
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૩ મું.
પદ્માવતીનાં શિયળ ગુણની કસોટી અને
રત્નસારના વિધનને નાશ.
- યક્ષનાં વચનથી હૃદયમાં સંતુષ્ટ થયેલ ચિત્રસેન પ્રાતઃકાળે વહેલે જાગ્રત થઈ નમસ્કારાદિનું સ્મરણ કરી પ્રાતઃકૃત્ય કરીને પિતાના નગર તરફ ચાલ્યો. અવિલંબ પ્રયાણ કરતા તે કેટલેક દિવસે વસંતપુર નગરમાં આવ્યા. તેને આવેલ દેખીને આખી પ્રજા બહુ આનંદિત થઈ અને પદ્માવતી પતિને દેખીને પ્રેમથી પરવશ થયેલી અતિશય હર્ષિત થઈ. તે અવસરે રાણીને પ્રસૂતિને સમય નજીક આવતે હતો, તેથી “પુન્યના પ્રભાવથી મારાં વાંછિતની સત્વર સિદ્ધિ થશે.” તેમ વિચારતે રાજા આનંદથી ઉભરાતા હદયવડે દિવસે નિગમવા લાગ્યો. સદાચારનાં કાર્યોમાં તે વિશેષ તત્પર રહેવા લાગ્યું. દાનાદિ વિશેષ કરવા લાગ્યો, ધર્મકાર્યોમાં વિશેષ લક્ષ્ય આપવા લાગ્યો. અને પ્રિયા સાથે આનંદ કરતે રાજ્યભાર સુખેથી નિર્વહવા લાગ્યો.
અવસર થતાં સારા દિવસે શુભ મુહૂર્ત તથા ગ્રહાદિને શુભ સંચાર હતો તે વખતે જેવી રીતે પૂર્વ દિશામાંથી દિનકર પ્રગટે છે તેવી રીતે નૃપપ્રિયાએ સુપુત્રને જન્મ આપ્યો. પુત્રને જન્મ થતાં રાજ અને પ્રજા બહુ આનંદ પામ્યા, સર્વે
Page #85
--------------------------------------------------------------------------
________________
૭૪
વધામણી આપવા લાગ્યા, રાજાએ નગરમાં માટા મહાત્સ કર્યાં, અને તીર્થંકર પરમાત્માની અનેક સુગધી પદાર્થાંના ઉપયેગ પૂર્ણાંક માટી જિનપૂજા રચાવી. વળી દીન પુરૂષાનો ઉદ્ધાર કર્યાં, ઋણી પુરૂષાનાં ઋણુ દઈ દીધાં, બંદીખાના છેડી દીધાં, લેાકેાને કરમુક્ત કર્યાં, યાચકોને ઇચ્છિત વસ્તુઓ આપી, અને શુભ વસ્રો અને અલકારો આપીને સ્વજનોને સંતોષ્યા. ધમ પરાયણ તે રાજાએ અનુક્રમે ઢે દિવસે જાગ રણુ કરીને યાચકોને ક્રીથી મનોવાંછિત દાન આપ્યું.. મારમે દિવસે રાજાએ સર્વ જ્ઞાતિબ એને ભેાજન કરાયુ અને પુત્રનું ગર્ભમાં સંક્રમણુ થવા પછી પેાતાના કુટુંબમાં ધર્મની ઘણી વૃદ્ધિ થઈ હતી, તેથી તેવા ઉત્તમ ગુણનિષ્પન્ન પુત્રનુ ધ્રુસેન નામ પાડયું'. ત્યારપછી સ્વજનોથી પરવરેલ રાજા પદ્માવતીને સાથે લઇને વાજતે ગાજતે દાનશાળાએ ગર્ચા. યક્ષનાં વચનો સભારીને શિલારૂપ થઈ ગયેલ રત્નસારને વિધિપૂર્વક આનંદથી સ્નાન કરાવ્યું, અને પદ્માવતીને તે પાષાણમય રત્નસારને પુત્રને ખેાળામાં રાખીને સ્પ કરવા તેણે સૂચના કરી. પદ્માવતીએ ધમસેનને પેાતાના ખાળામાં બેસાડીને અને હૃદયમાં પંચ પરમેષ્ઠી મહામંગળકારી નવકાર મંત્રનુ` સ્મરણ કરીને આ પ્રમાણે કહ્યું કે “અરે લેાકપાળા ! ગ્રહેા ! સૂર્ય ! ચંદ્ર ! નક્ષત્રા ! ક્ષેત્રપાલા ! નજીક રહેલ સવે વૈમાનિક દેવે ! નગરજનો ! જ્ઞાતિમ'એ ! તમે બધા ધ્યાનપૂર્વક સાંભળેા. જે મન, વચન અને કાયાથી મારૂ શિયળ, નિ`ળ હેાય, જો, રાજા સિવાય અન્યની મ
Page #86
--------------------------------------------------------------------------
________________
કદિપણ ચિંતવના કરી ન હોય, તો મારા હસ્તના સ્પર્શથી મંત્રીરાજ તરત સાજા થાઓ, તેમની પાષાણુમયતા દૂર થાઓ.” આ પ્રમાણે સર્વને સંબોધીને તેણે તે પથ્થરને હાથવડે સ્પર્શ કર્યો, એટલે યક્ષનાં વચનાનુસાર જેવી રીતે સુતેલ માણસ નિદ્રામાંથી જાગે તેવી રીતે રત્નસાર પાષાણુ મયતા તજી દઈ આળસ મરડીને બેઠે થયે. રાજા તો તેને સચેતન થયેલ જોઈને અતિશય હર્ષિત થયો, હર્ષાશ્રુથી. ઉભરાઈ ગયે, એકદમ દોડી જઈને તેને ભેટી પડ્યો, અને તેણે પિતાનાં અશ્રુથી તેને ન્હવરાવી દીધું. રત્નસારે પણ સર્વને નમસ્કાર કરી યાચિત વિનયપૂર્વક સર્વ સાથે મેળાપ કર્યો. પુત્રજન્મથી હજુ તાજો જ આનંદ. થયો હતે, તેમાં મિત્રના ઉદ્ધારથી અતિશય વધારે થયો. ઘી અને સાકરના સંયોગ જે ઉત્તમ યોગ . બનવાથી સર્વે અતિશય આનંદ પામ્યા. પછી ચિત્રસેન રાજા રત્નસારની સાથે આનંદ કરતાં સુખેથી રાજ્ય પાળવા લાગ્યો. હંમેશાં ધર્મ અને કર્મમાં પરાયણ થઈ તેઓ આનંદમાં દિવસો પસાર કરતા હતા. તે શિષ્ટ પુરૂ
નું રક્ષણ કરવામાં, દુષ્ટ પુરૂષનું દમન કરવામાં અને . દાનાદિ શુભકાર્યો કરવામાં હંમેશાં તત્પર રહેતા હતા. ધર્મકાર્યમાં પરાયણ રાજા, મંત્રી અને પદ્માવતી સાથે વિશેષ ધર્મક્રિયા કરતાં આનંદ અને સુખ જોગવતા હતા.
Page #87
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૪ મું.
ચિત્રસેનનું શૌર્ય, ઉદારતા તથા પરાક્રમો.
એક વખતે મંત્રી સહિત સભામાં બેઠેલ તે રાજાની પાસે એક વિદેશી માણસ આવ્યું અને કહ્યું કે “મહારાજ! સિંહપુરને રાજ સિંહશેખર ગર્વથી ઉદ્ધત થઈ ગયો છે અને અમારા સીમાડાને તેના સૈન્ય વડે નાશ કરે છે અને લેકેને રંજાડે છે. વળી તે આપણે દંડ આપતું નથી, આપણા માણસની સેવા કરતું નથી અને મુસાફરોને સામાન તથા ધન-માલ વિગેરે લુંટી લે છે, માટે તે બાબતમાં તાકીદે બંદોબસ્ત કરવાની જરૂર છે.” આ પ્રમાણેના તેનાં વચને સાંભળીને ચિત્રસેન રાજા કોપથી એકદમ ઉભું થઈ ગયે, મ્યાનમાંથી તરવાર બહાર કાઢી અને યુદ્ધનું રણવાદિત્ર વગડાવ્યું. ભેરીને અવાજ સાંભળીને યોદ્ધાઓ પિતાનાં શસ્ત્રો લઈને એકદમ તૈયાર થઈ ગયા અને તેઓ યમની જેવા આકારવાળા ભયાનક દેખાવા લાગ્યા. પછી ચારે પ્રકારના સૈન્યથી પરવારેલ ચિત્રસેન રાજા વાજીંત્રના નાદથી પ્રેરાયેલ પિતાના નગરથી તરત બહાર નીકળ્યો. મહા પરાક્રમી તે -રાજા પ્રયાણ કરતે અનુક્રમે દંડકારણ્યમાં આવ્યું, અને એક છાયાવાળા સ્થળમાં પડાવ નાખ્યો. રાત્રીને સમયે સર્વ દ્ધાઓ નિદ્રા લેતા હતા તે વખતે અકસ્માતું રાજાએ દર
Page #88
--------------------------------------------------------------------------
________________
૭૭
કોઈને રૂદનને સવાર સાંભળ્યું અને તેણે વિચાર કર્યો કે
આવી નિર્જન અટવીમાં આ કેના રૂદનને સ્વર સંભળાતે. હશે ? ખરેખર કેઈ દુઃખી મનુષ્યનું રૂદન સંભળાય છે,. તેથી તેને સહાય કરવી તે મારે ધર્મ છે.” આ વિચાર કરી હાથમાં ખડૂગ લઈને જે દિશામાંથી સ્વર આવતે હતે. તે દિશા તરફ તે ચાલ્યા. થોડે દૂર તે ગયો તે વખતે એક વૃક્ષની નીચેના ભાગમાં તેણે એક પુરૂષને દીઠે. તે પુરૂષને સાંકળવડે બાંધવામાં આવ્યા હતા અને પગમાં લેઢાની બેડીઓ નાખી હતી. તેને દેખીને રાજાએ વિચાર્યું કે – અહો ! આ કઈ રાંક દુ:ખી માણસ જણાય છે.” પછી. ચિત્રસેન રાજાએ તે પુરૂષ તરફ જોઈને પૂછયું કે - “તું કેણ છે? અને આવી અવસ્થા તને શી રીતે પ્રાપ્ત થઈ છે?” તેણે કહ્યું કે –“હું મહાપીડાથી પીડાયેલ છું. હે પુરૂષોત્તમ! હું કહું તે મારી વાત સાંભળે, પણ પહેલાં. મને આ બંધનમાંથી મુક્ત કરે અને મારી પીડા દૂર કરે,. કે જેથી મારું પૂર્વ વૃત્તાંત વિસ્તારથી હું તમને કહી. સંભળાવું.” ઉપકારશિરોમણિ ચિત્રસેન રાજાએ તરતજ તેને બંધન મુક્ત કર્યો.
તેના બંધન દૂર થતાંજ તે બે કે –“વૈતાઢય. પર્વત ઉપર આવેલ વિદ્યાધરના નગરની ઉત્તમ શ્રેણિમાં હેમપુર નામે એક નગર છે. તે નગરીમાં વિદ્યાધરમાં શિરોમણિ. અને દાનાદિ ગુણેથી સંયુક્ત હેમરથ નામને એક રાજા. છે. તેને સુવર્ણની માળા જેવી શોભતી હેમમાલા નામની.
Page #89
--------------------------------------------------------------------------
________________
- પત્ની છે, તેની કુક્ષિથી ઉત્પન્ન થયેલ હું હેમમાળી નામને તેમને પુત્ર છું. મારી હેમચૂલા નામની પત્ની સાથે સંસારઉચિત સુખે ભેગવતે હું મારા આવાસમાં આનંદથી કાળ નિર્ગમન કરતા હતા. આ પ્રમાણે કેટલાક સમય ગયા પછી સંસારને નિસ્તાર કરનારી તીર્થયાત્રા કરવાની અમારી ઈચ્છા થઈ તેથી મારી પ્રિયપત્ની સાથે એક વિમાનમાં બેસીને તીર્થયાત્રાએ જતાં જ્યારે અહીં સુધી અમે આવ્યા ત્યારે મારી પ્રિયામાં લુબ્ધ થયેલ મનવાળે રત્નચૂડ નામને એક વિદ્યાધર તેના સૈનિકે સહિત દેડતે આવ્યું, અને તે દુષ્ટાત્મા ખેચર મને બાંધીને આ વૃક્ષ સાથે જકડી લઈને તે મારી પત્નીને ઉપાડીને તેની નગરી તરફ ચાલ્યા ગયે - છે. આ પ્રમાણેના તેનાં વચને સાંભળીને ચિત્રસેન રાજાએ - ત્રણસંહિણું ઔષધિથી તેને તરત સાજો કર્યો. તેણે ભૂપતિને - નમન કર્યું, અને વિનંતિ કરી કે –“જેવી રીતે મને આ
દુઃખથી તમે મુક્ત કર્યો, તેવી રીતે મારી પ્રિયાને પણ તમે - લાવી આપી મારા ઉપર વિશેષ ઉપકાર કરે.” કહ્યું છે કે –
वृक्षो यथा फलं पुष्पं, परोपकृतिहेतवे । तथा सत्पुरुषः प्राणान्, धत्ते हि परहेतवे ॥ ..
જેવી રીતે વૃક્ષને ફળ તથા પુષ્પ વિગેરે પરોપ. - કારના હેતુ માટે જ હોય છે, તેવી રીતે સંપુરૂષ પિતાના પ્રાણ પણ પરના ઉપકાર માટેજ ધારણ કરે છે”
આ પ્રમાણે સાંભળીને પોપકારપરાયણ તે કુમાર તરત જ તેની સાથે તેના વિમાનમાં બેઠે. તેની સાથે કેટલેક
Page #90
--------------------------------------------------------------------------
________________
:ce
દૂર ગયા તે વખતે ચિત્રસેને એક વૃક્ષની નીચે બેઠેલા રત્નચૂડને તેઓએ જાયે. તેને દેખીને તરતજ ચિત્રસેને હાક મારી કેઃ– અરે દુષ્ટ ! અરે પરદાાલ પટ ! અરે હરામખાર ! હવે તું કયાં જઈશ ? હવે હું તને મારીજ નાખીશ. ” આ પ્રમાણે ચિત્રસેનને ખેલતા સાંભળીને રત્નચૂડની સાથેના સર્વ વિદ્યાધરા એકદમ નાસી ગયા, અને રત્નચૂડ એકાકી ઉલ્લે। રહ્યો. તરતજ ચિત્રસેને તેને સંગ્રામ માટે એલાન્યા, તેઓ વચ્ચે દારૂણ યુદ્ધ થયું, અને ઘણા પ્રકારની લડાઈ પછી ચિત્રસેને તેના સંપૂર્ણ પરાભવ કર્યાં. રત્નચૂડ હારી ગયા. મૃત્યુના ભયથી તે રત્નચૂડ મુખમાં તૃણુ લઈને તેના પગમાં પડચો, અને વિનંતિ કરી કે- સ્વામિન્ ! કાંતિપુરના રાજાના હું રહ્નચૂડ નામે પુત્ર છું, વિદ્યાની સાધના કરવા હું ગંધમાદન ઉપર ગયા હતા. ત્યાં વિદ્યા સાધીને મિત્રવથી પરવરેશ હું... પર્વત સૃષ્ટિ ઉપરનાં આશ્ચર્યોં જોવા ગગનમાર્ગે જતા હતા. તે વખતે પ્રિયા સહિત જતાં આ હેમમાળીને અમે દેખ્યા. તેની પત્નીનું સુંદર રૂપ જોઈને મે* મારા મિત્રાને કહ્યું કેઃ- ચાલે, જુએ, હું... મારી વિદ્યાની પરીક્ષા કરૂ છુ, તમે બધા કૌતુક જીઆ. કહીને મે' તે સ્ત્રી ઉપર મારી વિદ્યા મૂકી. તે વિદ્યાના અળવડે તે વિહ્વળ થઈ ગઈ-કામાતુર વદનવાળી થઈ ગઈ, અને વારવાર હંસવા લાગી. મારા મિત્ર આ દેખીને મહુજ વિસ્મય પામ્યા. પેાતાની પત્નીને આવી રીતે હસતી દેખીને હેમમાની બહુજ કુપિત થયા, અને કઠોર વચન વડે મને ગાળા દેવા લાગ્યા, ત્યારે કાપથી મેં તેને સાંકળવડે ખાંધી
"" આમ
"
Page #91
--------------------------------------------------------------------------
________________
co
લીધા અને તેની પ્રિયાને લઈને આ વનમાં હું આવ્યો. મેં તે સ્ત્રીને ‘તું કાણુ છે ? કેાની કન્યા છે?' વિગેરે વૃત્તાંત પૂછવાથી મને માલુમ પડ્યુ કે તે મારા ગેાત્રનીજ કન્યા છે. આ સમયે તમારા ઉગ્ર અવાજ સાંભળીને મારા મિત્રા ભયથી સિ'હુના નાદથી જેમ મૃગેા નાસી જાય તેમ અધા નાસી ગયા. મેં તા ગુરૂમહારાજની પાસે ઘણા વખતથી પરસ્ત્રીત્યાગના નિયમ લીધેલ છે, તેથી હું અધુ ! આ સ્ત્રી મારે તા સથા ભિગનીતુલ્યજ છે.” રત્નચૂડનાં આ વચના સાંભળીને વિશુદ્ધ બુદ્ધિવાળા રત્નચૂડની ચિત્રસેને બહુ પ્રશ'સા કરી. કહ્યું છે કે:
उपकारपरा ધન્યા, धन्या दानपरा नराः । परकार्यकरा धन्या, धन्याः शीलधरास्तथा ॥
“ ઉપકારપરાયણ પુરૂષોને ધન્ય છે, તેમજ દાનમાં તત્પર રહેનારને ધન્ય છે; પારકાનાં કાર્યોં કરનારને ધન્ય છે, તેમજ ઉત્તમ શિયળ પાળનારને પણ ધન્ય છે.’
હેમમાળીએ પછી ચિત્રસેનને બહુ બહુ પ્રણામ કરીને વિનયપૂર્વક કહ્યું કે હે સ્વામિન્ ! તમે મને આજે જીવિ તદાન આપ્યું છે, અને ડુબી જતા હેમરથના કુળના તમે ઉદ્ધાર કર્યાં છે; માટે હે સ્વામિનૢ ! હું' તમને જે વિદ્યાએ આપુ' તે કૃપા કરીને આપ ગ્રહણ કરી, અને મને કાંઈક અંશે અનૃણી કરો. ” આ પ્રમાણે સાંભળીને ચિત્રસેને તે કબુલ કર્યું. કોઈની પ્રાર્થનાના સજ્જન પુરૂષો કદી ભગ
Page #92
--------------------------------------------------------------------------
________________
૧
કરતા નથી. પછી તે વિદ્યાધર હષ થી ઉભરાતા મનવડે તેને એ દુર્લભ વિદ્યાએ આપી. જે સ્થળે જવુ' હેાય ત્યાં જેની ઉપર બેસીને જઈ શકાય તેવા એક પ ક (પલંગ) અને ગમે તેવા શત્રુને જીતવાને સમર્થ એવા શત્રુ ંજય નામના એક દડ હેમમાળીએ ચિત્રસેનને આપ્યા. પછી રત્નચૂડે પણ મસ્તક નમાવીને રૂપપરાવતિની ગુટિકા આનથી આપી. આ પ્રમાણે પક, ઈંડ અને ગુટિકા ગ્રહણ કરીને ચિત્રસેન સર્વ વિદ્યાધરા સાથે પરસ્પર પ્રેમ બતાવતા આનંદ કરવા લાગ્યો. પ્રભાત સમય થતાં તે અને વિદ્યાધરા તે કુમારને નમસ્કાર કરીને પાતપેાતાની નગરી તરફ્ ગયા. ચિત્રસેન સૈન્યમાં પલ્યકાદિ લઇને પાછે આવ્યો, અને પેાતાની સેના સહિત આગળ પ્રયાણ કર્યું..
""
'
ઘેાડે દૂર પ્રયાણ કર્યું. તેવામાં જેને માટે આ પ્રયાસ કર્યાં હતા તે સિંહૅપુરના સ્વામીના દૂત ચિત્રસેન પાસે આવ્યો અને તેણે કહ્યું કે:- હૈ સ્વામિનૢ ! મારી દ્વારા મારા સ્વામીએ કહેવરાવ્યુ' છે કે જો તમે સુખને ઈચ્છિતા હૈ। તા મારી સીમમાં આવશે નહિ. ” આ પ્રમાણેનાં કૃતનાં વચના સાંભળીને કાપ પામેલા રાજાએ કહ્યું કે- દૂત ! તું અત્રેથી ચાલ્યો જા, તું અવધ્ય હાવાથી તને જીત્રતા જવા દઉં છું.’ આમ કહીને તે દૂતને કાઢી મૂકયો. તેણે પેાતાના સ્વામી પાસે આવીને ચિત્રસેનના કાપની અને સૈન્યની માટી તૈયારી. એની વાત કરી. દૂતનાં વચના સાંભળીને કાપથી હાઠ ફફડા વતા તે પણ સિહુની જેમ ચિત્રસેનની સામે ચાલ્યા.
