Book Title: Bhaj Re Mana Part 02
Author(s): Shrimad Rajchandra Sadhna Kendra Rajnagar Kukma Kutchh
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 17
________________ જન્મ ધરીને પિંજરે, જીવ્યા હારોહાર, જ્યાં રવિ મંડયો ડૂબવા, ત્યાં તૂટ્યો તંબૂરાનો તાર; અધૂરૂ ભજન સંગાથી, ઉમળકો ભાગે, બહુએ પણ પંખી વાણી ઊચરે, કે જાવું એક દહાડે, આ નથી નિજનું ખોળિયું, આ તો મકાન ભાડે; પોઢવાને કાજે પાગલ, આખી રાત જાગે. બહુએ અવિનાશ વ્યાસ ૧૧૨૧ (રાગ : ભૈરવી) ધૂણી રે ધખાવી બેલી, અમે તારા નામની, અમે તારા નામની રે, પ્રભુ તારા નામની રે. ધ્રુવ ભૂલો રે પડ્યો રે હંસો, આંગણે ઊડીને આવ્યો, તનમનથી તરછોડાયો, મારગ મારગ અથડાયો; ગમ ના પડે રે એને , ઠાકુર તારા ગામની રે. ધૂણo કોને રે કાજે રે જીવડા ? ઝંખના તને રે જાગી, કોની રે વાયું રે જોતાં ? ભવની આ ભાવટ ભાગી; તરસ્યું રે જાગી જીવને, ભક્તિના જામની રે. ધૂણી એક રે તાતી તલવાર, ને બીજો તંબૂરનો તાર, એક જ વજ્જરમાંથી ઊપજ્યાં, તોયે મેળ મળે ના લગાર; કદી કદી આવતી રે આંધી. હોય કામની રે. ધૂણo. ૧૧૨૨ (રાગ : આશાવરી) પંખીડાને આ પિંજરું, જૂનું જૂનું લાગે; બહુએ સમજાવ્યું તોયે પંખી, નવું પિંજરું માંગે. ધ્રુવ ઊમટયો અજંપો એને, પંડના રે પ્રાણનો, અણધાર્યો કર્યો મનોરથ, દૂરના પ્રયાણનો; અણદીઠે દેશ જાવા, લગન એને લાગી, બહુએ માન માન ઓ પંખીડા, આ નથી રાજવીની રીત, આવું જ કરવું હતું તો, નહોતી કરવી પ્રીત; પાગલ ના બનીએ ભેરૂ, કોઈના રંગરાગે રે. બહુએ સોને મઢેલ બાજઠિયો ને , સોને મઢેલો ઝૂલો, હીરે જડેલો વીંઝણો મોતીનો, મોંઘો અણમૂલો; ઓછું શું આવ્યું સાથી ? કે સથવારો ત્યાગે, બહુએ પરનિંદામેં દુષ્ટ નર, કાઢત સારા કાલ; હરિયા તરૂ તજી કાગ ન્યું, બેઠત સૂકે સાલ. | ભજ રે મના ૬૯૬) ૧૧૨૩ (રાગ : ચલતી) રાખનાં રમકડાં, મ્હારા રામે રમતાં રાખ્યાં રે; મૃત્યુલોકની માટી માથે માનવ કહીને ભાખ્યાં રે. ધ્રુવ બોલે ડોલે રોજ રમકડાં, નિત નિત રમત્યુ માંડે; આ મ્હારૂં, આ હારૂં, કહીંને એકબીજાને ભાંડે રે, રાખ૦ કાચી માટીની કાયા માથે માયા કેરા રંગ લગાયા; ઢીંગલા ઢીંગલી એ ઘર માંડ્યાં, ત્યાં તો વીંઝણલા વીંઝાયા રે, રાખો અંત અનંતનો તંત ન તૂટ્યો, ને રમત અધૂરી રહી; તનડા ને મનડાની વાતો, આવી તેવી ગઈ. રાખ૦ ૧૧૨૪ (રાગ : ધોળ) મારે પાલવડે બંધાયો જશોદાનો જાયો, આખા રે મલકનો માણિગર મોહન, એક નાની શી ગાંઠે ગંઠાયો. ધ્રુવ એવો રે બાંધું કે છુટ્યો ન છૂટે, આંખ્યુંના આંસુ ભલે ખૂટ્યા ના ખૂટે, આજ ઠીક નાથ મારે હાથ આવ્યો. જશોદા દુરીજનકી ઓર સર્પકી, રીતિ રહી સમાન; આહાર ન હોવે આપકો, પરકો લેવે પ્રાણ. GEO ભજ રે મના

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 ... 363