Book Title: Bahenshree no Gyanvaibhav
Author(s): Champaben
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 8
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીનો જ્ઞાનવૈભવ વિદેહીનાથ સર્વજ્ઞવીતરાગ પરમાત્મા શ્રી સીમંધર ભગવાન, તેમનું દિવ્ય સમવસરણ, તેમની વાણીમાં સાંભળેલ પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજીસ્વામીના ભૂત તેમ જ ભાવિ ભવ, સ્વર્ગ અને ત્યાંનાં રત્નનિર્મિત શાશ્વત જિનમંદિરો તથા રત્નમય શાશ્વત જિનપ્રતિમાઓ વગેરે અનેક વિષયો ક્રમે ક્રમે સ્પષ્ટપણે સ્મરણમાં આવ્યાં છે. પૂજ્ય ગુરુદેવે, દીક્ષા લીધા પછી, અંદરથી સ્વયં સહજ એમ આવતું કે “અરે! હું તો તીર્થકરનો જીવ છું.” તદુપરાંત “હું રાજકુમાર છું” , એકવડિયો ઊંચો શરીરનો બાંધો, ગતભવનો પહેરવેશ, ૐકાર ધ્વનિનો નાદ વગેરે અંદરથી સહજ આવતું હતું, પણ આ વાત પૂજ્ય ગુરુદેવે કદી બહાર મૂકી નહોતી. પૂજ્ય બહેનશ્રીના જાતિસ્મરણજ્ઞાનની વિગત જાણવામાં આવી ત્યારે પૂજ્ય ગુરુદેવને સ્પષ્ટ થયું કે- “દીક્ષા લીધા પછી જે મને કુદરતે અંતરમાં આવતું તે આ જ હતું. આમ પૂજ્ય બહેનશ્રીના આ પવિત્ર જ્ઞાન દ્વારા પરમપૂજ્ય ગુરુદેવનો “ભાવી તીર્થંકરના દ્રવ્યરૂપ” લોકોત્તર મહિમા પ્રસિદ્ધ થવાથી મુમુક્ષુજગત ઉપર ખરેખર મહાન ઉપકાર થયો છે. પૂજ્ય બહેનશ્રીના સ્વાનુભવવિભૂષિત શુદ્ધાત્મસાધનામય આદર્શ જીવનની સાથે આ પવિત્ર જ્ઞાન પણ આત્માર્થી જીવોને પોતાના શ્રદ્ધાજીવનમાં તેમ જ ભક્તિજીવનમાં અતિશયતા લાવવા માટે મહાન લાભનું કારણ થયું છે. ૩) ગુરુદેવના હૃદયોદ્ગારઃ અધ્યાત્મમાર્ગપ્રકાશક Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 166