ચિ. ૫. ૬
Page #93
--------------------------------------------------------------------------
________________
બંનેના સૌ ને માર્ગમાં ભેટ થતાં યોદ્ધાઓ અંદર અંદર લડાઈ કરવા લાગ્યા. રથીની સાથે રથી, ઘોડાવાળાની સાથે ઘડાવાળા, પદાતિની સાથે પદાતિ તેવી રીતે યુદ્ધ કરવા લાગ્યા. સૈનિકે એ અરસપરસ મૂકેલા તીરેથી આકાશ છવાઈ ગયું, અને અકાળે મેઘાચ્છાદિત આકાશ હોય તે દેખાવ થઈ ગયો. જેવી રીતે વિંધ્યાટવીમાં હસ્તીઓ ક્રોધાયમાન થઈને માંહોમાંહે લડે છે, તેવી રીતે લોકોને ભય ઉપજાવનાર આ યુદ્ધ ભયંકર થઈ પડ્યું, લેહીની નીક વહેવા માંડી; અને અનેક યોદ્ધાઓ રણસંગ્રામમાં મરણ પામ્યા. ચિત્રસેન રાજાનું યુદ્ધકૌશલ્ય જોઈને રત્નશેખરના સૈનિકે આશ્ચર્ય પામ્યા. ઘણા સૈનિકે મરાયા છતાં પણ જ્યારે સિંહપુરીને સ્વામી સંગ્રામથી પાછે હક્યો જ નહિ ત્યારે ચિત્રસેને વિદ્યાધરે આપેલ શત્રુંજય મહાદંડ હસ્તમાં ધારણ કર્યો. પંચપરમેષ્ઠીનું હદયમાં ધ્યાન કરીને તથા તે વિદ્યાધરને સંભારીને તેણે ક્રોધાયમાન થઈને શત્રુ ઉપર તે દંડ મૂક્ય, જેથી દુશ્મનના બધા સૈનિકોને નાશ થઈ ગયે, અને ફક્ત રત્નશેખરજ જીવતે રહ્યો. તે તરત જ અશ્વ ઉપરથી નીચે ઉતર્યો, અને એકદમ ચિત્રસેન પાસે આવી વિનયથી તેને મસ્તક નમાવી શરણ માગ્યું. “ભય વિના કેઈ સ્થળે પ્રીતિ થતી નથી.” બે હાથ જેડી મસ્તક નમાવી તેણે ચિત્રસેનને કહ્યું કે –“મહારાજ ! મને ક્ષમા કરે, મારી ભૂલ થઈ આપનું આવું અદ્ભુત પરાક્રમ મેં જાણ્યું નહોતું, હવે અપરાધીને જે દંડ લેતા હે તે માટે દંડ લઈ મારા ઉપર કૃપા કરે.” આવું સાંભ
Page #94
--------------------------------------------------------------------------
________________
<3
ળીને તે કુપાળુ રાજાએ તે દંડને પાછા ખે`ચી લીધા. પછી રત્નશેખરને સાથે લઈને ચિત્રસેન તેની નગરીએ ગયા, અને રત્નશેખરને ફરીથી ગાઢી ઉપર બેસાડયો. તેને સેવક બનાવીને તથા મિત્રની જેમ તેની સાથે વતીને તથા તેના આદર સત્કાર સ્વીકારીને ચિત્રસેન લશ્કર સહિત પેાતાના નગર તરફ ચાલ્યા. ચારે પ્રકારના લશ્કર સાથે જુદા જુદા દેશા જોતા અને અનેક દેશના રાજાઓને નમાવતા તેઓ અનુક્રમે અવિચ્છિન્ન પ્રયાણુ કરતાં વસંતપુર નગરે આવ્યા. ભરતારનું આવાગમન સાંભળીને પદ્માવતી પરમ સંતેાષ પામી. રત્નસાર મ`ત્રીએ નગરને સુંદર રીતે શણુગાયું અને આખા પરિવારથી પરવરેલ અને નગરજનાથી ઘેરાયેલ મત્રી રાજાને લેવા તથા સામૈયું કરવા આનંદથી ઉભરાતા હૃદયવડે તેની સન્મુખ ચાલ્યેા. થોડે દૂર મંત્રી વિગેરેના રાજાની સાથે મેળાપ થયા, અને સર્વેએ રાજાને સાષ્ટાંગ નમસ્કાર કર્યાં. રાજાએ સ્નેહથી સર્વેને ઉઠાડીને આલિ’ગન કયું, કુશળ સમાચાર પૂછ્યા, રત્નસારને ખાસ આદર દીધા અને પેાતાના આસન ઉપર બેસાડયો. સ્નેહમય વાણીથી રત્નસારના પ્રથમને 'ઉપકાર સંભારતા રાજા તેની પ્રશંસા કરવા લાગ્યા, અને બધાને
હુ થી ખેલાવી રાજા આનંદસમાચાર પૂછવા લાગ્યા. પછી સૈન્યસહિત રાજાએ નગર તરફ પ્રયાણ કર્યું, અને ઉદ્યાનાદિની શાભા જોતાં અનુક્રમે નગરના દરવાજા નજીક આવ્યા. તે વખતે ધર્મસેન કુમાર રાજાની સન્મુખ આવ્યે, અને ભૂમિ સુધી મસ્તક નમાવીને રાજાને પ્રણામ કર્યાં. રાજાએ તેને પ્રેમથી આલિંગન કર્યાં, અને હર્ષાશ્રવડે તેને વ્યાખ્યા. પુત્રરત્નને
Page #95
--------------------------------------------------------------------------
________________
પિતાની પાસે હતી ઉપર બેસાડીને રાજાએ નગરમાં પ્રવેશ કર્યો, સુંદર વાજિંત્રે વાગવા લાગ્યા, ભાટ તથા ચારણે જયા જય શબ્દ કરવા લાગ્યા, આનંદના સ્વરે સર્વ દિશાએથી સંભળાવા લાગ્યા, પુરૂષ તથા સ્ત્રીઓ સર્વત્ર આનંદથી તેને નિહાળવા લાગ્યા, અને અનુક્રમે રાજા રાજમંદિર પાસે આવ્યા. હસ્તી ઉપરથી ઉતરી સભાસ્થાનમાં બેઠા, કૌતુક મંગળ કર્યા, અને સૈનિકને વિસર્જન કરી તે અંતઃપુરમાં ગયા. વિજયી રાજા, રાણું અને મંત્રી ત્રણેને મેળાપ થયે, અને આનંદમંગળ વર્તાયે. ઘણે વખતને વિરહ ગુટયો, અને રાણીએ રાજાને વધાવ્યા, દાનાદિ ઉચિત કાર્યો કર્યા; અને જિનમંદિરોમાં અષ્ટાહૂિનકા મહેત્સવ કરાવ્યું.
આ પ્રમાણે આનંદકાર્ય પૂર્ણ થયા પછી રાજાએ રાજ કારભાર સંભાળી લીધો અને ધર્મકાર્યમાં તે ત્રણે જણ વિશેષ પ્રયત્નવાન થયા. તેઓ હંમેશાં ધર્મદેશના સાંભળવા ગુરૂ પાસે જતા હતા, વિશેષ વિશેષ ધર્મપરાયણ થતાં તેઓએ સમકિત ગ્રહણ કર્યું, પરિગ્રહનું પરિમાણ કર્યું અને ઘણે પ્રકારે ગુરૂમહારાજની સેવા કરવા લાગ્યા, તથા ધર્મ આરાધન કરવા લાગ્યા. પુન્યવંત તે ત્રણે આત્માઓ હંમેશાં પુન્યનાં તથા ધર્મપરાયણતાનાં કાર્યોજ કરતાં હતાં, અને નિર્મળ મનથી. આનંદ કરતાં રાજ્યને સુખેથી પાળતાં હતાં.
Page #96
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૫ મું.
પર્યક ઉપ૨ તીર્થ પર્યટન.
એક દિવસ રાજા, રાણુ તથા મંત્રી ત્રણે આનંદપૂર્વક વાર્તા–ોષ્ઠી કરતા હતા, ત્યારે રાજાએ પોતાને મળેલ સ્વેચ્છાચારી પર્યકની હકીકત કહી બતાવી. જે સ્થળે કૌતુક જેવા કે યાત્રા કરવા જવું હોય તે સ્થળે ગગનવિહારી તે પર્યક ઉપર જઈ શકાય તેમ હતું. રાજાની આ હકીકત સાંભળીને રાણી બહુ આનંદ પામી, અને તેણીએ કહ્યું કે –“હે સ્વામિન! જે આપનું વચન સત્ય હેય, આપે કહેલ પલંગ તેવી શક્તિવાળો હોય તે અનેક જુદા જુદા જિનેશ્વરની પ્રતિમાઓથી શિતા શાશ્વતા મનહર તીર્થો આ ભૂમિ ઉપર વિદ્યમાન
છે, અનેક અતિશયાદિથી તે શેભતા છે, તે સર્વ સ્થળો ખાસ વંદન કરવા લાયક છે, ભાવથી તે સ્થળને જુહારતાં અનેક ભવમાં ઉપાર્જન કરેલાં પાપનો નાશ થાય છે, અને આપણુ પામે તે તીર્થનાં દર્શન કરી શકાય તેવી સામગ્રી હાજર છે, તે પછી તેમાં પ્રમાદ શા માટે કરે ? છતી સામગ્રીને લાભ શા માટે ન લે?” રાજાએ કહ્યું કે –“ કહેલ હકીકત સત્ય છે, તેમાં જરાપણ ફેરફાર નથી, મને મળેલ વસ્તુઓમાંથી દંડની તે મેં પરીક્ષા કરી છે, હવે આ ચર્ધકની પરીક્ષા કરીએ.” પછી પૂજાના સવે ઉત્તમ ઉપકરણે
Page #97
--------------------------------------------------------------------------
________________
તથા સામગ્રી સાથે લઈને તે ત્રણે જુદા જુદા તીર્થોની યાત્રા કરવા જવાની ઈચ્છાથી પલંગ ઉપર બેઠા. તરતજ તેઓની ઈચ્છાનુસાર પલંગ વાયુવેગથી આકાશને રસ્તે ચાલ્યું, અને પ્રથમ તેઓ અષ્ટાપદ પર્વત ઉપર ગયા. તે સ્થળે ભરત. ચક્રવતીએ કરાવેલ ત્રણ ગાઉ ઉંચું સુવર્ણનું મનોહર ચિત્ય છે. તેમાં પૂર્વ દિશામાં બે, દક્ષિણ દિશામાં ચાર, પશ્ચિમ. દિશામાં દશ અને ઉત્તર દિશામાં આઠ એવી રીતે ચારે દિશામાં મળીને વર્તમાન ચેવિશ ભગવંતની મનહર પ્રતિ માએ તેમના વર્ણ તથા તેમના શરીરમાન પ્રમાણે કરાવીને સ્થાપના કરેલી છે, આ સુવર્ણનું ચૈિત્ય અનુપમ શેલાવાળું આકર્ષણીય દેખાવનું તે સ્થળે શેભે છે. ચિત્રસેન રાજા, રાણી તથા મંત્રી સહિત આ ચિત્યને દેખીને અતિશય હર્ષને પામ્યા, તેમને આનંદ અને ઉત્સાહ તેમના હૃદયમાં તે. સમયે સમાતા નહોતા, તેમના આનંદનું વર્ણન વચનથી થઈ શકે તેવું નથી, અનુક્રમે તે ત્રણે જણાએ વિવિધ દ્રવ્યથી ચોવીશે તીર્થકરની પૂજા કરી અને બરાસ, કુસુમ તથા અન્ય સુગંધી પદાર્થો પ્રતિમાઓ ઉપર ચઢાવ્યા અને ધૂપ તથા મંગળ દી કરીને શકસ્તવથી પ્રભુની સ્તવના કરીને જિનેશ્વર ભગવાનની પાસે શુભભાવથી સ્તવનાદિ બેલ્યા અને વાઘ સહિત ત્યાં નૃત્ય કર્યું, હર્ષથી ઉભરાતા હૃદયવડે જિને શ્વરની પૂજા કરતાં તેઓએ તે સ્થળે કેટલેક કાળ આનંદપૂર્વક ધર્મધ્યાનમાં મગ્ન થઈ પસાર કર્યો. પછી તે સ્થળેથી પર્યક ઉપર બેસી આકાશમાગે ઉડતાં તેઓ નંદીશ્વર દ્વીપ તરફ ગયા, અને તે સ્થળે પણ જિનેશ્વરની પૂજા તથા પ્રભા
Page #98
--------------------------------------------------------------------------
________________
વના વિગેરે ભાવપૂર્ણાંક તેઓએ કર્યાં. કર્યું, અગર, કસ્તુરી, ઘનસાર વિગેરે એકઠા કરી શસીને તેઓએ અરિહંત ભગવા નની શુદ્ધભાવથી પૂજા કરી. વળી આસ્તી ઉતારી, મંગળ દીવે પ્રગટાવીને તેઓએ તે સ્થળે ધ્વજારાપણું કર્યું. આ પ્રમાણે આનંદથી જુદા જુદા સ્થળાની ઈચ્છાનુસાર યાત્રા કરીને તેએ પાછા વસતપુર નગરીએ આવ્યા. આ પ્રમાણે તે પયકની પરીક્ષા કરી મનુષ્યજન્મનેા લ્હાવા લઈ પાછા પેાતાના મહેલમાં આવ્યા, અને જિનભક્તિપરાપણું તેએ સુખપૂર્વક સમય ગાળવા લાગ્યા. આ પ્રમાણે સવે તીથે માં પટન કરી તેઓએ સર્વ સ્થળેાની ભક્તિના ઉત્તમ લાભ લીધે. તેમના પુન્યપ્રભાવથી રાજ્યમાં હંમેશાં વૃદ્ધિ થયા કરતી હતી. આમદાની સાી થતી જતી હતી. લાક સુખી હતા અને રાજ્ય દુષ્કાળ કે વૈરીના પરાભવથી રહિત હતું.
પ્રકરણ ૧૬ મું.
કેવળી ભગવંતનું આગમન અને ઉપદેશ,
એક વખતે રાજસભામાં તેઓ બેઠા હતા ત્યારે રાજાનો પાસે ઉદ્યાનપાળકે આવીને કહ્યુ કે—“ સ્વામિન્! આપણુ સુંદર ઉદ્યાનમાં પાંચ જ્ઞાનથી ઢાલતા ક્રમસાર નામના કેવળી ભગવત પધાર્યાં છે, અનેક ઉત્તમ સુનિબાથી તેના પરવરેલા
Page #99
--------------------------------------------------------------------------
________________
છે.” રાજાએ આ હકીકત સાંભળી આનંદિત થઈ વસ્ત્રાલંકારાદિ તથા ધન વિગેરે તેને વધામણીમાં આપી, સર્વ સામગ્રી તૈયાર કરાવી પ્રધાન અને રાણુની સાથે કેવળીભગવંતને વાંદવાની ઈચ્છાથી તેઓ ઉધાન તરફ ચાલ્યા. આખા પરિવારની સાથે મુનિ મહારાજને વંદના કરી વિનયથી મસ્તક ઉપર અંજળી જેડીને ગ્યસ્થાને સર્વે બેઠા, એટલે આ દુસ્તર સંસારથી તારનારી–આ સંસારસમુદ્રમાં જહાજ સમાન ઉત્તમ ધર્મદેશના આપવાને કેવળી ભગવંતે આરંભ કર્યો. ધર્મદેશનામાં તેમણે કહ્યું કે “જે ઉત્તમ જીવનું ચિત્ત સંસાર ઉપરથી ઉદ્વેગ પામ્યું હોય, સંસારના રખડપાટાથી જે ત્રાસી ગયા હય, સંસારની ઉપાધિ છેડી શાંત આત્મિક દશાને અનુભવ મેળવવા જેને સદિચ્છા થઈ હોય અને મેક્ષપ્રાપ્તિમાંજ જેને લગની લાગી હોય તેણે કષાયોને અવશ્ય તજી દેવા. આ કષાયો કટુક ફળવાળા વિષવૃક્ષ જેવા છે, દુર્બાન કરાવનાર છે–દુષ્યન તરફ વિશેષ દોરી જનાર છે, અને તેના અનુભવથી આ ભવમાં દુઃખ મળે છે, અને પ્રાંતે પરભવમાં દુર્ગતિના ભાજન થવાય છે. વળી ઘણા અનર્થોનું તે કારણે છે. આ પ્રમાણે સાંભળી રાજાએ પૂછયું કે-“મહાત્મન ! આ કષાયે કોણ છે, તેના નામ તથા ભેદ શું શું છે તથા તેની સ્થિતિ શું છે તે કૃપા કરીને વિસ્તારથી જણાવે.” રાજાના આ પ્રશ્નથી કેવળી ભગવંતે કહ્યું કે-“કષાય શબ્દમાં બે શબ્દ જોડાયેલ છે, કષ તથા આય, કષ એટલે સંસારની આય એટલે વૃદ્ધિ
Page #100
--------------------------------------------------------------------------
________________
ce
કરાવનાર તે કષાય કહેવાય છે. તે કશાયના ચાર ભેદ છે, ક્રોધ, માન, માયા અને લેાલ, તે દરેકના પણ તેના સ્વભાવ તથા કાળને અવલ’ખીને ચાર ભેદ પાડેલા છે, (૧) અનંતાનુબંધી, (૨) અપ્રત્યાખ્યાની, (૩) પ્રત્યાખ્યાની, (૪) સ’જવલન. તે ચારે કષાયના ભેદામાં અનંતાનુબંધી ક્રોધ પર્વતની રેખા જેવા દારૂણ, દુઃખદાયી અને અન ંત સંસાર રખડાવનાર છે, બીજો અપ્રત્યાખ્યાની ક્રોધ પૃથ્વીની રેખા જેવા છે, ત્રીજો પ્રત્યાખ્યાની ક્રોધ ધૂળની રેખા જેવા છે, અને ચાચા સ’વલન ક્રોધ પાણીની રેખા જેવા છે. ક્રોધના ગુણ પ્રમાણે આ ભાગેા પાડેલા છે. પર્વતની રેખા જેમ કેમે કરીને ભુંસાતી નથી તેમ અનંતાનુબંધી ક્રોધના ઉદય થાય ત્યારે તે ઘણી મુશ્કેલીથી પણ શાંત થતા નથી. સારાંશ કે ઘણી મુશ્કેલીથી પશુ શાંત ન થાય તે પહેલા ક્રોધ, તે પ્રમાણે ચાડું ઓછુ દુર્ધ્યાન કરાવનાર અને આત્મા ઉપર આછી અસર કરનારા તથા આછા આછા સમયમાં શાંત પડનારા ખીજા, ત્રીજા અને ચાથા પ્રકારના ક્રોધ છે. આવીજ રીતે માન અનુક્રમે (૧) પથ્થરના સ્તંભ જેવા, (૨) હાડકાના સમૂહના સ્ત’ભ જેવા, (૩) કાષ્ટના સ્તંભ જેવા તથા (૪) નેતરની સાટી જેવાએછી વધવી અસર દેખાડનાર કહેલ છે. માયા કષાય (૧) વાંસનાં મૂળ, (ર) મિઢાળની સીગ, (૩) ગાયના મૂત્રની ધારા, તથા (૪) અવલેહ જેવા અનુક્રમે સમજવા, અને ચેાથેા લેાલ કષાય (૧) કૃમિના રંગ, (૨) કાદવના રંગ, (૩) અજનના રંગ, (૪) રિદ્ર (હુળદર)ના રંગની જેમ વધારે આછી આત્મા
Page #101
--------------------------------------------------------------------------
________________
ઉપર ચાસર કરનાર છે. તે ચારેની અનુક્રમે સ્થિતિ જન્મપર્વત, એક વશ્ય, ચાર મહિના અને પંદર દિવસની છે. બીજા પણ અંદર અંદરના સંમેલનથી આ કષાયેના અનેક ભેદ થાય છે. તેની તીવ્રતા પ્રમાણે અનેક પ્રકારનાં દુઃખે. આ જીવને તેઓ આપે છે, અને અધિક આરંભ સમારભના કાવનારા અને પરિગ્રહની વૃદ્ધિ કરાવનારા હેવાથી પ્રાંતે નીચી ગતિમાં તેઓ લઈ જનારા છે. આ કષાય અલ્પ હોય તે પણ દુઃખ દેનાર છે. લેભ કષાય તે યાવત્ અગીઆરમાં ગુણઠાણે પહેચેલને પણું પાડે છે, અને પહેલા ગુણઠાણની સ્થિતિએ ઘસડી જાય છે, તેથી જેમ બને તેમ આ કષાયે ઘટાડવા અને તેનાથી છુટા થવાય તેવા પ્રયત્ન કરે. આ કષાય સ્વલ્પ પ્રમાણમાં હોય ત્યાંસુધી તે જીવને કેવળજ્ઞાન કે પરમપદની પ્રાપ્તિ કરવા દેતા નથી. આ કવાયે અ૫ સેવવાથી પણ મહા દુષ્ટ ફળ આપનાર થાય છે. જેવી રીતે મિત્રાનંદ વિગેરેને આ જ કષાયે દુઃખ આપના થયા હતા. રાજાએ “મિત્રાનં વિગેરે કણ થયા છે? અને તેમને શું દુખ સહન કરવાં પડ્યાં છે?” તે પ્રશ્ન પૂછવાથી દમસાર કેવળીએ મિત્રાનંદ તથા તેના મિત્ર અમરદત્તની કથા કહેવાનો આરંભ કર્યો.
Page #102
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૭ મુ.
કષાયના કટુંક વિપાક ઉપર મિત્રાનદ તથા અમદત્તની કથા.
દેવનગરીના જેવી સમૃદ્ધિવાળી અને અનેક પ્રકારના સુÀાભિત આવાસેાથી મનેાહર આ સૃષ્ટિ ઉપર એક અમરતિલકા નામની નગરી હતી. તે સ્થળે રહેનારા લેકે મુદ્ધિશાળી અને સદ્ગુણી હતા. પર છિદ્રો ઉઘાડવામાં તેએ મુંગા હતા, પરસ્ત્રી નિરક્ષણમાં અંધ હતા અને અન્યનુ ધન ગ્રહણ કરવામાં તેઓ પાંગળા હતા. મુદ્ધિ અને લક્ષ્મીથી અતિશય શેાલતો અને મકરધ્વજને પણ રૂપમાં પરાભવ કરે તેવા મકરધ્વજ નામના અતિ મળવાન તે નગરીને રાજા હતા. તે શામાં ઇંદ્રની પ્રભુતા, સૂર્યના પ્રતાપ અને બૃહસ્પતિની શુદ્ધિ હતી, તથા તે રાજાની ચંદન જેવી શીતળ વાણી હતી, હાથીની ગતિ જેવી તેની ગતિ હતી, મેરૂપર્યંત જેવુ' તેનુ ધૈર્યં હતુ, સિહુના જેવું. તેનુ' ખળ હતુ. અને અતિ સુદર તેનું રૂપ હતું. મદન સેના નામે તેને રાણી હતી, અને પદ્મસરાવરના સ્વપ્નથી. સૂચિત થયેલ પદ્મક્રેશર નામે તેમને એક પુત્ર હતો. એક દિવસ રાણી રાજાના વાળ આળતી હતી, તે સમયે રાજાના મસ્તકમાં સફેદ વાળ દેખીને રાણીએ કહ્યું કેઃ- મહારાજ
''
Page #103
--------------------------------------------------------------------------
________________
-અરિને દૂત આવ્યે.” “કોને દૂત આવે?” તેમ પૂછતાં રાજાએ સંભ્રમથી ચારે દિશાએ અવલોકન કરવા માંડયું, એટલે રાણીએ ત વાળ દેખાડીને વૃદ્ધાવસ્થાને દૂત આવ્યાની હકીક્ત કહી. કહ્યું છે કેअंगं गलितं पलितं मुंडं, दशनविहिनं जातं तुंडं । वृद्धो याति गृहीत्वा दंडं, तदपि न मुंचत्याशापिंडं ॥
“શરીર ગળી જાય, મસ્તક આખું સફેદ વાળથી - છવાઈ જાય, મેટું દાંત વગરનું થઈ જાય, ચાલતાં હાથમાં લાકડી રાખવી પડે, તે પણ આશાની લુપતા છૂટી શકતી
નથી.”
