________________
ઘોત –૩૩ ] મીમાંસકેએ પણ વ્યંજના સ્વીકારવી રહી [ ૨૭૯ પેદા કરે છે, એ જાણીતું છે. એટલે પૌરુષેય વાક્યોન, અર્થ સાથે નિસગિક સંબંધ હોવા છતાં તે અસત્ય હૈઈ શકે છે, એમ પુરવાર કરવા ઈચ્છનારે વાચકત્વ ઉપરાંત કેઈ પણ જાતના
પાધિક ધર્મને સ્પષ્ટપણે સ્વીકાર કર જ પડવાને. અને એ વ્યંજકત્વ સિવાય બીજે નથી. વ્યંગ્યાથને પ્રગટ કરે એનું જ નામ વ્યંજકત્વ. પૌરુષેય વાક્યો પ્રધાનપણે પુરુષના અભિપ્રાયને જ પ્રગટ કરે છે, તે વ્યંગ્ય જ હોય છે, વાય નથી હોતો, કારણ, તેની સાથે શબ્દને વ.વાચકભાવરૂપ સંબંધનથી છે તે.
આ ભાગ સમજાવતાં બેચનકાર કહે છે કે આપણે જ્યારે પૌરુષેય વાકય સાંભળીએ છીએ ત્યારે આપણને એવી પ્રતીતિ થાય છે કે બોલનાર આ પ્રમાણે સમજે છે; આ પ્રમાણે જ છે એવી પ્રતીતિ નથી થતી. અને તેને આપણે બીજા પ્રત્યક્ષાદિ પ્રમાણેથી સાબિત કરવા જઈએ છીએ ત્યારે તે થઈ શકતું નથી. પણ એ મુશ્કેલી જેને આપણે બોલનારની સમજ માની હોય છે, તેની બાબતમાં જ આવે છે; બાકી, શબ્દ અને અર્થનો સંબંધ તેમ જ શબ્દને અવય પણ અબાધિત જ રહે છે. એ ઉપરથી માત્ર એટલું જ સિદ્ધ થાય છે કે “આંગળીને ટેરવે સે હાથી” જેવાં વાક્યોને અથે એટલા માટે બેટો પડે છે કે એમાં બોલનારનો અભિપ્રાય દાખલા થઈ ગયો હોય છે. નહિ તો એમાં શબ્દ અને અર્થનો સ્વાભાવિક સંબંધ તો બરાબર સચવાયે હોય છે. આમ, બોલનારનો અભિપ્રાય તો વ્યંગ્ય જ હોય છે, તે શબ્દમાં મુકાયેલ હોતો નથી, તેને વાયવાચઃ ભાવ સાથે સંબંધ નથી. તેમાં સંકેતનું ગ્રહણ પણ થતું નથી, તેમ તે નિયત કે સ્વાભાવિક પણ હોતો નથી.
અહીં કોઈ એવો વાંધો ઉઠાવે કે આ ન્યાયે તે બધાં જ લૌકિક વાક્યોને ધ્વનિ કહેવાં પડે, કારણ, એ ન્યાયે તે બધાં જ વાક્યોમાં વ્યંજકત્વ રહેલું છે. એના જવાબમાં કહે છે કે વાત સાચી છે. પરંતુ વક્તાનો અભિપ્રાય વ્યક્ત કરવા રૂપ વ્યંજકત્વ તે બધાં જ વાક્યોમાં એકસરખું હોય છે, પણ તે વાચકત્વથી જુદું નથી હોતું, ત્યાં વ્યંગ્ય અને વાય એકરૂપ બની ગયેલાં હોય છે. પણ વ્યંગ્યાથે ત્યાં વિવક્ષિત નથી હોતો. જ્યાં