________________
ઉદ્યોત ૩-૬ અ ]
ગુણ અને સંધટનાને સબંધ [ ૧૬૫ ધેયભાવ નથી. આશ્રયે રહેલી એટલે રાજાને આશ્રયે પ્રજા રહે તેમ ગુણને પરતંત્ર રહેલી એવો અર્થ સમજવાનું છે, એમ બેચનકાર કહે છે.
હવે આ ભાગ આપણે મૂળ વૃત્તિમાંથી જોઈએ – ' એ વિકલપમાંથી, બંને એક જ છે, અને ગુણો સંઘટનાને આશ્રયે રહેલા છે, એ બંનેમાં સંઘટના આત્મભૂત એટલે કે સંઘટનાથી અભિન્નરૂપે અથવા આધેયભૂત ગુણેને આશ્રયે રહીને રસાદિને વ્યક્ત કરે છે, એ અર્થ થાય છે. જે ગુણ અને સંઘટના જુદાં છે એમ માનીએ અને સંધટના ગુણને આશ્રયે રહેલી છે એમ માનીએ તો સંઘટના ગુણોને આશ્રયે એટલે કે ગુણેને અધીન, પરતંત્ર રહીને, ગુણસ્વરૂપ જ થઈને નહિ, રસાદિને વ્યક્ત કરે છે, એવો અર્થ થાય છે.
કોઈ કદાચ એમ પૂછે કે આવા વિક દર્શાવવાનું પ્રયોજન શું છે?
તે એને જવાબ આ છે. જે ગુણોને અને સંઘટનાને એક જ તત્વ માનીએ, અથવા ગુણે સંઘટનાને આશ્રયે રહેલા છે એમ માનીએ, તે સંઘટનાની પેઠે ગુણેને વિષય પણ નિયત નહિ રહે.
અહીં કહેવાનો અર્થ એ છે કે અમુક રસમાં અમુક સંધના આવે એવો કોઈ નિયમ નથી. જેમ કે સમાસ વગરની, મધ્યમ સમાસવાળી અને દીર્ધ સમાસવાળી ત્રણ પ્રકારની સંધટના શૃંગાર જેવા કોમળ અને રૌદ્ર જેવા કઠોર રસેને વ્યક્ત કરી શકે છે. જે બેને એક માનીશું અથવા સંધટનાને આધારે ગુણો રહેલા છે એમ માનીશું તે ગુણોને પણ આ વાત લાગુ પડશે. એટલે કે બધા જ ગુણે બધા જ રસને વ્યક્ત કરે છે એમ કહેવાને વારે આવશે. જ્યારે સાચી વાત એ છે કે – | ગુણોને તે વિષય નિયત છે, જેમ કે, કરુણ અને વિપ્રલંભશૃંગારમાં માધુર્ય અને પ્રસાદને પ્રકષ હોય, અને રૌદ્ર
અને અભુતમાં ઓજસ હોય છે. વળી, માધુર્ય અને પ્રસાદ રરસ, ભાવ, રસાભાસ, ભાવાભાસ વગેરેમાં જ હોય છે. આમ,