વળી રાણીએ કહ્યું કે –“ આ સફેદ વાળરૂપી કૂત મસ્તક ઉપર આવીને સર્વ કેને કહે છે કે-હવે જરા અને મૃત્યુ નજીક આવતા જાય છે. સમય થડે છે. માટે સંસારની ઉપાધિ છેડ, પાપકર્મોથી વિરામ પામે અને ધર્માચરણ કરે. ધર્મરાજા પળી (સફેદ વાળ)નું મિષ કરીને એક દૂત મેકલીને કહેવરાવે છે કે-જરા નજીક આવે છે, માટે ધર્મનું આરાધન કરે, સત્કૃત્ય કરે, સંસારની ઉપાધિ છોડો, કારણકે મૃત્યુ લઈ જશે ત્યારે કરેલાં સુકૃત્યેજ સાથે આવશે, બાકી બધું અહીં માટે કરાવેલ તો અત્રેજ રહેશે. ઉપાધિપૂર્વક પાપાચરણ આદર્યા હશે તેનાં ફળ -તારેજ ભેગવવાં પડશે, માટે હવે ચેતો. ધર્મ કૃત્યે આદરે.” આ પ્રમાણેનાં રાણીનાં વચને સાંભળીને રાજાએ વિચાર્યું
Page #104
--------------------------------------------------------------------------
________________
૩૩
66
કેઃ—“અહા ! મારા વડીલેાએ તો પછીઆ દેખાયા પહેલાંજ સંસારના ત્યાગ કર્યાં હતો અને ધમ ધ્યાનમાં તત્પર મન્યા હતા, અને હુ' તો હજી સંસારમાંજ છું. વડીલ પુરૂષાની ચાલતી પ્રણાલિકાના છેદ કરનાર મને ધિક્કાર છે!” આ પ્રમાણે ચિંતામગ્ન તથા વિષણુ વદનવાળા પતિને દેખીને રાણીએ તેમના માનસિક આશય સમજ્યા વગર જ નમ્રવાણીથી કહ્યું કે:- સ્વામિન ! મારા નાથ ! જો વૃદ્ધત્વની આપને લજ્જા આવતી હશે, તેના આપના મનમાં તિરસ્કાર હશે. તો આખા નગરમાં પહુ વગડાવીશ કે જે કાઈ પૃથ્વીનાથને વૃદ્ધાવસ્થાથી ઘેરાયેલા કહેશે તે અકાલે પણ સ્વગના અતિથિ થશે, એટલે કે તેના વધ કરવામાં આવશે; માટે આપે જરાવસ્થાની જરાપણ ચિંતા કરવી નહિ.” રાજાએ કહ્યું કેઃ- રાણી ! અરે, આવું અવિવેકવાળુ શું આવે છે ? કારણકે જા તો આપણી જેવાને આભૂષણરૂપ થાય છે. ’” આવું સાંભળીને રાણીએ પૂછ્યું કેઃ— તો જરા અવસ્થાની અને પનીયાની વાત સાંભળીને તમારૂ મુખ વિષણુ કેમ થઇ ગયુ ? ” એટલે રાજાએ તેને પેાતાને થયેલ વિચાર અને વૈરાગ્યનાં કારણની હકીકત નિવેદન કરી, અને સ`સારત્યાગ કરવાના નિશ્ચય જાગ્યેા. રાણીએ રાજાને સમજાવવા ઘણુંા પ્રયત્ન કર્યાં, પણ રાજા પેાતાના નિશ્ચયમાંથી ડગ્યા નહિ. પછી રાજાએ ઉંમરલાયક પુત્રને રાજ્યગાદી ઉપર સ્થાપન કર્યાં, અને રાણીની સાથે તેણે તાપસધમ સ્વીકાર્યાં. રાણી તે વખતે ગૂઢગર્ભા હતી—થેાડા વખતથી ગર્ભવતી થયેલી હતી. તે અનુક્રમે ગભ વૃદ્ધિ પામતાં તેનું ઉદર:
66
Page #105
--------------------------------------------------------------------------
________________
સ
માટું થયું, અને છેવટે તાપસીઓથી ગભતું પાષણ કરાતી તેણીએ શુભ લક્ષણાથી શૅાલતા, દેવકુમાર જેવી કાંતિવાળા એક ઉત્તમ પુત્રને જન્મ આપ્યા. રાણીને તાપસપણાના તેના શરીરને અનુચિત આહારથી તેના સ્તનમાં દારૂણ વ્યાષિ થયા, અને તેના દુઃખથી દુ:ખી થયેલા તાપસેાએ વિચાર કર્યાં કે – ખાળક જનની વગર ગૃહસ્થાને પણ પાળવા મુશ્કેલ છે, તેથી કદાચ આ બાળકની માતા મૃત્યુ પામશે તો આ ખાળકની પાલના આપણાથી કેવી રીતે થઇ શકશે ?”
આ સમયે ઉજ્જયિનીના રહેવાસી એક દેવધર નામના વેપારી વ્યાપારને અર્થે ભમતો ભમતો દૈવયેાગથી તે ઉદ્યાનમાં માગ્યે, અને તે તાપસેાના ભક્ત હાવાથી તેમને વંદન કરવા ત્યાં આન્યા. તે વખતે તાપસાને ઉદ્વિગ્ન ચિત્તવાળા 'દેખીને તેણે તેનું કારણ પૂછ્યું. કુળપતિએ કહ્યુ કે:- આ બાળક અત્રે એક તાપસીએ પ્રસવેલ છે, તે અમારી ચિંતાનું કારણ છે. જો અમારા દુઃખથી તું દુભાતો હા તો, હુ શ્રેષ્ઠિન્! આ ખાળક અમારી પાસેથી લઈ જા, અને તેની સારી રીતે પાલના કરજે.” કુળપતિના કહેવાથી તે વિણકે તે ખાળકને ગ્રહણ કર્યાં, અને ઉજ્જયિની જઇને દેવસેના નામની પેાતાની પત્નીને તે અણુ કર્યાં. તે સમયે તે શ્રેષ્ઠીપત્નીએ એક પુત્રીને જન્મ આપ્યા હતા, તેથી પેાતાની પત્નીએ પુત્ર અને પુત્રીના યુગલને જન્મ આપ્યા છે તેમ જણાવી શ્રેષ્ઠીએ તેને મહાત્સવ કર્યાં, અને પુત્રનુ અમરદત્ત અને પુત્રીનુ' સુરસુંદરી એ પ્રમાણે નામ પાડયું. રાણી મઢનસેના પુત્રને કુલીન અને ધનવત સજ્જન
Page #106
--------------------------------------------------------------------------
________________
પુરૂષને સંપાયેલ જોઈ મનમાં સંતોષ પામી, અને અનુક્રમે થયેલ વ્યાધિથી તે મૃત્યુ પામી.
અમરદત્ત અનુક્રમે યુવાવસ્થા પામ્યું, તે વખતે તે ઉજજયિની નગરીમાંજ મિત્રશ્રીની કુક્ષિથી ઉત્પન્ન થયેલ સાગરશ્રેષ્ઠીને એક પુત્ર હતો, જેનું નામ મિત્રાનંદ હતું; તે મિત્રાનંદ તથા અમરદત્તને ગાઢ મૈત્રી થઈ. એક વખતે વર્ષાઋતુમાં બન્ને મિત્રો ક્ષિપ્રા નદીને કાંઠે વટવૃક્ષની સમીપે મઈદાંડીએ રમતા હતા, તેમાં અમરદને જે મેઈ ઉડાડી તે દૈવયોગે વટવૃક્ષ ઉપર લટકાવેલા કેઈ ચેરના મડદાના મોઢામાં જઈને પડી. તે જોઈ મિત્રાનંદ હસીને બે
અહો મિત્ર ! આ મેટું આશ્ચર્ય તો જે ! તારી મેઈ કેઈ મૃતકના મુખમાં જઈને પડી છે.” તે સાંભળી જાણે ક્રોધાયમાન થયું હોય તેમ કેપ દર્શાવતું તે મૃતક બેલ્યું કે:-“અરે મિત્રાનંદ ! તું પણ આવી જ રીતે આજ વૃક્ષ ઉપર બંધાઈશ-મૃત્યુ પામીશ અને તારા મુખમાં પણ માઈ પડશે.” આવું તેનું વચન સાંભળી મિત્રાનંદ મૃત્યુથી ભય પામ્ય, રમતમાં મંદ ઉત્સાહવા થઈ ગયા અને બે કે-“આ મેઈ મૃતકના મુખમાં પડી, તેથી અપવિત્ર થઈ ગઈ છે, માટે હવે તે મેઈથી રમત રમાય નહિ. તે સાંભળી અમરદત્ત બે કે:-“મારી પાસે બીજી મેઈ છે, ચાલે આપણે તે વડે રમીએ.” પણ મિત્રાનંદને રમત રમવાની હોંશ થઈજ નહિ, એટલે તે બંને મિત્રો ઘર ગયા. બીજે દિવસે મિત્રાનંદને ઉત્સાહ વગર અને શ્યામ
પડશે.” એમ કહ્યું પામશે. આવી જ રીતે બેશું
Page #107
--------------------------------------------------------------------------
________________
66
""
મુખવાળા દેખીને અમરદત્તે પૂછ્યું. કે:- ખંધુ ! તારૂં મુખ શ્યામ કેમ થઈ ગયુ છે? તારા દુઃખનુ' શુ' કારણ છે ? જે હાય તે ખુલાસાથી કહે.” આ પ્રમાણે તેણે અત્ય’ત આગ્ર ુથી પૂછ્યું, ત્યારે મિત્રાનંદે મૃતકે કહેલાં વચના મિત્રને કહી સભળાવ્યાં, કેમકે મિત્રથી કાંઈ ગુપ્ત રાખવાનું હાતુ' જ નથી. તે સાંભળી અમરદો કહ્યું કે:- ૐ મિત્ર ! મૃતક તા કોઈ દિવસ મેલે નહિ, માટે ખરેખર આ વાકયે। કાઇ વ્યંતરના હાવાનેા સંભવ છે, પરંતુ તે વિષે કાંઈ ચાક્કસ કહી શકાય નહિ,” પછી ફરીથી અમરદત્તે પૂછ્યું. કે મિત્ર ! તને આ વચન સત્ય લાગે છે, અસત્ય લાગે છે કે હાસ્યમાત્ર જણાય છે ? ” ત્યારે મિત્રા નંદ એલ્યેા કે–“ મને તેા તે વચને સત્યજ લાગે છે.” તે સાંભળી અમરવ્રુત્ત કહ્યુ કે “ કર્દિ તેમ હાય તા પણ પુરૂષ દૈવને અન્યથા કરવા માટે પુરૂષાથ કરવા ચેાગ્ય છે.” મિત્રાન આવ્યે કે- જ્યાં દૈવને આધીન વાત ઢાય ત્યાં પુરૂષાર્થ શુ કરે ?” ત્યારે અમરદો કહ્યું કે:“ અરે મિત્ર ! શુ' તે' સાંભળ્યું નથી કે જ્ઞાનગ` નામના મ`ત્રીને નિમિત્તિ યાએ કહેલી જીવિતના અંત કરનારી આપત્તિ પુરૂષાથ થી નિવૃત્ત થઈ ગઈ હતી.” મિત્રાનન્દે તે જ્ઞાનગ` મ`ત્રીની હકીકત સ ́ભળાવવાનુ` કહેવાથી અમરદત્ત તેની કથા આ પ્રમાણે કહી સ`ભળાવી.
,,
Page #108
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૮ મું
( મિત્રાનંઃ–અમરવ્રુત્ત કાંતત) જ્ઞાનગ મત્રીની કથા.
આ ભરતક્ષેત્રમાં ધન્યધાન્યથી પરિપૂર્ણ ચંપા નામની નગરી હતી, તેમાં જિત્રશત્રુ નામે રાજા રાજ્ય કરતા હતા. તેને જ્ઞાનગલ નામે એક બહુ બુદ્ધિશાળી, રાજ્યની દરેક પ્રકારની ચિંતા કરનાર અને રાજાનુ' પ્રીતિપાત્ર મ`ત્રી હતા. તે મંત્રીને ગુણાવળી નામે ભાર્યાં હતી. તેમને અદ્વિતીય સ્વરૂપવાળા સુબુદ્ધિ નામના પુત્ર હતા. એક વખતે જિતશત્રુ રાજા, મંત્રી અને સામતા સહિત સભામાં બેઠા હતા, તે વખતે અષ્ટાંગ નિમિત્તને જાણનાર એક વિદ્વાન નૈમિત્તિક રાજાની રજા મેળવી સભામાં આવ્યા અને રાજાને આશિર્વાદ આપી રાજાએ દેખાડેલ ઉત્તમ આસન પર બેઠા. રાજાએ તેને પૂછ્યુ` કે:- અરે નિમિત્તજ્ઞ ! તને કેટલુ' જ્ઞાન છે ? ” તે ખેલ્યા કે:-“ હે રાજન્ ! હું મારા નિમિત્ત જ્ઞાનના પ્રભાવથી લાભ-લાભ, જીવિત-મરણુ, -આગમન અને સુખ-દુઃખ વિગેરે સવ જાણી શકું છું.” તે સાંભળી રાજાએ કહ્યુ` કેઃ– આ મારા પિરવારમાં ફ્રેઇની કાંઈ પણ ખાસ આશ્ચર્યકારક ઘટના અનવાની હોય અને તે તું જાણતા હા તા કહે.” તે સાંભળી નિમિત્તજ્ઞ એલ્યે ચિ. ૫. ૭
ગમન
<<
Page #109
--------------------------------------------------------------------------
________________
૯૮
કે-“તમારા આ જ્ઞાનગર્ભ મંત્રીને કુટુંબ સહિત મરણત કષ્ટ પંદરમે દિવસે પ્રાપ્ત થશે એમ મારું નિમિત્તજ્ઞાન મને કહે છે.” તે સાંભળી રાજા અને બધા સભાજને અત્યંત ખેદ પામ્યા.
પછી દુઃખથી મુંઝાતા મંત્રીએ તે નિમિત્તજ્ઞને સાથે લઈ પોતાને ઘેર જઈ એકાંતમાં તેને પૂછ્યું કે-“હે ભદ્ર! કઈ રીતે તું મારૂં કષ્ટ જુએ છે?” તેણે જવાબ આપ્યો કે –“તમારા મોટા પુત્રના નિમિત્ત તમને આપત્તિ થશે એમ મારા જાણવામાં આવ્યું છે.” અને કેવી રીતે આપત્તિ આવશે તે જ્ઞાનાનુસાર તેણે જાણ્યું તે બધું કહી બતાવ્યું. તે સાંભળી મંત્રીએ તેને સત્કાર કરી યોગ્ય દાન આપી તેને વિદાય કર્યો. પછી મંત્રીએ પુત્રને બેલાવીને કહ્યું કે –“હે વત્સ! જે તું મારી આજ્ઞા માને તે આપણું ઉપર આવનારી ભાવી જીવિતને અંત કરનારી આપત્તિને આપણે તરી જઈએ.” તે સાંભળી વિનયથી નગ્ન થઈને પુત્ર બે કે –“હે પિતાજી! તમે જે કાંઈ કાર્ય કહેશે તે હું ખુશીથી કરીશ.” પછી મંત્રીએ પુરૂષ સમાય તેવડી એક મેટી પેટી મંગાવી, તેની અંદર પંદર દિવસ ચાલે તેટલું પાણી અને ભેજન મૂકી તેમાં પુત્રને સુવાડી તેને આઠ તાળાંઓ વાસી તે પેટી રાજાને આપીને કહ્યું કે –“હે રાજન ! આ મારૂં સર્વસ્વ છે, તેનું આપ યત્નથી રક્ષણ કરશે.” તે સાંભળી રાજા બે કે-“અરે મંત્રી ! આ પિટીમાં જે કંઈ ધન વિગેરે તમે મૂકયું હોય તે ઈચ્છા
Page #110
--------------------------------------------------------------------------
________________
પ્રમાણે ધર્મકાર્યમાં વાપરી નાખે, તમારા વિશે પછી હું તે ધનને શું કરીશ?” તે સાંભળી સચિવે કહ્યું કે“હે સ્વામિન્ ! સેવકને એજ ધર્મ છે કે પ્રાણુતને પ્રસંગે પણ તેણે સ્વામીની વંચના ન કરવી.” આ પ્રમાણે તેને અતિશય આગ્રહ થવાથી રાજાએ તે પેટી એક ગુપ્ત સ્થાનમાં મૂકાવી. ત્યાર પછી મંત્રીએ જિનમંદિરમાં અાફ્રિકા મહત્સવ પ્રારંભે, શ્રી સંઘની પૂજા કરી સ્વામીવાત્સલ્ય કર્યા, દીનહીન જનેને દાન આપ્યાં અને અમારીની આઘે. ષણ કરાવી, તથા ઘરમાં હંમેશાં શાંતિપાઠ કરવા લાગ્યો, તથા શસ્ત્રધારી અને બખ્તર પહેરેલા સુભટો અને હાથી ઘોડા વિગેરેને ઘરની તરફ રખાવી ઘરની રક્ષા કરવા લાગે. વળી ગૃહત્યમાં સ્વસ્થતાથી બેસી તે ધર્મધ્યાન કરવા લાગ્યા. એમ કરતાં પંદરમો દિવસ આવ્યું, ત્યારે રાજાના અંતઃપુરમાં એવી વાણી પ્રગટ થઈ કે - “હે લેકે! દોડે! દોડે! આ સુબુદ્ધિ નામને મંત્રીપુત્ર રાજપુત્રીને વેણદંડ છેદીને નાસી જાય છે.” આવું વચન સાંભળી રાજાને અત્યંત ક્રોધ થયે, અને ક્રોધના આવેશમાં તેણે વિચાર્યું કે –“તે દુષ્ટ મંત્રીપુત્રનું આવી રીતે સન્માન કર્યું અને સર્વત્ર ગમનાગમનની રજા આપી, તેથી આવું દુષ્ટકાર્ય કરવા તે પ્રેરાયે લાગે છે.” આ પ્રમાણે વિચારી રાજાએ સભાજને સમક્ષ કેટવાળને આજ્ઞા કરી કે –“આ મંત્રીપુત્રના અપરાધને લીધે કુટુંબ સહિત મંત્રીને હણી નાખે, તેને ઘેર કામ કરનાર નેકરને પણ જીવતા રાખશે નહિ, કારણકે તેના દુષ્ટ પુત્રે રાજ્યને મેટો અપરાધ કર્યો
Page #111
--------------------------------------------------------------------------
________________
૧૦૦ છે.” આ પ્રમાણે કહી રાજાએ સૈન્યસહિત કેટવાળને મંત્રીને ઘેર મોકલ્યું. આ વખતે પ્રધાનના સૈન્ય સૈન્યસહિત આવેલ કેટવાળને રે. આ બધા સમાચાર ધ્યાનમાં બેઠેલ મંત્રીએ પોતાના માણસના મુખેથી સાંભળ્યા. તેજ વખતે મંત્રીએ બહાર જઈને પિતાના સુભટને યુદ્ધ કરતાં અટકાવીને રાજા તરફથી આવેલ કટવાળને કહ્યું કે –“ભાઈ ! મને એકવાર રાજાની પાસે લઈ જાઓ. પછી તે જે પ્રમાણે હુકમ કરે તે પ્રમાણે કરજે. હું કાંઈ તમારા કબજામાંથી નાસી જવાને નથી.” એટલે કેટવાળ મંત્રીને તરતજ રાજા પાસે લઈ ગ. મંત્રીને જોતાંજ રાજાએ ક્રોધથી મુખ તેના તરફથી ફેરવી નાંખ્યું. ફરીથી મંત્રી રાજાની સન્મુખ ગયે અને નમસ્કાર કરી વિનંતિ કરી કે –“હે સ્વામિન ! આપની પાસે મેં જે પેટી મૂકી છે તે અત્રે મંગાવી ખેલાવીને આપ જુઓ. તેની અંદરની વસ્તુઓ ઉપયોગી છે, તે વસ્તુઓ લઈને પછી આપને રૂચે તેમ કરજે.” તે સાંભળી રાજા બોલ્યા કે –“અરે ! તારા પુત્રે આ ઉગ્ર અપરાધ કર્યો, અને તું શું મને ધન આપીને સંતોષ પમાડવા ઈચ્છે છે?” ત્યારે મંત્રીએ કહ્યું કે:-“હે રાજન! મારા પ્રાણ અને મારું આખું કુટુંબ આપને જ આધીન છે; પણ એકવાર પિટી મંગાવીને તે જુઓ.” આ પ્રમાણેના તેના અત્યંત આગ્રહથી રાજાએ તે પેટી ગુપ્ત સ્થાનમાંથી રાજસભામાં મંગાવી, અને સર્વની સમક્ષ બધાં તાળાં ઉઘાડયાં. તેની અંદર મંત્રીને પુત્ર સુતેલ હતું, તેના જમણે હાથમાં શસ્ત્ર હતું, ડાબા હાથમાં વેણુદંડ હતા અને તેના પગ બાંધેલા
Page #112
--------------------------------------------------------------------------
________________
૧૨૦૧
,,
હતા. આવી સ્થિતિમાં તેને દેખીને બધા અત્યંત વિસ્મય પામ્યા, અને રાજાએ મ’ત્રીને પૂછ્યું' કેઃ–“ આ શું નવાઇ ? આ કેવી જાતને બનાવ ? ” મંત્રીએ ખુલાસા કર્યાં કે:“હે રાજન! હું કાંઈ પણ જાણતા નથી. આપજ બધી હકીકત જાણા છે. સત્ય વાતને ખરાખર જાણ્યા વિના મારે જન્મપ તના સેવકના મૂળથીજ ઉચ્છેદ કરવા આપ તૈયાર થયા છે. આ પેટી આપની સમક્ષ આપનાજ ગુપ્તભડારમાં મૈં મૂકી હતી, તાળાની કુંચીએ પણ આપનીજ પાસે હતી. તેની અંદર જ્યારે આવું થયું ત્યારે તેમાં મારે શું અપરાધ ? ” તે સાંભળી રાજા લજ્જા પામી ખેલ્યા કેઃ“ અરે મત્રી! મને આ બધી બાબતનું રહસ્ય કહે. મંત્રીએ કહ્યું કેઃ “ હે સ્વામિન્! કોઇપણ રાષ પામેલા વ્યંતરદેવે મારા પુત્ર નિર્દોષ છતાં પણ આગળના વેરને કારણે તેના દોષ પ્રગટ કરવા માટે આમ કર્યું હોય એવા સંભવ લાગે છે. અન્યથા આવી રીતે પેટીમાં ગુપ્ત રીતે રાખેવાની આવી અવસ્થા કેમ થાય ? ” તે સાંભળી પ્રસન્ન થઈ રાજાએ પુત્ર સહિત મંત્રીના સત્કાર કર્યાં, અને ક્રીથી મત્રીને
99
પૂછ્યું. કે− તે આ બધી હકીકત શી રીતે જાણી ?” ત્યારે મત્રીએ નિમિત્તિયા સાથે થયેલ તેની વાતચિત કહી સંભળાવી, અને તે ખાખતમાં તેણે કેવી રીતે યત્ન કર્યાં હતા તે પણ કહ્યું. ત્યારપછી રાજા અને મંત્રી સ્વપુત્રોને પેાતપેાતાને સ્થાને સ્થાપી દ્વીક્ષા લઈ દુષ્કર તપ તપીને સદ્ગતિ પામ્યા.
ઈતિ જ્ઞાનગભ મત્રીથા
×
Page #113
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૯ મું
મિત્રાનંદ અમરદત્તની કથા. (ચાલુ)
(ઉપરની જ્ઞાનગર્ભ મંત્રીની કથા કહીને મુનિરાજે ચિત્રસેન વિગેરે ૫ર્ષદાને કષાયનાં ફળ ઉપર શરૂ કરેલી મિત્રાનંદ–અમરદત્તની વાત આગળ ચલાવતાં કહ્યું કે, આ કથા કહીને પછી અમરદત્ત મિત્રાનંદને ઉદ્દેશીને બેલ્યો કે “હે મિત્ર! જેમ તે મંત્રીએ પરાકમથી અને યત્નથી ભાવી વિપત્તિને નાશ કર્યો, તેવી જ રીતે આપણે પણ તેને નાશ કરવા પ્રયત્ન કરશું. તું ખેદનો ત્યાગ કર.” આ પ્રમાણે અમરદને કહ્યું. તે સાંભળી મિત્રાનંદ બલ્ય કે
બંધુ! ત્યારે તું કહે કે આપણે હવે શું કરવું?” અમરદને કહ્યું કે –“ આ આપણું સ્થાન છેડી દઈને આપણે દેશાંતરમાં ચાલ્યા જશું.” તે સાંભળી અમરદત્તની પરીક્ષા કરવા મિત્રાનંદે કહ્યું કે –બહારગામ જવાનું તારાથી કેવી રીતે બની શકશે? તારૂં શરીર અતિ કેમળ છે. શબે કહેલ મારૂં કષ્ટ તે કેટલેક કાળે થશે, પરંતુ કમળતાને લીધે દેશાંતરના કલેશથી કદાચ તારૂં મરણ થાય તે વિશેષ આપત્તિ આવે, માટે તારાથી દેશાંતરમાં આવવાનું કેમ બનશે?” તે સાંભળી અમરદત્ત બે કે “ હે મિત્ર! ગમે તેમ થાય પણ મારે તે સુખ-દુખ તારી સાથેજ
Page #114
--------------------------------------------------------------------------
________________
૧૦૩
ભોગવવાનું છે. હું કેઈપણ રીતે તારાથી છુટો રહી શકું તેમ નથી.” આ પ્રમાણે તેને નિશ્ચય જાણી મિત્રાનંદને બહુજ આનંદ થયે, અને પરસ્પર તેઓ વિશેષ એકચિત્તવાળા થયા.
