________________
૧૬૨ ] સઘટનાના ત્રણ ભેદ
{ વત્તાલોક હંસયુગલનો કે ચક્રવાકયુગલને આરોપ કરે નથી. આથી અહીં રૂપક અધૂરું રહે છે. એને જવાબ આપવા માટે જ વૃત્તિમાં કહ્યું છે કે અહીં રૂપક પહેલાં કહેલાં વ્યંજકનાં લક્ષણોવાળું છે. બીજા ઉદ્યોતની ૧૮ મી કારિકામાં સપષ્ટ કહેવામાં આવેલું છે કે અલંકારને ઠેઠ સુધી ચાલુ રાખવાની ઈચ્છા ન રાખવી. એમ કરવાથી રસને બદલે અલંકાર જ પ્રધાન બની જાય છે. અહીં જે રૂપક છે તે આ પ્રકારનું છે. રસની પ્રધાનતા સાચવવા માટે એને પૂરું કરેલું નથી. અને માટે એ રસને પોષક બન્યું છે. રૂપક, ખરું જોતાં તે, વિભાવાદિને જ અલંકૃત કરે છે, પણ તેથી આપોઆપ જ રસને પણ અલંકૃત કરનાર બની જાય છે. ઘટનાના ત્રણ ભેદ
અસંલઠ્યક્રમવ્યંગ્યધ્વનિ સંઘટના મારફતે પણ પ્રગટ થાય છે એમ કહ્યું છે એટલે પહેલાં સંઘટનાનું સ્વરૂપ કેવું છે તે જ સમજાવવું જોઈએ. હવે તે જ કરીએ છીએ.
સંઘટના ત્રણ પ્રકારની કહી છેઃ ૧. સમાસ વગરની, ૨. મધ્યમ સમાસથી શેભતી અને ૩. દીર્ઘ સમાસવાળી. આવું કોણે કહ્યું છે? એમ કોઈ પૂછે તો વૃત્તિમાં કહ્યું છે કે – કેટલાકે.
એ કેટલામાં તેને કોનો કેટલે અંશે સમાવેશ થઈ શકે એ જાણવા માટે આપણે રીતિને ઇતિહાસ સંક્ષેપમાં જઈ જેવો જોઈએ.
રીતિ, વૃત્તિ, માર્ગ અને સંધટના એ ચારે શબ્દો એક જ અર્થમાં વપરાયેલા જોવા મળે છે. કાળક્રમે જોઈએ તે ભામમાં આમાંને એકે શબ્દ વપરાયેલો નથી, તેમ તેણે કોઈ વ્યાખ્યા પણ આપેલી નથી, તેમ છતાં તેના ગ્રંથમાં ગૌડીય અને વૈદર્ભ એવા સાહિત્યના બે પ્રકારનો ઉલ્લેખ જોવા મળે છે. પણ એ પોતે આવા વગીકરણને મહત્ત્વ આપતો ન હોઈ, એની વિશેષ ચર્ચા કરતા નથી. ભામહ પછી દંડીમાં આપણે “માર્ગ' શબ્દ વપરાયેલ જોઈએ છીએ. તેણે વૈદર્ભ અને ગૌડ એવા બે માર્ગો ગણાવેલા છે. અને તેમાં ભેદક તત્વ એટલે કે તેમને જુદા પાડનાર તત્વ ગુણે છે. એ પછી રીતિની રીતસરની ચર્ચા વામને કરી છે. તેણે રીતિને કાવ્યને