ત્યાર પછી તેઓ કરેલા સંકેત પ્રમાણે એક રાત્રીએ ઘેરથી નીકળી અનુક્રમે ફરતા ફરતા પાટલીપુર નગરમાં આવ્યા. તે નગરની બહાર નંદનવન જેવા મનહર ઉધાનમાં ઉંચા ગઢથી વીટાયેલે અને ધ્વજા પતાકાથી શોભતે એક સુંદર મહેલ તેઓએ જે. પાસેની વાવમાં હાથ, પગ ધંઈ મુખ પ્રક્ષાલન કરી શ્રમ ઉતારી પ્રાસાદની સુંદરતા જેવા તેઓ તેની અંદર ગયા. ત્યાં અમરદ એક સુંદર પુતળી જોઈ તે રૂપ અને લાવણ્યથી સાક્ષાત્ દેવાંગના જેવીજ લાગતી હતી. તેને દેખીને અમરરત્ત જાણે કે ચિત્રમાં આલેખાઈ ગયું હોય તેમ સ્થિર થઈ ગયું અને અનિમેષ દષ્ટિથી તેની સામે જોવા લાગ્યો અને સુધા, તૃષા કે શ્રમ બધું ભૂલી ગયે. ઘણે વખત પસાર થઈ ગયે, અને મધ્યાહ્ન થવા આવ્યું, ત્યારે મિત્રાનંદે કહ્યું કે –“બંધુ! ચાલે, આપણે હવે નગરમાં જઈએ, બહુ મોડું થાય છે, નગરમાં જઈ સુધા વિગેરેની બાધા મટા ડીએ.” તે સાંભળી અમરદત્ત બોલ્યો કે:હે મિત્ર! થોડી ક્ષણે સુધી તું રહે છે, તેટલા વખતમાં હું આ પુતળીને બરોબર નીરખીને જોઈ લઉં.” આ પ્રમાણે તેના કહેવાથી થડા સમય સુધી રાહ જોઈ. ફરીથી મિત્રાનંદે નગરમાં
Page #115
--------------------------------------------------------------------------
________________
૧૪
,,
જવાનું સભાયુ`' અને કહ્યું કેઃ- પ્રિય મિત્ર ! હવે આપણે નગરમાં જઇએ અને કોઇ સ્થળે સ્થિરતા કરી ભેજનાદિક કરીએ. પછી વળી ફરીને અહીં પાછા આવશુ. ” તે સાંભળી અમરદત્ત મેલ્યા કે “ હું મિત્ર! જો હું આ સ્થાનેથી ચાલીશ તો અવશ્ય તરતજ મારૂં મૃત્યુ થશે,” તે સાંભળી મિત્રાનદ એલ્યા કે “ અરે બધુ! આ પથ્થરની ઘડેલી પુતળી ઉપર તને આટલે બધા મેહ કેમ થાય છે? જો તારે સ્ત્રી વિલાસની ઇચ્છા હશે તે નગરમાં જઈ ભેજન કરીને તારી ઈચ્છા તું ખુશીથી પૂર્ણ કરજે.” આ પ્રમાણે વારંવાર કહ્યા છતાં પણ જ્યારે તેણે તે પુતળીનું પડખું કેઇ રીતે છેડવા ઇચ્છા દેખાડીજ નહિ, ત્યારે મિત્રાન≠ ક્રોષ અને ઉદ્વેગમાં આવી જઈને માટે સ્વરે રૂદન કરવા લાગ્યા. તે સાંભળી અમરદત્ત પણ રાવા લાગ્યેા, પશુ તે સ્થળ કે તે પુતળી છેડવાની તેણે સ્પષ્ટ ના પાડી.
તે વખતે તે પ્રાસાદ કરાવનાર રત્નસાર શ્રેષ્ઠી ત્યાં આન્યા. તેણે અને મિત્રોને પૂછ્યું કે-“ અરે ! તમે અને સ્ત્રીની જેમ રૂદન કેમ કરે છે? તે સાંભળી મિત્રાનંદે પિતાની જેમ તે શ્રેષ્ઠી પાસે સમસ્ત હકીકત કહી સંભળાવી. અમરદત્તની આવી વિચિત્ર ચેષ્ટા સાંભળીને તે શ્રેષ્ઠીને પણ બહુ નવાઈ લાગી. તેણે તેને બહુ બેધ આપ્યા, સમજાબ્યા, ધમકાવ્યા અને વિનયૈા, પણ જ્યારે તેણે તે પુતળી ઉપરના રાગ કે તેનું પડખુ` કોઈ પશુ ઉપાયથી છેડવાની સ્પષ્ટ ના જ કહી, ત્યારે શ્રેષ્ઠી ખેદ પામીને વિચાર
Page #116
--------------------------------------------------------------------------
________________
૧૦૫
કરવા લાગ્યો કે:–“જે પથ્થરની બનાવેલી આવી નારી પણ માણસનું આવી રીતે મન હરણ કરી જાય છે, તો સાચી સ્ત્રીની તો વાતજ શું કરવી? મહાત્માએ સત્ય કહી ગયા છે કે –
तावन्मौनी यतिर्ज्ञानी, सुतपस्वी जिते द्रियः । यावन्न योषितां दृष्टि,-र्गोचरं याति पुरुषः ॥
પુરૂષ જ્યાં સુધી સ્ત્રીની દષ્ટિગોચર થયું ન હોય એટલે કે જ્યાં સુધી તેણે સ્ત્રીને જોઈ ન હોય ત્યાં સુધી જ તે મૌન વ્રતવાળે. જ્ઞાની, તપસ્વી કે જિતેંદ્રિય રહી શકે છે.” - આ પ્રમાણે તે શ્રેષ્ઠી વિચાર કરતે હતો, ત્યારે મિત્રાનંદે તેને પૂછયું કે –“હે પૂજ્ય! આ વિષમ કાર્યમાં મારે ઉપાય કરવો? આપ કાંઈ ચોગ્ય રસ્તો દેખાડી મારા ઉપર ઉપકાર કરે.” શ્રેષ્ઠીને પણ કાંઈ રસ્તો સૂર્યો નહિ, ત્યારે મિત્રાનંદે ફરીથી કહ્યું કે –“હે તાત! આ પુતળી જેણે ઘડી હેય તે સૂત્રધાર કેણ છે અને કયાંને રહેવાસી છે તે જે આપ મને જણાવે તો હું તેને પૂછીને મારા મિત્રની ઈચ્છા પૂર્ણ કરવા પ્રયત્ન કરૂં.” તે સાંભળી શ્રેષ્ઠી બે કે:-“કેકણ દેશમાં સેપારક નામના નગરમાં ઘર નામને હશિયાર અને પ્રખ્યાત સૂત્રધાર રહે છે, તેણે આ પુતળી ઘડી છે. આ પ્રાસાદ મેં કરાવેલ હોવાથી આ હકીકત હું જાણું છું.” ત્યારે મિશ્ર બે કે –
Page #117
--------------------------------------------------------------------------
________________
૧૦૬
“આપ પૂજ્ય કૃપા કરીને મારા આ મિત્રને જે સાચવે, તો હું પારક નગરમાં જઈ તે સૂત્રધારને પૂછી આવું કે આ પુતળી તેણે પિતાની બુદ્ધિથી ઘડી છે કે કોઈ સ્ત્રીનું રૂપ જોઈને તેને અનુસારે ઘડી છે? આ સમાચાર જાણ્યા પછી જે તે કોઈ સ્ત્રીના રૂપ પ્રમાણે ઘડી હશે તે મારા મિત્રની ઈચ્છા પૂર્ણ કરવા હું બનશે તેટલે પ્રયત્ન કરીશ. જે સ્વમતિથી કલ્પના કરીને તેણે પુતળી બનાવી હશે તો તેને કાંઈ ઉપાયજ નથી.” તે સાંભળી ઉપકારપરાયણ તે શ્રેષ્ઠીએ જ્યાં સુધી મિત્રાનંદ પાછા ન આવે ત્યાં સુધી અમરદત્તને સાચવવાનું કબુલ કર્યું, અને મિત્રાનંદે અમરદત્ત પાસે તે સૂત્રધારની તપાસ કરવા માટે પારક નગર તરફ જવાની રજા માગી. અમરદને કહ્યું કે –“જે હું તને કષ્ટ પડયું જાણીશ તે તેજ વખતે મારા પ્રાણ ચાલ્યા જશે.” મિત્રાનંદે કહ્યું કે –“હે મિત્ર! જે હું બે માસ સુધીમાં પાછા ન આવું તે તારે જાણવું કે મારે મિત્ર હયાત નથી. જે હું જીવતે હઈશ તો તે મુદત સુધીમાં ગમે તે પ્રકારે અવશ્ય અત્રે પાછા આવી જઈશ.”
આ પ્રમાણે તેને સમજાવી મુશ્કેલીથી તેની રજા લઈ શ્રેષ્ઠીને તેની વારંવાર ભલામણ કરી મિત્રાનંદ અખંડ પ્રયાણ કરતે અનુક્રમે પારકપુર નગરે પહોંચ્યા. ત્યાં પોતાની મુદ્રિકા વેચી મેગ્ય પોષાક ધારણ કરી હાથમાં તાંબુલાદિક લઈ તે શૂર સૂત્રધારને ઘેર ગયે. તેણે પણ તેને લક્ષમીવાન જાણ તેની યોગ્ય બરદાસ્ત કરી, અને એગ્ય આસન ઉપર
Page #118
--------------------------------------------------------------------------
________________
૧૦૭
બેસાડી આગમનનું કારણ પૂછ્યું . મિત્રાનંદે કહ્યું કે – “હે ભદ્ર ! મારે તમારી પાસે એક સુંદર પ્રાસાદ કરાવો છે, પરંતુ તમારી કળાની કઈ પ્રતિકૃતિ હોય–તમે કઈ જગ્યાએ પ્રાસાદ બાંધ્યું હોય તે તે દેખાડો.” તે સાંભળી સૂત્રધાર છે કે –“અરે શ્રેષ્ઠી ! પાટલીપુર નગરની બહાર ઉદ્યાનમાં જે મોટો પ્રાસાદ બાંધેલો છે તે મારો કરે છે. તમે તે છે કે નહિ ?” મિત્રાનંદે કહ્યું કે –“હા, તે મેં હાલમાંજ જે છે; પરંતુ તે પ્રાસાદમાં અમુક ઠેકાણે જે પુતળી છે તે કેઈનું રૂપ જોઈને કરેલી છે કે માત્ર તમારી કળાકુશળતાથીજ કરેલી છે?” સૂત્રધારે જવાબ આપે કે –“વાણારસી નગરીમાં મહાસેન રાજાને રત્નમંજરી નામે પુત્રી છે, તેનું રૂપ જોઈને તે રૂપને અનુસારે. મેં તે પુતળી કરેલી છે.” આ હકીકત સાંભળી તેણે સૂત્ર ધારને કહ્યું કે –“બહુ સારું, ત્યારે હવે હું સારે દિવસ પૂછીને પ્રાસાદ કરાવવા નિમિત્તે તમને બોલાવવા આવીશ.” એમ કહી તે બજારમાં ગયે. લીધેલ વસ્ત્રાદિ વેચી નાંખી ભાતા વિગેરેની તૈયારી કરી; નિરંતરના અવિચ્છિન્ન પ્રયાણ વડે તે અનુક્રમે વાણારસી નગરીએ પહોંચ્યા, અને વાણરસી નગરીના દરવાજા નજીકજ નગરદેવીના મંદિરમાં જઈને તેણે વિશ્રામ લીધું. તે વખતે નગરીમાં થતી ઉદ્ઘેષણ. તેણે સાંભળી કે –“જે કોઈ પુરૂષ રાત્રીના ચાર પહાર આ શબનું રક્ષણ કરશે તેને ઈશ્વર નામનો શ્રેષ્ઠી એક હજાર સેનામહોર આપશે.” તે સાંભળી મિત્રાનંદે પાસે રહેલ મંદિરના એક માણસને પૂછયું કે “એક રાત્રીને માટે
Page #119
--------------------------------------------------------------------------
________________
૧૯
આ શ્રેષ્ઠી આટલું બધું ધન આપે છે તેનું શું કારણ?” તે માણસે જવાબ આપ્યો કે –“હે ભદ્ર! આ નગરીમાં મરકીનું બહુ જોર છે. શ્રેષ્ઠીને ઘેર આ મરકીના વ્યાધિથી કેઈ મરી ગયું છે, તેનું આ શબ છે, તેને બહાર સ્મશાનમાં લઈ જવા પહેલાં રાત્રી પડી ગઈ છે, તેથી નગરીના દરવાજા બંધ થઈ ગયા છે.
હવે આખી રાત્રી સુધી મરકીથી મૃત્યુ પામેલા આ શબનું રક્ષણ કરવા કેઈ સમર્થ નથી; સહુને મૃત્યુની બીક લાગે છે, તેથી તેના રક્ષણ નિમિત્તે શ્રેષ્ઠીએ આટલું બધું ધન આપવાનું જાહેર કરેલું છે.” તે સાંભળી મિત્રાનંદે વિચાર કર્યો કે -ધન રહિત માણસની કાર્યસિદ્ધિ સત્વર થઈ શકતી નથી, માટે સાહસ કરીને આ પડહો સ્વીકારી હિંમત રાખી કાર્ય કરી આ દ્રવ્ય મેળવું.” આ વિચાર કરી હિંમતથી મિત્રાનંદે તે સ્વીકાર્યું, ઈશ્વર શ્રેષ્ઠીએ મિત્રાનંદને અધું ધન અને તે મૃતક સેપ્યું અને બાકીનું ધન સવારે આવીશ એમ કહી તે પિતાને ઘેર ગયે.
મિત્રાદે તે મૃતકને પાસે રાખી સાવધાનપણે તેનું રક્ષણ કરવા લાગ્યા. મધ્યરાત્રીએ શાકિની, ભૂત, વેતાળ વિગેરે પ્રગટ થયા અને અનેક પ્રકારના ઉપસર્ગ કરવા લાગ્યા, પરંતુ ધીરતાથી તેણે તે સર્વ સહન કરી રાત્રી નિર્ગમન કરી અને શબનું રક્ષણ કર્યું. પછી પ્રભાતે તેના સ્વજનેએ આવી તે શબ સ્મશાનમાં લઈ જઈ તેને અગ્નિસંસ્કાર કર્યો. બાકીનું ધન મિત્રાનંદે શ્રેષ્ઠી પાસે માગ્યું,
Page #120
--------------------------------------------------------------------------
________________
૧૦e પણ ઈશ્વર શ્રેષ્ઠીએ તે આપ્યું નહિ, ત્યારે મિત્રાનંદે કહ્યું કે –“જે અહીં મહાસેન ન્યાયી રાજ છે, તો મારું ધન. અવશ્ય મને મળશેજ.” આ પ્રમાણે કહી તે બજારમાં ગયે,. અને સે સેનામહોર ખચી ઉત્તમ વસ્ત્રો ખરીદી તે પહેરી વસંતતિલકા નામની વેશ્યાને ઘેર ગયે. ઉત્તમ વસ્ત્રોવાળા તેને જોઈ તેણીએ ઉભા થઈ તેને સત્કાર કર્યો, મિત્રાનંદે તેને ચારસે સેનામહોરો આપી. તેની આટલી બધી ઉદારતાથી અકકા હર્ષિત થઈ, અને તેણે પોતાની પુત્રીને કહ્યું કે –આ પુરૂષને તારે સારી રીતે વશ કરે; કારણકે તેણે એક વખત માટેનું પણ ઘણું ધન આપ્યું છે. વધારે શું કહું ? આ પુરૂષ કલ્પવૃક્ષ જે જણાય છે.” આ પ્રમાણે અક્કાના કહેવાથી વસંતતિલકાએ જાતેજ તેને સ્નાન તથા ભેજન વિગેરે કરાવી આનંદથી દિવસ પસાર કરાવ્યું. સાયંકાળે અપૂર્વ શાને વિષે ઉત્તમ શણગાર સજી રૂપ સૌંદર્યથી દેવાંગના જેવી તે વેશ્યા વિષયલાલસાવાળી થઈ મિત્રાનંદની પાસે આવી, અને હાવભાવપૂર્વક શંગારમય મધુર વાણી બોલવા લાગી. તે વખતે મિત્રાનંદે મનમાં વિચાર કર્યો કે –“વિષયમાં લુબ્ધ થયેલ પ્રાણીઓની ખરેખરી કાર્યસિદ્ધિ થતી નથી, માટે મારે આનામાં લલચાવું ઘટિત નથી.” આ પ્રમાણે વિચારી તેણે તે વેશ્યાને કહ્યું કે –“ભદ્ર! પ્રથમ તો મારે કાંઈક સ્મરણ (ધ્યાન) કરવું છે, માટે એક પાટલે લાવ.” તરતજ તેણીએ એક સુવર્ણમય પાટલો લાવી આપે. તેના ઉપર દ્રઢ પદ્માસન વાળી વસ્ત્રવડે ચારે તરફ શરીરને ઢાંકીને તે મૂર્તાપણું ધારણ
Page #121
--------------------------------------------------------------------------
________________
૧૧૦
કરી ચેગીની જેમ જાણે કે ધ્યાનમાં હાય તેમ બેઠો. આ પ્રમાણે પ્રથમ પહેાર ગયા, વેશ્યાએ સુખશય્યામાં આનંદ કરવા વિનંતિ કરી, પણ તેણે કાંઈ પણ ઉત્તર આપ્યા વગર ધ્યાનદશાજ ચાલુ રાખી. આ પ્રમાણે આખી રાત્રી તેણે ધ્યાનમાંજ પસાર કરી. પ્રાતઃકાળ થતાં ધ્યાન છેડી તે દેચિંતા માટે ગયા, ત્યારે વેશ્યાએ રાત્રે બનેલી બધી હકીકત અક્કાને કહી સ'ભળાવી. તે સાંભળી તે કુટ્ટની ખેલી કે:-“તે જેમ કરે તેમ કરવા દેજે, તેનું મન દુ:ખાય તેમ વીશ નહિ, તારે તા યુક્તિપૂર્વક તેની સેવા કર્યાં કરવી, ’” તે સાંભળી તેણીએ તેમજ કરવા માંડયુ. ખીજી રાત્રી પણ મિત્રાનંદે તેજ પ્રમાણે ધ્યાનના ઢોંગમાં પસાર કરી. સવારે કુટ્ટિનીએ તે વૃત્તાંત જાણી ઠપકાપૂ ક કહ્યું કેઃ- હે ભદ્ર! આ મારી પુત્રી રાજકુમારને પણ દુર્લભ છે, તેની તુ વિડંબના કરે છે તેનું શું કારણ ?” તે: સાંભની મિત્રાનદ એલ્યા કે:- હે માતા ! સમય આવશે ત્યારે હું સ યેાગ્ય કરીશ, તે ખબતની તમે ચિંતા કરી નહિ. વળી મને એક હકીકત કહા કે રાજ. મંદિરમાં તમારે જવા આવવાને પરિચય છે કે નહિ ?'’ તેણીએ કહ્યુ કે “ આ મારી પુત્રી રાજાના ચામરને ધારણ કરનારી છે, તેથી જયારે ઈચ્છા થાય ત્યારે હું પણુ રાજમદિરમાં જઈ શકું છું. મારે ત્યાં જવામાં કાઈ પણુ વખતે પ્રતિમધ નથી.” તે સાંભળી મિત્રાન ંદે કહ્યું કે:“ ત્યારે તમે રાજપુત્રી રત્નમંજરીને એળખા છે ? ” તેણીએ કહ્યું કેઃ–“ તે તો મારી પુત્રીની ખાસ સખી છે.”
Page #122
--------------------------------------------------------------------------
________________
૧૧૧
(6
'
મિત્રાનંદે કહ્યું કે:- હે માતાજી ! તમારે અવકાશે તેની પાસે જઈને કહેવુ. કે−જ્જૈન ! લેકેમાં ગવાતા જે અમરદત્તના ગુણે! સાંભળીને તે પ્રીતિવાળી થઈ તેના ઉપર પ્રેમ લેખ માકલ્યા હતો, તે અમરદત્તના મિત્ર અહી આવ્યે છે.” આ પ્રમાણે કહેવાનું સ્વીકારી તે અક્કા રાજપુત્રી પાસે ગઈ. રાજપુત્રીએ તેને જોઈ કહ્યું કે:- અરે અક્કા ! આવા, આવેા, કાંઈ નવીન હકીકત હાય તે કહેા.” ત્યારે તેણે કહ્યુ` કે: “ આજે તમને તમારા વલ્લભના શુભ સમાચાર કહેવા હું આવી છુ.” તે સાંભળી આશ્ચય પામી રાજપુત્રી ખેાલી કે− મારા વલ્લભ કાણુ ? હું તો તે ખાબતમાં કાંઈ જાણતી નથી !'' પછી તે અક્કાએ મિત્રાનંદે કહેલ સ હકીકત તેને કહી સંભળાવી. તે સાંભળી રાજપુત્રીએ વિચાયું કેઃ– હજી સુધી મારે આવે! કોઈ વલ્લભ નથી, મેં કોઈના ઉપર લેખ પણ મેકક્ષ્ચા નથી, તેમ અમરદત્તનું નામ પણ હું' જાણતી નથી; પરંતુ આ કાંઈ ધૂતના વિલાસ હાય તેવે સંભત્ર જણાય છે; તેાપણુ આવી ફૂટ રચના જેણે રચી છે તેને એકવાર નજરે તો જો....” આ પ્રમાણે વિચાર કરી તેણે કહ્યું' કે;-“ જેણે મારા વલ્લભના સમાચાર તારી મારફત કહેવરાવ્યા, તેને તારે ગેાખને માગે આજે અહી જરૂર લાવવા. ” તે સાંભળી મનમાં હર્ષ પામતી તે અક્કા ઘેર આવી અને રાજપુત્રીએ કહેલી મધી હકીકત મિત્રાનન્દ્વને કહી તેથી તે પણ હષ પામ્યા.
,,
રાત્રીના સમય થયા ત્યારે અા મિત્રાનને રાજ
Page #123
--------------------------------------------------------------------------
________________
ર
મહેલની પાસે લઇ ગઇ અને કહ્યુ` કે:- હે ભદ્રે ! આ સાત *ીદ્યાએથી વીટાયેલે રાજમહેલ છે, તેમાં પેલુ' ગૃહ રાજકન્યાનું છે. હવે જો તારામાં શક્તિ હોય તે તું ત્યાં જા. ’’ તે સાંભળી મિત્રાનંદે તે મક્કાને રજા આપી અને પેાતે વાંદરાની જેમ ફાળ મારી સાતે કિલ્લાએ એળંગી રાજમહેલમાં પેઢા. તે વખતે તેને સાતે કિલ્લાએ ઉલ્લધતા જોઈ અકાએ વિચાર કર્યાં કે:− આ કોઈ મહા વીરપુરૂષ જણાય છે, આનું પરાક્રમ અર્ચિત્ય લાગે છે.” એમ વિચારતી તે પેાતાને ઘેર ગઈ. હવે જ્યારે મિત્રાનંદ રાજપુત્રીના મહેલ ઉપર ચઢયા ત્યારે તેની વીરચર્યાં જોઈ આશ્ચય પામેલી રાજ કન્યા ખાટી નિદ્રાથી સૂઇ ગઇ. તે વખતે તે વીરપુરૂષ તેને સૂતેલી જોઈ તેના હાથમાંથી રાજાના નામના ચિન્હવાળું કડુ" કાઢી લઈ તેના જમણા સાથળમાં છરીવડે ત્રિશૂળનુ ચિન્હ કરી જેમ આવ્યા હતો તેમ રાજમંદિરમાંથી પાછે નીકળી કાઈ દેવકૂળમાં જઈને સૂતો. તેના ગયા પછી રાજપુત્રીએ વિચાયું કેઃ- આ કોઈ સામાન્ય પુરૂષ જણાતો નથી. મેં મૂર્ખાઈ કરી કે કપટનિદ્રાએ સૂઇ રહી, પણ તેને બેલાબ્યા નહિ. આ પ્રમાણે વિચાર કરતી રાજપુત્રી રાત્રીના અતસમયે નિદ્રાવશ થઈ.
,,
(6
પ્રાત:કાળે મિત્રાન≠ ઉઠયા અને રાજમ`દિરના દ્વારમાં માટે સ્વરે પેાકાર કરવા લાગ્યા કે− અહા ! અન્યાય ! અન્યાય !” તે સાંભળી પ્રતિહારીદ્વારા તેને ખેલાવી મેાકાર કરવાનું રાજાએ તેને કારણ પૂછ્યું. તેણે નમસ્કાર કરી ખુલાસા
Page #124
--------------------------------------------------------------------------
________________
૧૧૩
કીઁ કે હું સ્વામિન્! પ્રચંડ પ્રતાપવાળા આપ રાજા જતાં ઈશ્વર શેઠે મને પરદેશીને પરાભવ પમાડયા છે. ” પછી. રાજાના પૂછવાથી મિત્રાનંદે ઈશ્વર શ્રેણીની પુત્રીનુ' શમ સાચવવા પેટે ઠરાવેલ સેાનામઢેારા પૈકી પાંચસે સેાનામહારની કરેલી લુચ્ચાઈની તે શ્રેષ્ઠીની હકીકત કહી દેખાડી. તે સાંભળી કાપ પામેલા રાજાએ પાસે ઉસેલા આરક્ષકને આજ્ઞા કરી કે:- એકદમ ઈશ્વર શ્રેષ્ઠીને ઘેર જાએ અને તે દુષ્ટ વિષ્ણુકને બાંધી લાવે. ’ આવા રાજાના હુકમની ઇશ્વર શ્રેષ્ઠીને ખબર પડતાંજ તે દ્રવ્ય લઈને રાજસભામાં આવ્યે અને મિત્રાનંદને ગણી આપી. પછી રાજાને તેણે કહ્યું કે: “ હું દેવ ! તે વખતે પુત્રીના મરણના શેકની વ્યગ્રતાને લીધે તથા શમનું સંસ્કાર વિગેરે કાર્યમાં રોકાવાથી તથા પછીના ત્રણ દિવસેા લેાકાચારમાં વ્યતીત થવાથી આ વીરને દ્રવ્ય આપવાની ઢીલ થઈ છે તેની ક્ષમા કરશે. ” આવાં મધુર વચને મેલી રાજાને પ્રસન્ન કરી તે પેાતાને સ્થાને ગયા. ત્યાર પછી રાજાએ મિત્રાનદને શમના રક્ષણુ સમયે કાંઇ નવીન અન્યુ હાય છ્તા તેની હકીકત પૂછી, ત્યારે તેણે કહ્યું કે:“હે રાજન! જો તે વાત સાંભળવાનું આપને કૌતુક હાય તે સાવધાન થઈને સાંભળે. ધનના લેાભથી શમનું રક્ષણ કરવાનુ સ્વીકારી હાથમાં છરા લઇ હું સાવધાનપણે તેની પાસે બેઠા, ત્યારે પહેલે પહારે પીળા રૂ ́વાડાવાળા શિયાળા મે' જોયા, તેના ભયંકર શબ્દોથી હું' ક્ષેાભ પણ નહિ, ખીજે પહેારે અતિ ભયંકર અને શ્યામ વવાળા રાક્ષસે પ્રગટ થઈ કિલકિલ શબ્દો કરવા લાગ્યા, તેથી પણ જરાપણુ ચિ. ૫. ૮
Page #125
--------------------------------------------------------------------------
________________
૧૧૪
ભીતિ પામ્યા વગર મારૂ' ખળ દેખાડવાથી તેએ નાસી ગયા. ત્રીજે પહારે “ અરે દાસ ! તું કયાં જઈશ ?” એમ ખેલતી હાથમાં શઓ લઈને શાકિનીએ આવી, પણ મારા ધૈયથી અંતે થાકીને તેઓ નાસી ગઈ. પછી હે રાજન્ ! ચેાથે પડ઼ારે દિવ્યવસ્ત્રને ધારણ કરતી, વિવિધ આભૂષણેાથી શેાલતી, દેવાંગના જેવા રૂપવાળી, છૂટા કેશવાળી, ભય'કર મુખવાળી, હાથમાં કતિકાને ધારણ કરતી તથા ભય ઉત્પન્ન કરતી કોઈ ભયંકર સ્ત્રી મારી પાસે આવી, અને ‘ હું દુષ્ટ ! હું તારા હમણાંજ ક્ષય કરી નાખું છું', ' તેમ ખેલવા લાગી. તેને જોઈ મેં વિચાર્યું કે:- જે મરકી કહેવાય છે તેજ આ જણુાય છે.’ એમ વિચારી મે તેને મારા ડાખા હાથે પકડી, અને જમણા હાથમાં છરી ઉંચી કરી, એટલે તે મારા હાથ મરડીને નાસી જવા લાગી, ત્યારે નાસતાં નાસતાં તેના જમણુા સાયળમાં મે' છરીના ચરકા કર્યાં અને ખેંચાખેચમાં તેના હાથનુ કડુ' મારા હાથમાં રહી ગયું, અને તે નાસી ગઈ, એટલામાં સૂર્યાંય થયા, આ પ્રમાણે ચારે પડેાર જુદા જુદા આશ્ચયે' જોતાં મેં રાત્રી વ્યતીત કરી.” આશ્ચર્ય ઉત્પન્ન કરનારી તેની આ હકીકત સાંભળીને રાજાએ તેને કહ્યુ. કે-“તે' તે ભયંકર સ્રી પાસેથી જે કડું લીધું તેમને દેખાડ.” એટલે તરતજ વજ્રને છેડે ખાંધેલ રાજકન્યા પાસેથી લીધેલું કડુ તેણે રાજાને દેખાયું. પેાતાના નામવાળું તે કડું જોઇને રાજા વિચારમાં પડયા કે શુ' મારી પુત્રીજ મરકી હશે ?” આ આભૂષણ તેના હાથનુ જ છે !!” એમ વિચારી દેહચિ:
'
Page #126
--------------------------------------------------------------------------
________________
૧૧૫
તાના મિષથી રાજા ત્યાંથી ઉભે થઈ કન્યાના મહેલમાં ગયો. તે વખતે પોતાની પુત્રીના સાથળ ઉપર થયેલા ત્રણ ઉપર પાટો બાંધેલે તેણે જોયે, તથા કડું ગુમ થયેલું દેખાયું. તે સર્વ જોઈ રાજા જાણે વજથી હણાયે હોય તે થઈ ગયો. તેણે વિચાર્યું કે –“અહો ! મારો નિર્મળ વંશ આ દુષ્ટ કન્યાએ કલંકિત કર્યો. હવે કઈ પણ ઉપાયથી આને નિગ્રહ કરે તેજ યુક્ત છે, નહિ તે આ સમગ્ર નગરીના લેકેને ક્ષય કરી નાખશે.” આમ વિચારી તે રાજસભામાં પાછો આબે, અને મિત્રાનંદને પૂછયું કે-“હે ભદ્ર! તે મૃતકનું જે રક્ષણ કર્યું તે માત્ર સાહસથીજ કે કાંઈ મંત્ર શક્તિ પણ તારી પાસે છે?” તેણે જવાબ આપે કે“હે રાજન ! કુળક્રમથી આવેલ મંત્ર શક્તિ પણ મારી પાસે છે.” પછી રાજાએ એકાંતમાં મિત્રાનંદને લઈ જઈને કહ્યું કે:-“હે ભદ્ર! મારી પુત્રીજ મરકી જાય છે, તેમાં મને કાંઈ સંદેહ જણ નથી, માટે તારી મંત્રશકિતથી તું તેને નિગ્રહ કરો નગરનાં લેકેને ઉપાધિ રહિત કર.” ત્યારે મિત્રાનંદ બેલ્યો કે-“અરે રાજન ! આ વાત અસંભવિત છે. આપના કુળમાં ઉત્પન્ન થયેલી કન્યા મરકી કેવી રીતે હોઈ શકે ?” ત્યારે રાજાએ કહ્યું કે-“હે ભદ્ર ! તેમાં અસંભવિત શું છે? મેઘથી ઉત્પન્ન થયેલી વીજળી શું પ્રાણને નાશ નથી કરતી ?” ત્યારે મિત્રાનંદે કહ્યું કે - “હે રાજન તે મને તે કન્યા દેખાડે, કે જેથી તે મારી મંત્રશક્તિથી સાધ્ય છે કે અસાધ્ય છે તેની મારી દ્રષ્ટિથી જ હું ખાત્રી કરૂં.” રાજાએ કહ્યું કે –“ જા, તેના
Page #127
--------------------------------------------------------------------------
________________
૧૧૬
આવાસમાં તેની પાસે જઈને તું જો.” રાજાના આદેશથી તે રાજપુત્રીના મહેલમાં ગયા. તે વખતે કુમારી જાગી હતી. તેને આવતે જોઈ તેણીએ વિચાર્યું કે “આ તેજ પુરૂષ જણાય છે કે જેણે રાત્રે મારું કડું હરણ કર્યું છે અને મારા સાથળમાં છરીના પ્રડા કર્યા છે, પરંતુ અત્યારે અહીં તે નિશંકપણે આવે છે તેથી જણાય છે કે રાજાએ તેને અહીં આવવાની આજ્ઞા આપી હશે.” એમ વિચારી તેણીએ તેને બેસવા આસન આપ્યું. તે ઉપર બેસીને તે બોલે કે –“ભદ્રે ! મેં તને મરકીનું બેટું કલંક આપ્યું છે, તેથી આજે રાજા તને મને અર્પણ કરશે, તેથી જે તારી ઈચ્છા હોય તે તને મારી સાથે મારે સ્થાને લઈ જાઉં, અને અમરદત્ત કે જે તારે માટે ગુરે છે તેની સાથે તારે મેળાપ કરાવી આપું; છતાં તે તને રૂચતું ન જ હોય તે આટલું થયા છતાં પણ તને કલંકરહિત કરીને ચાલ્યો. જાઉં.” તે સાંભળી તેના ગુણથી રંજીત થયેલી તે કન્યાએ વિચાર કર્યો કે –“અડે ! આ પુરૂષ મારા ઉપર અકૃત્રિમ પ્રેમ રાખે છે, તેથી મારે દુ:ખ અંગીકાર કરીને પણ આનેજ આશ્રય લે યેાગ્ય છે. રાજ્યને લાભ તે સુલભ છે; પરંતુ આવા કુદરતી પ્રેમ રાખનારા સ્નેહી માણસે મળવા દુર્લભ છે.” આ વિચાર કરી તે બોલી કે –“હે ભાગ્યવાન ! તમારી ઉદારતાથી હું બહુ રાજી થઈ છું. મારા પ્રાણ પણ તમારે આધીન છે. હું તમારી સાથે આવવા તૈયાર છું. તમે સાંભળ્યું જ હશે કે:-“અંધ માણસ,
Page #128
--------------------------------------------------------------------------
________________
૧૧૭
રાજાનું ચિત્ત, વરસાદનું પાણી અને સ્ત્રી-આટલી વસ્તુઓ જ્યાં તેના પ્રેરનારા દેરી જાય ત્યાં જાય છે.”
આ પ્રમાણે રાજકન્યાનાં વચને સાંભળી પિતાને મરથ સફળ થયે જાણ મિત્રાનંદે તેને કહ્યું કે-“હે ભદ્ર ! જ્યારે હું તારા ઉપર સરસવનાં દાણા નાંખું ત્યારે કુંફાડા મારવા મંડવું.” તેણીએ તે વાત અંગીકાર કરી. પછી મિત્રાનંદ રાજા પાસે આવ્યું અને તેણે કહ્યું કે:“હે રાજન ! તે મરકીને હું સત્વરજ સાધી શકીશ; પરંતુ એક શીઘ્રગતિવાળો અશ્વ તૈયાર રખાવજે, કે જેના ઉપર બેસીને આ રાત્રીમાંજ હું તે દુષ્ટ મરકીને તમારા દેશની હદબહાર લઈ જઈ શકું. જે માગમાં સૂર્યોદય થઈ જશે તે તે પછી ત્યાંજ રહી જશે.” તે સાંભળી ભયભીત થયેલા રાજાએ એક વેગવાળી જાતિવંત ઘડી તૈયાર કરાવી તેને સેંપી રાખી. પછી સંધ્યા સમયે રાજકન્યાને કેશથી પકડીને રાજાના હુકમથી રાજસેવકે એ મિત્રાનંદને સંપી. તે વખતે મંત્રપાઠો ભણવાને દેખાવ કરીને તેણે તેના ઉપર સરસવના દાણું છાંટયાં, એટલે પ્રથમના સંકેત પ્રમાણે તે કુંફાડા મારવા લાગી. મિત્રાનંદે ગાઢસ્વરે તેને દેશપાર ચાલ્યા જવા હાકલ મારી, અને મુશ્કેલીથી શાંત કરી. પછી તેણીને તૈયાર રાખેલ ઘેડી ઉપર બેસાડી તેને આગળ કરી તે તેની પાછળ ચાલ્યા. રાજા તથા સમાજને વિગેરે દરવાજા સુધી વળાવવા આવ્યા.
પછી માર્ગમાં ચાલતાં રાજકન્યાએ મિત્રાનંદને કહ્યું
સેવા હુવા
Page #129
--------------------------------------------------------------------------
________________
૧૧૮
કે –“હે સુંદર ! તમે પણ અશ્વ ઉપર સાથે બેસી જાઓ. આવુ સારૂં વાહન છતાં તમે શા માટે પગે ચાલે છે?” તે સાંભળી મિત્રાનંદ બે કે –“ જ્યાં સુધી આ રાજ્યની સીમા ઉલ્લંઘન ન થાય ત્યાં સુધી હું પગે ચાલીશ.” આ પ્રમાણે તેના કહેવાથી જ્યારે તે રાજ્યની હદ પૂરી થઈ ત્યારે ફરીથી રાજકન્યાએ અશ્વ ઉપર બેસી જવા મિત્રાનંદને કહ્યું. તેણે પ્રત્યુત્તર આપે કે-“ઘડી ઉપર ન બેસવામાં કાંઈક કારણ છે.” આગ્રહથી તે કારણ પૂછવાથી તેણે કહ્યું કે:-“હે સુંદરી ! હું તને મારે માટે લઈ જતો નથી, પરંતુ મારા મિત્ર અમર દત્તને માટે લઈ જાઉં છું.” એમ કહી તેણે રાજકન્યાને સમસ્ત બનેલ વૃત્તાંત કહી સંભળાવ્યું, અને કહ્યું કે-“હે ભદ્રા આ કારણને લીધે તારી સાથે મારે એક આસને કે શયને બેસવું યોગ્ય નથી.” મિત્રાનંદનું આવું વચન સાંભળી વિસ્મય પામી રાજપુત્રીએ ચિંતવ્યું કે-“અહે! આ પુરૂષનું ચરિત્ર લકત્તર છે, કારણ કે જેને માટે લેકે પિતાના પિતા, માતા, બ્રાતા અને મિત્રને પણ છેતરે છે, તે હું મનેહર રૂપવાળી સ્ત્રી પ્રાપ્ત થયા છતાં પણ આ પુરૂષ મને ઈચ્છ નથી, તેથી આ કેઈ ચારિત્રવાન મહાપુરૂષ જણાય છે, સ્વકાર્યની સિદ્ધિને માટે લેકે ગમે તે પ્રયાસ કરે અને સંકટ ભેગ; પરંતુ અન્યનું પ્રયેાજન સાધવામાં કઈ વિરલ પુરૂષજ આવું મહાકણ અંગીકાર કરે.” આ પ્રમાણે વિચાર કરતી પિતે ચારિત્રવાન્ પુરૂષના હાથમાં હોવાથી હર્ષિત થતી રત્નમંજરી તેના ગુણથી બહુ આનંદિત થઈ.
Page #130
--------------------------------------------------------------------------
________________
૧૧૯
અનુક્રમે તે બંને પ્રયાણ કરતાં પાટલીપુર નગરની સમીપે આવી પહોંચ્યા.
અહીં બે માસની અવધિ પૂર્ણ થવા આવી છતાં મિત્રાનંદ આવ્યો નહિ, ત્યારે અમરદત્તે રત્નસાર શ્રેષ્ઠીને કહ્યું કે –“હે તાત! મારા મિત્ર હજુ આ નહિ; માટે હવે કાષ્ટની એક ચિતા મને તૈયાર કરાવી આપવાની કૃપા કરે કે જેમાં પડીને દુઃખથી બળતે હું દુઃખમુક્ત થાઉં. આપે જે મહા ઉપકાર મારી ઉપર કર્યો છે તેને બદલે મારાથી કઈ રીતે વાળી શકાય તેમ નથી.” તે સાંભળી શ્રેષ્ઠી અત્યંત દુઃખી થયા. થડે વખત મુશ્કેલીથી પસાર કરાવી, છેવટે અમરદત્તના અત્યંત આગ્રહુ અને કાલાવાલાથી તે નગરીના કેટલાક લેકે સહિત ગામ બહાર તેઓ ગયા અને એક કાષ્ટની ચિતા રચાવી. પછી તેમાં અગ્નિ પ્રગટ કરાવી તેમાં પડવાની અમરદત્ત તૈયારી કરતા હતા, ત્યારે તે શ્રેષ્ઠી તેને આગ્રહપૂર્વક વારવા લાગ્યા કે-“હે ભદ્ર! આજને દિવસ તું રાહ જે, કારણ કે મને લાગે છે કે આજના દિવસમાં તે જરૂર આવી પહોંચશે.” શ્રેષ્ઠી તથા અન્ય પુરજનેના અત્યંત આગ્રહથી તે રાત્રી સર્વની સાથે ત્યાં જ ઉદ્યાનમાં રહેવાનું ઠરાવી ચિંતામાં પડી બળી મરવાનું એક દિવસ મુલતવી રાખ્યું. દિવસના પાછલા પહેરે મિત્રાનંદ રત્નમંજરી સહિત ત્યાં આવી પહોંચ્યો. તેને આવતે જોઈ અમરદને ઉભા થઈ સામા દોડી જઈ તેને દઢ આલિંગન કર્યું તે વખતે તે બંનેને જે સુખ થયું તે તે બેજ જાણી
Page #131
--------------------------------------------------------------------------
________________
૧૨૦
શકે તેવું હતું. બીજું કોઈ તેનું વર્ણન કરવા સમર્થ નહોતું. પછી મિત્રાદે કહ્યું કે-“હે મિત્ર! ઘણુ કષ્ટ અને ઉપાધિ સહન કરીને તારા ચિત્તને હરણ કરનારી આ રાજ પુત્રી તારે માટે લાવ્યો છું, તેને ગ્રહણ કર.” અમરદત્તે કહ્યું કે “તે ખરેખર તારું નામ સાર્થક કર્યું છે. ખરા મિત્ર તરીકે ફરજ બજાવી તે મારા ચિત્તને પરમ આનંદ ઉપજાવ્યું છે.” પછી તેજ ઠેકાણે અગ્નિ પ્રગટ કરાવી તેની પાસે પરિજન અને લેકપાળ સમક્ષ મિત્રાનંદે શુભ સમયે તે બંનેનું પાણિગ્રહણ કરાવ્યું. તે બંને સમાન વયવાળાને સુંદર યુગ થવાથી પૌરજને બહુ ખુશી થયા. રત્નમંજરીનું રૂપ અને સુંદરતા દેખી કેટલાક બેલ્યા કે-“આ સ્ત્રીનું રૂપ જોઈ તેના ઉપર આ મેહિત થયે તેમાં કાંઈ આશ્ચર્ય નથી.” આ પ્રમાણે વિવાહ મહોત્સવ થયા પછી અમરદત્તનું ભાગ્ય વિશેષ ખુલ્યું, અને ત્યાં તેને બીજા પણ સારાં પેગ પ્રાપ્ત થયાં, તે હવે વર્ણવીએ છીએ.
તે પાટલીપુરનો રાજા તેજ વખતે મરણ પામે, તેને પુત્ર નહિ હોવાથી રાત્રીને સમયે રાજકોએ પાંચ દિવ્ય પ્રગટ કર્યા. પ્રાત:કાળે તે પાંચ દિવ્ય નગરમાં સર્વત્ર ભમતાં ભમતાં જ્યાં અમરદત્ત ઉદ્યાનમાં હતા ત્યાં આવ્યા. તે વખતે અવે હષારવ કર્યો, હાથીએ ગર્જના કરી, છત્રી પોતાની મેળે ઉઘડી ગઈ, ચામર વીંઝાવા લાગ્યા, અને જળથી ભરેલા કળશ વડે હાથણીએ તેના મસ્તક ઉપર સ્વયં રાજ્યાભિષેક કર્યો અને પિતાની સૂંઢ
Page #132
--------------------------------------------------------------------------
________________
૧૧
વડે તેને પોતાની પીઠ ઉપર બેસાડ્યો. પછી ઘણા માણસેથી સેવાતા, વાજિંત્રેના નાદ અને જય જયના વિનિ સાથે અમરદત્તે આનંદથી નગરમાં પ્રવેશ કર્યો. તે વખતે પુરની સ્ત્રીઓ તેને જોવા માટે ટોળેટોળા મળીને એકઠી થઈ, અને લેકે તે દંપતીનાં ભાગ્યનાં વખાણ કરવા લાગ્યા, સ્ત્રીઓ પણ તેનું રૂપ વર્ણવવા લાગી. પુરની સ્ત્રીઓ તથા નગરજનેના વિધવિધ પ્રકારના પોતાના, રત્નમંજરીના અને મિત્રાનંદના લાઘાના શબ્દો સાંભળતે અમરદત્ત સર્વની સાથે રાજમહેલના દ્વાર પાસે આવ્યા. પછી હસ્તી ઉપરથી નીચે ઉતરી રાજમંડળથી સેવા રાજસભામાં જઈ તે સિંહાસન ઉપર આરૂઢ થયે અને રત્નમંજરી અને મિત્રાનંદને પોતાની બાજુમાં બેસાડયા. અન્ય અધિકારી તથા પૌરજને વસ્ત્રોગ્ય આસને બેઠા. પછી મંત્રી અને સામંતોએ મળી તેને રાજ્યાભિષેક કર્યો. તે વખતે રાજાએ રત્નમંજરીને પટ્ટરાણી કરી, બુદ્ધિમાન મિત્રાનંદને સર્વ રાજ્યની મુદ્રાને અધિકારી બનાવ્યું અને રત્નસાર શ્રેષ્ઠીને પિતાને સ્થાને સ્થાપન કર્યા અને નગરશ્રેષ્ઠીની પદવી આપી. આ પ્રમાણે યંગ્ય વ્યવસ્થા કરી કૃતજ્ઞમાં શિરેમણિ તે અમરદત્ત ન્યાયપૂર્વક અખંડિત રાજ્યનું પાલન કરતો પ્રજાને આનંદ ઉપજાવવા લાગ્યા
મિત્રાનંદ રાજકાર્યમાં વ્યગ્ર થયો હતો, તો પણ પિતાના મરણને સૂચવનારૂં તે શબનું વચન તે વિસ્મરી ગયો નહતો, તેથી તેના મનમાં અહર્નિશ તે બાબતની
Page #133
--------------------------------------------------------------------------
________________
૧૧૨
ખેલ્યો
અશાંતિ રહ્યા જ કરતી હતી. એક વખતે તેણે અમરવ્રુત્તને વિનંતિ કરી કે− હૈ મહારાજ ! તે શકે કહેલા શબ્દથી મરણની ચિંતા મારા મનમાંથી કાઈ રીતે જતી નથી. દેશાંતરમાં રહ્યા છતાં હજી તે શબ્દો હું ભૂલી શકતા નથી ” તે સાંભળી રાજાએ કહ્યુ` કે-“ હું મિત્ર ! તુ ખેદ ન કર. એ સ તો ફક્ત તે દુષ્ટ વ્યંતરનીજ ચેષ્ટા હતી.” તે સાંભળી મિત્રાનંદ્ય કે_' નજીકપણાને લીધે અહી રહ્યા છતાં પણુ મારૂ મન દુઃખાય છે, ચિંતાથી વ્યગ્ર રહે છે, તેથી મને કઈ દૂરના સ્થળે મેાકલા. ” તે સાંભળી રાજાએ કાંઈક વિચાર કરીને કહ્યું કેઃ-“ હે મિત્ર ! જો એવી જ તારી ઈચ્છા હાય તા તું વિશ્વાસુ માણસને સાથે લઈ વસંતપુર જા. ” મિત્રાનદ યોગ્ય તૈયાર કરી જોઇતા માણસે સાથે લઈ વસંતપુર તરફ ચાલ્યો. રાજાએ તેની સાથે જનારા વિશ્વાસુ માણસાને બધી હકીકત સમજાવી. ચાલતી વખતે કહ્યું કે— વસંતપુર પહોંચ્યા પછી તમારામાંથી કાઇએ પણ અહીં આવીને મિત્રાનંદની કુશળ વાર્તા મને કહી જવી.” તે પુરૂષોએ રાજાજ્ઞાનેા સ્વીકાર કરી મિત્રાન≠ સાથે પ્રયાણ કર્યું.
""
મિત્રના વિયેાગથી વિહ્વળ થયેલ અમરદત્ત રાજા થાડા વખત શાકમાં પસાર કરી રાણી સાથે રાજ્યલક્ષ્મી ભાગવતો મિત્રને વાર'વાર સંભાર્યો કરતો હતો. ઘણા દિવસે પસાર થયા તો પણ સાથે માકલેલ પુરૂષામાંથી કોઇ પા આબ્યા નહિ, ત્યારે રાજાએ તેના સમાચાર જાણવા માટે બીજા માણસા મેલ્યા. તેઓ કેટલેક દિવસે પાછા આવ્યા,
Page #134
--------------------------------------------------------------------------
________________
૧૨૩ અને તેઓએ રાજાને કહ્યું કે –“હે સ્વામિનું ! અમે વસં-- તપુર સુધી જઈ આવ્યા; પરંતુ તે નગરમાં અથવા માર્ગમાં કેઈપણ ઠેકાણે અમે મિત્રાનંદને જ નહિ, તેમજ તેની વાર્તા પણ સાંભળી નહિ.” આ સમાચાર સાંભળી ચિત્તમાં આકુળવ્યાકુળ થઈને રાજાએ રાણુને કહ્યું કે:-“હે પ્રિયે! હવે શું કરશું ? મિત્રના કેઈ જાતનાં સમાચાર આવ્યા નહિ.” તે સાંભળી રાણીએ કહ્યું કે “સ્વામિન્ ! જે કંઈ જ્ઞાની મહાત્મા અત્રે પધારે તો તેમને પૂછવાથી સંદેહ દૂર થાય, તે વિના સંશય દૂર થવાનું કેઈ સાધન નથી.” આ પ્રમાણે તેઓ વિચાર કરતા હતા, તે વખતે ઉદ્યાનપાળકે આવીને વિજ્ઞપ્તિ કરી કે:-“હે રાજન ! આપણું નગરની બહાર અશોકતિલક નામના ઉદ્યાનમાં ચાર જ્ઞાનને ધારણ કરનાર ધર્મશેષ નામના આચાર્ય પધારેલા છે.” તેને વધામણમાં એગ્ય દાન આપી તે સમાચારથી અત્યંત આનંદિત થઈ ઘણું સામગ્રી સહિત રાણુની સાથે તરતજ તેમને વંદના કરવા, ધર્મોપદેશ સાંભળવા અને પિતાના મનને સંયમ દૂર કરવા રાજા ઉઘાન તરફ ચાલ્યા. રાજયોગ્ય ચિહુને બહાર મૂકી આચાર્ય પાસે આવી ત્રણ પ્રદક્ષિણપૂર્વક વંદના કરી વિનયપૂર્વક ઉચિત સ્થાને પરિવાર સહિત રાજા બેઠા. ગુરૂએ કહ્યું કે –“હે રાજન ! ડાહ્યા અને બુદ્ધિમાન માણસેએ સર્વ દુઃખને સર્વથા નાશ કરનાર, અને સમગ્ર સુખને આપનાર આ ભવ પરભવમાં સર્વરીતે સુખકારી ધર્મજ ખરેખર આચરવા લાયક છે.” એ પ્રમાણે ધર્મમાર્ગમાં પ્રયાસ કરવા મુનિરાજે ઉપદેશ આપ્યો.
Page #135
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ર મું.
અમરદત્ત-મિત્રાનંદ કથાંતર્ગત અશેકશ્રીનું ચરિત્ર
owedecesses આ અવસરે અશોકદર નામના એક શ્રેષ્ઠ વણિકે ગુરૂને પૂછ્યું કે-“હે પૂજ્ય! અશોશ્રી નામે મારે પુત્રી છે, તે કયા કર્મના દોષથી શરીરે ગાઢ વેદના થવાથી દુઃખ પામે છે? વળી તે વેદના નિવારવા ઘણું ઉપચાર કર્યા છતાં તેને રેગની લેશ પણ શાંતિ કેમ થતી નથી?” તે સાંભળી સૂરિ બોલ્યા કે –“હે શ્રષ્કિન ! આ તારી પુત્રી પૂર્વભવે ભૂતશાળી નામના નગરમાં ભૂતદેવ નામના શેઠની કુસુમવતી નામે ભાર્યા હતી. એકદા ઘરમાં બિલાડી દૂધ પી ગઈ, ત્યારે તેણીએ ક્રોધથી દેવમતી નામની પિતાના પુત્રની વહુને કહ્યું કે “અરે શું તને ડાકણ વળગી છે કે જેથી તે દૂધની સંભાળ પણ રાખી શકતી નથી?” આ પ્રમાણે સાંભળી તે બાળિકા ભયથી થરથર કંપવા લાગી. તે જોઈ તરતજ તેના ઘરની નજીક ઉભેલ કેઈ ચંડાળણી, જે ડાકણને મંત્ર જાણતી હતી તેણે છળ મળવાથી તે વહુના શરીરમાં પ્રવેશ કર્યો. તેથી તે અત્યંત વેદના પામવા લાગી. તેણીની ઘણા વૈદ્યોએ વિવિધ પ્રકારની ચિકિત્સા કરી તો પણ તે વહુ દેષરહિત થઈ નહિ. એક વખતે ત્યાં કોઈ
Page #136
--------------------------------------------------------------------------
________________
૧૨૫
યેગી આવે, તેણે મંત્રના બળથી અગ્નિમાં પિતાનું યંત્ર તપાવ્યું, તે વખતે વેદનાથી પીડા પામતી તે ચંડાળણી કેશને છૂટા મૂકી ત્યાં આવી. તે વખતે ભેગીએ તેને પૂછયું કે – “હે દુષ્ટા ! તું આ વહુના શરીરમાં શા માટે પેઠી છે?” તે બેલી કે-“તેની સાસુએ તેવા પ્રકારનું વહુને આળ. આપ્યું, તેથી વહુને બહુ બીક લાગી, તે વખતે હું પાસે ઉભી હતી, અને સમય મળવાથી મેં આ વહુના શરીરમાં પ્રવેશ કર્યો છે.” તે સાંભળી મંત્રના બળથી યેગીએ પુત્રવધૂના શરીરમાંથી તેને બહાર કાઢી. તે હકીક્ત રાજા પાસે પહોંચતાં રાજાએ તે ચંડાળણીને નગરની હદ બહાર કાઢી મૂકી, અને તેની સાસુ કુસુમવતીને લેકે કાળજવા. એવા નામથી બેલાવવા લાગ્યા. આવા નામથી વૈરાગ્ય પામીને તેણીએ સારીજી પાસે દીક્ષા અંગીકાર કરી, અને શુભ ભાવવડે. ચારિત્ર પાળી મરણ પામી સ્વર્ગમાં ગઈ હે શ્રેષ્ઠિમ્ ! તે કુસુમવતી સ્વર્ગલેકમાંથી અવીને તારી પુત્રી થઈ છે. તેણીએ. પૂર્વભવમાં પુત્રવધૂને જે દુષ્ટ વચન કહ્યું હતું, તેની તેણે અંતપર્યત ગુરૂ પાસે આવેચના કરી નહિ, તેથી તે આકાશ દેવીના દોષથી દૂષિત થઈ છે, પરંતુ હવે તું તે પુત્રીને અહિં લઈ આવ. તેનું તે કર્મ ભેગવાઈ જવા આવ્યું છે, તેથી મારૂં વચન સાંભળી જાતિસ્મરણ પામી તે પોતાને પૂર્વભવ જશે, તેથી પશ્ચાત્તાપ થવાથી તે દેષથી તે મુક્ત થશે.” સૂરિમહારાજનાં આવાં વચન સાંભળી શ્રેષ્ઠી તરતજ પિતાની પુત્રીને સૂરિ પાસે લઈ આવ્યું, અને પિતાનું ચરિત્ર સાંભળી જાતિસ્મરણ પામીને પૂર્વભવને દેખીને તે બોલી કે –“હે.
Page #137
--------------------------------------------------------------------------
________________
પ્રભુ! તમે જે કહ્યું તે સંપૂર્ણ સત્ય છે. હવે મારી સંસારમાં રહેવાની વાસના નાશ પામી છે. તેથી મને દીક્ષા આપો.” તે સાંભળી ગુરૂએ કહ્યું કે “હે ભદ્રે ! હજુ તારે ભેગકર્મફળ બાકી છે, તે ભોગવ્યા પછી ચારિત્ર અંગીકાર કરજે.” તે સાંભળી ગુરૂને વંદના કરી યથાયોગ્ય શ્રાવકધર્મ અંગીકાર કરી શ્રેષ્ઠી તથા તેની પુત્રી પિતાને આવાસે ગયા.
પ્રકરણ ૨૧ મું.
મિત્રાનંદના મૃત્યુની હકીકત.
આ સર્વ હકીકત સાંભળી તથા નજરે દેખીને અમર -દત્ત રાજાએ વિચાર કર્યો કે-“આ ગુરૂનું જ્ઞાન મહા અદ્-ભૂત જણાય છે; કારણકે આ શ્રેષ્ઠીપુત્રીને પૂર્વભવ જાણે કે તેમણે પ્રત્યક્ષ દેખે હોય તેવી રીતે કહી સંભળાવ્યો.” આ પ્રમાણે વિચાર કરી તેણે સૂરિમહારાજને વિનંતિ કરી કે –“હે ભગવન્ ! કૃપા કરીને મારા પ્રાણપ્રિય મિત્ર 'મિત્રાનંદની શું હકીકત બની તે આપ કહો.” ગુરૂએ તેની -વિનતિ સાંભળી કહ્યું કે
હે રાજન ! તે તારા મિત્ર અત્રેથી તારી પાસેથી ચાલ્યા પછી માર્ગમાં અનુક્રમે જળદુને ઉલ્લંઘી સ્થળદુગમાં આવ્યું. ત્યાં અરણ્યમાં કઈ પર્વતમાંથી નદી જમીન
Page #138
--------------------------------------------------------------------------
________________
૧૨૭
ઉપર પડતી હતી, તે સ્થળે તારા મિત્ર પરિવાર સહિત ભાજન કરવા તથા વિશ્રામ લેવા બેઠા. સર્વે સેવકા ભાજનની તૈયારી કરવા લાગ્યા, તે વખતે અચાનક ત્યાં ભિલલે કેાની ધાડ પડી. તે પ્રચંડ ભલેાએ તારા મિત્રના સ માણસાના પરાભવ કર્યાં. તે વખતે ભય પામેàા મિત્રાન તે સ્થળેથી નાસી ગયે, તેના સેવકે પણ કેટલાક મરાયા અને કેટલાક નાસી ગયા. ત્યારપછી તારા મિત્ર અરણ્યમાં ભટકતા હતા, તે વખતે ત્યાં એક સરાવર જોઇ જળપાન કરી એક વૃક્ષની નીચે આરામ લેવા તે સૂતા, તે વખતે તે વૃક્ષના કેપ્ટરમાંથી એક કૃષ્ણે સપ` નીકળીને તેને કરડયેા. ઘેાડીવારે ત્યાં એક તપસ્વી આળ્યે, તેણે તેવી અવસ્થામાં સર્પ ડંસથી અચેતન થઈ ગયેલ મિત્રાનઢને દેખીને દયા આવવાથી વિદ્યાવડે જળ મ`ત્રી તેનાં સર્વ અંગે પર તે જળ છાંટયું, તેથી તે તત્કાળ એઠો થયા. યાગીએ તેને પૂછ્યું કે:−“ હે ભદ્ર ! તું એકલેા કયાં જાય છે ?” ત્યારે તારા મિત્ર પેાતાની સર્વ હકીકત યથા કહી સંભળાવી. પછી તે ચેાગી તે સ્વસ્થાને ચાલ્યા ગયા. મિત્રાનંઢે મનમાં વિચાયું કેઃ—“ અરે મૃત્યુનું કારણુ મળ્યા છતાં હું મરણુ પામ્યા નહી', અને મારા કદાગ્રડને લીધે મિત્રના સૌંસગ થી પણ ભ્રષ્ટ થયેા. હવે પાછે મિત્રની સમીપેજ જાઉં, ” એમ વિચારી તારી પાસે આવવા તે આ તરફ ચાલ્યા. રસ્તે ચાલતાં ચારાએ તેને પકડયા, અને તેને પેાતાની પલ્લીમાં લઈ ગયા, અને પછી ગુલામ ખરીદી વેચનારા વેપારીઓને તેઓએ તેને વચ્ચેા. તે વેપારી પારસકુળ
Page #139
--------------------------------------------------------------------------
________________
૧૨૮ નામના દેશમાં ગુલામે વેચવાનો ધંધો કરતા હતા. રસ્તે જતાં ઉજજયિની નજીક તેઓ ઉધાનમાં રહ્યા. રાત્રે અલ્પ બંધન હોવાથી તે કાપી નાખી મિત્રાનંદ ઉજજયિનીના. ખાળ માગે ગામમાં પેસી ગયો. તે અવસરે તે નગરીમાં ચેરને બહુ ઉપદ્રવ હતો, તેથી ચોરેને સખ્ત નિગ્રહ કરવા રાજાએ કેટવાળને તાકીદ કરી હતી. દૈવગે કેટવાળના માણસેએ ચેરની જેમ ખાળને માગે પેસતાં મિત્રાનંદને જોયો. તેએાએ તરત તેને પકડે, અને કોઈ પણ વિગત પૂછયા વગરજ સખ્ત માર મારી ક્ષિપ્રા નદીના કાંઠા ઉપર સર્વના દેખતાં વટવૃક્ષ ઉપર લટકાવી મારી નાખવા ચાંડાબને સેપ્યો. તેઓની સાથે તે રસ્તે જતાં મિત્રાનંદને વિચાર આવ્યો કે-“પ્રથમ શબે જે શબ્દ કહ્યાં હતાં તે સત્ય થયાં. શાસ્ત્રમાં પણ કહ્યું છે કે –
यत्र वा तत्र वा यातु, यद्वातद्वा करोत्यसौ । तथापि मुच्यते प्राणी, न पूर्वकृत्कर्मणा ॥१॥ विभवो निर्धनत्वं च, बंधनं मरणं तथा । येन यत्र यत्र लभ्यं, तस्य तत्र तदा भवेत् ॥ २॥ जाति दूरमसौ जीवो, पापस्थानाद्भयतः। तत्रवानीयते भूयो-भिनवप्रौढकर्मणा ॥३॥
પ્રાણ ગમે ત્યાં જાય અને ગમે તે કાર્ય કરે, તો પણ તે પૂર્વે કરેલા કર્મથી કદિ મૂકાતો નથી; વૈભવ, નિર્ધ. નતા, બંધન કે મરણ જે કાંઈ પ્રાણીને જે ઠેકાણે જે વખતે
Page #140
--------------------------------------------------------------------------
________________
૧૯
પામવાનુ... હાય છે, તે પ્રાણીને તેજ ઠેકાણે તેજ વખતે તેજ પ્રમાણે પ્રાપ્ત થાય છે; કષ્ટના સ્થાનથી ભય પામેલે આ જીવ ગમે તેટલા દૂર જાય તો પણ ઉદયમાં આવેલા દ્રઢ કમે કરીને પાછા ત્યાં ફ્રીથી સ્વયમેવજ આવે છે અથવા તેને લાવવામાં આવે છે. ”
આ પ્રમાણે વિચાર કરતાં મિત્રાનદને વિના અપરાધે તે ચાંડાળાએ તેજ વડ ઉપર ફાંસીએ લટકાવ્યા અને તે મરણ પામ્યો. બીજે દિવસે ગેાવાળના માળકે તે વડ પાસે મેાઇદાંડીએ રમતા હતા, તેની મેાઈ પૂર્વકના યાગથી ઉડીને તેના મુખમાં પડી. ’
tr
આ પ્રમાણે ગુરૂના મુખથી મિત્રને વૃત્તાંત સાંભળી તેનાં ગુણુાનુ સ્મરણ કરતા અમરદત્ત રાજા ગાઢસ્વરે વિલાપ કરવા લાગ્યો, તથા રત્નમંજરી પણ તેના ગુણાનું સ્મરણ કરતી અત્યંત દુઃખી થઈ. તે બંનેને વિલાપ અને શેક કરતાં જોઈ આચાય મહારાજે તેમને ઉપદેશ આપતાં કહ્યું કેઃ “ દુઃખના ત્યાગ કરી સ’સારના સ્વરૂપની ભાવના કરી. આ ચાર ગતિવાળા સંસારમાં પ્રાણીઓને વાસ્તવિક સુખ તે લેશ માત્ર પણ મળતું નથી, સત્ર દુઃખ અને દુ:ખજ છે. દેખાતું સુખ પણ સુખ નથી પણ સુખાભાસજ છે.. સ'સારમાં કાઇ પણ જીવ એવા નથી કે જે મરણુની પીડા પામ્યો ન હાય. ચક્રવર્તી અને વાસુદેવ જેવા મહાપુરૂષા પણ મરણ પામ્યા છે; તેથી હે રાજન્! તમે મને શાકના ત્યાગ કરી ધમકા માં વિશેષ ઉદ્યમ કરેા, કે જેથી ફી ચિ. પ. ૯
Page #141
--------------------------------------------------------------------------
________________
આવુ દુઃખ પ્રાપ્ત ન થાય.” પછી રાજાએ પૂછ્યું કેઃ– “ હે ભગવન્ ! હું અવશ્ય ધર્મ કરીશ, પણ મારા મિત્ર મિત્રાનઢના જીવ મરીને કર્યાં ઉત્પન્ન થયા છે તે કહેા.” સૂરિ ખેલ્યા કે;-“ હું રાજન્ ! આા તારી રાણીની કુક્ષિમાંજ તે મિત્રાનંદના જીવ પુત્રપણે ઉત્પન્ન થયા છે; કારણ કે તેણે મરતી વખતે તેવી ભાવના ભાવી હતી. સમય પૂર્ણ થયે તે પુત્રના જન્મ થશે, તેનુ' નામ કમળગુપ્ત પાડે વામાં આવશે. તે પ્રથમ કુમારપઢવી પામીને અનુક્રમે રાજ થશે.”
પ્રકરણ ૨૨ મું.
મિત્રાનંદ, અમરદત્ત તથા રત્નમ’જરીના પૂર્વભવ,
આ પ્રમાણે સાંભળી રાજાએ ક્રીથી પૂછ્યું કે—“ હે મહાત્મન્ ! મિત્રાન ંદનુ અપરાધ વગર પણ ચારની જેમ મૃત્યુ કેમ થયું? વળી આ રત્નમંજરી રાણી મશ્કીનુ ૮ કલ'ક' કેમ પામી અને મને માલ્યાવસ્થાથીજ ખંધુએના વિયેાગ કેમ થયા ? તથા અમારે પરસ્પર અતિ સ્નેહ હાવાનું. શું કારણ ? આ સંદેહાના કૃપા કરીને આપ ખુલાસા કરી.” આ પ્રમાણે રાજાએ પૂછવાથી સૂરિમહારાજે જ્ઞાનના ઉપયાગ મૂકી તેનું સ્વરૂપ જાણી વિસ્તારથી તેમને
Page #142
--------------------------------------------------------------------------
________________
૧૬
"C
પૂર્વ ભવ કહી સંભળાવ્યો. તેમણે કહ્યું કે- હે રાજન્ ! સાંભળ− આ ભવથી ત્રીજા ભવ ઉપર તુ' ક્ષેમ કરે નામને કુટુ ખિક ( કણમી ) હતા. તેને સત્યશ્રી નામે ભાર્યાં હતી. તેને ઘેર ચડસેન નામના એક કમકર હતા. તે ક કર પેાતાના સ્વામી ઉપર ભક્તિમાન, પ્રીતિવાન અને વિનયવાન હતા. એકદા તે કમકર ક્ષેત્રમાં કામ કરતા હતા, તે વખતે પાસેના ક્ષેત્રમાંથી કાઈ મુસાફરને તેણે અનાજની શીંગા લેતા જોયા. તે જોઇ તે કમ કરે કહ્યું કે- અડ્ડા ! આ ચારને પકડીને વૃક્ષ ઉપર લટકાવે.” તે સાંભળી તે ક્ષેત્રના સ્વામીએ તે તેને કાંઈ કહ્યું નહિ, પણ તે મુસાફર આ કમ કરનાં વચનથી મનમાં દુઃખી થયા અને તેણે વિચાર્યું કે—“ અહા, ક્ષેત્રના સ્વામી તે। કાંઇ પણ કહેતા નથી અને આ પડખેના ક્ષેત્રમાં રહેલા પાપી કેવું કઠાર વચન મેલે છે!” એમ વિચારતા તે પેાતાને સ્થાને ગયા. આ પ્રમાણે તે ક્રમ કરે કાપથી કઠોર વાણીવડે ચીકણુ* કમ માંધ્યુ. એક વખત ભેાજન કરતી વખતે પુત્રવધૂના ગળામાં ઉતાવળને લીધે કાળીએ અટકી ગયા, ત્યારે તે કુટુ બિકની સ્ત્રી સત્યશ્રીએ કહ્યું કેઃ—“ અરે રાક્ષસી ! તું નાને કાળીએ કેમ ખાતી નથી ? શું ભૂખાળવી થઇ ગઈ છે ? ધીમે ધીમે ખા કે જેથી ગળે તા ન વળગે !” ત્યારપછી એક વખતે તે કણબીએ કમકરને કહ્યું કે-“ હું નૃત્ય ! આજે અમુક ગામમાં અમુક કામ છે, માટે તું ત્યાં જા. ત્યારે તે ખેલ્યા કેઃ- આજે મારે મારા સ્વજનેને મળવા જવાની ઉત્ક્રમ છૅ, માટે આજે
""
Page #143
--------------------------------------------------------------------------
________________
૧૩ તે ગામ નહીં જાઉં” તે સાંભળી ઈથી કણબીએ કહ્યું કે –“તારા સ્વજને તને કદાપિ ન મળે.” તે સાંભળી કર્મ કર મનમાં બહુ દુઃખી થયે, અને તે કણબીને ઘેરજ રહ્યો, તેના સ્વજનેને મળવા ગયે નહિ. અન્યદા તે કણબીને ઘેર બે મુનિએ ભિક્ષા માટે આવ્યા. તે વખતે કણબીએ પિતાની પ્રિયાને કહ્યું કે-“આ મુનિઓને યેગ્ય. દાન આપ.” તે સાંભળી તે અત્યંત હર્ષ પામી અને ભાગ્યયોગે આ સુપાત્રને વેગ મળ્યો છે એમ વિચારી શુભ ભાવનાપૂર્વક પ્રાસુક અન્નપાણીથી તેણે તેમને પ્રતિલાગ્યા. તે જોઈને તે કમકર પણ મનમાં વિચારવા લાગે કે “આ સ્ત્રી પુરૂષને ધન્ય છે કે જેમણે પિતાને ઘેર આવેલા આવા મહાત્મા મુનિઓને ભક્તિથી સત્કાર કર્યો.” આ અવસરે આવા શુભ ધ્યાનમાં તે ત્રણે મગ્ન હતા તે. વખતે તેમના ત્રણેના મસ્તક ઉપર વીજળી પડી, તેથી તે ત્રણે એક સાથે મૃત્યુ પામી સૌધર્મ નામના પહેલા દેવલોકમાં. પરસ્પર અત્યંત પ્રીતિવાળા દેવ થયા.
સૌધર્મ દેવલેકમાંથી ચવીને જે ક્ષેમકર કૌટુંબિકને જીવ હતા તે તું અમરદત્ત થયો છે, સત્યશ્રીને જીવ આ રત્નમંજરી થયે છે અને કર્મકરને જીવ મિત્રાનંદ થયે છે. જે જીવે પૂર્વભવમાં મન, વચન કે કાયાથી જેવું નિકાચિત કર્મ બાંધ્યું હોય તેવું તેને અવશ્ય પછીના ભાવમાં પ્રાપ્ત થાય જ છે. હે રાજન ! પૂર્વભવમાં જે કર્મ હસતા હસતા કાંઈ પણ ભવિષ્યને વિચાર પણ કર્યા વગર બંધાય
Page #144
--------------------------------------------------------------------------
________________
૧૩૩
''
છે તે પછીના ભવામાં રાતાં રાતાં ભાગવવુ પડે છે. તમે ત્રણેએ વચનવડે આંધેલાં કર્યાં ત્રણેને તે પ્રમાણે ઉદયમાં આવ્યા છે.” આ પ્રમાણે પેાતાના પૂર્વભવ સાંભળી રાજા રાણીને જાતિસ્મરણુ જ્ઞાન પ્રાપ્ત થયું, તેમને તરતજ જ્ઞાનની મૂર્છા આવી ગઇ, તેથી તેમણે પેાતાનો સમગ્ર પૂર્વ વૃત્તાંત જાણ્યા. પછી શુદ્ધિમાં આવીને રાજા એક્ષ્ચા કે– - હું ભગવન્ ! જ્ઞાનરૂપી સૂર્ય સમાન આપે જે કહ્યું તે સ' મેં તેજ પ્રમાણે હમણાં પ્રત્યક્ષ જોયુ છે. હવે જે ધર્મ માટે મારી ચેાગ્યતા હાય તે ધમ કૃપા કરીને મને કહેા.” ગુરૂ ખેલ્યા કે હે રાજન્ ! તારે પુત્રપ્રાપ્તિ થશે. ત્યાર પછી તને ચારિત્રધમ પ્રાપ્ત થશે. હજી તેટલુ ભાગાવળી કમ તમારે તેને બાકી છે, તેથી હાલ તો તમારે મનેએ શ્રાવકધમ અંગીકાર કરવા તેજ યાગ્ય છે.” આ પ્રમાણે સૂરિમહારાજ પાસેથી સાંભળીને રાજાએ રાણી સહિત માર પ્રકારના શ્રાવકધમ અંગીકાર કર્યાં. પછી ફરીથી રાજાએ ગુરૂને પૂછ્યું કે- તે વખતે વટવૃક્ષ ઉપરથી જે પેલા મૃતકે મિત્રાનંદને વચન કહ્યું હતું તે મૃતક કાણુ હતું?” સૂરિ ખેલ્યા કે- પેલે ધાન્યની શીંગા પાસેના ખેતરમાંથી લેનાર મુસાફર અનુક્રમે મરણ પામી સંસારમાં પરિભ્રમણ કરી તેજ વટવૃક્ષ ઉપર બ્યંતર થયા હતા; તેણે જ્યારે મિત્રાનંદને જોયા ત્યારે પૂર્વભવના વૈરને સંભારી શખના મુખમાં ઉતરીને તેણે તેવું વચન સંભળાવ્યું હતુ. આ પ્રમાણે સાંભળી અમરદત્ત રાજા
""
Page #145
--------------------------------------------------------------------------
________________
સંદેહ રહિત થઈ સૂરિને નમી રાષ્ટ્ર સહિત પિતાને આવાસ ગયા. ગુરૂએ ત્યાંથી અન્યત્ર વિહાર કર્યો.
પ્રકરણ ર૩ મું.
અમરદત્ત-રત્નમંજરીનું દીક્ષા ગ્રહણ અને
ઉપદેશાત્મક કથા કથન.
ત્યાર પછી સમય પૂર્ણ થયે રત્નમંજરીએ પુત્ર પ્રસ . ગુરૂના કથનાનુસાર તેનું કમળગુપ્ત નામ પાડ્યું. ધાત્રીઓથી લાલનપાલન કરાતા તે પુત્ર અનુક્રમે બાલ્યાવસ્થા ઉલંઘીને બહેતર કળાઓને અધ્યાપક પાસે અભ્યાસ કરી રાજ્યને ભાર ઉપાડવા યોગ્ય ઉમરને થે. આ સમયે એક વખત તેજ સૂરિમહારાજ ફરીથી ઉદ્યાનમાં સમવસર્યા. ઉદ્યાનપાલકે ગુરૂના આગમનની હકીકત રાજાને જણાવી. તે સમાચાર સાંભળી ઉમરના થયેલા પુત્રને રાજ્યભાર સેંપી રાજાએ રાણી સહિત તે સૂરિમહારાજ પાસે વૈરાગ્યરસને પિષનારી દીક્ષા ગ્રહણ કરી. તે સૂરિએ તે બંનેને તથા સાથે આવેલ સર્વ જનોને પ્રવજ્યા આપ્યા પછી ધર્મમાર્ગમાં તથા દીક્ષા પાલનમાં વધારે દ્રઢ કરવા દેશના આપી કે-“આ સંસારરૂપી સમુદ્રને તરવામાં નૌકા સમાન આ દીક્ષા ઉત્કૃષ્ટ પુન્યના વેગથી પ્રાપ્ત થાય છે.
Page #146
--------------------------------------------------------------------------
________________
પ
તેને પામીને ફરીથી પાછા જે જીવા વિષયાદિમાં લખા થાય છે તે નિરક્ષિતની જેમ ઘેર સ સારસાગરમાં પડે છે, અને જે પ્રાણીએ પ્રાથના કર્યા છતાં પણ જિનપાલિતની જેમ વિષયકષાયાદિથી પરાસ્મુખજ રહે છે તેએ તેની જેમ સુખી થઈ ઉત્તમ ગતિ પ્રાપ્ત કરે છે.” રાજિષ અમરદત્તના પૂછવાથી તે 'નેનુ' વૃત્તાંત ગુરૂમહારાજે નીચે પ્રમાણે વર્ણવી ખતાવ્યું.
જિનપાલિત અને જિનરક્ષિતની કથા.
ચંપાપુરીમાં જિતશત્રુ નામે રાજા રાજ્ય કરતા હતા. તેને ધારિણી નામે રાણી હતી. તે પુરીમાં માક'દી નામે એક શ્રેષ્ઠી રહેતો હતો. તે શાંત, સરલ ચિત્તવાળા અને ઉદાર બુદ્ધિવાળા હતા. તેને ભદ્રા નામની ભાર્યા હતી. તે શ્રેષ્ઠીને તે ભાર્યાંની કુક્ષિથી બે પુત્રો થયા હતા, જેનાં નામ તેણે જિનપાલિત અને જિનરક્ષિત રાખ્યા હતા. તેએ અને અનુક્રમે યુવાવસ્થાને પામ્યા; ત્યારે વહાણુમાં એસી પરદેશમાં જઈ ક્રયવિક્રય કરી દ્રવ્ય ઉપાર્જન કરવા લાગ્યા. તે મનેએ તે પ્રમાણે અગ્યાર વખત વહાણુમાં ગમનાગમન કર્યું, અને ધન પણુ ઘણું ઉપાર્જન કર્યુ”; જ્યારે માસી વખત ધનના લેાલથી તે બને ભાઈ ફરીથી જળમાર્ગે જવા તૈયાર થયા, ત્યારે તેમના પિતાએ કહ્યુ` કે–“ હું પુત્રો ! આપણા ઘરમાં પુષ્કળ ધન છે, તે
ધન ઈચ્છા પ્રમાણે દાનમાં તથા ભાગમાં વાપરા. અગ્યાર
Page #147
--------------------------------------------------------------------------
________________
વખત મુસાફરી કરી તમે ક્ષેમકુશળતાથી આવ્યા છે, પરંતુ હવે બારમી વખત કદાચ તમને કાંઈ વિન્ન થાય તો બધી વખતની મહેનત નિષ્ફળ જાય, માટે અતિ લેભ કરે ઠીક નથી. જે મારું વચન માને તે હવે ઘેર રહેવું તેજ શ્રેયસ્કર છે. આ પ્રમાણે પિતાએ કહ્યું ત્યારે તેઓ બેલ્યા કે-“હે પિતાજી! આવું વચન ન બેલે, આ વખતની વહાણની યાત્રા પણ તમારી કૃપાથી ક્ષેમકુશળ અને વિશેષ લાભદાયીજ થશે.” એ પ્રમાણે કહી બંને બંધુઓએ અનેક પ્રકારનાં કરિયાણું લઈ જળ, ઈંધન વિગેરે સર્વ સામગ્રી તૈયાર કરી વહાણ ઉપર આરૂઢ થઈ સમુદ્રમાર્ગે ચાલ્યા. તેઓ મધ્ય સમુદ્રમાં પહોંચ્યા, તે વખતે દરિયામાં અકસ્માત્ મેઘને અધિકાર થયે, આકાશમાં ગર્જના થવા લાગી, વીજળીના ઝબકારા થવા લાગ્યા અને પ્રચંડ વાયુ વાવા લાગે, તેથી તે વખતે તેઓનું વહાણ ભાંગી ગયું, અને વહાણમાં રહેલા સર્વ લેકે ડુબી ગયા. તે વખતે જિનપાલિત અને જિનરક્ષિત બંનેને કર્મને એક પાટીયાનો ચિંગ મળી જવાથી તેને તેઓ દ્રઢ રીતે વળગી પડ્યા,
એટલે ત્રીજે દિવસે રત્નદ્વિીપને કાંઠે નીકળ્યા. તે દ્વીપમાં નાળીએરીનાં ફળ (શ્રીફળ) ખાઈને તેઓ પ્રાણવૃત્તિ કરવા લાગ્યા, અને નાળીએરીનું તેલ ચોળી તેઓ શરીરે સાજા-નિરોગી થયા.
એક વખતે કઠોર, નિર્દય અને તિણ ખડૂગને ધારણ કરતી તે રનદ્વીપની અધિષ્ઠાયિકા દેવીએ તેમની પાસે
Page #148
--------------------------------------------------------------------------
________________
૧૩૭
આવીને કહ્યું કે-“ જો તમે મારી સાથે વિષયસેવન કરશેા, તાજ તમે કુશળતાથી અહીં રહી શકશે।, હું તે આ ખડૂગથી તમારાં મસ્તક ઈંદ્રી નાંખવામાં આવશે.” તે સાંભળી ભયભીત થઇ તે ખેલ્યા કે—“ હે દેવી ! અમારૂ વહાણ ભાંગી જવાથી અમે અહીં તમારે શરણે આવ્યા છીએ; તેથી તમે જે કાંઈ અમને આજ્ઞા કરશે! તે પ્રમાણે કરવા અમે તૈયાર છીએ.” આ પ્રમાણે તેમનાં વચન સાંભ ળીને તે દેવી પ્રસન્ન થઇ અને તે અનેને પેાતાને ઘેર લઈ ગઈ. પછી તેમના શરીરમાંથી અશુભ પુગળા કાઢી નાંખી શુભ પુદ્ગળાના પ્રક્ષેપ કરી તે ખનેની સાથે તે યથેચ્છ વિષયસુખ ભાગવવા લાગી. તેમને તે દેવી હુંમેશાં અમૃતફળ આહાર કરવા લાવી આપતી હૈતી. આ પ્રમાણે તે અને કેટલાક દિવસે। સુધી આનંદથી ત્યાં રહ્યા. એક વખતે દેવીએ તેમને કહ્યું કે- લવણુસમુદ્રના અધિષ્ઠાયક સુસ્થિત નામના દેવે મને આજ્ઞા કરી છે કે આ લવસમુદ્રમાંથી એકવીશવાર કચરા કાઢી નાંખી તેને શુદ્ધ કર. તેમાં તૃણુ, કાષ્ટ કે બીજા જે પદાર્થોં હાય તે ખહાર ફેકી દઈ સમુદ્રને શુદ્ધ અનાવ.” આ પ્રમાણેના હુકમ થયેલ હાવાથી મારે ત્યાં જવાનુ છે. તમારે સુખેથી અહી રહેવું. આ સુંદર ફળે. ખાઈને તમારી આજીવિકા કરવી. કદાચ એકાંતમાં અહી રહેવાથી નિજનપણાને લીધે તમને મનમાં દુ:ખ થાય તો તમારે ક્રીડા કરવા માટે પૂ દિશાના વનમાં જવું. તે વનમાં હુંમેશાં ગ્રીષ્મ અને વર્ષાં એ
Page #149
--------------------------------------------------------------------------
________________
બે એજ વતે છે. ત્યાં તે બે ઋતુ હેવાથી તમને આનંદ થશે અથવા જે તમને ત્યાં પણ આનંદ ન થાય તો તમારે ઉત્તર દિશાના વનમાં જવું, ત્યાં શરદુ અને હેમંત તે બે તુજ સર્વદા વતે છે. જે કદાચ ત્યાં પણ તમારા મનને તુષ્ટિ ન થાય તે પશ્ચિમ દિશાના વન તરફ જવું, ત્યાં શિશિર અને વસંત એ બે ઋતુઓ નિરંતર વર્તે છે. ત્યાં જઈ તમારે વિનેદ કરે; પરંતુ દક્ષિણ દિશામાં જે વન છે, તે દિશામાં તમારે કદી જવું નહિ, કારણ કે તે દિશાના વનમાં મોટા શરીરવાળે શ્યામવણ દષ્ટિવિષ સર્પ રહે છે, તે ત્યાં જનારા સર્વને ભક્ષ્ય કરી જાય છે.”
આ પ્રમાણે સૂચના આપી તે દેવી તેને સોંપાયેલ કામ કરવા માટે ગઈ પછી તે શ્રેષ્ઠીપુત્રો પણ દેવીના કહેલા ત્રણે વનેમાં વેચ્છાથી ફરવા લાગ્યા. એક દિવસે તેમણે વિચાર્યું કે “દેવીએ આપણને દક્ષિણ દિશાના વનમાં જવાની વારંવાર ના કહી છે તેનું શું કારણ? માટે આપણે તે વનમાં જઈને જેવું તે ખરું કે ત્યાં શું છે?” એમ વિચારી બંને મનમાં શંકા સહિત તે વનમાં ગયા એટલે તેમને અત્યંત દુર્ગધ આવવા લાગી, નાસિકાને ઉત્તરીય વસ્ત્ર વડે ઢાંકી તેઓ આગળ ચાલ્યા, ત્યારે તેઓએ મનુષ્યનાં હાડકાંએને મોટો સમૂહ છે. તે જોઈ તેઓ ભય પામ્યા, તો પણ આગળ વધીને તેઓ તે વન વિશેષ જોવા લાગ્યા. તે વખતે એક સ્થળે શૂળી ઉપર ચઢાવેલે એક પુરૂષ જીવતે અને વિલાપ કરતે તેઓએ દીઠે. તેની પાસે જઈ તેઓએ
Page #150
--------------------------------------------------------------------------
________________
પર
તેને પૂછયું કે-“અરે ભાઈ! તું કેણ છે? તારી આવી. સ્થિતિ કેમ થઈ છે? વળી અહીં ચારે તરફ મડદાં અને હાડકાંઓ જ દેખાય છે તેનું શું કારણ?” આ પ્રમાણે તેઓએ પૂછવાથી શૂળી ઉપર રહેલા તે માણસે જવાબ આ કે-“હું કાકંદી નામની નગરીમાં રહું છું, જાતે વણિક છું, વ્યાપાર માટે વહાણ ઉપર આરૂઢ થઈ સમુદ્રમાગે હું ચાલ્યું. માર્ગમાં પવનના તોફાનને લીધે મારું વહાણ ભાંગી ગયું. મને દૈવયેગે એક પાટીયું મળી જવાથી હું આ રત્નદ્વીપે નીકળે. અહીં વિષયમાં લુબ્ધ થયેલ. આ દ્વીપની અધિષ્ઠાયિકા દેવીએ મને વિષયસેવન કરવા રાખે. તેની સાથે વિષયસેવન કરતાં તથા તે લાવી આપે તેને આહાર કરતાં કેટલાક દિવસો પસાર થયા. ત્યાર પછી માત્ર થોડા અપરાધને માટે તેણીએ મને શૂળીએ. ચઢાવ્યો છે. આ સર્વ મડદાંઓ પણ તેણુએ આવી રીતે મારેલ મનુષ્યનાં જ છે. તમે પણ તે દુષ્ટ દેવીના પાસમાં સપડાયા જણાઓ છે, તે તમે કયાંથી અને કેવી રીતે આ દુષ્ટ દેવીના પાસમાં પડયા તે કહો.” પછી તેઓએ પિતાને સર્વ વૃત્તાંત તેની પાસે નિવેદન કરી તેને પૂછયું કે – “હે ભાઈ! અમારે આમાંથી બચવાને કાંઈ ઉપાય ખરે કે નહિ?” ત્યારે તેણે કહ્યું કે –“હા, એક ઉપાય છે. અહીંથી પૂર્વ દિશામાં એક વન છે, તેમાં શૈલક નામને એક યક્ષ રહે છે, તે અમુક દિવસે અશ્વનું રૂપ ધારણ કરીને બેલે છે કે – “હું કેનું રક્ષણ કરૂં? કેને.
Page #151
--------------------------------------------------------------------------
________________
૧૪૦
વિપત્તિમાંથી ઉગારું?” માટે ભાઈઓ! તમે તે સિલક યક્ષનું
ભક્તિથી આરાધન કરશે. જ્યારે તે પર્વને દિવસે ઉપર પ્રમાણે રક્ષણ કરવાના શબ્દો બેલે, ત્યારે તમારે કહેવું કે –“હે યક્ષરાજ ! અમારું રક્ષણ કરે.” આ પ્રમાણે કહેવાથી તે તમારું રક્ષણ કરશે.” આ પ્રમાણે કહ્યા પછી થોડા સમયમાં તે પુરૂષ મરણ પામ્યા. તે પછી તે બંને ભાઈઓ શૂળી ઉપર રહેલા માણસે બતાવેલા વન તરફ ગયા. અને મનહર પુષ્પો એકઠાં કરી તે યક્ષની પૂજા કરી તેની સેવા કરવા લાગ્યા. એમ કરતાં તે પર્વને દિવસ આવે, ત્યારે તે યક્ષ બેલ્યો કે-“હું કોની રક્ષા કરૂં? કોને આપત્તિમાંથી ઉગારૂં? તે યક્ષનાં તેવાં વચન સાંભળી તે બંને બંધુએ તત્કાળ બેલ્યા કે
હે યક્ષરાજ ! અમારું રક્ષણ કરો, અને અમને આ દુખસાગરમાંથી પાર ઉતારે.” તે યક્ષ બેલ્યો કે-“હું તમને દુખમાંથી અવશ્ય તારીશ; પરંતુ તમે સાવધાન થઈને મારું એક વચન સાંભળે. તમે જ્યારે અહીંથી મારી સાથે આવશે, ત્યારે તે દેવી પાછળ આવીને પ્રીતિવાળાં મધુર આકર્ષક વચને બેલશે. તમને સમજાવવા કાલાવાલા અને વિનંતિ કરશે. તે વખતે જે તમે તેના ઉપર મનથી પણ પ્રીતિ કરશે, તો હું તમને ઉછાળીને તે જ વખતે સમુદ્રમાં નાંખી દઈશ, અને તેની જરા પણ દરકાર કર્યા વગર અથવા તેની તરફ લેશમાત્ર પણ પ્રતિભાવ ઉપજાવ્યા વગર તમે રોગરહિત રહેશે, તે હું તમને
Page #152
--------------------------------------------------------------------------
________________
અવશ્ય ક્ષેમકુશળ ચંપાનગરીએ પહોંચાડી દઈશ. તે દેવી પછવાડે આવી મીઠાં વચન બેલે તે પણ તમારે લલચાવું નહિ, ભયનાં વચને બોલે તે પણ તેનાથી જરા પણ બીવું નહિ. આ પ્રમાણે નિર્વાહ કરવાની જે તમારી શક્તિ હોય. તે જલદી મારી પીઠ ઉપર ચઢી જાઓ, અને હું તમારે ગામ તમને લઈ જાઉં.” આ પ્રમાણે યક્ષે કહ્યું તે બંને ભાઈઓએ અંગીકાર કર્યું. અને અશ્વરૂપ થયેલા તે યક્ષની પીઠ ઉપર બંને ભાઈઓ બેસી ગયા. તે અશ્વ આકાશમાગે . સમુદ્ર ઉપર તરત જ ઉડવા લાગ્યા.
તે જ સમયે તે દ્વીપની અધિષ્ઠાયિકા દેવી તેને સંપાયેલ લવણસમુદ્રની શુદ્ધિ કરવાનું કાર્ય પૂર્ણ કરી પોતાને સ્થાને આવી અને પોતાના મંદિરમાં તે બંને ભાઈઓને તેણે જોયા નહિ, તેથી સર્વત્ર વનમાં ભમી, ત્યાં પણ તેને પત્તો મળ્યો નહિ, એટલે જ્ઞાનને ઉપયોગ મૂકીને તેણે જોયું, તે અશ્વરૂપ થયેલા શૈલક્યક્ષની પીઠ ઉપર બેસી તેમને ચંપાનગરી તરફ જતાં તેણે જોયા, તેથી તે તરત જ ખગ હાથમાં ધારણ કરી તેમની પછવાડે દેડી.
ત્યાં જઈ પ્રથમ ભીતિનાં અને પ્રીતિનાં અનેક પ્રકારનાં વાક્યો તેમને લલચાવવા તે બોલવા લાગી, પણ યક્ષે તેમને પુનઃ ચેતવ્યા કે તમારે બીવાનું કે લલચાવાનું જરાપણ મન કરવું નહિ, તેથી તેનાં ભયનાં શબ્દોથી તેમજ મધુર પ્રીતિયુક્ત શબ્દથી તેઓ જરાપણ ચલાયમાન થયા નહિ. પછી તેણીએ એકલા જિનરક્ષિતને ઉદ્દેશીને કહ્યું કે –“ અરે
Page #153
--------------------------------------------------------------------------
________________
જિનરક્ષિત ! તું તો મને તારા ભાઈ કરતાં ઘણું વધારે પ્રિય હતો અને તારા ઉપર તો મારે નેહ પણ નિશ્ચળ હતો. અરે, તારા વિના હું વિષયસુખ કેની સાથે ભેગવિશ? મારા દિવસો તારા વગર કેવી રીતે જશે? અરે, -તારા વગર અવશ્ય મારું મૃત્યુ થશે. તને મારી જરા પણ દયા આવતી નથી, તને મેં આટલે બધે આનંદ કરાવ્યું, તો કૃપા કરીને એક વખત તો મારી સન્મુખ જે, કે જેથી મરતાં મરતાં પણ મને શાંતિ થાય.” આ પ્રમાણેનાં માયાયુક્ત તેનાં મધુર વચનો સાંભળીને જિનરક્ષિત ક્ષે પામ્યો, મનથી ચળાયમાન થયો, મનમાં તેને દયા ઉપજી, પ્રથમનું વિષયસુખ સાંભર્યું અને તે દેવી તરફ પ્રીતિવાળી દષ્ટિથી તેણે જોયું. તેણે તે પ્રમાણે કર્યું કે તરતજ શૈલકે પીઠ ઉપરથી તેને ઉછાળી દરિયામાં નાંખી દીધે. દેવીએ સમુદ્રમાં પડતો તેને ઉંચકી લીધે, અને ત્રિશૂળ વડે તેને વીધી નાંખી ખગવડે તેનાં કકડાં કરી દરિયામાં ફેંકી દીધે. પછી જિનપાલિતને #ભ પમાડવા તે આવી, એટલે યક્ષે તેને ચેતવ્યો કે –“જે જરા પણ આનાં વચનોથી ભાઈશ તો જિનક્ષિત જેવી જ તારી દશા થશે.” તે જિનપાલિત યક્ષનાં આવાં વચનોથી મનમાં બહુ દ્રઢ થઈ ગયે. દેવીએ તેને ચળાવવા ઘણુ ઘણા પ્રયત્નો કર્યા, પણ તે દ્રઢ રહ્યો, એટલે યક્ષની સહાયતાથી ક્ષેમકુશળ તે ચંપાપુરીએ પહોંચી ગયો. તે વ્યંતરી નિરાશ થઈને રત્નદ્વીપે પાછી ગઈ. યક્ષ પણ જિનપાલિતને તેના સ્થાને પહોંચાડી પાછો જતો હતો,
Page #154
--------------------------------------------------------------------------
________________
ત્યારે જિનપાલિતે તેને ખમાવ્યો અને અનેક પ્રકારનાં વિનયનાં વાકયો બેલી તેની પ્રશંશા કરી.
જિનપાલિત પિતાને ઘરે જઈ સવજનેને મળે અને શેકપૂર્વક બંધુના મરણની હકીક્ત વિગતથી કહી સંભળાવી. માકંદ શ્રેષ્ઠીએ તે પુત્રની ઉત્તરક્રિયા કરી અને એક પુત્ર સહિત ગૃહવાસ પાળવા લાગ્યા. એકદા શ્રી મહાવીરસ્વામી તે પુરીના ઉદ્યાનમાં સમવસર્યા, તે વખતે માર્કદી શ્રેષ્ઠી જિનપાલિત તથા અન્ય પરિવારને લઈને પ્રભુને વાંચવા આવ્યા. પ્રભુના ઉપદેશથી પિતા-પુત્ર બંને પ્રતિબોધ પામ્યા. ઘેર આવી જિનપાલિતના પુત્રને યોગ્ય શિખામણ સાથે ગૃહકાર્યભાર સેંપી ધર્મકાર્યાદિમાં ચોગ્ય ધનનો વ્યય કરી પ્રભુ મહાવીર પાસે બંનેએ દિક્ષા ગ્રહણ કરી. બંને પિતા પુત્ર યોગ્ય રીતે યતિધર્મ પાળી આત્માનું હિત સાધી સુખ પામ્યા.
ઈતિ જિન પાલિત-જિનરક્ષિત કથા.
Page #155
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૪ મુ.
કથા ઉપસ’હાર અને અમરદત્તનું મેાક્ષગમન
આ પ્રમાણેની સૂરિમહારાજે કહેલી કથા સાંભળીને અમરદત્ત રાજિષ એ તે કથામાંથી શું શુ' એપ લેવા લાયક છે અને કેવી રીતે એપ લેવા લાયક છે તેવા પ્રશ્ન પૂછ્યા. તે પ્રશ્નના પ્રત્યુત્તરમાં ગુરૂમહારાજ મેલ્યા કેઃ—“ તે શ્રેષ્ઠીના અને પુત્રાને સ્થાને સવ' સંસારીજીવા જાણવા, જે રત્નદ્વીપની દેવી તે અવિરતિ જાણવી. તે અવિરતિને વશ થવાથી પ્રાણીઆને દુઃખ થાય છે, ભવભ્રમણ કવુ પડે છે, અને પ્રાંતે નીચી ગતિમાં જવાનુ થાય છે. શૂળી ઉપર ચડાવેલ પુરૂષ તે ગુરૂને સ્થાને હિતની વાત કહેનાર જાણવા. તે પુરૂષે રત્નદ્વીપની દેવીનું સ્વરૂપ પાતે અનુભવેલું નિવેદન કર્યું, તેમ અવિરતિવશ જીવને થતું દુ:ખ આગામી ભવામાં તે અનુભવે છે અને પાતે અત્યાર સુધી અનુભવ્યું છે તે સંસારીજીવને વણુવી બતાવે છે. તે દેવીના દુઃખમાંથી છુટવાનુ' સાધન શૈલક યક્ષ વણુવી મતાન્યે, તેમ ગુરૂ પણ આ સંસારથી છુટવાના માગ સંસારી અવિરતિ જીવને ધમ આરાધનરૂપ બતાવે છે. સમુદ્રને સ્થાને સ`સાર જાણવા. જેમ રત્નદ્વીપની દેવીને વશ થયેલા જિનરક્ષિત વિનાશ પામ્યા, તેમ અવિરતિને વશ થયેલા સ'સારીજીવા વિનાશ પામે છે
Page #156
--------------------------------------------------------------------------
________________
૧૪૫
એમ સમજવું. જેમ દેવીના વાકયની અપેક્ષા રાખ્યા વિના યક્ષના આદેશને આધીન રહેવાથી જિનપાલિત અનુક્રમે પિતાની નગરીએ પહોંચ્યો, તેમ જે જીવ અવિરતિને ત્યાગ કરી પવિત્ર ચારિત્રમાં નિશ્ચળ થાય છે, તે સર્વ કર્મને ક્ષય કરીને થોડા કાળમાં જ મેક્ષસુખ પામે છે. માટે હે રાજર્ષિ! ચારિત્ર અંગીકાર કર્યા પછી આત્મિક હિત સાધવા તથા સ્વસ્થાન–મેક્ષનગરને પ્રાપ્ત કરવા માટે કઈ પણ વખત સાંસારિક વિષયભેગમાં મનને પ્રવર્તવા દેવું નહિ.”
આ પ્રમાણે ગુરુમહારાજના વચન સાંભળી તે રાજર્ષિ અત્યંત આદરથી અતિચાર રહિતપણે સંયમ પાળવા લાગ્યા. રતનમંજરી સાધ્વીને ગુરૂએ પ્રવતિનીને સોંપી. તે પણ તેમની સાનિધ્યમાં નિરંતર તપ અને સંયમનું પાલન કરવા લાગી. અનુક્રમે તે બંને નિર્મળ તપ કરી ઘણા ભવ્યજીવોને પ્રતિબધી શુદ્ધભાવથી ચારિત્ર પાળી મોક્ષપદને પામ્યા.
ઈતિ અમરદત્ત મિત્રાનંદની કથા.
Page #157
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૫ મું
ચિત્રસેન, પદ્માવતી અને રત્નસારે કરેલા
સંસારત્યાગ અને આત્મસાધના,
આ પ્રમાણે મિત્રાનંદ અને અમરદત્તનું અદ્ભુત વિસ્તૃત કથાનક સાંભળીને ઘણું ભવ્યજીવે પ્રતિબંધ પામ્યા. કેટલાએક ભએ તે જ ક્ષણે ગુરુમહારાજ પાસે દીક્ષા ગ્રહણ કરી, કેટલાકે ગૃહસ્થ ધર્મ સ્વીકાર્યો અને કેટલાકે યથાશક્તિ વ્રત–નિયમાદિ આચય. ચિત્રસેન રાજા, પદ્માવતી રાણું અને રત્નસારમંત્રી પણ લઘુકમી ભવ્ય જીવ હતા. ચેડા ભવ પછી જ શિવસુખ પામવાના હતા, અને ત્યાં સુધી પણ દેવગતિમાં અને મનુષ્યગતિમાં શાતાદનીયના અનુભવથી ઉત્તમ વૈભવ પામી ધર્મારાધન કરવાના હતા. ગુરુમુખેથી ઉપરની દેશના અને કથાનક સાંભળીને તેઓ બહુ આનંદ પામ્યા, બધ પામ્યા અને આ સંસારના ક્ષણિક દેખાતા સુખ ઉપર તેઓને વૈરાગ્ય આવે, અને હંમેશને માટે ‘પ્રાંતે દુઃખ આપનાર સાંસારિક વિષયોને છેડીને તે જ ગુરુ પાસે સંયમ ગ્રહણ કરવા અને આત્મહિત સાધવા તેઓ ઉઘુક્ત થયા.
પછી ગુરૂમહારાજને ચેડા કાળ સુધી ત્યાં રહેવા વિનંતિ કરી. ગુરૂએ તે વિનંતિ સ્વીકારતાં કહ્યું કે –“ધર્મના
Page #158
--------------------------------------------------------------------------
________________
૧૪૭.
કાર્યમાં વિશેષ વિલંબ ન કર.” પછી તેઓ ત્રણે પરિવાર સહિત નગરમાં આવ્યા, અને એગ્ય તૈયારી કરી. રાજપુત્ર પુણ્યસારને રાજ્યાભિષેક કરી પ્રજાપાલન વિગેરેને ઉપદેશ આપી રાજ્યભાર તેને ભળા, અને અધિકારીઓને તથા પ્રજાના મહાજનેને પોતાની સાથે જેવી રીતે વર્તતા હતા, તેવી જ રીતે વર્તવા અને પુણ્યસારને રાજ્યભરમાં સહાય કરવા ભલામણ કરી. વળી રત્નસારના સુમતિ નામના પુત્રને રત્નસારની જગ્યાએ મંત્રીપદે સ્થાપન કર્યો. પછી. ધર્મકાર્યમાં યથારૂચિ દ્રવ્ય વાપરી તથા જિનમંદિરમાં અાફ્રિકા મહોત્સવ કરાવી તથા દાનાદિ સારી રીતે આપી પુણ્યસાર તથા નગરજનેએ જેમને નિષ્ક્રમણમહોત્સવ કર્યો છે તેવા ચિત્રસેન રાજા, પદ્માવતી રાણું અને રત્નસાર પ્રધાન બીજા કેટલાક તેમને વૈરાગ્યરંગ જોઈ સંયમ લેવા ઉદ્યક્ત થયા હતા તે સર્વને સાથે લઈ નગરનારીઓથી પૂજાતા અને નગરજનેથી પ્રશંસાતા જૈનધર્મની વિશેષ વિશેષ મહત્ત્વતા વધારતાં તે ત્રણે ગુરૂ સન્મુખ ઉદ્યાનમાં આવ્યા, તેઓ ત્રણેએ જેમ વસ્ત્રાદિ અલંકારને ત્યાગ કર્યો તેવી જ રીતે કષાય વિગેરે સંસારને વધારનારા દોષોને પણ સાથે ત્યાગ કર્યો. રાજ્યભાર તથા સંસારવૃદ્ધિ કરનારાં અન્ય સર્વ સાધનો જેમ છોડી દીધા, તેવી જ રીતે પાંચે પ્રમાદોને પણ છોડી દીધાં. વળી નવે પ્રકારના પરિગ્રહને પણ તેઓએ સર્વથા ત્યાગ કર્યો, અને શુદ્ધ ભાવથી. મનના વધતા જતા શુભ પરિણામ સાથે ગુરૂમહારાજ પાસે ઉદ્યાનમાં આવીને ભવચિની, શિવદાયિની, સંસારતાપ
Page #159
--------------------------------------------------------------------------
________________
૧૪૮
""
નિવારનારી, આત્મિકસુખ પ્રગટાવનારી, ઉત્તમ પ્રયા વિધિસહિત આપવાની ગુરૂમહારાજને તેઓએ વિન`તિ કરી. તેઓએ ગુરૂમહારાજને કહ્યું કેઃ–“ સ્વામિન્! આ સંસારની દુઃખદાયી ઉપાધિથી અમે બહુ ભય પામ્યા છીએ. વળી ભવભ્રમણથી અમે મુંજાઈ ગયા છીએ. તેથી સંસારના દુઃખથી ઉગારનારી અને ભવભ્રમણ ટાળનારી જિનેશ્વર ભગવાને કહેલી દીક્ષા અમને આપીને કૃતા કરો. આ પ્રમાણેની તેમની વિનતિ સાંભળી તથા તેએની યેાગ્યતા જાણીને ગુરૂમહારાજે જિનેશ્વરે કહેલ વિધિપુરઃસર તેઓને સંસારસમુદ્રમાંથી પાર ઉતરવા માટે જહાજતુલ્ય દીક્ષા આપી. પછી તે સને સાથે લઈને ગુરૂમહારાજે પૃથ્વીતળ ઉપર અન્યત્ર વિહાર કર્યાં, પદ્માવતીને પ્રવૃતિનીને સાંપ્યાં. તેણે તથા ચિત્રસેન અને રત્નસારે સારી રીતે ધર્મારાધન કર્યું; યથાશક્તિ તપસ્યા કરી અને શુભ ભાવથી અની તેટલી આરાધના કરી. પદ્માવતીએ પણ યથાશક્તિ પ્રવૃતિની પાસે તપસ્યાદિ આરાધના કરી. પ્રાંતે તે ત્રણે મહાપુરૂષો શુદ્ધ ભાવપૂર્વક દીક્ષાપર્યાંય પાળી આયુષ્ય પૂર્ણ થયે અનુક્રમે સામુદાયિક કમ ના યેાગે બારમા અચ્યુત કલ્પમાં દેવતાઓ થયા અને સાથે રહી દેવગતિનું સુખ ભાગવવા લાગ્યા. ત્યાં પણ ત્રણે દેવા યથાશક્તિ તીર્થંકરના કલ્યાણુકા સમયે જિનેશ્વરની ભક્તિ તથા તીથ પટન વિગેરે ધમ કૃત્યા સાથે સાથે કરીને સમકિતને વિશેષ નિર્દેળ કરતા હતા, અને ભાવી ઉત્તમ ગતિને અને શાતાવેદનીય
Page #160
--------------------------------------------------------------------------
________________
૧૪૯
ક્રને ખાંધતા હતા. આ પ્રમાણે જે સામુદાયિક કમ તેઓએ અશ્રુત કલ્પમાં ખાંધ્યું તે ભાવી જન્મમાં સાથેજ તેઓ ભાગવશે, અને પ્રાંતે સ ઘાતી-અઘાતી કર્મોને ખપાવી એક સાથેજ મુક્તિપદને પ્રાપ્ત કરશે.
પ્રકરણ ૨૬ મું.
×
ઉપસ'હાર તથા લેવા ચાગ્ય ઉપદેશ.
આ પ્રમાણે શિયળના પ્રભાવથી પેાતાની રાજલક્ષ્મી તેઓએ સારી રીતે ભાગવી અને પ્રાંતે જૈનધમ પામી, ધર્માંરાધન કરી, યથાશક્તિ વ્રત નિયમાદિ આચરી તે ત્રણે વાંછિતફળને પામ્યા, અને પ્રાંતે મેાક્ષસુખને પામશે.
આ દુનિયામાં અને સર્વત્ર સર્વ ગતિમાં શિયળના પ્રભાવ અદ્ભુત છે. શુદ્ધ ભાવથી અને શુદ્ધ મન, વચન, કાયાના ત્રિકરણયાગથી શિયળ પાળતાં વાંછિત લક્ષ્મી અને સુખ અવશ્ય પ્રાપ્ત થાય છે. શરૂઆતમાં કસેાટી માટે શુદ્ધ શિયળ પાળનારને કદાચ કષ્ટ સહન કરવું પડે, પણ પ્રાંતે તે અવશ્ય સુખને લેાકતા અને આખી સૃષ્ટિમાં દૃષ્ટાંતરૂપ નીવડે છે, અને ઉત્તમ સ્ત્રી પુત્ર, પૌત્રના પરિવારને, સુખ આપનારા ધન વૈભવને, શાતાવેદનીયને તથા સત્ર ગૌરવ
Page #161
--------------------------------------------------------------------------
________________
૧૫૦
અને સ્વજનાદિકમાં સારી રીતે ક્રીતિ તથા યશ પામે છે, અને આ ભવ તથા પરભવ ખંનેમાં સુખી થાય છે. વળી આ શિયળ મહાવ્રતના પ્રભાવથી દરેક પ્રકારના વ્યાધિએ નાશ પામી જાય છે, માનસિક આધિ કે સાંસારિક કાઇ, પશુ જાતની ઉપાધિ રહેતી નથી, તેવા શિયળવત પુરૂષ કે સ્ત્રીના સ્મરણમાત્રથી પણ આધિ, વ્યાધિ કે ઉપાધિના નાશ થઈ જાય છે, તે પછી શિયળ પાળનાર-શુદ્ધભાવથી શિયળવ્રત સેવનારને કાઈપણ જાતની માનસિક, શારીરિક કે સાંસારિક ઉપાધિ રહે નહિ તે નિશ્ચયાત્મક છે. વળી આ શિયળના માહાત્મ્યથી શાકિની, ભૂત, પ્રેત, ડાકિણી કે વ્યંતર કાઈના ઉપદ્રવથી ઉપદ્રવિત થવાના સ’ભવ રહેતા નથી, તેવા દુષ્ટ દેવા કે ઉપાધિ કરનાર વ્યક્તિએ તે શિયળવ્રત ધારણ કરનારની સામું પણ જોઈ શકતા નથી, તેમજ શિયળવત સાચવનારના પ્રતાપથી અન્યની પણ તેવી ઉપાધિઓ વિલય થઈ જાય છે, તેવા દુષ્ટ દેવા તેની પાસે ઉભાજ રહી શકતા નથી. વળી સિહ્રાદિ ર્હિંસક પશુઓ તથા સપ વિગેરે ઝેરી જનાવરાના ઉપદ્રવ આ વ્રતના પાલન કરનારને થતા નથી. સિંહાદિ જગલી પશુએ મૃગ જેવા શાંત થઇ જાય છે, સર્પ ફુલની માળા થઈ જાય છે, અને તેવા હિં'સક પશુએ અરસ્પરસનુ' વૈર ભૂલી જઈ ઉલટા આ વ્રત આચરનાર પાસે પેાતાના જાતિય સ્વભાવ અેડી શાંતિ ધારણ કરી બેસે છે, અને તેમના માહાત્મ્યની મનમાં સ્તવના કરે છે. શિયળવતના આવા ઉત્તમ અદ્ભુત
Page #162
--------------------------------------------------------------------------
________________
૧૫૧
પ્રભાવ દૃષ્ટાંતાદ્વારા સર્વત્ર સુવિદિતજ છે. અનેકનાં આધિ, વ્યાધિ, ઉપાષિ તથા વૈમનસ્ય આ વ્રતના માહાત્મ્યથી નાશ પામી ગયા છે, તેથી ભાવી આ ભવ અને પરભવ ખંનેમાં સુખશાંતિ ઈચ્છનાર સ્ત્રી અને પુરૂષ જેમ બને તેમ યથાકિત વધારે ને વધારે ત્રિકરણશુદ્ધિથી આ વ્રત પાળવામાં ઉદ્યમવાન રહેવુ', અને અન્યને પણ આ વ્રતનું માહાત્મ્ય તથા પ્રભાવ સમજાવી તે વ્રત પાળવામાં વિશેષ ઉદ્યમવાન્ કરવા. આ વ્રત આ ભવમાં સુખ આપનાર છે, પરલેાકમાં ઉત્તમ ગતિ આપનાર છે. વળી સત્ર ચશ-કીત્તિ ફેલાવનાર છે, મનાવાંચ્છિત સધાવનાર છે, પરમપદ પ્રાપ્ત કરાવનાર છે, ભવના નિસ્તાર કરાવનાર છે. નાગલાક તથા અન્ય સવ દેવગતિના સુખ આપનાર છે, મનુષ્યગતિમાં ઉત્કૃષ્ટ પદ અપાવનાર છે, અને પ્રાંતે પરમપદ પ્રાપ્ત કરાવનાર આ વ્રત ખાસ આચરવા લાયક, અનુમાઢવા લાયક અને પ્રશ’સવા લાયક છે. દરેક બંધુ તથા ન્હેને આ ચરિત્ર વાંચીને જેમ બને તેમ શિયળ પાળવામાં તથા ધર્મ આરાધન કરવામાં વિશેષ ઉદ્યમવાન્ બનવું, તાજ આ કથા વાંચવાના પ્રયાસનુ' સાથ છે.
આ કથા ૧૫૨૪ની સાલમાં આશ્વિન માસની કૃષ્ણ યેાદશીને દિવસે શીલતર'ગિણી ગ્રંથમાંથી ઉદ્ધરીને કર્તાએ રચી છે. શ્રી ધર્મસૂરિના અનુક્રમે તેમનીજ મૂળ પાટ ઉપર આવેલ શ્રી પદ્મચંદ્ર સુગુરૂના સુશિષ્ય શ્રી મહિચંદ્રસૂરિ સાધુઓને વિષે ઉત્તમ વ્રત પાળનારા સાધુ થયા.
Page #163
--------------------------------------------------------------------------
________________
૧૫૨
તેમના શિષ્ય ઉપાધ્યાય શ્રી રાજવલ્લભ-મુનિ, કે જેઓ ચારિત્ર પાત્ર તથા સ્વગુણેથી શોભતા હતા તેમણે વપર કલ્યાણના હેતુભૂત જાણીને આ ચિત્રસેન–પદ્માવતીની કથા રચી છે. તે સર્વનાં કલ્યાણ માટે થાઓ એવી શુભાશિષ સાથે આ કથા સમાપ્ત કરવામાં આવે છે. ગુમ થાત !
[ સમાપ્તય ચિત્રસેન-પદ્માવતી ચરિત્ર]
Page #164
--------------------------------------------------------------------------
_